અજય દેવઘણ નો બંગલો નથી કોઈથી કમ,અંદરનો નજારોતો છે 7 સ્ટાર હોટલ જેવો,જુઓ તસવીરો.

0
30

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અજય દેવગન છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તેની ફિલ્મી કારકીર્દિમાં અજય દેવગણે એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. બોલિવૂડના સિંઘમ તરીકે જાણીતા અજય દેવગન મુંબઈના જુહુમાં છે. અજય દેવગણનું આ લક્ઝુરિયસ ઘર મુંબઇના ખૂબ પોશ વિસ્તારમાં છે. શાહરૂખ અને સલમાન ખાન જેવા સુપરસ્ટારના પણ અજય દેવગણના ઘરની નજીક ઘરો છે. અજય દેવગણનું આ ઘર અંદરથી ખૂબ સુંદર છે.

ઘરના આંતરિક ભાગને વ્યાવસાયિક ડિઝાઇનરો દ્વારા બનાવવામાં આવ્યું છે. અજય દેવગનની પત્ની કાજોલ અવારનવાર ઘરની તસવીરો શેર કરતી હોય છે. અજય અને કાજોલને ઘરની અંદર બધી જ સગવડ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1999 માં અજય દેવગણે અભિનેત્રી કાજોલ સાથે લવ મેરેજ કર્યા હતા. ફિલ્મ ઇશ્કના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા. લગ્ન બાદ કાજોલે કભી ખુશી કભી ગમ, માય નેમ ઇઝ ખાન અને ફના જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી પોતાનું નામ બનાવી રાખ્યું છે. એમની ફિલ્મો બોક્સઓફિસ પર હંમેશા હિટ જ સાબિત થાય છે. કોમેડી હોય કે સિરિયસ દરેક કિરદારને અજય ખુબ સારી રીતે નિભાવે છે. વર્ષ 1991માં આવેલ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી અજય દેવગણએ બોલીવુડમાં પગ મુક્યો હતો.

હાલ એક ઇન્ટરવ્યૂમાં અજયે કહ્યું હતું કે તેની પત્ની કાજોલ ખુબ જ કંજૂસ છે અને ઘરના દરેક ખર્ચા એ જ હેન્ડલ કરે છે. પણ જો તમે અજય દેવગણના જીવન પર નજર નાખશો તો તેમને ખબર પડશે કે સૌથી વધુ પૈસા ખર્ચ કરે છે. અજયને ખુબ લક્ઝરી લાઈફ જીવી પસંદ છે 32 કરોડની વાર્ષિક આવક ધરાવતા અજય દેવગણ પાસે એક થી એક ચઢિયાતી અને એક્સ્પેન્સિવ વસ્તુઓ છે. 260 કરોડ રુપિયા નેટવર્થ વેલ્યુ ધરાવતા અજય દેવગણ છેલ્લા ત્રણ દશકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

અજય દેવગણ પાસે મુંબઈ સિવાય લંડનમાં પણ બંગલો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એ બંગલોની કિંમત 54 કરોડ રૂપિયા છે. સાથે જ અજય દેવગણ પાસે પોતાનું એક પ્રાઇવેટ જેટ Hawker 800 છે. એ જેટની કિંમત અંદાજે 84 કરોડ રૂપિયા છે. અજય દેવગણ પહેલા બોલીવુડના એક્ટર હતા જેમણે પોતાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યું હતું.અજય દેવગણનું એક પોતાનું પ્રોડક્શન હાઉસ છે. એ પ્રોડક્શન હાઉસની અંદાજીત વેલ્યુ 100 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે અજયના પ્રોડક્શન હાઉસએ જ કાજોલની ફિલ્મ ‘હેલીકોપ્ટર ઈલા’ બનાવી હતી.

જો વાત કાર કલેક્શનની કરીએ તો અજય દેવગણ પાસે 2.8 કરોડની કાર Maserati Quattroporte છે. કહેવાય છે કે અજય દેવગણ પહેલા ભારતીય હતા જેમને આ કાર ખરીદી હતી. 2006ના વર્ષમાં આ કાર ભારતના સૌથી અમીર વ્યક્તિ કહેવાતા અંબાણી પાસે પણ નહતી.અજય દેવગણના કાર કલેક્શનમાં રેંજ રોવર વોગ Range Rover Vogue પણ શામેલ છે. આ કારની કિંમત 2.7 કરોડ રૂપિયા છે. એ સિવાય એમની પાસે મર્સીડીઝ બેંચ એસ ક્લાસ છે જેની કિંમત 1.4 કરોડ રૂપિયા છે.

સાથે જ બીએમડબ્લ્યુ ઝેડ 4 છે જેની કિંમત 97 લાખ રૂપિયા છે. ઉપરાંત 40 લાખ રૂપિયાની મીની કૂપર એસ છે અને 80 લાખ રૂપિયાની ઓડી ક્યુ 7 પણ છે. મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ જાણ્યે અજાણ્યે બાયો-ફિલ્મોનો બેતાજ બાદશાહ બની રહ્યો હોય એવી છાપ પડયા વિના રહેતું નથી. ભારતના શહીદ ભગત સિંઘથી શરૃ કરીએ તો ત્યારબાદ એણે નોર્થ ભારતમાં એક સાંસદને ત્યાં દરોડા પાડીને તહલકો મચાવી દેનારા નિર્ભય આવક વેરો અધિકારીના જીવન પર આધારિત ફિલ્મ રેડ કરી હતી.

