આલિયા એ ખુદ બતાવ્યું ખુદનો કરોડોનો આલીશાન બંગલો, અંદરની તસવીરો જોઈ અચક પામી જશો.

0
14

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોની એક્ટિંગથી લોકોના દિલમાં રાજ કરી રહી છે. તાજેતરમાં જ આલિયાએ પોતાની યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી છે. જી હા, આ વિશે આલિયાએ જાણકારી આપતા કહ્યુ કે, ”હું હવે પોતાની યૂ-ટ્યૂબ ચેનલ લોન્ચ કરી રહી છું. હું ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરની દુનિયા થી દૂર, યૂ-ટ્યૂબની દુનિયામાં આવી રહી છું.”આલિયાએ પોતાની ચેનલ લોન્ચ કરતાની સાથે જ તેમાં 13 કરોડથી વધુ કિંમતના મુંબઇના એપાર્ટમેન્ટનો વીડિયો શૅર કર્યો છે.

આ વીડિયોમાં આલિયાએ જૂહુના પોશ વિસ્તારમાં સ્થિત પોતાના નવા ફ્લેટ વિશે જાણકારી આપી રહી છે. આલિયાએ શુક્રવારે પોતાના મૂવિંગ ડે બ્લોગ અપલોડ કરતા કેપ્શન લખ્યુ કે, ”અરે દોસ્તો આ વીડિયોમાં મને પોતાના ઘરમાં જુઓ, અહીંયા શિફ્ટ થવાની સમગ્ર પ્રક્રિયાનો અનુભવ શાનદાર રહ્યો.”આલિયા આ વીડિયોમાં જણાવે છે કે, પોતાના ઘરથી બહાર જવું મારા માટે ખાસ અનુભવ રહ્યો, કારણ કે આ પહેલીવાર હતુ જ્યારે હું પોતાના ઘરથી દૂર જઇ રહી હતી.

શરૂઆતમાં હું એકલા જ રહેવાનું વિચારી રહી હતી, પછી મેં બહેનને સાથે લઇ જવાનો નિર્ણય કર્યો અને તે ખુશી-ખુશી રાજી થઇ ગઇ. તેણે પાર્ટ ટાઈમ મારી સાથે અને પાર્ટ ટાઈમ મમ્મી સાથે રહેવાનો નિર્ણય કર્યો. જણાવી દઇએ કે, આલિયાએ આ ફ્લેટને 2017માં ખરીદ્યો હતો અને પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે રહેતી હતી. આલિયા ભટ્ટ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં બિઝી છે. તેમાં આલિયા સાથે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને મૌની રોય જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.

આલિયા ભટ્ટ હાલના સમયમાં સૌથી વધુ પૈસા કમાવા વાળી હિરોઈનો માંથી એક છે અને સૌથી વધુ કમાણી કરનારી હિરોઈન છે આલિયા ભટ્ટ. આવો અમે તમને તેની વાર્ષિક આવક વિષે જણાવીએ. સૌથી વધુ કમાણી કરનારી હિરોઈન છે આલિયા ભટ્ટ. બોલીવુડ હિરોઈન આલિયા ભટ્ટ ફિલ્મોને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે.

અને હાલમાં જ તેની ફિલ્મ ગલી બોયને ભારત તરફથી ઓસ્કારમાં પણ મોકલવામાં આવી હતી, તે વાત અલગ છે કે તે ફિલ્મ રેસ માંથી બહાર થઇ ગઈ પરંતુ છતાં પણ તે સૌની ફેવરીટ ફિલ્મ બની ગઈ છે. વર્ષ ૨૦૧૯માં આંકડાની વાત કરીએ તો આલિયા ભટ્ટ સૌથી વધુ કમાણી કરનારી હિરોઈન બની ગઈ છે. ફોર્બ્સ મુજબ ટોપ સેલીબ્રેટીઝમાં આલિયા ભટ્ટનું નામ ૮માં સ્થાન ઉપર છે પરંતુ માત્ર હિરોઈનની વાત કરીએ તો તેનું નામ ટોપ ઉપર છે.

