આ ઘરેલું ઉપાયથી આંગળીઓની કાળાશ દૂર એકદમ દૂર થઈ જશે.દહીં,દહીં તમારી આંગળીઓ પર દહીં લગાવો અને 20 મિનિટ રાખો. બાદમાં તેને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમને શ્રેષ્ઠ પરિણામો જોઈએ છે, તો આ અઠવાડિયામાં 4-5 વાર કરો.લીંબુ સરબત,લીંબુનો રસ લીંબુમાં બ્લીચિંગ એજન્ટ હોય છે જે ત્વચાને હળવા કરી શકે છે. મોટા બાઉલમાં 2-3 ચમચી લીંબુનો રસ લો અને ગરમ પાણી ઉમેરો. પછી તેમાં તમારા હાથને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી પલાળો.
બાદમાં ગરમ પાણીથી હાથ ધોઈ લો.દૂધ ક્રીમ,દૂધના ક્રીમમાં ત્વચા સાફ કરવાની ગુણધર્મો છે. જો તમારી આંગળીઓ કાળી છે, તો પછી તમે તેના પર થોડી તાજી ક્રીમ લગાવો અને 10 મિનિટ પછી નવશેકું પાણીથી હાથ ધોઈ લો. આ કુદરતી ઘટકનો દૈનિક ધોરણે ઉપયોગ કરો અને જુઓ. છોકરીઓ હાથની આંગળીઓને ખૂબસુરત બનાવવા માટે અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ ઘણીવાર આંગળીઓના જોઇન્ટ્સ પર લાગેલી કાળાશ તેમને અનેક શરમમાં મુકી દે છે.
આમ, જો તે સારામાં સારી નેઇલ પેન્ટ્સ તેમજ જ્વેલરીનો સારા એવા પ્રમાણમાં યુઝ ના કરે તો તેમના નખ ખૂબ જ ગંદા લાગે છે. જો કે ઘણી છોકરીઓ હાથની આંગળીઓની કાળાશ દૂર કરવા માટે તેઓ અનેક ઘણી ક્રીમનો ઉપયોગ કરતી હોય છે. તમને જણાવી દઇએ કે, જો તમે આ પ્રકારની ક્રીમનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો તમને લોન્ગ ટાઇમે અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય છે.
આમ, જો તમે તમારી આંગળીઓના જોઇન્ટ્સ પરની કાળાશને દૂર કરવા ઇચ્છતા હોવ તો આ ઘરેલુ નુસ્ખાઓ તમારી માટે એકદમ બેસ્ટ છે.આ ઘરેલુ નુસ્ખાઓ તમારા હાથ પરની આંગળીઓની કાળાશ દૂર કરી દેશે અને સાથે-સાથે ત્વચાને પણ સોફ્ટ બનાવશે અને આંગળીઓ એકદમ વ્હાઇટ પણ લાગશે.બદામનુ તેલ,બદામના તેલમાં એવા પોષક તત્વો હોય છે જે કાળાશને દૂર કરવામાં મદદ કરે છે. આ પ્રયોગ કરવા માટે તમે ગુલાબજળમાં બદામનુ તેલ મિક્સ કરી લો.
અને પછી આંગળીઓના જોઇન્ટ્સ પર એપ્લાય કરો. ત્યારબાદ સૂકાઇ ગયા પછી હાથને ગરમ પાણી વડે ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં બે વાર કરવાનો રહેશે. આમ, જો તમે બદામના આ તેલનો પ્રયોગ રેગ્યુલરલી કરશો તો તમારા હાથની આંગળીઓ એકદમ ચમકી ઉઠશે અને તમારા હાથ પણ મસ્ત લાગશે.મધ અને લીંબૂથી કરો બ્લીચ,આંગળીઓની કાળાશને દૂર કરીને ચમક લાવવા માટે લીંબૂ અને મધ એક બેસ્ટ ઉપાય છે.
આ પ્રયોગ કરવા માટે લીંબૂના રસમાં જરૂર મુજબ મધ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને આંગળીઓના જોઇન્ટ્સ પર લાગેલી કાળાશ પર લગાવો અને અડધો કલાક સુધી તેને એમ જ રહેવા દો. ત્યારબાદ હાથને ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ચાર દિવસ કરવાનો રહેશે. આમ, જો તમે આ પ્રયોગ એક દિવસ છોડીને એક દિવસ કરશો તો તમને રિઝલ્ટ વધારે સારુ મળશે.
ખાંડનુ સ્ક્રબ,આંગળીઓ પર ચમક લાવવા માટે ખાંડનુ સ્ક્રબ તમારા માટે ઉત્તમ સાબિત થાય છે. આ દરેક સ્કિન પર સૂટ કરે છે. ખાંડ અને મધને મિક્સ કરીને આંગળીઓ પર લગાવો અને 20 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ આ મિશ્રણને સુકાવા દો અને પછી હાથને હુંફાળા પાણીથી ધોઇ લો. આમ, જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરશો તો તમારા હાથ પરની કાળાશ ખૂબ જ જલદી દૂર થઇ જશે.
બેકિંગ સોડાનો કરો ઉપયોગ,હુંફાળા ગરમ પાણીમાં અડધી ટી સ્પૂન બેકિંગ સોડા મિક્સ કરો અને તેમાં હાથને દસ મિનિટ સુધી બોળી રાખો. ત્યારબાદ હાથને ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે સતત 15 દિવસ સુધી કરવાની રહેશે. બેકિંગ સોડા ડેડ સ્કિનને દૂર કરવા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
મિત્રો, મોટા ભાગ ના લોકો ની હાથ ની આંગળીઓ કાળાશ પડતી થઇ જતી હોય છે. આ આંગળીઓ કાળાશ પડતી થઇ જવાથી તેમના સૌન્દર્ય માં ઘટાડો થઇ જાય છે અને તમારા હાથ કાળાશ પડતા દેખાવા લાગે છે. આના કારણે ઘણા લોકો ચિંતા માં મુકાઇ જતા હોય છે લોકો અનેકવિધ પ્રકાર ના સૌન્દર્ય સંસાધનો નો ઉપયોગ કરતા હોય છે પરંતુ, તેનાથી કાળાશ ઓછી થતી નથી.આજે આ લેખ માં અમે તમને આ કાળાશ દુર કરવા માટે ના અમુક વિશિષ્ટ ઉપાય જણાવીશું જેનાથી આ કાળાશ દુર થઇ જશે અને આંગળીઓ વિશિષ્ટ પ્રકાર ની ચમક ધરાવશે.
નમક અને લીંબુ :નમક અને લીંબુ ને મિક્સ કરીને હાથ ની કાળાશ પર લગાવવા માં આવે તો તે કાળાશ દુર થઇ જાય છે. આ માટે સૌપ્રથમ એક લીંબુના બે ભાગ કરવા અને તેમાં થોડું નમક ભભરાવવું. ત્યારબાદ આ લીંબુ ને ઘસીને તે કાળાશ ધરાવતા ભાગ પર લગાવવું અને ત્યારબાદ ૧૦ મિનીટ સુધી લગાવી રાખવું. ત્યારબાદ પાણી થી હાથ ધોઈ લેવા. વીક માં ૩-૪ વખત આ નુસખો અજમાવવાથી આ કાળાશ તુરંત દુર થઇ જાય છે.
લીંબુ અને ખાંડ :લીંબુ તથા ખાંડનો યોગ્ય રીતે ઉપયોગ કરીને પણ તમારી આંગળીઓની કાળાશની પરેશાનીમાંથી સરળતાથી મુક્તિ મેળવી શકાય છે. આ માટે સૌપ્રથમ એક બાઉલમા લીંબુનો રસ નીચવો, ત્યારબાદ તેમા ખાંડ ને ભેળવી દો અને ત્યારબાદ તેને યોગ્ય રીતે મિક્સ કરીને આ પેસ્ટને તમારી આંગળીઓ પર લગાવી દો. આમ, કરવાથી તમારી આંગળીઓની કાળાશ દુર થાય છે.
ટામેટા નો રસ :રસોઈઘર માં ઉપયોગ માં લેવાતું ટમેટું પણ આંગળીઓ માં રહેલી બ્લેક્નેસ ને દુર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ માટે સૌથી પહેલા ટામેટા ને વ્યવસ્થિત રીતે મિક્સર માં ક્રશ કરીને એક બાઉલ માં કાઢી લેવો. ત્યારબાદ આ પેસ્ટ ને આંગળીઓ પર લગાવવી અને ત્યારબાદ ૧૫ મિનીટ સુધી આ રસ ને લગાવી રાખવો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે હાથ ને પાણી થી ધોઈ લેવા.
સ્ક્રબિંગ કરવું :સ્ક્રબિંગ કરવા થી પણ આ બ્લેક્નેસ ને દુર કરી શકાય છે. આંગળીઓ ની આ બ્લેક્નેસ ને દુર કરવા માટે વીક માં ૩ વખત સ્ક્રબિંગ કરવું. આ માટે ઘરબેઠા જ એક સ્ક્રબ તૈયાર કરવા થોડા ચોખા લઈને તેને વ્યવસ્થિત રીતે ક્રશ કરી લેવા અને તેમાં મધ મિક્સ કરવું. આ પેસ્ટ ને ૫ મિનીટ સુધી આંગળીઓ પર ઘસવું. આમ કરવાથી તેની બ્લેક્નેસ દુર થાય છે અને આંગળીઓ ચમકવા લાગે છે.
ઓલીવ ઓઈલ થી માલીશ કરવી :નિયમિત રાત્રે સુતા પૂર્વે આંગળીઓ માં ઓલીવ ઓઈલ થી માલીશ કરવી. આમ કરવા માટે સૌપ્રથમ એક પાત્ર માં થોડું ઓલીવ ઓઈલ લેવું અને ત્યારબાદ તેને ૨ મિનીટ સુધી આંગળીઓ માં માલીશ કરવું અને એક માસ સુધી નિયમિત આ ઓઈલ થી માલીસ કરવી જેથી કાળાશ સંપૂર્ણપણે દુર થઇ જાય છે અને આંગળીઓ ચમકી જાય છે.