અમે પરણિત કપલ છીએ અમે જાણવા માંગીએ છીએ કે એવી કઈ સે*ક્સ પોઝિશન છે જે ગર્ભધારણ માટે સૌથી બેસ્ટ છે…

0
235

સવાલ.મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારી પત્ની ૩૧ વર્ષની છે. અમે સમાગમ કરતી વખતે કો-ન્ડોમનો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભ ન રહે એ માટે કો-ન્ડોમ સિવાય સ્ત્રી અને પુરુષ માટે બીજો વિકલ્પ કયો છે.

જવાબ.પુરુષ માટે કો-ન્ડોમ સિવાય બીજી કોઈ સુરક્ષિત ગર્ભનિરોધક પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. એમાં તમે જે ગર્ભનિરોધક ગોળીમાં લો ડોઝ હૉર્મોન હોય એ લઈ શકો છો. તમારી પત્નીએ માસિકપાળી પૂરી થાય પછી રોજ રાત્રે એક ગોળી લેવી અને એક પેકેટમાં જેટલી ગોળી હોય એ બધી પૂરી કરવી. ગોળી પૂરી થયા પછી લગભગ અઠવાડિયામાં ફરી માસિકપાળી આવી જશે. ફરી પાછી માસિકપાળી પૂરી થાય એટલે ગોળી લેવાનું શરૂ કરી દેવું.

ગોળી લેવાનું પહેલી વાર શરૂ કરો ત્યારે એક અઠવાડિયા સુધી નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજી સાઈકલમાં ગોળી લો ત્યારે પહેલા દિવસથી જ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જાઓ છો અને પછી નિરોધની આવશ્યકતા નથી રહેતી.આ ગોળી લેવાથી ઘણી વાર અનિયમિત માસિક પણ નિયમિત બની જાય છે. જો કોઈ સ્ત્રીને બ્રેસ્ટકેન્સર હોય અથવા હોર્મોનની બીજી કોઈ સમસ્યા હોય, ડાયાબિટીઝ અથવા બ્લીડિંગ ડિસઓર્ડરની કોઈ તકલીફ હોય તો આ ગોળી લેવાનો નિષેધ છે. આ ગોળી શરૂ કરતાં પહેલાં તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી આવશ્યક છે.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સે*ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્ત-મૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્ત-મૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે. બીજું સં@ભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સં@ભોગ દરમિયાન વી@ર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.અમે પરિણીત કપલ છીએ અને અમારી ઉંમર 44 વર્ષ અને 47 વર્ષ છે. ઈન્ટિમેટ ફિઝિકલ એક્ટ દરમિયાન લુબ્રિકન્ટની ઉણપના કારણે સમગ્ર એક્ટ અમારા માટે ખૂબ જ તકલીફદાયક હોય છે. હવે અમે ઈવ જેલ નામનું લુબ્રિકન્ટ યૂઝ કરવાનું શરુ કર્યુ છે.તમને શું લાગે છે શું આ જેલ સ્પર્મ ફ્રેન્ડલી અને પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે. એ પણ જણાવો કે કઈ સેક્સ પોઝિશન ગર્ભધારણ માટે સૌથી બેસ્ટ છે કારણકે અમે બન્ને લાંબા સમયથી મિશનરી પોઝિશનમાં સે*ક્સ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં ગર્ભધારણ કરી શક્યા નથી?

જવાબ.ડ્રાઈનેસની સમસ્યા દૂર કરવા માટે લુબ્રિકન્ટ યૂઝ કરવામાં કોઈ જ તકલીફ નથી. તમે જે લુબ્રિકન્ટનો ઉપયોગ કરો છો.તે સ્પર્મ અથવા તો પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે કે નહીં તેનો જવાબ તો માત્ર જેલ બનાવતી કંપની જ આપી શકે છે. અઢળક સે*ક્સ પોઝિશન્સ ગર્ભધારણ માટે યોગ્ય માનવામાં આવે છે અને તમે જે મિશનરી પોઝિશનને યૂઝ કરો છો તે પણ ખૂબ જ ફેમસ છે. મારી સલાહ એ જ છે કે તમે કોઈ સારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો અને પછી ડોક્ટરની સલાહથી કેટલાક જરુરી ટેસ્ટ કરાવો.

સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સં@ભોગ દરમિયાન મારા પતિનું વી@ર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સે*ક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે. સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમા-ગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહ-વાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.