આધાર-કાર્ડ થી લઈને ઈન્સ્યોરન્સ સુધી બદલાઈ ગયાં રોજિંદા જીવનના આ નિયમો….

0
591

રોજિંદા જીવનના 10 નિયમો બદલાઈ રહ્યા છે તો આવો આપણે જાણીએ આ નિયમો વિશે.1 ઓક્ટોબર 2020થી એટલે કે આજથી ભારતમાં 10 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.આ ફેરફારોની તમારા જીવન પર સીધી અસર પડશે.આ નવા નિયમોથી એકબાજુ જ્યાં તમને રાહત મળશે, તો જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો નહીં તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે.આમાં ગેસ સિલિન્ડરની કિંમત, હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી, આધાર-રાશન કાર્ડ, સરસવમાં બીજું ખાદ્ય તેલ ભેળવવું, કારમાં દસ્તાવેજો રાખવાની જરૂર, ટીવીના ભાવ, મફત ગેસ કનેક્શન, પૈસા વિદેશમાં મોકલવા પર ટેક્સ, ખુલ્લી મીઠાઈ માટેનો સમય વગેરે સાથે સંબંધિત નિયમો સામેલ છે.આવો મિત્રો જાણીએ સરકાર ક્યાં નિયમો બદલી રહી છે.

1. ગાડી અને મોબાઈલને લગતાં.ગાડી ચલાવતાં સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન માટે એવી રીતે કરી શકાશે કે જેનાથી વાહન ચલાવતાં સમયે ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થાય. પરંતુ ડ્રાઇવિંગ સમયે મોબાઇલ પર વાત કરવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

2. Pm યોજના ને લગતાંપ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફતમાં ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે. આ યોજના 30 સપ્ટેમ્બરે ખતમ થઈ ગઈ છે. એટલે કે હવે તમે મફત ગેસ કનેક્શનનો લાભ ઉઠાવી શકશો નહીં.

3. વીમા ને લગતાં.વીમા નિયામાક ઈરડાના નિયમો અનુસાર, એક ઓક્ટોબરથી હેલ્થ વીમા પોલિસીમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. હવે બધા અને નવા હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી અંતર્ગત ઓછા રેટ પર વધુ બીમારીઓનો કવર ઉપલબ્ધ થશે. આ બદલાવ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને સ્ડાન્ડર્ડાઈઝ અને કસ્ટમર સેન્ટ્રિક બનાવવા માટે કરવામાં આવ્યો છે.

4. કારોબાર ને લગતા.એક ઓક્ટોબરથી કારોબારીઓને બજારમાં વેચાતી ખુલી મીઠાઈઓના ઉપયોગની સમયસીમા જણાવવી પડશે. આ નિયમને સરકારે ફરજિયાત બનાવ્યો છે. એટલે કે હવે તમને મીઠાઈઓ ઉપર પણ એક્સપાયરી ડેટ જોવા મળશે.

5. કંપની ને લગતાં.ઓઈલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં LPG સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. આજથી દેશમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો બદલાઈ જશે. હાલના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 12 સિલિન્ડરો પર સબ્સિડી આપે છે. પણ તેનાથી વધારે સિલિન્ડર માર્કેટ ભાવથી ખરીદી શકાય છે.6. તેલને લગતા.હવે સરસવના તેલમાં અન્ય ખાદ્ય તેલની ભેળસેળ કરી શકાશે નહીં. સરકારે સરસવ તેલમાં અન્ય કોઈ તેલની ભેળસેળ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેને કારણે હવે સરસવના તેલની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે.

7. વાહન ને લગતાં.હવે વાહન ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાયસન્સ, RC, ઈન્સ્યોરન્સ, PUC જેવા ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નહીં રહે. હવે તમે ડિજિટલ પ્લેટફોર્મ પર ડોક્યુમેન્ટ દેખાડી શકો છો. તો આજથી હવે ટ્રાફિક દંડ, લાયસન્સ સહિતની તમામ કામગીરી ઓનલાઈન કરી શકો છો.8. ઇલેક્ટ્રોનિક ને લગતાં.આજથી હવે ટીવીની કિંમતોમાં વધારો થવાનો છે. આજથી ટીવીના ઓપન સેલ પર 5 ટકાનો ટેક્સ લાગશે. જેના લીધે ટીવીની કિંમતો 1500 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે.

9. આધાર કાર્ડ ને લગતાં.આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. આજથી તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકશો નહીં.10. પૈસા લેવડ દેવડ ને લગતાં.સરકારે વિદેશમાં પૈસા મોકલવા પર ટેક્સનો નિયમ બદલ્યો છે. હવે વિદેશમાં પૈસા મોકલવા પાર પાંચ ટકા ટીસીએસ લાગશે.સરકાર હજી ઘણાં નિયમો બદલવા જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here