આવા આલીશાન મહેલમાં રહે છે બ્રિટેનની રાણી, અંદરની તસવીરો જોઈ અક્કલ કામ નહીં કરે.

0
20

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજાનું લંડન ખાતેનું સત્તાવાર નિવાસસ્થાન છે.વેસ્ટમિન્સ્ટર શહેરમાં આવેલો આ મહેલ રાજ્યના પ્રસંગો અને રાજકીય આગતાસ્વાગતા માટે ઊભો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ઉજવણી અને કટોકટીના સમય વખતે બ્રિટનના લોકો માટે આ મહેલ રેલીનું સ્થળ રહ્યો છે.બ્રિટનની રાજગાદી ક્વીન એલિઝાબેથ સંભાળી રહ્યાં તેઓ બકિંગહામ પેલેસ ખાતે રહે છે.બ્રિટનના રોયલ પરિવારનો બકિંઘમ પેલેસ પણ દુનિયાની સૌથી સુંદર અને મોટો રોયલ પેલેસ માનવામાં આવે છે.

લંડન સ્થિતિ બકિંગહામ પેલેસ મહારાણીનું ઓફિશિયલ પેલેસ છે. 1703માં ‘ડ્યૂક ઓફ બકિંગહામ’એ ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં આ ટાઉનહાઉસનું નિર્માણ કરાવ્યું હતું.1761માં કિંગ જ્યોર્જ ત્રીજાએ પોતાના કબજામાં લઈ લીધો અને 19મી સદી સુધી આ રોયલ મહેલ તરીકે જાણીતો બન્યો હતો.આ સુંદર મહેલને પ્રજ્વલિત કરવા માટે અંદાજે 40 હજાર લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.પેલેસમાં કુલ 1514 દરવાજા અને 760 બારી છે, તો 350 તો ઘડિયાળો લગાવવામાં આવી છે.

બકિંગહામ પેલેસની બાલકની દુનિયાભરમાં જાણીતી છે, કારણ કે આ જ બાલકનીમાંથી રોયલ ફેમિલી દરેક નાના-મોટા તહેવારોમાં લોકોનું અભિવાદન કરે છે.1851માં પ્રથમ વખત ક્વિન વિક્ટોરિયા બાલકનીમાંથી લોકોનું અભિવાદન કરવાની શરૂઆત કરી હતી. પેલેસમાં હેલિકોપ્ટર લેન્ડિંગ માટે હેલિપેડથી લઈને એક તળાવ અને એક ટેનિસ કોર્ટની પણ સુવિધા છે.પેલેસમાં પોતાનું પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ અને સિનેમા હોલ છે.

આજના મહેલનાં મહત્વના ભાગો વડે બનેલી ઇમારત આરંભમાં બકિંગહામ હાઉસ તરીકે ઓળખાતી હતી જે 1703માં બકિંગહામના ઉમરાવ માટે બનાવવામાં આવેલું ટાઉનહાઉસ હતું અને આ ઇમારત લગભગ 150 વર્ષ સુધી ખાનગી માલિકી હેઠળ રહેલા સ્થળે બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1761માં તેને જ્યોર્જએ આ સ્થળને રાણી ચારલેટના ખાનગી નિવાસસ્થાન તરીકે મેળવ્યું અને તે રાણીના ઘર તરીકે ઓળખાતું હતું.

19મી સદી દરમિયાન તેમાં ફેરફાર કરવામાં આવ્યો, મુખ્યત્વે આર્કિટેક્ટ જોન નૅશ અને એડવર્ડ બ્લોર દ્વારા વચ્ચેના આંગણની આસપાસ ત્રણ ભાગ બનાવીને ઇમારતને વધુ મોટી બનાવવામાં આવી. આખરે 1837માં રાણી વિક્ટોરિયાની રાજપ્રાપ્તિ વખતે બકિંગહામ પેલેસ બ્રિટિશ રાજાનો સત્તાવાર શાહી મહેલ બન્યો. 19મી સદીના અંતભાગમાં અને 20મી સદીના આરંભમાં, ઇમારતના માળખામાં છેલ્લો મહત્વનો વધારો કરવામાં આવ્યો જેમાં પૂર્વતરફના મોખરાના ભાગનો સમાવેશ થાય છે.

જે એ પ્રખ્યાત ઝરૂખો ધરાવે છે કે જ્યાં શાહી પરિવાર બહાર ઉભેલી ભીડના અભિવાદન માટે ભેગો થાય છે. જો કે, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના બોમ્બને લીધે મહેલનું દેવઘર નાશ પામ્યું હતું; તે સ્થળે રાણીની ગૅલેરી બનાવવામાં આવી અને 1962માં તેને લોકો માટે શાહી સંગ્રહની કલાકૃતિઓના પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી.19મી સદીના આરંભની ઇન્ટીરિયર મૂળ રચનાઓ પૈકીની ઘણી હજું પણ જળવાયેલી છે.

જેમાં બહોળો વપરાશ ધરાવતા ઉજ્જવળ રંગોભર્યા સ્કાગ્લિયોલા અને સર ચાર્લ્સ લોન્ગની સલાહના આધારે બનાવાયેલા વાદળી તથા ગુલાબી લેપિસનો સમાવેશ થાય છે. રાજા એડવર્ડ સાતમાંની દેખરેખ હેઠળ બેલે ઇપોક ક્રીમ અને સોનેરી રંગ વડે આ મહેલની પુનઃસજાવટની આંશિક કામગીરી થઇ હતી. મહેલના નાના સ્વાગત ખંડો ચીનની રિજન્સી શૈલીમાં સજાવવામાં આવ્યા છે જેનું રાચરચીલું અને ફિટીંગ્સ બ્રાઇગ્ટન ખાતે આવેલું રોયલ પૅવેલિયન તેમજ કાર્લટન હાઉસ ખાતેથી લાવવામાં આવ્યા છે. બકિંગહામ પેલેસનો બગીચો એ લંડનમાં આવેલો સૌથી વિશાળ ખાનગી બગીચો છે.

આ મહેલના સમર ઓપનિંગના ભાગરૂપે, પ્રત્યેક વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મોટાભાગના હિસ્સા દરમિયાન સત્તાવાર અને રાજ્ય સ્વાગત માટે વપરાતા સ્ટેટ રૂમ જાહેર જનતા માટે ખુલ્લાં રહે છે.મધ્ય યુગમાં, બકિંગહામ પેલેસનું સ્થળ મેનોર ઓફ એબરી (ઇયા તરીકે પણ ઓળખાય છે)ની મિલકતનો એક ભાગ હતું. આ સ્થળની છિદ્રાળ અને પોચી જમીનને ટાયબર્ન નદીનું પાણી સિંચતું હતું જે હજુ પણ આંગણા અને મહેલના દક્ષિણ ભાગ નીચેથી થઇને વહે છે.આ નદીને જ્યાં ગાયની પીઠ પર બેસીને પાર કરી શકાય તેવા છીછરાં સ્તરે વહે છે તે સ્થળે આઈ ક્રોસ ગામ વિકસ્યું.

આ સ્થળની માલિકીમાં ઘણીવાર પરિવર્તન થયા; જેના માલિકોમાં સૅક્સન સમયગાળાના ઉત્તરાર્ધમાં આવેલા એડવર્ડ ધ કન્ફેસર અને તેની રાણી કેનસોર્ટ એડિથ ઓફ વૅસેક્સ તથા નોર્મન વિજય બાદ આવેલા વિલિયમ ધ કોન્કરરનો સમાવેશ થાય છે. વિલિયમે આ સ્થલ જ્યોફ્રે દ મેન્દેવિલને આપ્યું, જેણે તેને વૅસ્ટમિન્સ્ટર એબીના સાધુઓને વારસામાં આપી દીધું.આ મહેલનું માપ 108 મીટર ગુણ્યાં 120 મીટરનું છે, તે 24 મીટરની ઊંચાઇ અને 77,000 ચોરસ મીટર (828,818 ચોરસફીટ)ની ભોંયતળિયાની જગ્યા ધરાવે છે. આ મહેલની પાછળના પશ્ચિમમુખી બગીચાની પાછળ મુખ્ય ઓરડાઓ પિયાનો નોબાઇલ ધરાવતા હતા.

