આજેજ બેડરૂમમાં લગાવી શ્રી કૃષ્ણની આવી તસવીર,આપશે શુભફળ.

0
25

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભગવાન શ્રીકૃષ્ણના અનેક રૂપ છે. તેના દરેક રૂપમાં તેમણે અનેક લીલાઓ કરી ભક્તોના મન મોહ્યાં છે તેમજ તેમના સંકટનો પણ નાશ કર્યો છે. શ્રીકૃષ્ણએ તેમના દુશ્મનોનો પણ ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ હોય કે પછી પુર્ણપુરુષોત્તમ સ્વરૂપ તેનાથી મન તેમજ ઘર સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરમાં શ્રીકૃષ્ણનો ફોટો લગાવવાનું મહત્વ દર્શાવાયું છે. શ્રીકૃષ્ણ એકમાત્ર એવા ભગવાન છે જેની તસવીર બેડરૂમમાં પણ લગાવી શકાય છે. શાસ્ત્રોનુસાર ઘરમાં શ્રીકૃષ્ણની તસવીરો લગાવાથી અનેક પ્રકારના લાભ થાય છે. પરંતુ ઘરના કયા રૂમમાં કયા સ્વરૂપને સ્થાન આપવું તે વાતને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આજે જાણી લો કે ઘરના કયા રૂમ અને કયા ખૂણામાં કૃષ્ણ ભગવાનનું કયા સ્વરૂપના ફોટા શુભ ફળ આપે છે.

વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમમાં કોઈપણ દેવી-દેવતાઓના ફોટા રાખવાની મનાઈ છે. પરંતુ ત્યાં રાધા-કૃષ્ણના ફોટા લગાવી શકાય છે. તેનાથી પતિ-પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થાય છે. શ્રીકૃષ્ણના બાળ અવતારનું માખણ ખાતાં હોય તેવું ચિત્ર રસોડામાં લગાવવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. સંતાનસુખની પ્રપ્તિ માટે પણ શ્રીકૃષ્ણના બાળસ્વરૂપનું ચિત્ર બેડરૂમમાં લગાવવાનું વિધાન છે. આ ફોટો બેડની સામેની દીવાલ પર રાખવો જોઈએ.

મહાભારતના યુદ્ધને દર્શાવતા ફોટા વાસ્તુશસ્ત્ર મુજબ અનૂકૂળ નથી તેથી આવા ચિત્રો ઘરમાં ન રાખવા.જ્યાં શ્રીકૃષ્ણના ચિત્ર સ્થાપિત હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દ્રશ્યોના ફોટાને ઘરની પૂર્વદિશા પર લગાવવી શકાય છે. વાસુદેવ શ્રીકૃષ્ણને ટોકરીમાં લઈને નદી પાર કરાવતાં હોય છે તે ફોટા ઘરમાં રાખવાથી ઘરની સમસ્યાઓ દૂર થાય છે.

ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો અથવા મૂર્તિ તમારા જીવનમાં રહેલા મોટામાં મોટો વાસ્તુદોષ દુર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું દરેક સ્વરૂપ એટલું સુંદર છે કે તેનું સ્વરૂપ જોઇને મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી જ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનો ફોટો તેમજ મૂર્તિ રાખવાને ખુબ શુભ માનવામાં આવે છે. તો આજે અમે તમને એ જણાવશું કે કેવી રીતે તમે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરીને વાસ્તુ દોષને દુર કરી શકો છો.ભગવાન શ્રી કૃષ્ણ માખણ ખાતા હોય તેવો ફોટો રસોઈ ઘરમાં લગાવવો જોઈએ. તેનાથી રસોઈ ઘરના જે પણ નાના મોટા વાસ્તુ દોષ હોય તે દરેક દુર થાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રસોડામાં માખણ ખાતા કૃષ્ણ ભગવાનનો ફોટો પૂર્વ દિશામાં લગાવવાનો છે.

ઘરના ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન ખુણામાં માખણચોર, લડ્ડુગોપાલના દ્રશ્ય સહજતા અને પ્રેમ આપે છે. મનુષ્યના મનમાં આસ્થા જગાવે છે. ઘરમાં 12 વર્ષ સુધી બાળકો હોય તો કૃષ્ણની બાળ સ્વરૂપના ફોટા અવશ્ય લગાવો. તે સ્મૃતિ અને બુદ્ધિમતાને વધારનારા છે. પૂર્વમાં શ્રીકૃષ્ણના ગોપાલરૂપનું ચિત્ર લગાવે છે. આ ધાન્ય અને ધર્મના પ્રદાતા છે. ઈશ્વર ભક્તિ અને આસ્થાની સાથે પ્રકૃતિનું પ્રતિક માનવામાં આવે છે.

ઘરમાં લક્ષ્મીવાસ બની રહે છે.દક્ષિણ-પૂર્વ દિશામાં ભગવાનના વિરાટ સ્વરૂપના ફોટા લગાવો. તે ઉર્જાનું સુચક છે. સમસ્ત બ્રહ્માંડમાં પોતાને સમાવીને અસીમ ઉર્જાનું પ્રતિક ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત સંસારના ભોક્તા છે. આ દિશા રસોઈ માટે હોય છે. દક્ષિણ દિશામાં ગોવર્ધન પર્વત ઉઠાવેલા શ્રીકૃષ્ણના રૂપનો ફોટો લગાવો. તે સંરક્ષણનું પ્રતિક છે. ઘરમાં તમામ સુરક્ષિત અને સહજ અનુભવ કરે છે. આકસ્મિક આપદાઓની આશંકા ઓછી થઈ જાય છે. તેનાથી લડવાની સમજ આવે છે.

