Breaking News

અમિતાભ સિવાય આ દિગ્ગજ અભિનેતા સાથે પણ રહી ચૂક્યાં છે રેખાનાં સબંધ, નામ જાણી ચોંકી જશો…..

રેખાના અમિતાભ સાથે જ નહીં પરંતુ આ પ્રખ્યાત સ્ટાર સાથે પણ ઘણાં અફેર હતાં, લગ્ન કરી લીધાં હતાં, પછી આમ સંબંધો તોડી નાખ્યા હતા.રેખા બોલિવૂડની ફિલ્મોની સદાબહાર અભિનેત્રી છે. તેણે પોતાની ફિલ્મ સફરમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યા હતા. તેની અભિનયની દુનિયા ભરી છે. રેખા ભલે ફિલ્મના પડદેથી ઘણી દૂર હોય, પરંતુ તેના હજી ઘણા ચાહકો છે. રેખાનું નામ બોલિવૂડના ઘણા કલાકારો સાથે સંકળાયેલું હતું, પરંતુ તે બધે નિષ્ફળ ગઈ. એક સમયે રેખા અને અમિતાભ તેમના અફેરને કારણે હેડલાઇન્સમાં રહેતા હતા.

એટલું તો કહેવું પણ રહ્યું કે કોઈ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈએ રેખા પર અભદ્ર વલણ કડક કર્યું હતું. ત્યારબાદ અમિતાભે તેને જોરદાર માર માર્યો હતો. અમિતાભના લગ્ન થયાં હતાં જેના કારણે આ બંને સ્ટાર્સ ક્યારેય એક નહીં બની શકયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખાનું અફેર માત્ર અમિતાભ સાથે જ નહીં પરંતુ પ્રખ્યાત સ્ટાર વિનોદ મેહરા સાથે પણ હતું. કહેવામાં આવે છે કે વિનોદ મેહરાના લગ્ન એક નહોતા, પરંતુ ત્રણ લગ્ન થયા હતા.

આ હોવા છતાં, તે રેખા પર ક્રશ હતો. વિનોદ મેહરાએ તેમની ફિલ્મ સફરમાં વકીલ, પોલીસ કાકા જેવા તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. પરંતુ તેને તે સિદ્ધિ મળી નથી. જેના હકદાર હતા. વિનોદ મેહરાના પહેલા લગ્ન અભિનેત્રી મીના બ્રોકા સાથે થયા હતા. પરંતુ વિનોદ ખન્નાને પહેલો હાર્ટ એટેક આવતાની સાથે જ આ સંબંધ તૂટી ગયો હતો. આ પછી વિનોદ મેહરા બિંદિયા ગોસ્વામીના પ્રણયમાં રહ્યા.

તેઓએ લગ્ન પણ કરી લીધા હોવાનું જણાવ્યું હતું. આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં, બિંદિયાએ પાછળથી જે.પી.દત્તા સાથે લગ્ન કર્યા. રેખાની એન્ટ્રી ત્રીજા પ્રેમ તરીકે વિનોદ મેહરાના જીવનમાં હતી. વિનોદ મેહરા રેખા સાથે લગ્ન કરવા માગતો હતો. જેના માટે તેણે તેની માતા સાથે વાત કરી, પણ તેણીએ સાંભળ્યું નહીં.

બીબીસીના એક અહેવાલ મુજબ વિનોદ મેહરાએ કોલકાતામાં રેખા સાથે લગ્ન કર્યા અને તેને તેની માતા સાથે પરિચય આપવા ઘરે લઈ ગયા. ઘરે પહોંચીને, રેખા તેની માતાના પગને સ્પર્શવા માંગે છે, પરંતુ વિનોદની માતા રેખાને ધક્કો મારી દે છે. વિનોદ અને રેખાના આ સંબંધ પણ સમાપ્ત થયા.ત્યારબાદ વિનોદે કિરણ નામની યુવતી સાથે લગ્ન કર્યા અને એક પુત્રી આપી. આ લગ્ન તેમના અંત સુધી ચાલ્યા. 30 ઓક્ટોબર, 1990 ના રોજ, વિનોદ મેહરા પર અંતિમ હુમલો થયો અને તે આ દુનિયાને કાયમ માટે છોડી ગયો.

