અહીંયા મહિલાઓ એક રાત માટે સૂઈ જાય છે, પુરુષો સાથે કારણ જાણીને તમે પણ ચોંકી જશો……

0
2980

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દુનિયામાં ઘણી એવી જગ્યા છે અને એવા અનોખા પ્રકાર ના લોકો છે, જેના વિશે જાણીને વિશ્વાસ નથી થતો. આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં મહિલાઓ પુરુષો સાથે સુવે છે પરંતુ ક્યારેય પણ તેમની સાથે રહેતી હતી તો ચાલો જાણીએ આ વિચિત્ર ગામ વિશે.

આપણા સમાજમાં લગ્નને જીવનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. જ્યાં ભારતમાં કલમ 377, 497ને લઈને ચર્ચા પ્રબળ થઈ રહીં છે. તો આજે અમે તમને જણાવીએ કે વિશ્વમાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો લગ્ન કર્યા વિના પોતાના સાથી સાથે સમગ્ર જીવન પસાર કરી નાખે છે. ભારતના પાડોશી દક્ષિણ-પશ્ચિમ ચીનમાં મૂસો સમુદાયના લોકોની જીવનસાથી પસંદ કરવાની પદ્ધતિ સમાજમાં બિલકુલ અનોખી છે, અહીંના લોકો લગ્ન નહીં, પરંતુ ‘વૉકિંગ મેરેજ’ કરે છે.

સોશિયલ મીડિયાના જમાનામાં હાલમાં કેટલાંક લોકો લિવ-ઈન રિલેશનશીપને ઘણી પ્રાથમિકતા આપે છે. પરંતુ હજુ પણ સમાજનો એક મોટો હિસ્સો આ પદ્ધતિને સ્વીકાર કરતો નથી. આ બધાથી ઉપર વિશ્વના એક ખૂણામાં એક એવી જગ્યા પણ છે, જ્યાં લોકો લગ્ન કર્યા વિના જ પોતાના સાથી સાથે જીવન પસાર કરી નાખે છે.

વૉકિંગ મેરેજ એક એવા લગ્ન હોય છે, જેમાં બંનેમાંથી કોઈ એક સાથી પોતાના સંબંધમાંથી બહાર જઈ શકે છે. આ લગ્નમાં મહિલા મુખ્ય પાત્ર ભજવે છે. આ મૂસો જાતિનો સમાજ પણ નારી પ્રધાન મનાય છે. પુરુષને પસંદ કરવા અને મહત્વના નિર્ણય લેવાનો અધિકાર પણ મહિલાઓ પાસે રહે છે. એટલું જ નહીં, મહિલા એકથી વધુ સાથી પસંદ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે.

મૂસો જાતિના પુરુષ મહિલાઓ સાથે રહેતા નથી. તેઓ આખો દિવસ ફિશિંગ, શિકાર અને બીજા કામોમાં વ્યસ્ત રહે છે. ફક્ત રાત્રે જ પોતાના સાથી પાસે ઉંઘવા માટે આવે છે. મૂસો સમાજની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં 13 વર્ષની યુવતીને કોઈ પણ પુરૂષ સાથે પ્રેમ કરવાનો અધિકાર મળી જાય છે.

યુવતી પુખ્તવયની થતાં તેને અલગ રૂમ પણ આપવામાં આવે છે. જ્યાં તે પોતાના મનપસંદ યુવક સાથે સમય ગાળે છે. આ સંબંધમાં પુરૂષ મહિલાની કોઈ પણ પ્રકારની આર્થિક સહાયતા કરતો નથી. બાળકનો જન્મ થતા તેની સંપૂર્ણ જવાબદારી માતા અને તેના પરિવારજનો પર આવે છે.

આ સંબંધનો પાયો લગ્ન અથવા કોઈ પણ પ્રકારની ઔપચારિકતા પર રહેતો નથી. અહીં લોકો પોતાની મરજી મુજબ આખુ જીવન વિતાવે છે અથવા પોતાનો સાથી પણ બદલી શકે છે. સાંભળવામાં આ કેટલુ અજબગજબ લાગે છે. અહીં મોટાભાગના લોકો પોતાના સાથી પ્રત્યે વફાદાર રહે છે. લગ્ન જેવા કોઈ બંધન વિના પણ તેઓ નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. જરૂરી નથી કે માતાને ખબર હોવી જોઈએ કે તેનો પિતા કોણ છે, આ વાતને અહીં ભાર અપાતો નથી.

દક્ષિણ-પશ્ચિમ ચીનનો આ વિસ્તાર પ્રવાસનનું ખાસ કેન્દ્ર મનાય છે. તળાવના કિનારે લોકોએ કાચુ ઘર બનાવ્યું છે. જ્યાં બહારથી આવનારા પ્રવાસીઓ અહી રહી શકે છે. આ મૂસો જાતિના આદિવાસી પારંપરિક ડાન્સ કરી લોકોનું મનોરંજન પણ કરે છે. ઘણાં લોકો અહીં સ્ત્રીઓને જોવા માટે આવે છે.

