અઠવાડિયામાં ભૂલથી પણ આ વારે ન ધોવાં જોઈએ માથાનાં વાળ નહીં તો આવે છે અનેક સમસ્યાઓ.

0
17

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કેવડીલોને તમે ક્યારેક કહેતા સાંભળ્યા હશે કે આજે ગુરુવાર છે તો વાળ ના ધોતા. સમય બદલાયો, રીત પણ બદલાઈ, વિચાર બદલાયા, પરંતુ આજે પણ ગુરુવારે વાળ ધોતા પહેલા એક વાર વિચાર મનમાં કરી જ લે છે. આ વાત આપણા પૂર્વજો દ્વારા એમ જ કંઈ કહેવામાં આવતી નથી. કયા દિવસે વાળ ના ધોવા જોઈએ તો ચાલો જાણીએ.

અહીં પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે જે વારે ઉપવાસ કરો છો તે વારે વાળ ના ધોવા જોઈએ.તમે એક દિવસ પહેલા વાળ ધોઈને શુદ્ધ થઈ શકો છો,તમે રવિવારે વાળ ધોઈ શકો છો.હિંદુ ધર્મમાં ગુરુવારને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. બૃહસ્પતિ દેવની આરાધના કરવાના કારણથી તેને બૃહસ્પતિવાર કે ગુરુવાર કહેવામાં આવે છે. વડીલોને તમે ક્યારેક કહેતા સાંભળ્યા હશે કે આજે ગુરુવાર છે તો વાળ ના ધોતા. સમય બદલાયો, રીત પણ બદલાઈ, વિચાર બદલાયા, પરંતુ આજે પણ ગુરુવારે વાળ ધોતા પહેલા એક વાર વિચાર મનમાં કરી જ લે છે. આ દિવસે માથું ના ધોવા વિશે એક કથા છે.

એક વખતની વાત છે, એક અમીર વેપારી અને તેની પત્ની રહેતા હતા. તે બંન્ને ખૂબ જ ખુશ હતા અને સંપન્ન જીવન પસાર કરી રહ્યા હતા. પત્ની ઘરેલું સ્ત્રી હતી અને ખૂબ જ કંજૂસ હતી. તેને દાન આપવું પસંદ નહોતું. એક વખત એક ભિખારીએ તેની પાસે ખાવાનું માંગ્યું, જ્યારે તેનો પતિ ઘરમાં નહોતો.પરંતુ સ્ત્રીએ જવાબ આપ્યો કે તે અત્યારે ઘરના કામમાં વ્યસ્ત છે, તો પછી આવે. આ રીતે તે ભિખારી કેટલાક દિવસો સુધી અલગ-અલગ સમય પર આવતો રહ્યો, પરંતુ મહિલા દર વખત તેને આ જ રીતે ના પાડી દેતી હતી, કે તે ઘરના કામમાં વ્યસ્ત છે. એક દિવસ ભિખારીએ મહિલાને પૂછ્યુ કે તે ક્યારે વ્યસ્ત હોતી નથી, જ્યારે ભોજન આપી શકે, તો મહિલાને ગુસ્સો આવી ગયો, તે ગુસ્સામાં આવીને તેને બોલી કે પહેલા પોતાની તરફ જો, હું ક્યારેય નવરી નહી રહું.

ત્યારે ભિખારીએ કહ્યું કે બૃહસ્પતિવારના દિવસે માથું ધોઈ લેજે, તુ હમેશા ખાલી થઈ જઈશ. મહિલાએ ભિખારીની વાત ને મજાકમાં જવા દીધી અને દરરોજની જેમ જ વાળ ધોઈ રહી હતી. તેની આદત મુજબ, બૃહસ્પતિવારના દિવસે પણ વાળ ધોઈ લીધા. પછી શું, તે મહિલાના ઘરનું બધુ જ ધન બરબાદ થઈ ગયું અને તેની બધી જ ખુશીઓ ચાલી ગઈ. તે બન્ને રસ્તા પર આવી ગયા.

હવે તે બન્ને પતિ-પત્ની રોટલાના એક- એક ટુકડા માટે તરસવા લાગ્યા. ફરીથી તે ભિખારી તે મહિલાને મળ્યો. તો મહિલાએ પોતાનો પરિસ્થિતિ તેને જણાવી. ત્યારબાદ, તે દંપતિને અહેસાસ થયો કે તે ભગવાન બૃહસ્પતિનું રૂપ હતું, જે ભિખારીનો વેશ ધારણ કરીને ભિક્ષા માંગવા આવતા હતા. તે દિવસથી તે સ્ત્રીએ બૃહસ્પતિવારના દિવસે વાળ ધોવાનું બંધ કરી દીધું અને ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાની શરૂ કરી દીધી.

તેમને પીળાં રંગના ફૂલ અને ભોજન ચઢાવવા લાગી. ધીમે-ધીમે તે લોકો ફરીથી ખુશહાલ થઇ ગયા. બીજી માન્યતા અનુસાર, બૃહસ્પતિવાર, ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા કરવા માટે પવિત્ર દિવસ હોય છે. આ દિવસે વાળ ધોવાથી તેમના આર્શિવાદ પ્રાપ્ત થતા નથી અને ઘરમાં સંપન્નતા આવતી નથી. નિષ્કર્ષ ગુરુવારે વાળ ધોવાની દરેક ના પાડે છે.આમપણ તમે અઠવાડિયામાં દરરોજ વાળને ધોતા નથી, તો એવો શિડ્યુલ બનાવો કે તમારે ગુરુવારે વાળ ના ધોવા પડે. તેનાથી તમારી વાત પણ રહી જશે અને તમારી શ્રદ્ધા પણ રહી જશે. હિંદુ ધર્મમાં વાળને ધોવા માટે રવિવારને સૌથી સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ પ્રકારની વાર્તા કે માન્યતા નથી. ગુરુવાર, શુક્રવાર, અને શનિવારે વાળ ધોવા હિંદુ ધર્મમાં માન્ય નથી.

સોમવારે મહિલાઓ વાળ ધોઈ શકે છે.જો તમે સોમવારે ઉપવાસ રાખો છો તો વાળ ના ધોવા જોઈએ અને જો કદાચ કોઈ કારણ સર તમારે વાળ ધોવા પડે તો આ ઉપાય કરી શકો છો.તો તમે કેસૂડો ના ફૂલ લઈ શકો છો.અને તેને મસળીને વાળ માં લગાવી વાળ ધોઈ શકો છો.આજ પ્રમાણે મંગળવારે મહિલાઓએ વાળ ના ધોવા જોઈએ કારણ કે આ દિવસે વાળ ધોવાથી આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.અને જો કદાચ તમારે કોઈ કારણ સર વાળ ધોવા પડે તો તમારે આમળા નો રસ કે આમળાનો પાવડર તમારા વાળ લગાવી વાળ ધોવા જોઈએ.

બુધવારે મહિલાઓએ વાળ ધોવા જોઈએ પણ જી મહિલાઓના વાળ નાના હોય તેમણે વાળ ના ધોવા જોઈએ,કેમકે બુધ અધિપતિ બુધ ગ્રહ આપણા નાના ભાઈ બહેનો નો કારક માનવામા આવે છે.એટલે આનો દોષ નાના ભાઈને લાગે છે.એટલે જો તમારે આનું નિવારણ કરવું હોય તો જળ ના દેવ વરુણ દેવ અથવા બુધના સ્વામી ગણેશજીને તમારો મોટો ભાઈ બનાવી લો અને કોઈ પણ પૂજામાં કળશ નો ઉપયોગ થાય છે.અને તે કળશમાં જળ હોય છે,એટલે કે વરુણ દેવને પ્રાથના કરી ને કહો કે હે વરુણ દેવ હું તમને મોટા ભાઈ બનાવું છું, અને તમે અમને આ દોષમાંથી મિકતી આપો.એવી જ રીતે ગણેજીની પૂજા પણ દરેક વિધિમાં થાય છે.તમે તેમને પણ પ્રાથના કરી તમારા મોટા ભાઈ બનાવી લો અને કહો કે તમારી રક્ષા કરે.તો પણ જો કોઈ કારણ વસ વાળ ધોવા પડે તો તો તમારે તુલસી પાન લઈ તેને મસળી ને તમારા વાળમાં લગાવી પછી વાળ ધોઈ શકો છો.

ગુરુવાર ના દિવસે સુહાગણ મહિલા તો સુ કોઈ પણ મહિલા વાળ ધોઈ શકતી નથી,આ દિવસે તો ઘરમાં પોતું પણ નથી થતું અને કપડાં પણ નથી ધોવાતા એવી માન્યતા છે કે આ દિવસે વાળ ધોવાથી કે પોતું લગાવાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે.જો તમારે કોઈ કારણ વસ વાળ ધોવા પડે તો તમારે થોડી હળદર લઈને તેની પેસ્ટ બનવી તમારા વાળમાં લગાવી અને વાળ ધોઈ શકો છો.શુક્રવાર ના દિવસે મહિલાઓ વાળ ધોઈ શકે છે.પણ જે મહિલાઓને પુત્ર પ્રાપ્તિની કામના હોય તેમને વાળ ના ધોવા જોઈએ.જો કોઈ કારણ વસ તમારે વાળ ધોવા પડે તો તમારે તમારા વાળ માં થોડુ દહીં લગાવી પછી વાળ ધોવા જોઈએ.

શનિવાર એટલે શનિ ભગવાન નો દિવસ ,જેમ કે તમે બધા જાણો છો કે શનિ દેવને બધા ભગવાનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત છે.અને શનિદેવ પ્રચડ દેવ પણ છે એમતે શનિ દોષથી બચવા માટે વાળ ના ધોવા જોઈએ.જો કોઈ કારણ સર તમારે વાળ ધોવા પડે તો પેહલા તમારા વાળમાં કાચું દૂધ લગાવી પછી ધોઈ શકો છો.હું તમને એક બીજી વાત કરું કે સુહાગણ મહિલાઓ એમની સેંથી માં સિંદૂર પુરે છે એ જગ્યા ને ગંગા સ્થાન કહે છે. આથી તે પૂજાપાઠ માં ભાગ લઈ શકે છે.પછી તે વાળ ના ધોવે તો પણ ચાલી શકે છે.કઈક લોકોને એવો પણ વહેમ હોય છે કે માસિક ધર્મ હોય ત્યારે વાળ ધોવા જોઈએ કે નહીં.એમ તો દરેક પ્રાંતમાં અલગ અલગ પ્રથા છે,આપણે અહીં તો 1 ,3 કે 5 માં દિવસે વાળ ધોવાની રિવાજ છે.

મિત્રો આજે અમે કંઈક ખાસ વસ્તુ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આપણા હિંદુધર્મમાં સદીઓથી અનેક પરંપરાઓ અને તેનું મહત્વ ચાલતું આવે છે. હિંદુધર્મમાં લોકો દ્વારા શાસ્ત્રોક્ત અને અને ધાર્મિક માન્યતાઓને આસ્થાભેર નિભાવતા હોય છે. માણસનું જ્યારે જન્મ થાય ત્યારથી લઈને તેના મૃત્યુની સુધીના આખા સમયગાળામાં અનેક પરંપરાનું પાલન કરતો હોય છે.

જેમાં અમુક પરંપરાઓ તો વ્યક્તિના મૃત્યુ બાદ પણ નિભાવવી પડતી હોય છે.આપણે સામાન્ય જોઈએ તો આપણા દરેકના ઘરમાં પૂજાપાઠ વગેરે થતું રહેતું હોય છે. એ પણ આપણી સાચી પરંપરા છે. પરંતુ આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવશું જેને જાણવું એ ખુબ જ જરૂરી છે. જેમ ઘણા લોકોને એવું કહેતા તમે જોયા હશે કે આ દિવસે આ કાર્ય ન કરાય, પેલું કાર્ય ન કરાય વગેરે. તો તેવી જ રીતે આપણા સમાજમાં પણ અમુક માન્યતાઓ અને એવા કાર્યો છે જેને અમુક દિવસે નથી કરવામાં આવતા.

