Breaking News

આવું વૈભવી જીવન જીવે છે ગુજરાતી મુવીનાં સુપરસ્ટાર નરેશ કનોડિયા,તસવીરો જોઈ ચોંકી જશો…..

નરેશ કનોડિયા નામ આવતાં ની સાથેજ એક વસ્તુ તો સૌ કોઈ જાણી જતાંકે હવે મજા આવાની છે.નરેશ કનોડિયા એટલે ગુજરાતી સિનેમાના રજનીકાંત.મિત્રો આજે આપણે નરેશ કનોડિયા વિશે વાત કરવાના છીએ તેઓનું જીવન અત્યાર સુધી કેવું રહ્યું અને હાલમાં તેઓ શુ કરી રહ્યા છે.તે તમામ વાતો આજે આપણે જાણીશું.

મિત્રો નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટના રોજ થયો હતો.નરેશ કનોડિયા ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે.નરેશ કનોડિયાએ નાની ઉંમરથી ભાઈ મહેશ સાથે સ્ટેજ પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.નાના પણ થીજ તેઓનામાં એક એકટર દેખાતો હતો.ઍક્ટિંગ તેમની રગ રગમાં હતી.

મિત્રો વાત કરીએ તેમના વતન વિશેનીતો નરેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે.નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં.તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં.

હવે તમે વિચારી શકો છો કે તેઓ કેવા પરિવાર માં અને કઈ પરિસ્થિતિમાંથી આવે છે.નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ પણ છે જેમાં મહેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા તે સિવાય તેમને ત્રણ બહેનો નાથીબેન, પાની બેન તથા કંકુબેન છે.

ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં.આ ઘર હજી પણ નરેશ કનોડિયાએ યાદગીરી રીતે એમને એમ રાખ્યું છે.નરેશ કનોડિયા નું જીવન આસાન રહ્યું નથી જીવનમાં તેઓએ ખુબજ સંઘર્ષ કર્યો હતો.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ નરેશ કનોડિયા ના નામે અનોખો રેકોર્ડ પણ છે.વિદેશ પ્રવાસ કરનારી પહેલી ગુજરાતી જોડી હતી નરેશની 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી સ્ટાર છે.

જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય.તેમણે આફ્રિકા, અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.હાલમાં ઘણા કલાકારો બહાર જતાં હોય છે પરંતુ શરૂઆત નરેશ અને મહેશ દ્રારા કરવામાં આવી હતી.

કનોડિયા ના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી.જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે.ગુજરાતી ફિલ્મો માં એક પછી એક જોડીઓ ચાલતી આવી છે.

નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 40 કરતા વધુ વર્ષો સુધી કામ કર્યું અને એક પછી એક સફળ ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી પ્રજાને મનોરંજન પૂરુ પાડ્યું. નરેશ કનોડિયાએ તે સમયની ટોચની અભિનેત્રી સ્નેહલતા, રોમા માણેક અને સ્નેહલતા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું.

અને આ જોડીઓ હિટ રહી છે.આ સિવાય 1980 અને 90ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના અન્ય અભિનેતાઓ જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી.

કનોડિયા માત્ર ફિલ્મોમાં જ રસ નથી ધરાવતાં ફિલ્મો સિવાય રાજનીતિ ક્ષેત્રે પણ સફળ રહેલા નરેશ કનોડિયા વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરજણ વિધાનસભા બેઠકના સભ્ય રહી ચૂક્યા છે.અને ત્યારથી તેઓ ભાજપના સમર્થન માં ઘણી રેલીઓ અને સભાઓ પણ કરી ચુક્યા છે.

હાલમાં કનોડિયા ના રહેણાંક ની વાત કરીએ તો નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે.હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે.

હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.તેઓનો પરિવાર સાથે જ જોવા મળતો હોય છે.સામન્ય રીતે દરેક કલાકારો ને ભગવાન પ્રત્યે આસ્થા હોય છે જ તેમજ નરેશ કુળદેવીમાં રાખે છે.

વિશ્વાસ એક ઈન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે આજે પણ જ્યારે નવું કામ કરવાનું હોય કે પછી ઘરમાં સારો પ્રસંગ હોય તો તે જરૂરથી ગામમાં આવેલા હરસિદ્ધ માતાના પગે લાગવા જરૂરી થાય છે.અને તેઓ તેમને ખુબજ માને છે.આટલી બધી વાત કરીએ તેમાં તમને સૌથી અલગ શબ્દ કનોડિયા લાગ્યું હશે તો મિત્રો આવો જાણીએ કે આ કનોડિયા અટક કેમ રાખી.

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી.તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે.

આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી.અત્યારે ઘણા કલાકારો એ પોતાના ગામ નેજ પોતાની અટક બનાવી છે જેમાં ગમન ભુવાજી અને વિજય ભૂવાજી જેવા કલાકારો નું નામ છે.

About admin

Check Also

43 વર્ષનો પતિ 28 વર્ષની પત્નીની હવસનાં સંતોષી શક્યો તો પત્નીએ કર્યું આવું કાર્ય.

આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય …