Breaking News

આજથી ધનતેરસ સુધી જરૂર અજમાવો આ ઉપાય, લક્ષ્મીજી બનાવી દેશે માલામાલ…..

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે માન્યતા અનુસાર દિવાળીનો તહેવાર ભગવાન શ્રી રામના આવવાની ખુશીમાં ઉજવવામાં આવે છે જયારે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કાપી અને રાવણનો અંત કર્યા પછી અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે એમના આવવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને જેવું કે તમે બધા જાણો છો એમ દિવાળીના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે છે.

ધનતેરસે બધાની ઇચ્છા હોય છે કે એમના ઘરે ધનની વર્ષા થાય પણ ઘણીવાર લક્ષ્મી છેલ હાથ સુધી આવીને પાછી જતી રહે છે પરંતુ જો તમે આ ધનતેરસે કેટલાંક ઉપાયો કરશો તો તમારો હાથ ખાલી નહીં રહે ધનતેરસથી દિવાળીની શરૂઆત થઈ જાય છે.જો દેવી લક્ષ્મી અને ધનવંતરીની ભગવાનની પૂજા કરવામાં આવે તો ધનની કમી ક્યારેય નહીં રહે જો કે ધનપ્રાપ્તિ શ્રમ વિના પણ શક્ય નથી એ યાદ રાખવું પડશે જો શ્રમની સાથે કેટલાક ઉપાય કરવામાં આવે તો ધનની વર્ષા થયા કરશે આવો જાણીએ કે ધનતેરસે શું કરવું.

એવું કહેવામાં આવે છે કે જો દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પરંતુ દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે લોકો માતા લક્ષ્મી સાથે કબીર દેવતાને પણ પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાય અજમાવે છે.

જો કોઈ વ્યક્તિની ભક્તિથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈ જાય છે તો એ વ્યક્તિના જીવનમાં ઘન સાથે જોડાયેલી પરેશાનીઓનો અંત થાય છે અને વ્યક્તિ પોતાનું જીવન ખુશહાલી પૂર્વક પસાર કરે છે આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી ધનતેરસ પર કયા ઉપાયને કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે એ વિષયમાં જાણકારી આપવાના છીએ જો તમે આ ઉપાય અજમાવો છો તો એનાથી તમને પોતાના જીવનમાં સતત પ્રગતિ પ્રાપ્ત થશે અને દરિદ્રતાથી છુટકારો મળે છે.

ધનતેરસ પર કરો આ સરળ ટોટકા.જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પૈસાની કમી ન રહે, તો તમે ધનતેરસની સાંજે એક દીવો પ્રગટાવો અને એની પાસે એક કોડી મૂકી દો એ પછી એ કોડીને તમે તમારા પૈસા રાખવાના સ્થાન પર મુકો પણ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે આ કોડીને લાલ કપડામાં લપેટીને જ પોતાની તિજોરી અથવા પૈસા રાખવામાં સ્થાન પર મુકો આ ઉપાય કરવાથી ઘરમાં પૈસાની કમી નથી થતી.

આ દિવસે વિધિપૂર્વક પૂજન કર્યાં પછી ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તીને ઘરમાં પૂજાસ્થાને સ્થાપિત કરો. એની રોજે પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.શ્રીકનકધારા ધનપ્રાપ્તિ અને ગરીબી દૂર કરવાનો શ્રેષ્ઠ યંત્ર છે આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપનાર છે. ધનતેરસ અને દિવાળીએ એની પૂજા કરો એ રાતે સ્નાન કરીને પીળી ધોતી પહેરો અને એક આસન પર ઉત્તર તરફ મોં કરીને બેસો પોતાની સામે વિષ્ણુ મત્રથી સિદ્ધ કરેલા સિદ્ધિ યંત્રની સ્થાપના કરો સ્ફટિકની માળાથી નીચેના મંત્રની 21 માળા કરો અને એ દરમિયાન ઉભા ના થશો.

જો તમે ઈચ્છો છો કે કુબેર દેવતાની તમારા પર કૃપા દૃષ્ટિ બની રહે તો ધનતેરસના દિવસે કુબેર મંત્ર ऊँ यक्षाय कुबेराय वैश्रववाय धन-धान्यधिपतये धन-धान्य समृद्धि मम देहि दापय स्वाहा નો 108 વાર જાપ કરો.જો તમે ઈચ્છો છો કે તમે તમારા જીવનમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરો તો તમે ધનતેરસના દિવસે ચાંદીના સિક્કા અને હળદળની ગાંઠની પૂજા કરો એના સિવાય જો તમે ધનતેરસના દિવસે કોઈ કિન્નરના હાથથી પૈસા લઈને પોતાના પાકીટમાં મૂકી દો છો તો એનાથી તમને તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત થાય છે.

પૈસાની તંગીથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ અને કારગર ઉપાય શ્રી યંત્રની પૂજા કરવાનો છે જો તમે ધનતેરસ અને દિવાળીના દિવસે શ્રી યંત્રની પૂજા કરો છો તો જીવનમાંથી ધનની કમી દૂર થઈ જાય છે.ધનતેરસે સાંજે સૂર્યાસ્ત થાય એટલે એક દીપ પ્રગટાવો અને તેમાં 13 કોડીઓ મુકો આ દીવાથી મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરો અડધી રાતે કોડીઓને ઘરના કોઈ ખૂણે દાટી દો આમ કરવાથી ઘરમાં પૈસાનો વરસાદ થશે.

દિવાળીએ લક્ષ્મીપૂજનમાં હળદરની ગાંઠ પણ મુકો. પૂજા પછી ગાંઠને એ જગ્યાએ મુકો જ્યાં ધન મુકતાં હોવ.શક્ય હોય તો દિવાળીના દિવસે કોઈ કિન્નર પાસેથી એની ખુશીથી એક રૂપિયો લો અને એને પોતાના પર્સમાં રાખી મુકો એનાથી લાભ થશે.ધનતેરસ અને દિવાળીએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કર્યાં પછી લક્ષ્મી મંદિરે જઇને લક્ષ્મીજીને કમળ અર્પણ કરો અને સફેદ રંગની મિઠાઈનો પ્રસાદ ધરાવો આ અચૂક ઉપાય છે.

ધનતેરસ કે દિવાળીની સાંજે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરો રૂની દિવેટને બદલે લાલ દોરાની દીવેટ કરો સાથે જ દીવામાં થોડી કેસર પણ નાંખો.વ્યક્તિ પોતાના જીવનમાંથી ધનની કમીને દૂર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે પરંતુ તેમ છતાંપણ એને પોતાની મહેનતનું ઉચિત પરિણામ નથી મળી શકતું. એવી સ્થિતિમાં જો તમે ધનતેરસના દિવસે થોડા ઉપાય અજમાવો છો તો તમે પોતાની સમસ્યાઓને દુર કરી શકો છો ઉપર જણાવેલા ઉપાયોને તમે ધનતેરસના દિવસે અવશ્ય અજમાવી જુઓ એનાથી તમારા પર માં લક્ષ્મીની કૃપા દૃષ્ટિ બની રહેશે અને તમને પોતાની મહેનતનું ફળ મળશે એની સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત રહેશે.

About Hu Gujarati TEAM

Check Also

રાશિ અનુસાર ધનપ્રાપ્તિ માટે નો આ અચૂક ઉપાય માનવામાં આવે છે, જાણો કેવી રીતે શું કરવું…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *