નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર છે.સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું.
તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું.પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.
એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.તેમજ મિત્રો ચાલો વાત કરીએ અમદાવાદ ના મેયર વિશે જે 2 કરોડના ખર્ચે બંગલો બનશે.અમદાવાદના મેયરને બે વર્ષની અંદર અંદર ચાર માળનો નવો આલીશાન બંગલો રહેવા માટે મળશે. આ બંગલામાં તમામ આધુનિક સુવિધા, કોન્ફરન્સ રૂમ, મોટો ડાઈનિંગ રૂમ અને ગેસ્ટ રૂમ્સ હશે.
આ બંગલો મોટેભાગે સાબરમતિ રિવરફ્રન્ટ પર 2 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટીએ શુક્રવારે રજૂ કરેલા 6990 કરોડના બજેટમાં આ બંગલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અન્ય જાણકારી માં ગુજરાત અને અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે હાલ અમદાવાદના મેયર મેળાઓમાં અને પ્રેસકોન્ફરન્સમાં બિઝિ છે. મેંગોમેળામાં કોરોના વિશે મગનુ્ં નામ મરી પાડ્યા વિના કલટી મારી ગયેલ મેયરના માસ્ક વિનાના ફોટા ટ્વિટર પર પોસ્ટ કરાતા વિવાદનો મધપૂડો છેડાયો છે.
કોરોના સંકટ વચ્ચે મેયરે કર્યું જાહેરનામાનો ભંગ કર્યો છે. મેયરે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ તોડ્યો છે. મેયર બીજલ પટેલ જાહેરમાં માસ્ક વિના જોવા મળ્યા છે.પીપીઇ કીટનું અનુદાન મેળવતી વખતે મેયરે નિયમનો ભંગ કર્યો છે. મેયરના માસ્ક વિનાના ફોટો એએમસી ના ટ્વીટર પર પોસ્ટ કર્યા છે.લૉ ગાર્ડન વિસ્તાર છે હાલનો બંગલો.અત્યારે મેયરનો બંગલો લૉ ગાર્ડન વિસ્તારમાં છે. બે માળના આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડરૂમ, હૉલ, નાની ઑફિસ અને રસોડુ આવેલુ છે. પહેલા ફ્લોર પર બે બેડરૂમ છે.
60 વર્ષ જૂનો આ બંગલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ટ્રાન્સપોર્ટ મેનેજરના સત્તાવાર ઘર તરીકે બનાવવામાં આવ્યો હતો પરંતુ 1980થી આ બંગલામાં શહેરના મેયરો જ રહે છે.આજે ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને ભાવનગરના મેયર અને નવી ટર્મના સદસ્યોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિજલ પટેલને અમદાવાદના મેયર, ડો.જગદીશ પટેલને સુરતના અને મનહર મોરીને ભાવનગરના મેયર નિમણૂંક કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે બીજલબહેન પટેલની નિમણૂક થઈ છે.
બીજલ બહેન પટેલ પાલડીથી કોર્પોરેટર છે. ગૌતમ શાહની અઢી વર્ષના મેયરની ટર્મ પૂર્ણ થતા આજે નવા મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના મેયર સહિતના પાંચ પદ પર નવા ચહેરા મુકાયા છે. શહેરના ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમુલ ભટ્ટ, શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહ નિમાયા છે.જ્યારે રાજુ ઠાકોરને દંડક બનાવવામાં આવ્યા છે.આ સુવિધાનો અભાવ.હાલમાં મેયરનો જે બંગલો છે તેમાં કોન્ફરન્સ રૂમ નથી તેથી મીટીંગ યોજવામાં અને વીઆઈપી મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં મુશ્કેલી પડે છે.
નવા ઘરમાં મોટો ડાઈનિંગ હૉલ હશે જેથી ખાસ મહેમાનોના માનમાં અહીં રિસેપ્શન ગોઠવી શકાશે. આ ઉપરાંત તેમાં મહેમાનો માટે ખાસ બેડરૂમની વ્યવસ્થા હશે.સુરતનાં નવા મેયરની પણ આજે જાહેરાત કરાઈ છે. જેમાં ડૉ.જગદીશ પટેલને સુરતના નવા મેયર બનાવાયા છે. તો ડેપ્યૂટી મેયર તરીકે નીરવ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનિલ ગોપલાણીની વરણી કરાઈ છે. ભાવનગરના નવા મેયર તરીકે મનહર મોરીના નામની જાહેરાત કરાઈ છે. તેમજ ડેપ્યૂટી મેયર તરીકે અશોક બારૈયાની નિમણૂંક કરાઈ છે.
યુવરાજસિંહ ગોહિલને ભાવનાગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ છે.હવે પછીના મેયર રહી શકશે.લૉ ગાર્ડનમાં હાલમાં જે બંગલો છે તેને કારણે મેયરને ઘરેથી કામ કરવું હોય અથવા તો ઈમર્જન્સીની કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તકલીફ પડે છે. આ અંગે ટિપ્પણી કરતા મેયર ગૌતમ શાહે જણાવ્યું, અત્યારનો બંગલો ઘણો જૂનો છે અને તેમાં વિદેશથી આવતા મહેમાનોની આગતાસ્વાગતા માટે પૂરતી સુવિધા નથી. નવુ ઘર બે વર્ષમાં તૈયાર થઈ જશે અને શહેરના હવે પછીના મેયર તેમાં રહી શકશે.
