આખા ગુજરાતમાં ફેમશ ગીતા રબારી ફરે છે આ મોંઘીદાટ ગાડીઓમાં કિંમત જાણી ચોંકી જશો……..

0
2497

મિત્રો વર્તમાન સમયમા બોલીવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ એક સારી એવી લાઈફ જીવે છે, આ સિવાય ગુજરાતી ફિલ્મોના કલાકારો પણ પોતાની આવકના કારણે સારી લાઈફ પસાર કરી રહ્યા છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, ગુજરાતી સિંગરો પણ લક્ઝૂરિયસ લાઈફ જીવે છે.ગુજરાતી સિંગરોના સુરીલો અવાજ દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે અને વિદેશોમાં રહેતા લોકો પણ આ ગુજરાતી સિંગરના અવાજના સાંભળવા વિદેશમાં પ્રોગ્રામ કરવામાં આવે છે.આ કલાકારો પણ જુદી-જુદી ગાડીઓના શોખીન છે.

આજે આપણે જાણીશું ગીતા બેન રબારી ની લાઈફ ના સંઘર્ષ વિશે અને સાથે સાથે તેઓ કઈ ગાડી માં ફરે છે તે પણ જાણીશું તો આવો જાણીએ આ વાત સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ હાલ દેશ, વિદેશમાં જેની નોંધ લેવાય એવી વ્યક્તિની વાત આજ આપણે કરવાં જય રહ્યા છે. જેનું સોંગ સાંભળતાજ આપણે નાચવાનું, કુદવાનું મન થઈ જાય. કચ્છી કોયલ કહેવાતી ગીતા રબારી વિશે તમે આ વાતો નહિ જાણતા હોઇ. વાંચો વધુ ગીતાબેન રબારી એટલે ગુજરાત નું એક જાણીતું નામ.

થોડાં સમય પેહલા કોઈ બોવ ખાસ ગુજરાતી સોંગ સાંભળતું નહોતું પણ ગુજરાતી ના 2 સિંગર જેમને લોકો ને ગુજરાતી સોંગ સાંભળવા મજબુર કરી દીધા તેવા માં એક ગીતા રબારી વિશે તો તમારે જાણવું જ પડે.ગીતાબેન રબારી નો જન્મ 31 ડીસેમ્બર 1996 ના દિવસે કચ્છના એક નાનકડા ગામ માં થયો હતો. ગીતા રબારી ના પિતા નું નામ કાનજીભાઈ અને માતા નું નામ વેજુબેન રબારી છે.ગીતા રબારી ને પેહલા 2 ભાઈ હતા.

પણ તેઓનું મૃત્યું નાનપણ માં જ થયું હતું. ગીતાબેન રબારી 5 માં ધોરણમાં હતા ત્યાર ના સોંગ ગાય છે. ગીતાબેન રબારી એ ગાયન ગાવાની શરૂઆત એક સ્કૂલ પ્રોગ્રામ થી કરી હતી. ગીતાબેન રબારી અત્યારે એક સ્ટેજ પ્રોગ્રામ ના 2 લાખ થી વધુ રકમ લે છે.ગીતાબેન ના સોંગ મોસ્ટલી ગુજરાત માં ફેમસ છે.અને સૌથી વધુ ફેમસ કોઈ હોઇ તો એ રોણા શેરમાં છે.

રોણા શેરમાં સોંગ યુટ્યૂબ માં જ ખાલી 7.5 કરોડ લોકો એ જોયું છે. 21 વર્ષ ની ઉંમરે એ દેશ-વિદેશમાં ફેમસ છે. ગીતાબેન રબારી એ પેહલો વિદેશ માં પ્રોગ્રામ આફ્રિકા માં કર્યો હતો.હજુ પણ રહે છે કચ્છ ના એ નાનકડા ગામ માં નાનકડા મકાન માં. ગીતાબેન રબારી ના પિતા કાનજી ભાઈ પેહલા સામાન ના ફેરા કરતા પણ હાલ લકવા ની અસર થી તેઓ ઘરે જ રહે છે.

કચ્છી કોયલ ગણાતી ગીતા રબારી એ ક્યાંય તાલીમ નથી લીધી. પોતાની મેહનત થી તેમને પોતાનું ઘર સધ્ધર કર્યું અને પેહલી કાર સ્વીફ્ટ લીધી હતી. ગીતા રબારી અત્યારે ઈનોવા કાર વાપરે છે. અમદાવાદી સિંગર કિંજલ દવે અને ગીતા રબારી બે ખાસ બહેનપણી છે અને અવારનવાર તેઓ મળતા રહે છે.

ગીતા રબારીએ કહ્યું હતું કે, હું સ્કૂલમાં હતી ત્યારની ગાઉ છું. મારો અવાજ સારો હોવાથી ગામ કે આજુબાજુના ગામમાં કોઈ કાર્યક્રમ હોય મને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં મને થોડાઘણા પૈસા મળી રહેતાં હતા. ધીરે-ધીરે નામના મળતી ગઈ અને હવે હું ગુજરાતના જાણીતા કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામમાં સ્ટેજ શેર કરું છું.

ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા બધા જ કલાકારો જેવા કે કિંજલ દવે,ગમન સાંથલ,કિર્તીદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ,ઓસમાન મીર સહીત અનેક નામી અનામી કલાકારો સાથે કામ કરી ચુક્યા છે. અમદાવાદ ની જાણીતી સિંગર કિંજલ દવે અને ગીતા રબારી બે ખાસ બહેનપણી છે અને અવારનવાર તેઓ મળતા રહે છે અને બંને ઘણીવાર સાથે સ્ટેજ પણ શૅર કરે છે.

વધુ માં વાત કરીએ તો 31-12-1996ના રોજ જન્મેલી ‘કચ્છી કોયલ’ તરીકે જાણીતી કચ્છના તપ્પર ગામની ગીતા રબારી પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે.માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે.આજે હવે તે ખુબજ આલીશાન જીવન જીવી રહી છે મોંઘી ગાડીઓ સાથે તે તેના દરેક શોખ પુરા પણ કરી રહી છે.

મિત્રો ગીતા રબારી ના માતા-પિતાનું એકનું એક સંતાન એટલે ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે જે ગીતો ગયા છે તેમાં રોણા શેરમા અને એકલો રબારી આ બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે અનેક ગરબાનો આલ્બમ કર્યો છે.અને આજે આખા ગુજરાતી ઓના મુખે એક નામ ગીતા રબારી તો સાંભળવા મળેજ છે.