ફોર્બ્સ મુજબ, આલિયા ભટ્ટે વર્ષ ૨૦૧૯માં ૫૯.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને વર્ષ ૨૦૧૮માં તે આ લીસ્ટમાં ૧૨માં સ્થાન ઉપર હતી જેમાં તેમણે ૫૮.૮૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ ૨૦૧૯માં આલિયાની બે ફિલ્મો રીલીઝ થઇ જેમાં રણવીર સિંહ સાથે ગલી બોય અને વરુણ ધવન સાથે કલંક હતી. ગલી બોયને બોક્સ ઓફીસ ઉપર સારા રીવ્યુ મળ્યા તો કલંકને ખાસ ઉપલબ્ધી ન મળી. હિરોઈન આલિયાની અભિનય સાથે સાથે લેન, ફ્રૂટી, ઉબર ઇટ્સ અને ફ્લીપકાર્ટ જેવી મોટી કંપનીઓ માંથી પણ આવક થાય છે.

અને બીજી હિરોઈનની વાત કરીએ તો આલિયા પછી દીપિકા પાદુકોણ ૧૦માં સ્થાન ઉપર આવે છે. ૧૪માં સ્થાન ઉપર પ્રિયંકા ચોપડા. ૨૩માં સ્થાન ઉપર કેટરીના કેફ અને ૨૮માં સ્થાન ઉપર શ્રદ્ધા કપૂરનું નામ નોંધાયેલું છે. આલિયા ભટ્ટની આવનારી ફિલ્મો બ્રહ્માસ્ત્ર અને ગંગુબાઈ છે અને બંને જ ફિલ્મો લગભગ પૂરી થવાની છે. આલિયાએ ત્રણ વર્ષથી ફોર્બ્સ લીસ્ટમાં સ્થાન જાળવ્યું છે તે ૨૦૧૭માં તે ૨૧માં સ્થાન ઉપર હતી.

આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ.વર્ષ ૨૦૧૨માં કરણ જોહરે ત્રણ કલાકારો સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ યરથી લોન્ચ કરવામાં આવી હતી. આલિયા ભટ્ટની કારકિર્દી ત્યારપછી જોરદાર ચાલી. આલિયાએ આ ફિલ્મ પછી હમ્પટી શર્માની દુલ્હનિયા, કપૂર એંડ સંસ, બદ્રીનાથ કી દુલ્હનિયા, ડીયર જિંદગી, રાજી, કલંક, ગલી બોય જેવી કમાલની ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયા ભટ્ટને આ દરમિયાન ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે અને ત્યારપછી તે દરેકની ફેવરીટ હિરોઈન બની ગઈ. તેની પાસે સંજય લીલા ભણશાલીની એક બીજી ફિલ્મ છે જેનું ટાઈટલ હજુ સુધી નક્કી નથી થયું.

આલિયા ભટ્ટે સૌપ્રથમ બોલીવુડ ની અંદર સ્ટુડન્ટ ઓફ ધ યર પિક્ચર થી પોતાનું પદાર્પણ કર્યું હતું. અને તેમાં તેને શાનદાર અભિનય પણ કર્યો હતો અને આ પીકચર થી તેણે બોલિવૂડની અંદર પોતાનું એવડું મોટું નામ કમાઈ લીધું હતું કે બોલીવુડની કોઈપણ પિક્ચર તેની સાથે બનાવવામાં આવે એટલે તે હિટ જ નીવડે. અને આલિયા ભટ્ટે પોતાના દરેક પિક્ચર માટે એટલી બધી મહેનત પણ કરી છે કે જેથી કરીને તેને પોતાની પૂરતી રકમ પણ મળી રહે.

એક વેબસાઈટ ઉપર કરવામાં આવેલા સર્વે ઉપરથી જાણવા મળ્યું છે કે, આલિયા ભટ્ટ આજે દરરોજના એક લાખ રૂપિયા કમાઈ રહી છે. જો આલિયા ભટ્ટ ની કુલ સંપતિ વિશે વાત કરવામાં આવે તો આ વેબસાઇટ અનુસાર આલિયા ભટ્ટ પાસે હાલમાં ૨૫ કરોડની પ્રોપર્ટી એટલે કે ૨૫ વર્ષની આલિયા ભટ્ટે દર વર્ષે એક કરોડ રૂપિયાની માલિક બનતી રહી હતી.