વાત ૧૯૬૯ની છે. પંદર વર્ષની રેખાને “અન્જાના સફ્ર” ફ્લ્મિ માટે વિશ્વજીત સાથે કિસના સીનનું શૂટિંગ કરવાનું હતું. નાની ઉંમરે જિંદગીમાં પહેલી જ વાર આવું દ્રશ્ય કરવાનું હોવાથી રેખા અપસેટ થઈ ગઈ હતી. પરિણામે ઉપરાઉપર રી-ટેઈક થઈ રહ્યા હતા. આખરે સીન ઓકે થયો ત્યારે રેખા બેહોશ થઈને ઢળી પડી હતી. મીડિયાએ તે દિવસોમાં આ બનાવની એટલી હદે પબ્લિસિટી કરી કે “લાઈફ” મેગેઝિને તેની એશિયન આવૃત્તિમાં તે સીનને કવર પેજ પર સ્થાન આપી દીધું.

ખલ્લાસ..સેન્સર બોર્ડ ચોંકી ઊઠયું. ફ્લ્મિ જયારે પાસ થવા માટે આવી ત્યારે તે જ દ્રશ્ય સામે સેન્સર બોર્ડે વાંધો લીધો. ફ્લ્મિ અટકી ગઈ. આખરે પુરા દસ વર્ષ બાદ ૧૯૭૯ માં તે જ ફ્લ્મિ કાપકૂપ સાથે “દો શિકારી”ના નામે રિલીઝ થઈ હતી જે તદ્દન ફ્લોપ નીવડી હતી. ૧૦ ઓક્ટોબરે રેખાનો જન્મદિવસ છે.

રેખાનો જન્મ તા.૧૦/૧૦/૧૯૫૪ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેનું સાચું નામ ભાનુરેખા છે. પિતા પ્રખ્યાત તામિલ અભિનેતા જૈમીની ગણેશન અને માતા તેલુગુ અભિનેત્રી પુષ્પાવલી. રેખાનો જન્મ થયો ત્યારે તેના માતા-પિતા અવિવાહિત હતા. આખરે રેખાની માતા પુષ્પાવલી જૈમીની ગણેશનની ત્રીજી પત્ની બની હતી. રેખાએ શાળાનું શિક્ષણ ચેન્નાઈની જ કોન્વેન્ટ સ્કૂલમાં લીધું હતું. રેખાનું બાળપણ પિતાના પ્રેમથી વંચિત હતું. જૈમીની ગણેશનનો બિલકુલ સપોર્ટ ન હોવાથી રેખાની માતાને આકરા આર્થિક તંગીના દિવસોનો સામનો કરવો પડયો હતો. રેખાએ બાળકલાકાર તરીકે અનિચ્છાએ ફ્લ્મિોમાં કામ કરવું પડયું હતું. માત્ર બાર વર્ષની ઉંમરે રેખાની પ્રથમ ફ્લ્મિ તેલુગુ ભાષાની હતી. ફ્લ્મિનું નામ હતું “રંગુલા રતલામ.

હિન્દીમાં રેખાની પ્રથમ ફ્લ્મિ રિલીઝ થઈ હતી “સાવન ભાદો”. જે સફ્ળ નીવડી હતી. જોકે વધારે વજન વાળી અને શ્યામલી રેખાને દર્શકોએ ખાસ પસંદ કરી નહોતી. રેખાની કરિયર ટ્રેક પર ૧૯૭૮માં “ઘર” ફ્લ્મિથી આવી હતી. તે ફ્લ્મિમાં રેખાનો રેપ વિકટીમ ગૃહિણી તરીકેનો અભિનય ખૂબ જ વખણાયો હતો. તે દિવસોમાં રેખા અને વિનોદ મેહરાના લગ્નની વાત ખૂબ જ ચગી હતી. ખાસ્સાં વર્ષો બાદ રેખા એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “હમ સિફ અચ્છે દોસ્ત થે. મંૈને વિનોદ મેહરા કે સાથ કભી શાદી નહિ કી થી”.