હાલ એ છત્રપતિ શિવાજી મહારાજના એક સૌથી વફાદાર અને બહાદૂર યોદ્ધા તાનાજી માલુસરેની બાયો-ફિલ્મ કરી રહ્યો છે. સમર્થનવિહોણા એક રિપોર્ટ મુજબ એણે કરેલી સિંઘમની પહેલી કડી પણ એક ઇમાનદાર પોલીસ અધિકારીની સત્યઘટના પર આધારિત હતી.ઔઆટલું ઓછું હોય એમ એ નીરજ પાંડેની આગામી ફિલ્મમાં પ્રાચીન કાળના સૌથી મુત્સદ્દી ગણાતા રાજનીતિજ્ઞા ચાણક્યનો રોલ પણ કરવાનો છે. ભારતીય ફૂટબૉલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ પણ અજયને ઑફર થઇ છે. આમ જાણ્યે અજાણ્યે એ બાયો-ફિલ્મનો બેતાજ બાદશાહ બની રહ્યો જણાય છે.

વિશાલ દેવગણ (જન્મ ૨ એપ્રિલ ૧૯૬૯), અજય દેવગણ તરીકે વ્યાવસાયિક રૂપે જાણીતા એક ભારતીય ચલચિત્ર અભિનેતા, દિગ્દર્શક અને ચલચિત્ર નિર્માતા છે. તેઓ હિંદી સિનેમાના એક સૌથી તીવ્ર અને પ્રભાવશાળી અભિનેતા છે. જે સૌથી વધુ હિંદી ચલચિત્રમાં દેખાયા છે. દેવગણ ૨(બે) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ચાર ફિલ્મફેર પુરસ્કાર સહિત અસંખ્ય પ્રશંસા મેળવી છે. ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા-ઉચ્ચતમ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દેવગણનો જન્મ મૂળ પંજાબના અમૃતસર માં પંજાબી પરિવારમાં થયો હતો. આ પરિવારના મુંબઈના હિંદી ચલચિત્ર ઉદ્યોગ સાથે જોડાણો છે. દેવગણના પિતા વીરુ દેવગન સ્ટંટ કોરિયોગ્રાફર અને એક્શન-ફિલ્મ દિગ્દર્શક હતા, અને તેની માતા વીણા એક ચલચિત્ર નિર્માતા છે. તેનો ભાઈ અનિલ દેવગન એક ચલચિત્ર નિર્માતા અને પટકથા લેખક છે. દેવગણ જુહુની બીચ હાઇ સ્કૂલ માંથી સ્નાતક થયા, અને પછી મીઠીબાઈ મહાવિદ્યાલય માં અભ્યાસ કર્યો.

અજય દેવગન હાલના સમયનો એક ઉત્તમ અભિનેતા છે. તેની આંખો જ તેના અભિનયનું અરધોઅરધ કામ કરી નાખે છે. અને માટે જ તે છેલ્લા વિસથી પણ વધારે વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અડીખમ છે. અજય દેવગનને વિવિધ જાતના મોંઘા વેહિકલ્સનો ખુબ શોખ છે.

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ અત્યારે પણ તેના ઘરના ગેરેજમાં તમને દુનિયાની મોંઘી મોંઘી ગાડીઓ જેમ કે, લેન્ડ રોવર, રેન્જ રોવર, મીની કૂપર, બીએમડબલ્યુ ઝેડ4 પણ જોવા મળશે. પણ તાજેતરમાં તેના ગેરેજને જે ગાડીએ શોભાવ્યું છે તે દેશની સૌથી મોંઘી ગાડીઓમાંની એક છે.તેણે દેશની સૌથી મોંઘી ગાડી ખરીદીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેણે હાલમાં જ એક મોંઘેરી એસયુવી કાર ખરીદી છે. આ ગાડીનું નામ છે રોલ્સ રોય્સ કલિનન. દુનિયાની મોંઘામાં મોંઘી ગાડીઓમાં આ એસયુવીનો સમાવેશ થાય છે.

જો કે આ બાબતે અજયદેવેગન તરફથી કોઈ તસ્વીરો શેયર નહોતી કરવામાં આવી પણ એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોલ્ડરે આ અત્યંત મોંઘી કારથી આકર્ષાઈને તેની તસ્વીર લીધી હતી અને તેને સોશિયલ મિડિયા પર શેયર કરી હતી અને આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરટીઓમાં આ ગાડી અજય દેવગનના નામે નોંધાયેલી છે.

તમને જણાવી દઈએ કે આ કાર ખરીદવા માટે અઢળક રૂપિયાની તો જરૂર પડે જ છે પણ તેને મહિનાઓ અગાઉથી બુક કરાવવી પડે છે. અજય દેવગને આ ગાડી કેટલાક મહિના પહેલાં બૂક કરાવી હતી. તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે આ ગાડી કસ્ટમાઇઝ કરાવી હોવાથી તેની ડીલીવરી મળતા વાર લાગી હતી.આ ગાડીની એક્સ શોરૂમ પ્રાઈઝ કંપનીની વેબસાઇટ પર રૂપિયા 7 કરોડ બતાવવામાં આવી છે. જો કે પ્રાઇઝ ગાડીના બેસીક મોડેલની છે. પણ તેને કસ્ટમાઈઝ કરાવી હોવાથી તેની કીંમત પણ તેનાથી ઘણી વધારે હોઈ શકે છે.દેશના ગણતરીના માલેતુજારો પાસે જ આ કાર છે જેમાં દેશના શ્રીમંત વ્યવસાયી મુકેશ અંબાણીનો પણ સમાવેશ થાય છે આ ઉપરાં અજય દેવગન પહેલાં ટીસીરીઝના માલિક ભુશન કુમારનું ગેરેજ પણ આ ગાડી શોભાવી રહી છે.