Breaking News

અહીં આવેલું છે દશાશન રાવણનું 100 વર્ષ જૂનું એકમાત્ર મંદિર, જાણો શું છે તેની ખૂબીઓ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આખા દેશ જ્યાં દશેરાના દિવસે રાવણ દહનની ખુશીઓ મનાવે છે ત્યાં કેટલાક લોકો એવા પણ છે જે રાવણના 100 વર્ષ જૂના મંદિરમાં વિશેષ આરાધના કરે છે. આ પૂજા માત્ર દશેરાના દિવસે થાય છે. કાનપુરના શિવાલામાં દશાનન શક્તિના પ્રહરીના રૂપમાં બિરાજે છે.

મિત્રો વિજયાદશમીની સવારે પ્રતિમાનું શ્રૃંગાર-પૂજન કરીને કપાટ ખોલવામાં આવે છે. સાંજે આરતી ઉતારવામાં આવે છે.આ કપાટ વર્ષમાં માત્ર એક જ દિવસ દશેરાના દિવસે જ ખુલે છે. માં ભક્ત મંડળના સંયોજક કેકે તિવારી જણાવે છે કે વર્ષ 1868માં મહારાજ ગુરુ પ્રસાદ શુક્લએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે જ કૈલાશ મંદિર પરિસરમાં શક્તિના પ્રહરીના રૂપમાં રાવણના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

મિત્રો માન્યતા છે કે દશાનના મંદિરમાં દશેરાના દિવસે લંકાધિરાજ રાવણની આરતના સમયે નીલકંઠના દર્શન શ્રદ્ધાળુઓને થાય છે.મહિલાઓ દશાનનની પ્રતિમાને સરસવનું તેલ, દીવો અને ફૂલ અર્પણ કરીને સુખ, સમૃદ્ધિ, પુત્ર અને પરિવાર માટે જ્ઞાન અને શક્તિની કામના કરે છે. ભક્ત દશાનન પાસેથી વિદ્યા અને તાકાતનું વરદાન માંગે છે. અહંકાર ન કરવાન સંદેશ પણ આપે છે. રાવણ પ્રકાંડ વિદ્વાન અને જ્ઞાની હતો. પરંતુ તેને પોતાના પરાક્રમનું ઘમંડ આવી ગયું હતું.માન્યતા છે કે મંદિરમાં તેના દર્શન કરતા સમયે ભક્તોને અહંકાર ન કરવાની શીખ મળે છે.

કારણ કે જ્ઞાની હોવા છતાં અહંકાર કરવાના કારણે તેનો આખો પરિવાર નષ્ટ થયો હતો. શિવાલા સ્થિત દશાનન મંદિરના દ્વાર રવિવારે ખોલવામાં આવ્યા અને વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી. રવિવારે સવારે મંદિર સેવકે દ્વાર ખોલ્યા તો ભક્તોએ સાફ સફાઈ કરીને પ્રતિમાને દૂધ, દહીં, ગંગાજળથી સ્નાન કરાવ્યું.જે બાદ અલગ-અલગ પ્રકારના ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું અને આરતી ઉતારવામાં આવી. ભક્ત મંડલના સંયોજક કેકે તિવારીએ જણાવ્યું કે સંક્રમણના કારણે આ વખતે આરતીમાં સિમિત સંખ્યામાં ભક્તો સામેલ થયા. મહિલાઓએ મંદિરમાં દિપ પ્રગટાવીને સુખ, સમૃદ્ધિની સાથે પુત્ર અને પરિવાર માટે જ્ઞાન અને શક્તિની કામના કરી.

 

બીજા મંદિર વિશે જણાવી દઈએ કે નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભગવાન ભોળાનાથ નામ પ્રમાણે ગુણો ધરાવે છે તે પોતાના ભક્તોની આરાધનાથી તરતજ પ્રસન્ન થાય છે. ભગવાન શિવના અનેક ભક્તો છે તેમાં એક ખાસ નામ એટલે રાવણ. આમતો રાવણ અસુરી શક્તિ ધરાવતો હતો. બ્રાહ્મણ હોવા છતાં તે અસુર હતો. પણ તેની એક ખાસ વાત એ હતી કે તે ભગવાન ભોલેનાથનો પરમ ભક્ત હતો. આપણા દેશમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે.

આ મંદિર રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ઝાડૌલ તહસીલમાં આવારગઢમાં સ્થિત છે. ભગવાનનું આ ધામ કમલનાથ મહાદેવના નામથી જાણીતું છે. મંદિર અંગે કહેવામાં આવ્યુ છે કે આની સ્થાપના રાવણે કરી હતી. માન્યતા છે કે રાવણે પોતાનું શીશ ભગવાનને અર્પણ કર્યુ હતુ એટલેકે કમળ પૂજા કરી હતી. રાવણે અગ્નિકુંડમાં પોતાનું મસ્તક નાખ્યુ હતુ. રાવણના તપથી પ્રસન્ન થઈને ભગવાન ભોલેનાથે તેની નાભીમાં અમૃત કુંભ બનાવ્યો હતો. જેનાથી તેને શક્તિ મળી હતી. શિવજીના મંદિરોમાં અનેક પરંપરાઓ જેડાયેલી છે. આ પહેલુ એવુ મંદિર છે જ્યાં ભગવાનની પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે. આની પાછળ એ માન્યતા છે કે જો રાવણની પૂજા કર્યા વીના શિવજીની પૂજા કરવામાં આવે તો ભગવાન એ પૂજાનું ફળ આપતા નથી

રાવણે શિવજીને પોતાના તપથી કર્યા હતા પ્રસન્ન.પૌરાણિક કથા અનુસાર એક વાર રાવણે કરેલી ભગવાન શિવજીની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાને રાવણને વરદાન માંગવાનું કહ્યુ, વરદાનમાં રાવણે સ્વયં મહાદેવને જ માંગી લીધા હતા. ત્યારે શિવજીએ રાવણને એક શિવલિંગ આપ્યુ અને લંકા જવાની આજ્ઞા આપી. સાથે સાથે એ શરત પણ રાખી કે લંકા પહોંચતા પહેલા તેને રસ્તામાં ક્યાંય નીચે ન મુકો.

રાવણ શિવલિંગને લઈને આવ્યો રસ્તામાં થાક લાગતા તેણે શિવજીના લીંગને નીચે રાખી દીધી. ત્યારથી એ લીંગ હંમેશા માટે ત્યાં સ્થાપિત થઈ ગયુ. રાવણ રોજ લંકાથી આવીને ભગવાન શિવજીની પૂજા કરતો. રાવણ શિવજીને 100 કમળ રોજ ચડાવતો. હવે તેની પૂજા સફળ થવા લાગી હતી. ત્યારે એક દિવસ બ્રહ્માજીએ કમળનું એક પુષ્પ અદૃશ્ય કરી દીધુ.રાવણ જરાપણ વિચલીત ન થયો તેણે પોતાના મસ્તકને ચડાવી દીધુ. શિવજી આનાથી પ્રસન્ન થયા. તેમણે રાવણની નાભીમાં અમૃત કુંભ આપવાનું વરદાન આપ્યુ. આથી આ સ્થાન કમલનાથ મહાદેવના નામથી જાણીતુ છે. આથી અહીં પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે. પછી જ ભોલેનાથની પૂજા થાય છે.

આવુજ એક બીજા મંદિર દેશના આ મંદિરમાં દશેરા પર રાવણ દહન નહિ પણ માતમ મનાવવામાં આવે છે, કરે છે રાવણની પૂજા. તમને આમ તો દેશભરમાં ભગવાન રામના હજારો નાના મોટા મંદિર મળી જશે, પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ ઘણા એવા મંદિર પણ છે, જ્યાં ભગવાન રામની જ નહિ પરંતુ રાવણની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ ઘણા મંદિર તો એવા પણ તમને મળી જશે જ્યાં ભગવાન શિવના પ્રાચીન મંદિરોમાં લોકો રાવણના દર્શન કરવા પણ આવે છે.

ભારતમાં જ નહિ પરંતુ પાડોશી દેશોમાં પણ રાવણની પૂજા કરવાનો રીવાજ છે. આ યાદીમાં સૌથી વિખ્યાત નામ જે આવે છે તે છે શ્રીલંકાના કોનસવરમ મંદિર જે દુનિયાનું સૈથી પ્રસિદ્ધ રાવણ મંદિરો માંથી એક માનવામાં આવે છે. શ્રીલંકાને જ નહિ પરંતુ ભારતના એ મુખ્ય મંદિરોથી પણ માહિતગાર કરવીશું જ્યાં આજે પણ રાવણની પૂજા થાય છે અને દશેરા ઉપર રાવણ દહન નથી કરવામાં આવતો પરંતુ માતમ મનાવવામાં આવે છે. તો આવો જાણીએ ભારતના એ સ્થાનો વિષે જ્યાં રાવણની પૂજા અર્ચના કરવામાં આવે છે.