૧૯૭૬માં અમિતાભ સાથે રેખાના લીડ રોલ વાળી પ્રથમ ફ્લ્મિ “દો અન્જાને” રિલીઝ થઈ હતી. ત્યાર બાદ તો અમિતાભ સાથે રેખાની ફ્લ્મિોની લાઈન લાગી ગઈ હતી. જેમાં આલાપ, ઈમાનધરમ, ખૂનપસીના, ગંગા કી સૌગંધ, મુકદ્દર કા સિકંદર, મિસ્ટર નટવરલાલ, રામબલરામ, સુહાગ, તથા સિલસિલા જેવી ફ્લ્મિોનો સમાવેશ થાય છે. “સિલસિલા” બાદ અમિતાભે રેખા સાથે કામ કરવાનું બંધ કર્યું હતું.

૧૯૮૦માં રિલીઝ થયેલી “ખૂબસૂરત” માં રેખાએ ચૂલબુલી છોકરીની આબાદ ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધાં હતાં. ૧૯૮૧માં રિલીઝ થયેલી “ઉમરાવજાન”માં રેખાએ મુઝરાવાળીની ભૂમિકા ભજવી હતી “એ ફ્લ્મિના કલાઇમેક્સના સીન માટે અતિવ્યસ્ત શેડયુલને કારણે રેખા તારીખ આપી શકતી નહોતી. આખરે જયારે ડિરેક્ટર મુઝફ્રઅલીને ખબર પડી કે રેખા સવારે વિદેશથી પરત આવી રહી છે ત્યારે તેઓ મુંબઈ એરપોર્ટ પર પહોંચીને રેખાને સમજાવીને ડાયરેક્ટ “ઉમરાવજાન” ના સેટ પર લઈ ગયા હતા. રેખા સખત થાકેલી હતી. તેની આંખમાં ઉજાગરો હતો. નવાઈની વાત એ છે કે તે સમયે માત્ર એક કપ કોફી પીને રેખાએ જે દ્રશ્યો શૂટ કર્યા હતા તે ફ્લ્મિની જાન બની ગયા હતા.

“ઉમરાવજાન”માં રેખાએ કરેલા અદ્દભુત અભિનયે તેના કરિયરના ગ્રાફ્ને એક નવી જ ઊંચાઈ બક્ષી હતી. એવોર્ડ સમારંભમાં “ઉમરાવજાન”ના સંગીતકાર ખયામ સાહેબે કહ્યું હતું કે રેખા વગર “ઉમરાવજાન” બની જ ના હોત. શ્યામ બેનેગલની “કલયુગ” અને ગીરીશ કર્નાડની “ઉત્સવ” થી સાબિત થઈ ગયું હતું કે રેખા કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવી શકે છે. “ખૂન ભરી માંગ” માં તો ફ્લ્મિની આખી સ્ટોરી જ રેખાની આસપાસ ફ્રે છે. રેખા ભલે તેની ઉંમર કરતાં નાની દેખાય છે, પરંતુ તેણે ચરિત્ર અભિનેત્રી તરીકે “કોઈ મિલ ગયા” અને “ક્રિશ” જેવી ફ્લ્મિોમાં પણ પોતાની જાતને સરળતાથી ગોઠવી દીધી હતી.યુવાનીમાં રેખાનું નામ વિનોદ મેહરા ઉપરાંત જીતેન્દ્ર અને કિરણકુમાર જેવાં કલાકારો સાથે પણ ઊછળ્યું હતું પરંતુ સૌથી વધારે તો તેનું નામ અમિતાભ સાથે જ ચર્ચામાં રહ્યું છે.

રેખાના જીવનની કિતાબમાં અમિતાભનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. કાંજીવરમની સાડીમાં શોભતી રેખાને એક પત્રકારે સીધું જ પૂછયું હતું. “ક્યા આપ અમિતાભ બચ્ચનકો પ્યાર કરતી હો?” તે દિવસોમાં અમિતાભનું સ્થાન ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં હીરો તરીકે નંબર વન પર હતું. રેખાએ સ્મિત કરીને કહ્યું હતું “આપ સિફ મુઝે એક ઇન્સાન ઐસા દિખાઓ જો અમિતાભ કો પ્યાર ના કરતા હો.’ બીજા એક ટીવી ઇન્ટરવ્યૂમાં રેખા ખુદનો લખેલો જ શેર બોલી હતી જે ઘણું બધું કહી જાય છે. “જબ કિસીકો ચાહો તો ઇતના ચાહો કી ર કોઈ ચાહત હી ના રહે.દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે રેખાના લગ્ન થયા હતા.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *