આજેજ આ એક વસ્તુનો ઉપયોગ કરી ચમકવાવો ઘરના બધા વાસણ

0
119

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલની લાઇફસ્ટાઇલ પ્રમાણે ખાસ કરીને લોકો જંક ફુડ વધારે ખાતા હોય છે. જેમા બેસ્ટ હોય છે ટોમેટો કેચઅપ જંક ફુ઼ડનો સ્વાદ બે ગણો કરનાર ટોમેટો કેચઅપ લગભગ જંક ફુડ સાથે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. ટોમેટો કેચઅપ મોટા પેકેટમાં પણ આવે છે. મોટા ભાગે લોકો આવા પેકેટ સ્ટોર કરીને રાખતા હોય છે.

ઘણી વાર એવું બને છે કે સ્ટોર કરેલા પેકેટની એક્સપાયરી ડેટ જતી રહે છે તો તેનો ખાવામાં ઉપયોગ કરી શકાતો નથી.તો ચિંતા ન કરો કારણકે ટોમેટો કેચઅપનો ઉપયોગ સાફ-સફાઇમાં કરી શકીએ છીએ. ટામેટા કુદરતી રીતે ખાટા હોય છે. તે સાફ-સફાઇ કરવા માટેનું ઉત્તમ સાધન છે. બજારની પ્રોડક્ટના ઉપયોગથી ચીજ ખરાબ પણ થઇ શકે છે. સફાઇ કરવા માટે મોંઘી વસ્તુની જગ્યાએ તમે કુદરતી ટોમેટો કેચઅપનો ઉપયોગ કરી શકો છો.

કોપરથી બનેલી વસ્તુઓ સજાવટ માટે હોય છે અને તે મેન્ટેનેંસ પણ માંગે છે. કોપરના વાસણમાં બનેલું ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પરંતુ તેની સફાઇ કરવી ખૂબ અઘરી છે. ખાવાનું બનાવતા વખતે દાઝી ગયેલા વાસણ પર 20 મિનિટ માટે કેચઅપ નાખી રાખી મૂકો.ગરમપ પાણીથી સૂતરાઉ કપડાની સાથે તેની સફાઇ કરો. તેની સાથે તમે મીઠુ ઉમેરીને પણ સાફ કરી શકો છો. તેનાથી તાંબાના ઘરેણાં પણ સાફ કરી શકાય છે.

બ્રાસ.બ્રાસનો ઉપયોગ ફર્નીચરની સાથે કરવામાં આવે છે. જેમ દરવાજા પર લાગેલા હેન્ડલ્સ, ખાવાના વાસણ પર લાગેલા હેન્ડલ્સ, ઘરમાં સજાવટ માટે રાખવામાં આવેલા દીવા અને મૂર્તીઓ પણ લગાવવામાં આવે છે. સમયની સાથે બ્રાસ ગંદુ થઇ જાય છે. તેની પર માટીની પરત જામી જાય છે. આ દરેક વસ્તુને સાફ કરવા માટે તમે ટોમેટો કેચઅપનો ઉપયોગ કરી શકો છો. જ્યારે નાની વસ્તુઓને બાઉલમાં ઉમેરી સાફ કરી પાણીથી બરાબર ધોઇ તેને ચોખ્ખા કપડાથી સાફ કરો.

સિલ્વર.હવાના સંપર્કમાં આવવાથી સિલ્વર જલદી ખરાબ થઇ જાય છે અને તે કોઇ હાર્ડ઼ વિનેગરથી સફાઇ કરવાથી તમારા સિલ્વર પ્રોડક્ટની ચમક છીનવી શકે છે. જેથી તમે તેને ટોમેટો કેચઅપથી સાફ કરો અને 5 મિનિટ બાદ તેને હળવા હાથથી કોઇ નરમ કપડાથી સાફ કરો. તેની આસપાસની સફાઇ માટે તેને ગરમ પાણીના વાસણમાં ડૂબાડી દો અને ટૂથબ્રથથી ધીમે-ધીમે સફાઇ કરો.

દાઝેલા વાસણ.વાસણમાંથી બળી ગયેલું ખાવાનું સાફ કરવા માટે ટોમેટો કેચએપને પેનમાં ઉમેરો. હવે તેને ઉકાળી લો. જો તેમા વધારે ચીકાશ આવે તો તેમા પાણી ઉમેરો. જો તમારે તરત વાસણ નથી ધોવા તો કેચઅપ ઉમેરી વાસણ રાખી દો. આમ કરવાથી વાસણ સહેલાઇથી સાફ થઇ શકે છે.કાટ.તમારા પસંદગીના ફર્નીચરમાં કાટ લાગી ગયો તો ડરશો નહી. ટોમેટો કેચઅપથી તેની સફાઇ થઇ શકે છે. કાટ લાગેલી વસ્તુ પર ટોમેટો કેચઅપ લગાવશો તો કાટ થોડીક વારમાં જ દૂર થઇ જશે. તેમજ તેની સાથે તેમ સોડા અને સ્પ્રે ઉમેરીને પણ સાફ કરી શકો છો.

લીંબુનો રસ નો ઉપયોગ.તમે લીંબુથી પણ સહેલાઇથી બળી ગયેલાને વાસણ ને સાફ કરી શકો છો અને આ માટે તમારે સૌપ્રથમ એક કાચૂ લીંબુ લો અને તેને વાસણની સાઇડ પર લગાવી લો અને ત્યાર પછી તમે ત્રણ કપ ગરમ પાણી ઉમેરો અને હવે બ્રશથી તે બળી ગયેલા વાસણને સાફ કરો અને થોડીક મિનિટમા જ તમારા વાસણ એ સાફ થઇ જશે તેમજ વાસણ પર જામેલા મેલને દૂર કરવા માટે પાણીમાં થોડોક સરકો તેમજ લીંબુ ભેળવીને ઉકાળી લો આનાથી મેલ દૂર થઈ જશે પીત્તળના વાસણ સાફ કરવા માટે લીંબુને અડધુ કાપી લો અને આની પર મીઠું ભભરાવીને વાસણ સાફ કરવાથી વાસણ ચમકવા લાગશે.

બેકિંગ સોડા નો ઉપયોગ.તમારા બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે એક ચમચી બેકિંગ સોડામા ૨ ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી ને વ્યવસ્થિત મિકસ કરી લો અને ત્યાર પછી આ પાણીથી તમે વાસણને બરાબર રગડી લો બસ આમ કરવાથી તમારા બળી ગયેલા વાસણ એ એકદમ સાફ થઇ જશે. એલ્યુમીનિયમના વાસણોને ચમકાવવા માટે વાસણ ધોવાના પાવડરમાં થોડુક મીઠું ભેળવીને વાસણ સાફ કરવાથી વાસણ ચમકવા લાગી જશે.

ટામેટા નો ઉપાય.ટામેટા સ્વાસ્થ્ય માટે જેટલા ઉપયોગી છે તેવી જ રીતે તમે આ સિવાય ટામેટાના રસથી પણ બળી ગયેલા વાસણને વ્યવસ્થિત પહેલા જેવા જ સાફ કરી શકો છો અને તેના ઉપયોગ કરવા માટે તમારે બસ તમારે એક વાસણમા ટામેટાનો રસ ને ઉમેરીને ગરમ કરી લો અને ત્યાર પછી તમે તેને સાફ કરો અને જો તમે ઇચ્છો તો તેમા તમે મીઠુ પણ ઉમેરી શકો છો અને તેનાથી બળિ ગયેલા વાસણો ને તમે ચમકાવી શકો છો.

મીઠા નો ઉપયોગ.આ સિવાય મીઠાનો ઉપયોગ કરિને પણ બળી ગયેલા વાસણને ચમકાવી શકો છે જેના ઉપયોગ મા સાફ કરવા માટે તમારે પાણીમા તમારે મીઠું એ ઉમેરીને તમે તેને મિક્સ કરી લો અને હવે પછી તેને બળી ગયેલા વાસણમા 4 મિનિટ સુધી ઉકાળી લો અને ત્યાર પછી બ્રશની મદદથી તેને રગડી લો આમ કરવાથી ડાઘ એ સાફ થઇ જશે.અને તમારા ખરાબ રીતે બળિ ગયેલા વાસણ ચમકવા લાગશે.

ડુંગળી નો ઉપાય.જો તમે વાસણ ને ચમકવા માંગો છો તો તમે ડુંગળી ને પણ ઉપયોગમા લઇ શકો છો અને આ રીતે તમે ડુંગળીનો એક નાનો ટૂકડો લો અને હવે તેને તમે બળી ગયેલા વાસણમા ઉમેરો અને તેમા તમે પાણી એ મિક્સ કરીને તેને ઉકાળી લો. પછી થોડીક વારમા જ બળી ગયેલા વાસણના આ નિશાન એ ગાયબ થઇ જશે.ડુંગળીનો રસ અને સીરકો બરાબર માત્રામાં લઈને સ્ટીલના વાસણ પર ઘસવાથી વાસણ ચમકવા લાગી જશે.

વિનેગર.તમને જણાવી દઇએ કે તમારા ખરાબ રીતે બળિ ગયેલા વાસણ ને ચમકવા માટે તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો જેના ઉપયોગ કરવા માટે તમે વાસણને પાણીથી ભરી દો અને તેમાં એક કપ વિનેગર ઉમેરો અને હવે આખી રાત વાસણને તેમા રહેવા દો અને સવારે સાબુથી ધોઈ કાઢો જેથી તમારા બળિ ગયેલા વાસણો ચમકવા લાગે છે.

વોશિંગ પાઉડર.જો પ્રેશર કુકરમાં લાગેલા ડાઘને સાફ કરવા માટે તમે વોશિંગ પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો જેનો ઉપયોગ કરવા માટે તમારે કુકરમાં પાણી, 1 ચમચી વોશિંગ પાવડર તેમજ અડધુ લીંબુ નાંખીને ઉકાળી લો અને ત્યાર બાદ વાસણ સાફ કરવાના કુચા વડે આને ઘસીને સાફ કરી લો જેના ઉપયોગ થી પ્રેશર કુકર એકદમ નવા જેવું ચમકી ઉઠશે.

સ્ટીલના વાસણને રસોડામાં ખાવાનું બનાવવાથી લઈને ખાવા સુધી સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલની મજબુતીને કારણે પણ તેનો ઉપયોગ વધુ થાય છે, પણ વધુ ઉપયગો કરવાથી તેની ચમક જતી રહે છે. સ્ટીલના વાસણની સફાઈ અને જાળવણી યોગ્ય રીતે કરવાથી લાંબા સમય સુધી તે નવા જેવા રાખી શકાય છે.

સૌથી પહેલા તમે જાણી લો કે સ્ટીલના વાસણ ખાવાનું ખાઈ લીધા પછી બની શકે એટલા જલ્દી સાફ કરી લેવા જૌઇએ, જેથી વાસણને ઓક્સીજન મળી શકે અને તેની ચમક જળવાઈ રહે. સ્ટીલના વાસણને હંમેશા સાબુ વાળા ઘોળથી સ્પંજ કે નાયલોનના સ્ક્રબથી સાફ કરો. તેના માટે તાર વાળા ગુંચળાનો ઉપયોગ ન કરો, નહિ તો તેમાં લીસોટા પડી જશે.

હંમેશા આપણે જોઈએ છીએ કે સ્ટીલના વાસણમાં સફેદ રંગના પડ જામી જાય છે, જે સોલ્ટ કે કેલ્શિયમ ડીપોઝીટ હોય છે. તેને સાફ કરવા માટે એક ભાગ સિરકા અને ત્રણ ભાગ પાણી ભેળવી લો અને તેને વાસણમાં લગાવીને દસ મિનીટ માટે રહેવા દો. ત્યાર પછી ઘસીને સાબુ વાળા ગરમ પાણીથી ધોઈ લો.

જો વાસણમાં કાળા કે ભૂરા ડાઘ પડી ગયા છે, તો તેને બેકિંગ સોડાથી સાફ કરી શકો છો. તેના માટે સોડા અને પાણીની પેસ્ટ બનાવીને ડાઘ ઉપર લગાવીને અડધો કલાક રહેવા દો પછી પાણીથી સાફ કરી લો.તે ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલના વાસણને સાફ કરવા માટે તમે ઓક્સીજન એસીડ ક્લીનરનો ઉપયોગ પણ કરી શકો છો. યાદ રાખશો કે આ ક્લીનરનો વધુ સમય માટે સ્ટેનલેસ સ્ટીલના વાસણ ઉપર ન રહેવા દો કેમ કે તેમાં કેમિકલ હોય છે જે વાસણને હંમેશા માટે ખરાબ કરી શકે છે.

ઘણી વખત ધોયા પછી પણ સ્ટીલના વાસણમાં વોટરમાર્ક જોવા મળે છે કેમ કે તેનું પડ ચમકતું હોય છે. સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં વોટરમાર્ક ન આવે તેના માટે તમે વાસણને ધોયા પછી તરત સુકા કરી લો અને નરમ કપડાથી લુછીને રાખતા જાવ.આજકાલ ઘરમાં વાસણ ધોવા માટે પણ સ્ટીલના સિંક વાપરવામાં આવે છે. સારી રીતે સફાઈ કર્યા પછી સિંકમાં પણ નિશાન પડી જાય છે, એટલા માટે સિંકને રોજ ઓછામાં ઓછું એક વખત ચારે તરફથી સાબુના પાણી અને નાયલોન સ્ક્રબની મદદથી સાફ કરો.