બીજા એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યો છુ જ્યાં આજે અમે તમને જે જાતિ અથવા સમુદાય વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખૂબ જ વિચિત્ર છે.અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ સમુદાયના લોકોમાં ફક્ત મહિલાઓ શામેલ છે.આખા ગામમાં લગભગ અઢીસો એટલે કે 250 જેટલી મહિલાઓ રહે છે.સાથે અહીંયા પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે પછી પણ આ ગામની મહિલાઓ ગર્ભવતી થાય છે. છેવટે કેવું છે આ ગામ અને શુ છે.

આ જાતિ કેન્યાના ઉમોજા ગામમાં રહે છે આ ઉમોજા ગામની ચર્ચા ઘણા લાંબા સમયથી થઈ રહી છે.આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ ગામમાં ફક્ત મહિલાઓ જ રહે છે.ઉમોજા ગામની સ્થાપના 1990 માં કરવામાં આવી હતી અને આ ગામની સ્થાપના માત્ર 15 જ મહિલાઓએ કરી હતી.આ બધી મહીલાઓ એ હતી જેમના પર સ્થાનિક બ્રિટિશના સૈનિકોએ બળાત્કાર કર્યો હતો.આ પછી મહિલાઓએ આ ગામની સ્થાપના કરી જેમાં માત્ર મહિલાઓ જ રહી શકે છે.

આ ગામમાં છેલ્લા 30 વર્ષોથી પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકેલો છે.આ ગામમાં કોઇ પણ પુરુષ પ્રવેશ ન કરે તે માટે ગામની સીમમાં કાંટાળો તાર લગાવ્યો છે.જો કોઈ પુરુષ આ સીમાને પાર કરવાનો પ્રયાસ કરશે, તો તેને દંડ કરવામાં આવે છે.આ ગામમાં બળાત્કાર, બાળલગ્ન, ઘરેલુ હિંસા અને સુન્નત જેવી બધી હિંસા ભોગવી શકે તેવી મહિલાઓ રહે છે.હાલમાં આ ગામમાં લગભગ 250 જેટલી મહિલાઓ અને લગભગ 200 બાળકો રહે છે.

હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામમાં ફક્ત મહિલાઓ રહે છે તો બાળકો ક્યાંથી આવ્યા અને તમારે હવે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે પુરૂષો ગામમાં રહેતા નથી તો પછી આ ગામની મહિલાઓ કેવી રીતે ગર્ભવતી થાય છે.આ વાતનો જવાબ ઉમોજા ગામની બાજુમાં સ્થાયી થયેલા બીજા ગામના પુરુષોએ આપ્યો હતો.તે ગામના એક વડીલે જણાવ્યું કે આ મહિલાઓને લાગે છે કે તેમાંના ઘણા પુરુષો વગર જીવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આમાંની ઘણી મહિલાઓને તેમના પોતાના ગામના પુરુષો સાથે પ્રેમ થઈ જાય છે.

આ પછી આ પુરુષો રાતના અંધારામાં ઉમોજા ગામમાં જાય છે અને પછી સવાર થતા પહેલા પાછા ફરે છે.આ પુરુષોનો સબંધ ગામની એક જ નહીં પરંતુ ઘણી મહિલાઓ સાથે રહેતા હોય છે.જો કે મહિલાઓ પુરૂષો સાથેના તેમના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકારતી નથી, તેથી કોઈને ખબર નથી હોતી કે કઇ સ્ત્રીએ કયા પુરુષ સાથે સંબંધ બાંધ્યો છે.આપણા આ આધુનિક જમાનામાં ગર્ભને રોકવા માટેનું સાધન છે પરંતુ ત્યાં ગર્ભનિરોધકનું કોઈ સાધન ન હોવાથી અહીંની મહિલાઓ ગર્ભવતી થઇ જાય છે.

આ દરમિયાન જે બાળક થાય છે આ મહિલાઓ તેમના બાળકોની સંભાળ પોતે જ રાખે છે.જો દીકરીઓ છે,તો તેમને ભણાવે છે અને પોતાના પગ પર ઉભા રહેતા શીખવાડે છે.આ ગામમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને આ ગામે ઘણી ચર્ચા ભેગી કરી છે.આને કારણે અહીં ઘણા પ્રવાસીઓ આવે છે.આ પ્રવાસીઓ પાસેથી ગામમાં પ્રવેશ માટે પૈસા લેવામાં આવે છે.જેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.

સાથે જ આ ગામની મહિલાઓ પણ ખાસ પ્રકારના ઘરેણાં બનાવે છે અને ત્યાં આવતા પ્રવાસીઓને વેચીનેપણ પૈસા કમાય છે અને તે પૈસાથી ખાવાનું ખરીદીને તેમના બાળકોને ખવડાવે છે.જે પણ હોય આ ગામની મહિલાઓને આ ગામ સાથે ખૂબ લગાવ છે.તેઓ કહે છે કે જ્યારે તેઓ બહારની દુનિયામાંથી દગો મળ્યો હતો ત્યારે આ ગામે જ અમને સહારો આપ્યો હતો.