ત્યારબાદ અન્ય માહિતીમાં આપણે ત્યાં તંત્ર કઈ રીતે ચાલે છે તેની તો કદાચ ભગવાનને પણ ખબર પડે નહીં, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ચિત્રકુટ ટવીન્સ બંગલોમાં શરૂ થઈ રહેલી એક પ્રી સ્કૂલ સામે સ્થાનિકોનો વિરોધ છે અને રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તી થઈ શકે નહીં તેવી ફરિયાદ સ્થાનિકો દ્વારા પોલીસ સહિત અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનને લેખિતમાં કરી છે. આમ સ્થાનિકોની ફરિયાદ ઉપર કાર્યવાહી કરવાની તો બાજુ ઉપર રહી પણ રવિવારે તા 7મીના રોજ ખુદ મેયર બીજલ પટેલ જ આ સ્કૂલનું ઉદ્દઘાટન કરવા આવી રહ્યા છે.
આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકો મેયર બીજલ પટેલને કાળા વાવટા દેખાડવાનો કાર્યક્રમ રાખ્યો છે.વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ચિત્રકુટ ટવીન્સ બંગલા નંબર 3-4 ના માલિકો ભાવના પંડિત અને શ્વેતલ પંડિત હાલમાં મુંબઈ રહે છે તેમના બંન્ને બંગલાઓ ખાલી છે. તા 8 ઓકટોબર 2017ના રોજ સોસાયટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો કે બંગલાના સદસ્યો પોતાની મિલ્કત કોઈ પણ ધંધાકીય ઉપયોગ માટે ભાડે આપી શકશે નહીં.આ ઉપરાંત પેઈંગ ગેસ્ટ તરીકે પણ મકાન આપી શકાશે નહીં.
આમ છતાં અગાઉ આ મિલ્કતોમાં પેઈંગ ગેસ્ટ રાખવામાં આવ્યા હતા. સોસાયટી દ્વારા આ બંન્ને બંગલાના માલિકને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે તમે તમારી મિલ્કત સુપરવીગ્સ પ્રી સ્કૂલને ભાડે આપી છે આ મિલ્કત ભાડે આપતા અગાઉ સોસાયટીના ઠરાવ પ્રમાણે તમે મંજુરી અને એનઓસી પણ લીધી નથી.સ્કૂલને કારણે સોસાયટીના સભ્યોને પાર્કિગ સહિતની અનેક સમસ્યાનો સામનો કરવો પડશે તેની તાકીદ કરવામાં આવે છે
તમારે આ નોટિસનું પાલન કરી ધંધાકીય હેતુથી તમારી મિલ્કત ભાડે આપવી નહીં, સોસાયટી દ્વારા આ મામલે વસ્ત્રાપુર પોલીસ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રીગેડને પણ જાણ કરી રહેણાંક વિસ્તારમાં શરૂ થઈ રહેલી સ્કૂલને બંધ કરાવવા લેખિત રજુઆત કરી છે, પરંતુ આશ્ચર્ય તે બાબતનું છે કે રહેણાંક વિસ્તારનો ઉપયોગ ધંધાકીય રીતે થતો હોવાને કારણે તે અંગે પગલાં લેવાને બદલે રવિવારે આ સ્કૂલનું ઉદ્દઘાટન કરવા અમદાવાદના મેયર બીજલ પટેલ આવી રહ્યા છે અને તેના આમંત્રણ પત્રિકા પણ વહેચાઈ ગઈ છે.
જેના કારણે સ્થાનિકોમાં રોષ છે અને તેમણે મેયર બીજલ પટેલ સામે કાળા વાવટા દેખાડી પોતાનો વિરોધ વ્યકત કરવાનો નિર્ણય લીધો છે.હાલમાં પ્રી સ્કૂલ શરૂ કરવા માટે કોઈ પણ સ્તરે મંજુરીની જરૂર નથી જેના કારણે રાફડાની જેમ પ્રી સ્કુલો શરૂ થઈ ગઈ છે મોટા ભાગની પ્રી સ્કૂલ રહેણાંક વિસ્તારમાં અને ખાસ કરી બંગલામાં ચાલી રહી છે, પણ આ અંગે કોઈ કાયદો નહીં હોવાને કારણે પ્રી સ્કૂલને રોકી શકાતી નથી પરંતુ રહેણાંક વિસ્તારમાં સ્કૂલ શરૂ થાય તો પાર્કિગ જેવી સુવિધાના અભાવ હોવાને કારણે તંત્ર તેમને રોકી શકે છે
પરંતુ તંત્રને તે દિશામાં કોઈ કાર્યવાહી કરતુ નથી.આ જ રીતે પેઈંગ ગેસ્ટ પણ અનેક રહેણાંક વિસ્તારમાં ચાલી રહ્યા છે. જેમાં માત્ર પેઈંગ ગેસ્ટ કોણ છે તેની નોંધણી જ પોલીસમાં કરાવવાની હોય છે પરંતુ પરિવાર સાથે રહેતા ફલેટ અને બંગલામાં પેઈંગ ગેસ્ટ હાઉસ શરૂ થતાં સ્થાનિકોને અનેક તકલીફો પડી રહી છે, અને આ પ્રકારના ગેસ્ટ હાઉસ શરૂ નહીં કરવા વિવિધ સોસાયટીઓ દ્વારા ઠરાવ પણ કરવામાં આવ્યા છે
છતાં માથા ભારે મકાન માલિકો ઠરાવને ગણકાર્યા વગર ગેસ્ટ હાઉસ ચલાવે છે અને સોસાયટી તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકતી નથી કારણ આ પ્રકારના કેસમાં દિવાની દાવો કરવો પડે અને મહિનાઓ સુધી કોર્ટમાં જવું પડે છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.