અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો,અને દૂર કરો દાઝ્યાના નિશાન,દવા વગર પણ ખૂબ જલ્દી મળશે રિજલ્ટ….

0
151

ભારતીય ઘરોમાં સામાન્ય રીતે મહિલાઓ જ રસોડામાં જમવાનું બનાવે છે. તેવામાં અનેક પ્રસંગે રસોઈ કરતી વખતે કઢાઈનું તેલ ઉડીને તેમના હાથ ઉપર પડે છે કે પછી ગરમ કૂકર ભૂલથી સ્પર્શી જાય છે. તેવામાં હાથ દાઝી જાય છે અને દાઝવાનાં નિશાન બહુ વધારે પડી જાય છે.પરંતુ ઘણા કિસ્સાઓ દાઝ્યાના નિશાન પડી જાય તો અનેકવાર તેને ગાયબ થવામાં સમય પણ લાગે છે. જો આ નિશાન નાના-મોટા છે તો તમે ઘરેલુ નુસ્ખાઓનો ઉપયોગ કરીને પણ તેનાથી છુટકારો મેળવી શકો છો. તો આવો જાણીએ તેના વિશે.
1. મેથી દાણા

મેથી દાણા રાત્રે પાણીમાં પલાળી દો. સવારે વાટીને તેની પેસ્ટ બનાવી લો. તેને બળ્યાના નિશાન પર લગાવો. 1 કલાક સુધી મુક્યા પછી તેને ધોઈ લો. આ ઉપચારને નિયમિત રૂપે કરો.
2. હળદર

હળદર મધ અને ગુલાબજળને મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી તેને નિશાનવાળા સ્થાન પર 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ તેને હળવા હાથે રગડીને છોડાવી લો.
3. બદામ તેલ

બદામ તેલ સ્કિન માટે ખૂબ સારુ રહે છે. આ તેલ ડેડ સ્કિનને હટાવે છે. દાઝ્યાના નિશાનવાળા સ્થાન પર શુદ્ધ બદામનું તેલ લગાવો અને હળવા હાથે મસાજ કરો. થોડા દિવસોમાં નિશાન ગાયબ થવા માંડશે.
4.ડુંગળીનો રસ

ડુંગળીનો રસ લગાવવાથી પણ ડાઘા ધબ્બા દૂર થઈ જાય છે.
5. ટામેટા અને લીંબૂ

ટામેટા અને લીંબૂમાં વિટામીન સી રહેલુ છે. આ બંને પ્રાકૃતિક રૂપે જ એસિડિક હોય છે. વિટામિન સી દાગ-ધબ્બાને દૂર કરવામાં સહાયક બને છે. એક વાટકીમાં ટામેટા અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરી નિશાનવાળા સ્થાન પર 15 મિનિટ સુધી લગાવીને મુકો. થોડીવાર પછી ધોઈ લો. આવુ સતત 15 દિવસ સુધી કરો. નિશાન ઓછા થવા લાગશે.
6. ગાજરનો રસ

ગાજરમાં વિટામિન એ અને અન્ય તત્વ પણ જોવા મળે છે. દાગવાળા સ્થાન પર રોજ લગાવવાથી દાગ ફીક્કા પડે છે.
7. એલોવેરા જેલ

એલોવેરા જેલ દાઝ્યાના નિશાનને ઓછા કરવામાં ખૂબ મદદરૂપ છે. આ મૃત ત્વચાને હટાવે છે અને નવી ત્વચાને બહાર કાઢે છે. તેમા એન્ટીસેપ્ટીક ગુણ હોય છે જે ઈન્ફેક્શનને દૂર કરે છે. જ્યાં પણ બળ્યાના નિશાન હોય ત્યાં રોજ એલોવેરા જેલ લગાવી થોડીવાર મસાજ કરો. 15 મિનિટ પછી ધોઈ લો.
8.દહીં

1 ચમચી દહીંને ચપટી ભર હળદર સાથે મિક્સ કરો. પછી તેને પ્રભાવિત સ્થાને લગાવી 30 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો. તેને દરરોજ 2 વખત લગાવો અને દાઝેલાનાં નિશાનથી મુક્તિ પામો.
9.ટી બૅગ

ભીના ટી બૅગને ફ્રિઝમાં મૂકી દો અને તેને દાઝેલી ત્વચા પર લગાવો. તેને તે જ સ્થાને થોડીક વાર રહેવા દો અને જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે
હટાવી લો. એવું દિવસમાં બેથી ત્રણ વાર કરો.
10.નાળિયેર તેલ

દિવસમાં અનેક વખત પોતાનાં નિશાન પર નાળિયેરનું તેલ લગાવો. તેનાથી પણ ડાઘા મટી જાય છે. માત્ર એક અઠવાડિયામાં આપને પોતાની જૂની ત્વચા પરત મળી જશે.
11.દૂધ

દૂધમાં પ્રોટીન તેમજ કૅલ્શિયમ હોય છે કે જે દાઝેલી ત્વચાને તરત જ સાજી કરી દે છે. ઠંડા દૂધમાં કૉટન બૉલ નાંખી તેને અસરગ્રસ્ત સ્થાને લગાવો. 5 મિનિટ પછી ધોઈ નાંખો. આવુ દિવસમાં ત્રણ વખત કરો.
12. મધ

મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે ત્વચાને તરત જ સાજી કરે છે. દાઝેલા સ્થાને મધ લગાડો અને 15 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો.
13.બેકિંગ સોડા

બેકિંગ સોડાથી ઇન્ફેક્શન દૂર થાય છે તેમજ ડેડ સ્કિન દૂર થઈ સાફ ત્વચા ઉપસી આવે છે. 1 ચમચી બેકિંગ સોડામાં થોડુંક પાણી મેળવી પેસ્ટ બનાવો અને દાઝેલી ત્વચા પર લગાવો. સૂક્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here