આ વેબસાઈટના સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે તેણે એક બ્રાન્ડના પ્રમોશન માટે 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેણે આ બ્રાન્ડ ની એડવેટાઈજ નું શૂટિંગ કરવા માટે એક દિવસના આટલા રૂપિયા મળતા હતા. આથી જો આલિયા ભટ્ટ ની હાલની કુલ સંપત્તિનો અંદાજો લગાવવામાં આવે તો તે દરરોજના અંદાજે રૂપિયા એક લાખ કમાય છે. અને હાલમાં આલિયા ભટ્ટ અનેક પ્રકારની કંપનીઓનું એડવર્ટાઇઝીંગ પણ કરે છે. અને અનેક કંપનીઓ ની ફ્રેન્ચાઇઝી પણ રાખેલી છે જેમાંથી તેને ધુમ રૂપિયા મળે છે.

15 માર્ચ, 1993 ના રોજ મુંબઈમાં જન્મેલી આલિયા ભટ્ટ 27 વર્ષની થઇ ચુકી છે. જન્મદિસવના મૌકા પર આલિયાની અમુક તસ્વીરો પણ સામે આવી હતી જેમાં તે પોતના જન્મદિસવની ઉજવણી કરી રહી હતી. આલિયાએ બાળ કલાકારના સ્વરૂપે ફિલ્મ ‘સંઘર્ષ’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે એક અભિનેત્રીના સ્વરૂપે તે વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર માં જોવા મળી હતી. મળેલી જાણકારીના આધારે આલિયાની પાસે 10 મિલિયન ડૉલર એટલે કે 74 કરોડની સંપત્તિ છે.

આલિયા ભટ્ટની પાસે મુંબઈમાં જુહુ વિસ્તારમાં એક શાનદાર બંગલો છે. જે 2300 વર્ગફુટમાં ફેલાયેલો છે અને આ ઘરની કિંમત 13.11 કરોડ રૂપિયા છે. રિપોર્ટના આધારે આલિયાએ એપાર્ટમેન્ટ માટે 65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. આલિયાના એપાર્ટમેન્ટની સાથે બે પાર્કિંગ એરિયા પણ ઉપલબ્ધ કરાવેલા છે.

રિપોર્ટના અનુસાર આલિયાની આ સંપત્તિમાં ત્રીજો નિવેશ છે. તેની પેહલા તે વર્ષ 2015 માં આજ સોસાયટીમાં અનુપમ ખેર પાસેથી બે ફ્લેટ પણ ખરીદી ચુકી હતી. જેમાં એકની કિંમત 5.16 કરોડ અને બીજાની કિંમત 3.83 કરોડ છે. આલિયાના આ ઘરને ડાયરેક્ટર વિકાસ બહલની પત્ની રિચા બહલે ડિઝાઇન કર્યો છે.

આલિયા ભટ્ટ મોંઘી ગાડીઓની પણ ખુબ જ શોખીન છે. આલિયાએ માર્ચ 2015 માં પોતાના માટે એક બ્લેક ઓડી A6 કાર ખરીદી હતી જેની કિંમત 55 લાખ રૂપિયા છે. તેની ગાડીનો નંબર તેના જન્મદિસવની તારીખને મળતો આવે છે.ગાડીનો નંબર MH-02 DW 1500 છે. તેના સિવાય આલિયા પાસે ઓડી ક્યૂ 5(55 લાખ), રેંજ રોવર(70 લાખ) અને બીએમડબ્લ્યુ(1.32 કરોડ) ગાડીઓ છે. આલિયા મોટાભાગે Hermes અને Kelly બ્રાન્ડ્સના બૈગ્સની શોખીન છે. આ બૈગની કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ છે.

આલિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી વર્ષના 3.6 કરોડની કમાણી કરે છે. આલિયાની પાસે કોકા કોલા, સ્ટેન્ડર્ડ ફૈન, ફિલિપ્સ, કોર્નેટો, ગાર્નિયેર, મેક માય ટ્રીપ અને ફ્રૂટી જેવા બ્રાન્ડની જાહેરાતો છે. આલિયાએ 6 કરોડ જેટલા રૂપિયા પર્સનલ નિવેશ માટે પણ રાખ્યા છે.વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ આલિયા સડક-2, ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર અને RRR ફિલ્મમાં દમદાર અભિનય કરતી જોવા મળશે. ફિલ્મોના સિવાય આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.