અંબાજી મંદિર માં થયો અદ્દભૂદ ચમત્કાર કોઈ નથી જાણતું આ ચમત્કાર વિશે….

0
207

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક અંબાજી જેમના મંદિરની મુલાકાતે રોજ હજારો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિલોમીટરના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિલોમીટરનું અંતર ધરાવે છે.

આરાસુરી અંબાજી માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્ર નથી. શ્રી વીસા યંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્ર અંગે એવી માન્યતા છે કે આ એક શ્રીયંત્ર છે. જે ઉજ્જૈન નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. દર મહિનાની આઠમે આ યંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી તીર્થ ક્ષેત્રમાં માતાના દર્શનાર્થે બારેમાસ યાત્રીઓ આવે છે.દર માસની પૂનમે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરની ગોખ આવેલી છે જેને અંબામાતાનું આદિસ્થાન માનવામાં આવે છે.

અંબાજીમાં ભાદરવી પુનમે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માતાનાં દર્શને આવીને ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 150 ફૂટની ઉંચાઈ પર આવેલ છે. ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઈ શકાય છે.અંબાજી મંદિરમાં રહેલા શ્રી વીસા યંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજવલ્લિત રહે છે. ગબ્બર ગોખની નજીકમાં જ સનસેટ પોઇન્ટ છે જ્યાંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા માતાજીના ઝૂલા તથા રોપ વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે. પોષ મહિનાની પૂનમ જગત જનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્ય પૂર્ણ ઘટના સમાન છે.

વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ પક્ષીઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે બધાએ માતાજીને પ્રાર્થના કરી અને માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીની કૃપા અવતરી અને ત્યાં દુષ્કાળ રહિત ધરતી બની ગઈ હતી. ત્યાં માતાની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા. બસ ત્યારથી જ માતાજીનું નામ શાકંભરી પડ્યું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.પુરાણોમાં દર્શાવેલ બીજી કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું જોતા સતિએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના પવિત્ર દેહને પોતાના ખભા પર લઇને તાંડવ નૃત્ય કરી વાતાવરણ ખરડું કરી દીધું હતું.

દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલા સતીના અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા જે 51 શક્તિપીઠ તરીકે પ્રસ્થાપિત થયેલા છે. તંત્ર ચુડામણી એ આ 51 શક્તિપીઠોનો ઉલ્લેખ છે. તે પૈકી આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાથી માન્યતા છે કે અહીં તે પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે.

વનવાસ દરમિયાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અહીંના જંગલોમાં ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજયબાણ આપ્યુ હતું અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે.દેવી ભાગવત કથા અનુસાર મહિષાસુરે તપ કરી સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે તેને નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાન થકી તેને દાનવોને અને ઇન્દ્રાસન જીત્યુ. ૠષિઓના આશ્રમોનો નાશ કર્યો હતો તથા વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિર્ણય કર્યો હતો. જેથી દેવો ભગવાન શિવની મદદ કરવા ગયા હતા.

દેવી શક્તિની આરાધના કરવાથી આધ્યાશક્તિ પ્રગટ થયા હતા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો હતો તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે. અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રી ઉજવવામાં આવે છે. જે પૈકી શરદ, વસંત્રી, મહા અને અષાઢ માસની નવરાત્રી ઉજવાય છે. જેમાં શક્તિ સંપ્રદાયની રીત રીવાજ અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. ચૈત્ર નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ આરાસુરી અંબાના ગરબા ગાય છે.

60 વર્ષથી જય અંબે માં જય અંબે માની આરતી સાથે ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે. પર્વતીય વિસ્તારના આડા અવળા રસ્તા કાપીને પદયાત્રીઓ ભાદરવી પુનમે દર્શન કરવા આવે છે. અનેક ગામો અને કેટલા કિલોમીટર ચાલીને આવવા છતાં ભક્તોના ચહેરા ઉપર ક્યારેય થાક વર્તાતો નથી.

અંબાજીના દર્શન કર્યાં હશે તો તમને ખ્યાલ હશે કે અંદર માતાજીની મૂર્તિ રહેલી છે. પણ આ ખ્યાલ ખોટો છે ખરેખર તો મંદિરના ગર્ભગૃહમાં આવેલું મુખ્ય સ્થાન માતાજીની મૂર્તિ ધરાવતું નથી, પણ શ્રી વીસાયંત્ર.કહેવાતું એક યંત્ર છે; જેનો એવી રીતે શણગાર કરવામાં આવે છે કે તમને અહીં મૂર્તિ હોવાનો અનુભવ થાય! આ યંત્રની અહીં પૂજા થાય છે. યંત્ર ઉપર કુલ ૫૧ અક્ષરો કોતરાયેલા છે, જે આર્યાવર્તમાં આવેલી ૫૧ શક્તિપીઠોને દર્શાવે છે કહેવાય છે, કે મંદિરના પૂજારી પણ આ યંત્રને આંખે જોઈ શકતા ન હોઈ હંમેશા આંખે પાટા બાંધીને તેમની પૂજા કરવામાં આવે છે.

મિત્રો હાલ અંબાજી બનાસકાંઠાના દાંતામાં બિરાજમાન છે પણ કહેવાય છે કે વર્ષો પૂર્વે તેઓનું મૂળ સ્થાનક ખેડબ્રહ્મા હતું. કથા એવી છે કે દાંતાના રાજવી જશરાજજી નિયમિત માતાજીના દર્શને ખેડબ્રહ્મા જતા અને માતાજીને પોતાની ધરતીમાં આવવા કાલાવાલા કરતા. એ વખત અંબાજી પ્રસન્ન થયાં અને રાણા જશાજી ની સાથે આવવા માંડ્યાં એ શરતે કે રાણાએ પાછું વળી જોવું નહી આરાસુરનો ડૂંગરો આવ્યો અને પાછળ ચાલતા માતાજીએ રાણાની પરીક્ષા કરવા પોતાના ચાલવાથી થતા ઝાંઝરનાદ બંધ કર્યા. રાણાએ આખરે પાછું વળીને જોઈ લીધું અને અંબાજી એ જ સ્થાને આરાસુરમાં બિરાજમાન થયાં હતા.

મિત્રો આમ તો દર પૂનમે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે પણ ભાદરવી પૂનમના ચાર દિવસની તો જાણે મૂકીને વાત કરો! માનવોનો રીતસર મહેરામણ ઉમટે છે. એ ઉપરાંત નવરાત્રી દરમિયાન અને પોષ મહિનાની પૂનમ કે જે અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે અહીઁ યાત્રાળુ ઓની ભીડ હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં પણ અહીઁ અન્નકૂટ ધરાવવામાં આવે છે અને આદિવાસી મેળો યોજાય છે