આપણે બધાએ એ તો સાંભળ્યું જ હોય કે આ દિવસે વાળ ન કાપવા જોઈએ, આ દિવસે નખ ન કાપવા જોઈએ, મંગળવાર, શનિવાર, ગુરુવાર જેવા દિવસે વાળ કાપવાની અને નાખ કાપવાની આપણા વડીલો દ્વારા અને આપણી ધાર્મિક પરંપરાઓમાં પણ ના કહેવામાં આવી છે. તો તેવી જ રીતે આપણા શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓ માટે ઘણા બધા નિયમો લખવામાં આવ્યા છે. જેના અનેકો ફાયદા છે.

આપણી પરંપરાઓ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરણિત સ્ત્રીએ સપ્તાહના અમુક વિશેષ દિવસે પોતાના વાળને ન ધોવા જોઈએ. તેની પાછળના ઘણા બધા વિશેષ અને મહત્વના કારણો પણ છે. આજે અમે અમુક દિવસ વિશે જણાવશું કે જો મહિલાઓ તે દિવસે પોતાના વાળને ધોવે તો તેની ખરાબ અસર થાય છે અને તેના પતિના આયુષ્ય પર સીધી અસર કરે છે. ઘણી વાર ગ્રહોના કારણે આખા પરિવાર પર પણ મુશ્કેલી આવી શકે છે.

તે મુશ્કેલી ઘણી વાર નાની હોય છે પરંતુ તેનું પરિણામ ખુબ જ ગંભીર પણ આવતું હોય છે. એટલા માટે પરણિત સ્ત્રીઓએ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અમુક દિવસો એવા પણ હોય છે જેમાં આ કાર્ય કરવામાં આવે તો તેના વિપરીત ફાયદાઓ પણ થતા હોય છે. તો ચાલો જાણીએ ક્યાં દિવસે સ્ત્રીઓએ માથું ન ધોવું જોઈએ.

મિત્રો સૌથી પહેલો વાર છે બુધવાર. આ દિવસે કોઈ પણ સ્ત્રી પરણિત હોય તેમણે ક્યારેય પણ પોતાના વાળને ન ધોવા જોઈએ. જો આ દિવસે માથું ધોવામાં આવે તો કોઈ પણ સ્ત્રીના ભાઈ પર મુશ્કેલી આવી પડે છે અને કોઈને કોઈ તકલીફનો ભાર સ્ત્રીના ભાઈ પર પડે છે. અને વાત કરીએ પતિની તો તેને પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ પણ નવા કામ માટે જાય તો તેમાં તેને અસફળતા મળવાની સંભાવના વધારે રહે છે. આ દિવસે ખાસ તો છોકરીઓએ પણ પોતાના વાળ ન ધોવા જોઈએ.

ત્યાર બાદ છે ગુરુવાર. ગુરુવારના દિવસે પરણિત સ્ત્રી જો પોતાના વાળ ધોતી હોય તો તેના પતિનું આયુષ્ય દિવસેને દિવસે ઘટવા લાગે છે. પતિએ પોતાના કરિયર માટે પણ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટી ગંભીર બીમારીઓ પણ લાગુ પડી શકે છે, જે દિવસે દિવસે ઘરમાં ધનની કમી કરાવે છે. ઘણી વાર પરિવારમાં પણ તણાવ ઉભા થતા હોય છે. માટે ગુરુવાર ના દિવસે કોઈ પણ પરણિત સ્ત્રીએ પોતાના વાળ ન ધોવા જોઈએ.

ત્યાર પછી છે શનિવાર. શનિવારના દિવસે પણ ક્યારેય વાળ ન ધોવા જોઈએ. કેમ કે જો શનિવારના દિવસે વાળ ધોવામાં આવે તો શનિદેવની કૃપા દ્રષ્ટિ આપણા પરથી હટી જાય છે અને શનિદેવ ગ્રહો અનુસાર કોપાયમાન પણ થઇ શકે છે. જેના કારણે સાડાસાતીની પનોતી ભોગવવાનો પણ સમય આવી શકે છે. એટલા માટે શનિવારના દિવસે પણ વાળ ન ધોવા જોઈએ.મિત્રો બાકીના કોઈ પણ દિવસે તમે વાળને ધોવો તો તેના શુભ પરિણામો પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો તમે પણ આ બાબતને જાણો અને આગળ શેર કરો.