અત્યંત અલંકૃત સ્ટેટ રૂમ્સની મધ્યમાં સંગીત કક્ષ છે, આ ભાગની મુખ્ય વિશેષતા તેની વિશાળ કમાન છે. સંગીત કક્ષની પડખે વાદળી અને સફેદ રંગમાં રંગાયેલા ઓરડાઓ છે. આ ઓરડાની મધ્યમાં, પિક્ચર ગૅલેરી આવેલી છે જે સ્ટેટ રૂમ સાથે સાંકળતી પરસાળની ભૂમિકા ભજવે છે, આ ગૅલેરી ટોપ-લિટ અને 55 વાર (50 મીટર) લાંબી છે.આ ગૅલેરી વિખ્યાત કલાકૃતિઓ છે જેમાં રેમ્બ્રાન્ડ, વૅન ડાયેક, રુબેન્સ અને વેર્મિઅરની કૃતિઓનો સમાવેશ થાય છે, પિક્ચર ગૅલેરીમાં થઈને થ્રોન રૂમ અને ગ્રીન ડ્રોઇંગ રૂમમાં જવાય છે.

ગ્રીન રૂમ જે છે તે થ્રોન (તાજ) રૂમમાં પ્રવેશવા માટેના વિશાળ પ્રવેશદ્વારની પણ ગરજ સારે છે, અને તે ગ્રાન્ડ સ્ટેરકેસ (દાદરા)ની ઉપર આવેલા ગાર્ડ રૂમથી રાજગાદી ઓરડા સુધી જવા માટેના ઔપચારિક માર્ગનો હિસ્સો છે.ગાર્ડ રૂમમાં રાણી વિક્ટોરીયા અને પ્રિન્સ આલ્બર્ટની આરસપહાણમાંથી બનેલી મૂર્તિઓ છે, જે રોમન પહેરવેશમાં છે. આ મૂર્તિઓ એક ઓટલા પર છે જેની પાછળની ભીંત પર નકશીદાર કાપડ છે. આ ઔપચારિક ઓરડાઓ સત્તાવાર અને ઔપચારિક મનોરંજન કાર્યક્રમ માટે જ વપરાય છે, પરંતુ આ ઓરડાઓ દર વર્ષે ઊનાળામાં જાહેર જનતા માટે ખુલ્લાં રહે છે.

સ્ટેટ એપાર્ટમેન્ટ્સની બરોબર નીચે ગ્રાન્ડ રૂમથી સ્હેજ ઉતરતી કક્ષાનો ઓરડો આવેલો છે જે સેમી-સ્ટેટ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. આ ઓરડાઓની શરૂઆત આરસપહાણના હોલથી શરૂ થાય છે, આ ઓરડાઓ બપોરના ભોજન અને ખાનગી લોકોના ઓછાં ઔપચારિક મનોરંજક કાર્યક્રમો માટે વપરાય છે. કેટલાક રૂમોને ખાસ મુલાકાતીઓનું નામ આપીને અંલકૃત કરવામાં આવ્યો છે.

દાખલા તરીકે 1844 રૂમ , આ નામ એ વર્ષ પરથી આપવામાં આવ્યું છે જે વર્ષે રશિયાના સમ્રાટ નિકોલસ પહેલાએ સત્તાવાર મુલાકાત લીધી હતી, બો રૂમની બીજી બાજુએ 1855 રૂમ આવેલો છે, આ નામ ફ્રાન્સના નેપોલિયન ત્રીજાની મુલાકાતના માનમાં આપવામાં આવેલું છે.આ ઓરડાની મધ્યમાં બો રૂમ આવેલો છે, દર વર્ષે આ રૂમમાં થઈને પેલી તરફ આવેલા બગીચામાં રાણીની ગાર્ડન પાર્ટીઓમાં સેંકડો મહેમાનો જતા હોય છે.ઉત્તર ભાગમાં આવેલા ઓરડાઓ પૈકીના એક નાના રૂમનો રાણી અંગતપણે ઉપયોગ કરે છે.