દક્ષિણ-પશ્વિમ દિશામાં કૃષ્ણના સુદર્શન ચક્રધારી સ્વરૂપની પ્રતિમા અથવા તેનો ફોટો લગાવો. આ રૂપ આપણને નકારાત્મતાથી દુર રાખે છે. તામસિક શક્તિઓથી બચાવે છે. આ દિશા રાહુની માનવામાં આવે છે. ભગવાનના મોહિની રૂપને જોઈને દેવતાઓએ અમૃતપાન કરાવ્યું હતું. રાહુના દગ્ગાથી અમૃત પીવા ઉપર ભગવાને ચક્ર વડે તેનું માથુ ધડથી અલગ કરી દીધું હતું.

પશ્વિમ દિશામાં ભગવાન દ્વારકાધીશનું ચિત્ર લગાવવાથી ધન સંપદા વૈભવનું આગમન થાય છે. બધાનો સહયોહગ મળે છે. ઘરમાં આનંદમાં વધારો થાય છે. મોટા પ્રત્યે આદરભાવ વધે છે. ઉત્તર-પશ્વિમ દિશામાં રાધા-કૃષ્ણ અને રાસલીલાનું ચિત્ર લગાવો. આનંદ ભરનારા આ રૂપ સમસ્ત ચિંતાઓને દુર કરે છે. કોમલ ભાવનાઓને વધારે છે. વિવાહ યોગ્ય સુંદર પ્રસ્તાવ પ્રાપ્ત થાય છે. જીવનમાંથી નીરસતાનો નાશ થાય છે. આ દિશા ચંદ્રમાંની હોય છે. આ રૂપ જીવનમાં રસ અને પવિત્રતા ભરે છે.ઉત્તરદિશામાં ભગવાન કૃષ્ણના સારથી અને ગીતા ઉપદેશના ફોટા લગાડવા જોઈએ. જ્ઞાનની આ દિશા બુધ ગ્રબ અને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે.

જ્ઞાન વિવેકથી આપણે જીવનમાં દરેક યુદ્ધ જીતી શકીએ છીએ. અસ્ત્ર ઉઠાવ્યાં વગર જ શત્રુઓનો સંહાર કરી શકો છો. શ્રેષ્ઠ વિચારોથી જીવન બદલી શકો છો.જે લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવું હોય તેમણે પોતાના બેડરૂમમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનો ફોટો રાખવો જોઈએ. ફોટો એવી રીતે રાખવો કે પતિ પત્ની જ્યારે સવારે ઉઠે તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ ફોટા પર નજર જવી જોઈએ. તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ તો થશે પરંતુ તમારા બેડરૂમમાં જે પણ વાસ્તુ દોષ કે ગ્રહ દોષ હશે જેના કારણે સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો તે વાસ્તુ દોષ દુર થાય છે.

સામાન્ય રીતે તો વાસ્તુ શાસ્ત્રમાં બેડરૂમમાં પૂજા ઘર તેમજ ભગવાનની મૂર્તિ રાખવા માટે નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ રાધા કૃષ્ણની મૂર્તિ બેડરૂમમાં લગાવવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો ખુબ સારા રહે છે. બંને વચ્ચે ખુબ પ્રેમ રહે છે. તેમજ વારંવાર થતા વાદ-વિવાદોથી પણ બચાવે છે. જે દંપતી વચ્ચે નાની નાની વાતે ઝગડો થતો હોય તેમજ વાદ-વિવાદો ઉભા થતા હોય અને બંને વચ્ચે પ્રેમની કમી હોય તો તેમણે પોતાના બેડરૂમમાં રાધા કૃષ્ણની મૂર્તિ અથવા ફોટો રાખવો જોઈએ. તેનાથી બંને વચ્ચે પ્રેમમાં વૃદ્ધિ થશે.ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલાનો ફોટો જો ઘરમાં પૂર્વ દિશા તરફ રાખવામાં આવે તો ઘણી સમસ્યાઓ દુર થવા લાગે છે. તેના પરિવારની દરેક વ્યક્તિ પર ખુબ શુભ પ્રભાવ પડે છે.

આ ઉપરાંત વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને ટોકરીમાં લઇ જતા હોય તેવો ફોટો લગાવો તો તેનાથી પણ ઘરની ઘણી સમસ્યાઓ દુર થાય છે. તેનાથી પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે તેમજ ધનની કમી હોય તો તેનું પણ નિવારણ આવે છે. જો આ ફોટો ઘરમાં લગાવો તો તમારું ઘર દરેક રીતે પરિપૂર્ણ રહેશે એટલે કે ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરપુર રહેશે. ઘરમાં કોઈ વસ્તુની કમી નથી ઉદ્દભવતી મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો ઘરે તેમજ કાર્ય સ્થળ બંને જગ્યાએ રાખવો જોઈએ. તેનાથી ખુબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં કે કાર્ય સ્થળ પર ક્યારેય યુદ્ધમાં સારથી બનેલ કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપતા હોય તેવો ફોટો ક્યારેય ન રાખવો