રાજસ્થાનના જોધપુરનું પ્રસિદ્ધ રાવણ મંદિર. રાજસ્થાન, જોધપુરના મુદગલ બ્રાહ્મણ પોતાને રાવણના વંશજ માને છે. પોતાના પૂર્વજ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્તિ કરીને તેમણે રાવણનું અહિયાં એક ભવ્ય મંદિર પણ બનાવરાવ્યું છે. મંદિરનો તમામ આધાર રાવણની સુંદર-સુંદર ઘણી મૂર્તિઓથી સુશોભિત છે. જેની ઉપર એક રાવણનું ભવ્ય મંદિર પણ બનેલું છે. આમ તો પૌરાણીક માન્યતાઓ મુજબ જોધપુર શહેર રાવણની પત્ની મંદોદરીનું મૂળ સ્થાન હતું. તે સમયે જોધપુર રાજ્યનું પ્રાચીન પાટનગર હતું. એટલા માટે જોધપુરને રાવણનું મૂળ સાસરિયું પણ કહેવામાં આવે છે. અહિયાં તમને ‘છબરી’ નામની એક છત્રી પણ મળી આવશે, જે રામાયણ કાળની બતાવવામાં આવે છે. જોધપુરના ચંદ્રપોલ વિસ્તારમાં રાવણના તમામ આરાધ્ય દેવતાઓ, શિવ અને દેવી ખુરાનાની પ્રાચીન મૂર્તિઓ પણ સ્થાપિત છે.

નોએડાના બીસરખ ગામમાં આવેલું રાવણનું મંદિર. દિલ્હીની પાસે વસેલા નોએડા વિસ્તારના બીસરખ ગામને રાવણનું જન્મ સ્થાન માનવામાં આવે છે. જન્મભૂમિ હોવાને લીધે અહિયાં તમને રાવણના ઘણા એવા મંદિરના દર્શન કરવા મળશે. જેમાં લગભગ 42 ફૂટ ઊંચા શિવલિંગ અને 5.5 ફીટ ઉંચી રાવણની ભવ્ય મૂર્તિ સ્થિત છે. માન્યતા મુજબ અહિયાં રાવણને ‘મહાબ્રહ્મ’નું સ્થાન પ્રાપ્ત છે. એટલું જ નહિ દશેરા ઉપર અહિયાં લોકો ઉત્સવ મનાવવાને બદલે શોક મનાવવાની પરંપરા નિભાવે છે. એટલા માટે અહિયાં તમને ન કોઈ રામલીલા ન તો રાવણ દહનની પ્રકિયા જોવા મળશે.

અહિયાંના લોકોના જણાવ્યા મુજબ વીસરખ ગામ જે ઉત્તર પ્રદેશના ગૌતમ-બુદ્ધ નગર જીલ્લામાં આવેલું છે, તેનું નામ વિશ્વવા તરીકે લેવામાં આવે છે. વિશ્વવા રાવણના પિતા હતા. જેમને જંગલમાં આ ભવ્ય શિવલિંગ પ્રાપ્ત થયો હતી, ત્યાર પછી જ તેમણે આ મંદિરમાં તેની સ્થાપના કરી અને પછી અહિયાં લોકોએ રાવણની મૂર્તિ આ મંદીરમાં સ્થાપિત કરી દીધી.

આંધ્ર પદેશના કાકીનાડાનું રાવણ મંદિર.આંધ્ર પ્રદેશના કાકીનાડા શહેર રાજ્યનું એકમાત્ર એવું સ્થાન છે, જ્યાં રાવણની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. કાકીનાડા મંદિરમાં એક વિશાળ શિવલિંગ ભગવાન શિવની મૂર્તિ સાથે સ્થાપિત છે. જેની આસ પાસ રાવણના ચિત્ર ઉપસી આવતા જોવા મળે છે. કાકીનાડા વિસ્તાર દરિયા કાંઠાની ઘણો નજીક આવેલો છે, જ્યાં શહેરોની વચ્ચે દેશનું એકમાત્ર રાવણનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરના ગેટ ઉપર રાવણની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે. જેમાં રાવણ પોતાના દશાનન અવતારમાં છે. આ મંદિર દુનિયાભરના પ્રવાસીઓ માટે પણ મુખ્ય સ્થાન છે, જ્યાં દેશ વિદેશ માંથી દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસી આવે છે.

About Hu Gujarati TEAM

Check Also

શું તમે પીઝા ખાવાના શોખીન છો તો એક વાર જરૂર જાણી લો તેનાથી થતાં નુકશાન વિશે….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …