બાળકો શરદી,ખાંસીથી પીડીત હોય તો કરો આ ઘરેલું ઉપચાર,તરત જ મળી જશે આરામ

0
447

ભારત દેશ મા જેવી જ શિયાળા ના મોસમ નો પ્રારંભ થાય છે એટલા મા કુટુંબ ના સભ્યો મા થી કોઈક ને ઉધરસ થાય છે. અને જે ઘર મા નનુ બાળક હોય ત્યા આ સમસ્યા ખુબ હોય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવા ને લીધે આ તકલીફ થાય છે. આપણા પુર્વજો આવા રોગો માટે ઘરગથ્થુ ઉપચાર કરતા. ઘર ના વડીલો નાના બાળકો ને થતી સરદી-ઉધરસ ની તકલિફ દુર કરવા માટે ઘરે અનેક ઉપચાર કરતા હોઈ છે.

હવામાન ગમે તેવું હોય બાળકો શરદી, ખાંસીનો શિકાર બની જાય છે. જેના કારણે માતા-પિતા સહિત ઘરના તમામ સદસ્યોને પરેશાની ઉઠાવવી પડે છે. બાળકોમાં નાકનું વહેવુ, શરદી અને ખાંસી કોઈ નવી વાત નથી. આ રીતે મામુલી બિમારીઓ બાળકોને જલ્દી પોતાની ઝપેટમાં લઈ લે છે. જો તમે બાળકોની પરેશાનીઓથી વંચિત છો તો સાધારણ ઘરેલું ઉપાય સારા સાબિત થઈ શકે છે.

આ ઉપચાર કરતા પહેલા જરૂરી સુચનાઓ:આ ઉપચાર માત્ર એક જ વાર ન અજમાવો. તે ફક્ત માહીતી માટે છે. તમામ બાળકો કે શીશુ ઓ એક જેવા હોતા નથી તેથી અમુક ને ફાયદો થાય છે તો અમુક ને હાનિ. ઉપચાર કરતા પહેલા બાળક ની વય ને ઘ્યાન મા રાખવી. તબીબો નુ માર્ગદર્શન લેવુ હિતાવહ રહે છે.જે બાળક અથવા તો શીશુ ને જણાવ્યા મુજબ ની શરદી-ઉધરસ ની સમસ્યા હોય તો આ ઉપચાર કરી શકાય. નાક મા થી પાણી જેવુ દ્રવ્ય નીકળતુ હોય , ધીમી ઉધરસ આવતી હોય , ગળા મા બળતરા થતી હોય , નાક બંધ થયુ હોય.

મધ ઘણી બિમારીઓ માટે ફાયદાકારક છે. શરદી અને ગળાના સોઝામાં તેનો ઉપયોગ ફાયદો પહોંચાડે છે. એક ચમચી લીંબુના રસની સાથે બે ચમચી મધ ભેળવીને મિક્સ કરી લો. બાદમાં તેને દિવસમાં બેથી ત્રણ વખત બાળકને પીવડાવો. મધને સાધારણ ગરમ દુધમાં ભેળવીને પીવડાવી શકાય છે. એક ગ્લાસ સાધારણ ગરમ દુધમાં સ્વાદ વધારવા માટે મધની માત્રા ભેળવી બાળકોને આપી દો. એક વાતનું ધ્યાન રાખો કે એક વર્ષથી નાના બાળકોને મધ પીવડાવવાની કોશિશ ન કરો.

ચિકનનો સુપ પણ એક વર્ષના બાળકોથી લઈને મોટા બાળકોને આપી શકાય છે. શરદી અને ખાંસીમાં તેનો ઉપયોગ લાભકારી સાબિત થઈ શકે છે. બાળકોને શરદીથી કામ આવે છે. સૂપ ઘરમાં જાતે બનાવી શકો છો. ચિકનની સાથે શાકભાજીને સામેલ કરીને સુપને બનાવવામાં આવે છે. તે માટે પાલક, ગાજર, ચુકંદર જેવા શાકભાજી સામેલ કરવામાં આવે છે. દિવસમાં બેથી ત્રણ વખત બાળકોને સુપ આપો.કોપરેલ તેલ મા થોડુ કપુર ઉમેરી ગરમ કરવુ. થોડા સમય બાદ આ તેલ થી બાળક ના છાતી ના ભાગે મસાજ કરવુ. કપુર ની માત્રા ઓછી હોય તેનો ખાસ ખ્યાલ રાખવો. યુકીલીપ્ટસ તેલ ની બુંદ ને બાળક ને સુંઘાડવી તેમજ તેની પથારી પણ છાટવી. આમ કરવા થી શરદી દુર થાય છે.

નાના બાળકો ને હળદર નો એક ગાઠીયો દિવા પર ગરમ કરી સુંઘાડવો. આ ધુમાડા થી કોઈ આડઅસર નહી થાય. ઉપરાંત નેથડો હળદર ને 2 વર્ષ થી ઉપર ની વય ના બાળકો ને દુધ મા મિક્સ કરી આપી શકાય છે. જે ખુબ જ લાભદાયી છે. નાના બાળકો ને કફ ને લીધે સુવા મા સમસ્યા થતી હોય છે. આવા સંજોગ મા ઓશીકા ને ત્રાસુ રાખવુ. અને બાળક ના નાક મા જામેલ કફ આરામા થી દુર થશે. 50 મી.લી. પાણી મા બે લસણ ની કળી ને દસ મિનીટ સુધી રાખો.

આ પાણી ના બે ધુટડા દર બે કલાકે પાવા થી શરદી દુર થાય છે. આ નુસ્ખો ચાર વર્ષ ની વય વટાવી ચુકેલ બાળકો પર કરવો. આઠ મહીના થી વધુ વય ના બાળક ને ચીકન સૂપ પીવડાવવા થી શરદી-ઉધરસ મટે છે. ઉપરાંત આદુ ને આ રોગ માટે ખુબ જ લાભદાયી માનવા મા આવે છે. એક થી બે વર્ષ ની વય ના બાળકો ને આદુ ને વાટી પાણી મા ગરમ કરો. આ પાણીને પીવડાવવા થી સમસ્યા નો ઉકેલ આવી જાય છે.તુલસી ના પર્ણ ને પાણી અથવા દુધ મા મિક્સ કરી તેનુ પાન કરાવી શકાય છે. ઉપરાંત તેને પાણી મા પલાળી ને પણ તે પાણી નો ઉપયોગ કરી શકાય છે. એક વર્ષ થી વધુ વય ના બાળકો ને દુધ મા અડધી ચમચી મધ ઉમેરી પીવડાવવા થી શરદી-ઉધરસ દુર થાય છે.

નાના બાળકો ને શરદી-ઉધરસ સરળતા થી થાય છે તેથી તેને બચાવવા માટે અજમા ને શેકી તેની એક નાનકડી પોટલી બનાવો. આ પોટલી ને બાળકને સુંઘાડવા થી આ દર્દ દુર થાય છે. નાકા ના છીદ્રોમા બે થી ત્રણ બુંદ સલાઈન નુ પાણી નાખી માથુ હલાવવા થી શરદી દુર થાય છે.શરદી-ઉધરસ ને લીધે થયેલ કફ તેમજ ગળા ના સોજા ને દુર કરવા માટે ભીંડી નુ તેલ ખુબ જ ઉપયોગી છે. ભીંડી ના નાના કટકા કરી પાણી મા ગરમ કરો. ઠંડૂ થયા બાદ આ પાણી ને એક વર્ષ થી વધુ વય ના બાળક ને પીવડાવવુ. કેમોલાઈન નામ ની ચા ને પાતળી કરી બાળક ને આપવા થી રાહત થાય છે.

 

લીંબુ ના રસ મા થોડૂ મધ ઉમેરી અને વધારે માત્રા મા પાણી નાખી બાળક ને પીવડાવવા થી શરદી-ઉધરસ દુર થાય છે. તજ મા અનેક પ્રકાર ના તત્વો રહેલ હોવા થી તે ખુબ જ લાભ આપે છે. નાના બાળક ને ચાર ચમચી તજ ના ભૂક્કા મા એક ચમચી મધ ભેળવી ખવડાવવા થી શરદી-ઉધરસ મા રાહત રહે છે.સરસીયા ના તેલ મા લસણ ની કળી ને વાટી અને અજમા ના બી ને શેકો. આ મિશ્રણ ને બોટલ મા ભરો. અને આ દ્રવ્યથી માલીશ કરો. ઉપરાંત નાના બાળકો માટે વપરાશ મા આવતી વિક્સ ને લગાવવા થી શરદી-ઉધરસ મા લાભ થાય છે. નાના બાળકો ને હવા મા રહેલ શુશ્કી થી શરદી થાય છે તેવા મા તેના માતા-પિતા એ ઘર મા ભેજ વાળૂ વાતાવરણ રહે તેની વ્યવસ્થા કરવી જોઈએ.

ઉપરાંત નાના બાળકો ને મોટા ઓ ની માફક વરાળ આપવા મા આવતી નથી હોતી. વરાળ આપવા માટે બાળકને તેડી ને ઊભુ રહેવુ પડે છે. જેથી તેનો કફ દુર થાય છે. નાના બાળકોને સુકી ઉધરસ મા બે મોટી ચમચી શુદ્ધ ઘી મા ત્રણ તીખા નો ભૂક્કો ઉમેરી બાળક ને ચટાડવા થી શરદી-ઉધરસ મા લાભ થાય છે.નાક મા થી ઘટ્ટ પીળા રંગ નુ કે લીલા રંગ નુ પ્રવાહી વહેવુ , વધારે પડતો તાવ આવવો , વધારે ઉધરસ સાથે પીળા રંગ નો કફ આવવો , ગળા મા સોજા હોવા , શ્વાસોશ્વાસ મા પરેશાની થવી વગેરે જેવી સમસ્યા ઓ હોવા થી ડૉક્ટર ને બતાવવુ