Breaking News

આખા વિશ્વમાં એકમાત્ર અંબાજી જ એવું શક્તિ પીઢ છે જ્યાં આરતી દરમિયાન એક મિનિટનો વિરામ લેવાય છે જાણો તેની પાછળનું કારણ….

આપણા દેશમાં ઘણા બધા મંદિરો છે.ઘણા દેવી દેવતાઓના મંદિર છે.આપણો દેશ એક પવિત્ર ભૂમિ તરીકે ગણાય છે. સમગ્ર ભારત આદિકાળ થી દેવી-દેવતાઓ, સંતો-મહંતો અને શુરવીરો ની ભૂમિ રહી છે. અહિયાં ઠેક-ઠેકાણે મંદિરો અને પાળિયા પોતાનો ઉમદા ઈતિહાસ ને સંઘરી ને બેઠો છે. જ્યાં જવા ત્યાં નવો ઈતિહાસ જોવા મળે છે. આજે એવા જ એક ભારત ના મંદિર વિશે આ આર્ટીકલ મા વાત કરવી છે.

તો વાત કરવામાં આવે છે ભારત ના ગુજરાત અને રાજસ્થાન બન્ને ની સરહદે પડતું ભારત નુ એકમાત્ર એવું સ્થળ અંબાજી કે જેનો સમાવેશ શક્તિપીઠ મા તો અગ્રેસર થાય જ છે અને જ્યાં શક્તિપીઠ ના પટાંગણ મા જ વીસાયંત્ર નો અભિષેક કરવામાં આવતો હોય. આ યંત્ર ની સાવ નજીક થી ગંગાજળ ના અભિષેક સાથે શ્લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. અહિયાં રોજ માટે માતાજી ના દર્શનાર્થે લાખો ભાવિકભકતો આવે છે. પણ આ વાત થી કદાચ તમે અજાણ હશો કે અહિયાં મૂળ સ્થાનક મા માતા ની મૂર્તિ જ નથી. અહિયાં માત્ર વીસાયંત્ર ની જ પૂજા કરવામાં આવે છે.

ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલ . જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માના દર્શાનાર્થે આવે છે. તેમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે સાથે સાથે માનસિક શાંતિ અને શક્તિ પણ મેળવે તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરેલ છે. 358 સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી 240-20 ઉ અંક્ષાશ અને 720-51 રેખાંશ પર દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલ છે. જેની આજુબાજુ નજીકમાં આવેલ ગામોની થઈને વસ્તી આશરે 20000 જેટલી થાય છે. અંબાજી ગામમાં યાત્રાળુઓને લગતા માલ સામાનના વ્યાપારની તથા માર્બલ ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયેલ છે.

આખા જગત નુ એક એવું શક્તિપીઠ કે જ્યાં આરતી સમયે વચ્ચે લેવાય છે મિનિટ નો વિરામ.આ જગવિખ્યાત અંબાજી સમગ્ર સંસાર નુ એક એવું શક્તિપીઠ છે કે જ્યાં સવાર અને સાંજ ની આમ બે આરતી કરવામાં આવે છે અને આ આરતી સમયે વચ્ચે એક મિનિટ નો વિરામ લેવાય છે. જેમ કે આરતી ની શરૂવાત જય આદ્યશક્તિ… મા, જય આદ્યશક્તિ…આ રીતે આરતી આગળ વધે અને તેરશે તુળજારૂપ તમે તારૂણી માતા…આ પંક્તિ પૂરી થયા બાદ એક મિનીટ ના વિરામ બાદ જ આગળ ની પંક્તિ ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા…થી આરતી ફરી શરૂ થાય છે. આ વિરામ દરમિયાન પૂજારી પોતે તેની આંખે પાટા બાંધી પ્રજ્વલિત આરતી થી માં આરાસુરી અંબા ના વીસાયંત્ર ની ખાસ પૂજા કરે છે.

શુદ્ધ સોના માંથી બનેલ છે આ વીસાયંત્ર
એવું માનવામાં આવે છે કે આ યંત્ર એક શ્રીયંત્ર છે, જે ઉજ્જૈન અને નેપાળ ના શક્તિપીઠો ના મૂળ યંત્ર સાથે જોડાયેલું છે. આ સાથે વધુ જાણવા એ મળ્યું કે આ યંત્ર મા એકાવન અક્ષર લખાયેલા છે. તેમજ આ યંત્ર શુદ્ધ સોના થી બનેલું છે. માં અંબા ના આ યંત્ર ને ને નરી આંખે જોઈ શકાતું નથી. જેથી પુજારી પણ આંખે પાટા બાંધી પૂજા કરે છે. ગોખ મા પણ એવી રીતે વસ્ત્રાલંકારો તેમજ આભૂષણો નો શણગાર કરવામાં આવે છે કે દર્શનાર્થી ને સવાર, બપોર અને સાંજે માતાજી જાણે વાઘ ઉપર બેઠાં હોય તેવું પ્રતીત થાય છે.

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાએલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નીદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું. અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.

તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી.  એ પ્રસંગે નદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે.

વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે.

સ્વતંત્રતા પહેલા રાજવી શ્રીભવાનસિહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા. તેઓએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામ મેળવેલ છે. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન ભારતે સ્વંતત્રતા પ્રાપત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે શ્રી વી.પી.મેનન, ભારત સરકારના સચિવશ્રી (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ) અને દાતાના રાજવી શ્રી પૃથ્વીરાજસિંહજી વચ્ચે તા.5-8-1948 ના વિલિનીકરણ કરાર મુજબ દાતાનું રાજ્ય ભારતના સંઘમા વિલિન થયું. દાતા રાજ્ય ભારત સંઘમાં વિલિનીકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી અંગે કાનુની પ્રશ્ન ઉપસ્થિત થતા શ્રી પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક મિનીસ્ટર ઓફ સ્ટેટસ શ્રી એચ.

ગોપાલ સ્વામી આયગર તથા યારબાદ ડો.કે.એન.કાન્જે તથા બાદમાં શ્રી વી.વિશ્વનાથન વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થયો. છેવટે શ્રી પૃથ્વીરાજસિંહજી ધ્વારા તા.25-5-53 ના પત્ર ધ્વારા ભારતના રાષ્ટ્રપતિ શ્રીને આ બાબત નામ.સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરવામાં આવતા ના.સુપ્રિમકોર્ટ પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાતં ઓફિસર, પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્યું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.

About Hu Gujarati TEAM

Check Also

શા માટે બજરંગદાસ બાપાએ પોતાના જ ભક્તને માર્યા હતા બે લાફા જાણો શું છે તેના પાછળનું કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સમગ્ર ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *