આટલી મોંઘીદાટ વેનિટિ વાન મા ફરવાનું પસંદ કરે છે અજય દેવગણ, તસવીરો જોઇને તમે પણ અચક પામી જશો……

0
185

આજના આ સમયમાં કારના ઘણા લોકો શોખીન હોય છે પોતાનો શોખ પણ કંઈક અલગ જ હોય છે. એવા શોખ હોય છે કે કાર જોતા જો પસંદ આવી જાય તો તે ગમે તેટલી કિંમતી હોય પરંતુ ખરીદી કરી નાખે છે. બોલીવુડમાં પણ એવા ઘણા સ્ટાર છે જેમની પાસે અલગ અને એક અનોખી કાર છે અને તે લોકો કારની સંભાળ પણ સારી રીતે રાખે છે.બોલિવૂડ એક્ટર અજય દેવગન પાસે આમ તો એકથી એક ચડિયાતી વસ્તુઓ છે. ‘સિંઘમ’ પાસે લેવિસ બંગલો અને અનેક કિંમત કાર્સ છે. જોકે અજય દેવગન પાસે એક વસ્તુ એવી છે જે બીજાથી સાવ અલગ છે.

આ વસ્તુ એટલે તેની વેનિટી વેન. અજય દેવગનની વેનિટી વેનની ડિઝાઈન એકદમ અલગ છે. બહારથી જેટલી ભવ્ય લાગે છે એટલી જ અંદરથી લક્ઝુરિયર્સ છે. તો આવો જાણીએ અજયની આ વેનિટી વેનમાં શું ખાસ છે.શુટિંગ દરમિયાન અજયને ઘણી ભાગદોડ કરવી પડે છે માટે તેમની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વેનિટી વેનની ડિઝાઈનમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી અજયને ઘરથી બહાર શૂટિંગ પર કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

આ વેનિટી વેન બહારથી એટલી સુંદર ડિઝાઇન કરવામાં આવી છે અને અંદર તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ વેનિટી વેનની ડિઝાઈનને ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાવી છે. વેનિટી વાનને સ્પોર્ટ્સ લૂક આપવામાં આવ્યો છે.

જેથી જોવામાં અન્ય વેનિટી વાન કરતાં સાવ અલગ જ લાગે છે અજય દરરોજ પોતાને ફિટ રાખવા માટે જિમ કરે છે પરંતુ શુટિંગ દરમિયાન ત્યાં જીમની સુવિધા હોતી નથી અને અજયની ફિલ્મો એક્શન સીન હોય છે.માટે તેણે સતત ફીટ રહેવું પડે છે. આથી તેની વેનિટી વેનમાં જ જીમની ફેસિલીટી ઉભી કરવામાં આવી છે. ‘સિંઘમ-2’ ના શૂટિંગ દરમિયાન અજયે વેનિટી વેનમાં જ જીમ કરતો જોવા મળ્યો હતો.ઘણી વાર અજય દેવગણ શુટિંગ દરમિયાન થાકી જાય તો આ વેનિટી વેનમાં આરામદાયક ચેર, બેડ ઉપરાંત મોટી સ્ક્રીન સાથે ટીવી પણ ઉપલબ્ધ છે જેમાં તમે આરામ કરી શકો છો હરીફરી શકો છો.

આ વાનમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં અજયની આ વેનિટી વેનમાં એક કીચન પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં સ્ટારને મનપસંદ ફૂડ તૈયાર કરવામાં આવે છે.આ કિચન એટલું સુંદર છે કે ત્યાં ફૂડ બનાવવાની મજા જ કંઇક અલગ છે.આમ તો આવી વાનનું ડિઝાઇન ભારતની અને વિદેશની ઘણી કંપનીઓ કરે છે પરંતુ અજય પોતાની લાઇફસ્ટાઇલ અને શુટિંગ દરમિયાન કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે તેમને ગુજરાતી ડિઝાઈનર દિલીપ છાબરાએ અજય દેવગનની આ વેનિટી વેની ડિઝાઈન કરી છે.