બધા જ રોગો નો રામબાણ ઈલાજ છે ઔષધિ,એના ફાયદા જાણીને 100 ટકા તમે એનો ઉપયોગ કરશો

0
202

આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ‘ગળો’ની ઉત્પતિ સંબંધી એક કથા આ પ્રમાણે જોવા મળે છે. રામાયણના યુદ્ધમાં અસુરોના હાથે મૃત્યુ પામેલા વાનરોને ઈન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરીથી જીવિત કર્યા હતા. તે વખતે અમૃતના જે બિંદુઓ જમીન પર પડયા, તે સ્થાન પરથી આ ગળોની વેલ ઉત્પન્ન થઈ. આથી એને ‘અમૃતા’ નામથી પણ ઓળખવામાં આવે છે. ગળો એ ઘણું કરીને સર્વ રોગોમાં ઉપયોગી થનાર વનસ્પતિ છે. તો આ વખતે આયુર્વેદની આ અમૃત સમાન ગુણકારી ઔષધિ વિશે થોડું જાણીએ.

આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે અમૃતા,ગડુચી, છિન્નરુહા, ચક્રાંગી. ગિલોય એટલી ગુણકારી છે કે તેનું નામ અમૃતા રાખવામાં આવ્યું છે. આયુર્વેદ જગતમાં તે તાવની મહાન ઔષધિ તરીકે ગણાય છે.આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે. જેને ‘ખડકી ગળો’ કહે છે. કડવા લીમડા પર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે. વિષાક્ત વૃક્ષો પર ચઢેલી ગળોનો ઔષધ તરીકે ઉપયોગ ન કરવો.

આ એક પાંદડા તમને ૮૦ વર્ષ સુધી બીમાર નહી થવા દે. સ્વસ્થ રહેવું છે તો એક વખત જરૂર વાંચો. આ તમને કોઈને કોઈ ઝાડ પર લટકેલી જરૂર જોવા મળશે અને લીંબડા પર થી લો તો તે વધુ ગુણકારી રહેશે

શું તમે એક એવી જ્ડ્ડીબુટ્ટી ની શોધ કરી રહ્યા છો જે તમારી મોટા ભાગની સ્વાસ્થ્યની તકલીફો નો ઈલાજ કરે? તો તમારા માટે ગળો જેને હિન્દી માં ગિલોય કહે છે તેનાથી વધુ સારો બીજો કોઈ વિકલ્પ નહી હોય શકે. તે તમને ખુબ મોટા પ્રમાણમાં ફાયદો કરે છે અને તેના થોડા લાભોને ખાસ કરીને તમારા જીવન શૈલી માં અપનાવવો જોઈએ.

આયુર્વેદિય મતે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.

ગળો ના આયુર્વેદિક ઉપયોગ.

મર્હિષ ચરકે ધાવણની શુદ્ધિ કરનારા દસ શ્રેષ્ઠ ઔષધોમાં ગળોનો સમાવેશ કર્યો છે. માતાનું ધાવણ જો કફથી દૂષિત થયું હોય તો બાળકને તે પચવામાં ભારે પડે છે, બાળકને ઊલટીઓ થાય છે, મુખમાંથી લાળ પડયા કરે છે, તેમજ બાળક સુસ્ત અને નિદ્રાળુ થઈ જાય છે. ધાવણની શુદ્ધિ માટે માતાએ પચવામાં હલકો ખોરાક લેવો. તેમજ ગળો, સૂંઠ, હરડે, બહેડા અને આમળા સરખા વજને લઈ તેનો અધકચરો ભૂક્કો કરી, બે ચમચી જેટલા આ ભૂક્કાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવો. ચાર-પાંચ દિવસમાં જ ધાવણ શુદ્ધ થતા બાળક સ્વસ્થ થઈ જશે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં.

ગિલોય એક સાર્વત્રિક ઔષધિ છે જે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તે એન્ટીઓકિસડન્ટોનો પાવરહાઉસ છે જે ફ્રી-રેડિકલ સામે લડે છે, તે કોષોને સ્વસ્થ રાખે છે અને રોગોથી મુક્તિ આપે છે. ગિલોય ઝેર દૂર કરવામાં મદદ કરે છે, લોહી શુદ્ધ કરે છે, બેક્ટેરિયા સામે લડે છે જે રોગોનું કારણ બને છે, અને પિત્તાશયના રોગો અને પેશાબની નળીઓના ચેપનો પણ સામનો કરે છે.

તાવની સારવાર કરી, પાચન સુધરે છે.

કોઈપણ પ્રકારના તાવમાં પિત્તની વૃદ્ધિ અને જઠરાગ્નિનની મંદતા જરૂરથી હોય છે. ગળો કડવી હોવાથી પરમ પિત્તશામક છે. તે અગ્નિ પ્રદીપક પણ છે. એટલે ગમે તે કારણથી આવેલા તાવનું તે ઉત્તમ ઘરગથ્થુ ષધ છે. લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં એક ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર-સાંજ લેવો. બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાશે. ધીમેધીમે ભૂખ પણ ઉઘડશે. તે ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ અને મેલેરિયા જેવી અનેક જીવલેણ પરિસ્થિતિઓના સંકેતો અને લક્ષણોમાં ઘટાડો કરી શકે છે.ગિલોય પાચન સુધારવામાં અને આંતરડાને લગતા પ્રશ્નોના ઉપચારમાં ખૂબ ફાયદાકારક છે. તેમાં મહત્તમ પરિણામો મેળવવા માટે, અથવા કબજિયાતની સારવાર માટે ગિલોયનો રસ મધ સાથે મેળવી સવારે અને સાંજે સેવન કરવું.

ડાયાબિટીઝની અને તણાવ-ચિંતા ઘટાડે.

ગિલોય હાઈપોગ્લાયકેમિક એજન્ટ તરીકે કામ કરે છે અને ડાયાબિટીઝ (ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીઝ) ની સારવાર કરવામાં મદદ કરે છે. ગિલોયનો રસ બ્લડ સુગરના ઉચ્ચ સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. ગિલોયને એડેપ્ટોજેનિક ઔષધિ તરીકે પણ વાપરી શકાય છે. તે માનસિક તાણ તેમજ અસ્વસ્થતા ઘટાડવામાં મદદ કરે છે. તે ઝેરથી છુટકારો મેળવવામાં, મેમરી પાવર વધારવામાં મદદ કરે છે, તે મન ને શાંત કરે છે અને જો અન્ય વનસ્પતિઓ સાથે જોડાય તો એક શ્રેષ્ઠ આરોગ્ય ટોનિક બનાવે છે.

અસ્થમા અને સંધિવાની સારવાર કરે છે.

અસ્થમાથી શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી, વગેરે થાય છે, આવી સ્થિતિની સારવાર ખૂબ જ મુશ્કેલ બની જે છે. ગિલોય અને પુનર્નવાનો કાઢો બનાવી સેવન કરવાથી થોડાક જ દિવસોમાં અસ્થમા રોગમાં ફાયદોદેખાય છે. ગિલોયમાં બળતરા વિરોધી અને એન્ટિ-આર્થ્રિટિક ગુણધર્મો છે જે સંધિવા અને તેના ઘણા લક્ષણોની સારવાર કરવામાં મદદ કરે છે. સાંધાના દુખાવા માટે, ગિલય સ્ટેમમાંથી પાવડર દૂધ સાથે બાફીને મેળવી શકાય છે, સંધિવાની સારવાર માટે આદુની સાથે તેનો ઉપયોગ કરી શકાય છે.

દ્રષ્ટિ સુધારે છે.

આખો ને લગતા રોગો માં ગળો ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. ભારતના કેટલાક ભાગોમાં, ગિલોય પ્લાન્ટ આંખો પર લાગુ થાય છે કારણ કે તે દ્રષ્ટિની સ્પષ્ટતાને વધારવામાં મદદ કરે છે. માત્ર ગિલોય પાવડરને પાણીમાં ઉકાળી તે ઠંડુ થાય એટલે પોપચા ઉપર લગાવવું આવું કરવાથી આંખ ની બળતરા, આંખ નો દુખાવો, આંખ સોજી જવી અને આંખ માં ફોલ્લા ની સમસ્યા માંથી રાહત મળી દ્રષ્ટિ માં સુધારો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here