આજની યુવા પેઢી મા ભરપુર હવસ જગાડે છે,આ વેબ સિરિઝો…

0
197

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ અત્યારે ચાલી રહેલી ટ્રેન્ડીન્ગ વેબ સિરિઝ વિશે જેમા ફક્ત સ્ત્રીઓના અલગ અલગ લોકો સાથેના સબંધ જ દર્શાવવા મા આવે છે અને આ વેબ સિરિઝોમા ઘણા એવા ખરાબ દ્રશ્ય બતાવવામા આવે છે છેલ્લાં થોડા સમયથી વેબ સિરીઝની વાર્તાઓમાં સ્ત્રીના વેરને મહત્વ મળવા લાગ્યું છે અને તેમા શી કે આર્યા જેવી મોટી વેબ સિરીઝની કથા પણ એકલી પડી ગયેલી અને પીડિત સ્ત્રીના બદલાની કથા કહે છે.

મિત્રો આપણને નવાઈ લાગે પરંતુ અત્યારે ચાલી રહેલી ટ્રેન્ડિંગ વેબ સિરીઝમાંથી પચાસ ટકા કરતાં વધારે વાર્તાઓ, સ્ત્રીના વેર કે સ્ત્રીની સ્ત્રીઓની મલ્ટિપલ રિલેશનશિપ વિશેની વાર્તાઓ હોય છે અને આને આપણે ફેમિનીઝમ કહીએ કે ન કહીએ પરંતુ છેલ્લા થોડા સમયથી સ્ત્રીના અધિકાર ને બજારમાં લાવીને એમાંથી જ્યુસ કાઢવાની એક રમત ભારતીય વેબ સિરીઝના પડદા પર બરાબર રમાઈ રહી છે અને આમા સ્ત્રીઓની સાથે પુરુષો પણ આવી વેબ સિરીઝ માણે છે અને વખાણે છે.

મિત્રો સવાલ એ છે કે પતિના મૃત્યુ પછી એનું વેર લેવા માટે ઘરની બહાર નીકળતી સ્ત્રી પોતાનાં શરીરને શસ્ત્ર તરીકે વાપરે કે ફોર શૉટસ ની બે સિઝનમાં સ્ત્રીઓને એક કરતાં વધુ પુરુષો સાથે શારીરિક સંબંધ રાખે, વર્જિનિટી કે વજાઈના વિશે ઉઘાડેછોગ વાત કરે કે પછી બ્રોકન,રિજેક્ટ જેવી વેબ સિરીઝમાં શારીરિક સંબંધોનું જુદું જ પ્રદર્શન કરવામાં આવે છે તેમજ સજાતીય સંબંધો અને એની સાથે જોડાયેલાં બીજાં દૃશ્યોને લલચાવનારી રીતે આપણી સામે મૂકવામાં આવે એ વાતને માણવી કે વખાણવી જોઈએ નહિ.

મિત્રો આપણે સંસ્કૃતિ વિશે ઘણી વાતો કરીએ છીએ અને જો કોઈ એકાદ વ્યક્તિને ટાર્ગેટ કરીને એને સોશિયલ મિડિયામાં ટ્રોલ કરતી વખતે એના ચારિત્ર્ય ઉપર જાતજાતની કોમેન્ટ કરવામાં આવે છે અને હવે કોમેન્ટ કરનારાને એક પ્રશ્ન એ પૂછવો પડે કે એમણે આ બધી વેબ સિરીઝ જોઈ છે અને જો નથી જોઈ તો એમણે જોવી જોઈએ કારણ કે ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેનારા આ બધા લોકોએ સ્ત્રીના વેરની કે કહેવાતી સ્વતંત્રતાની એના ફ્રીવલસ સંબંધોની વાત કરતી આ બધી વેબ સિરીઝ વિશે પણ કંઈ કરવું જોઈએને.

મિત્રો મિરઝાપુર કે અપહરણ જેવી વેબ સિરીઝમાં સ્ત્રીનાં ચારિત્ર્યને જે રીતે બતાવવામા આવ્યું છે એ જોઈને આ બધા ભારતીય સંસ્કૃતિના રખેવાળોને કંઈ થતું નથી સામાન્ય રીતે કેટલાક લોકો ત્યાં જ શૂરવીર થઈ જાય છે જ્યાં એમને ઝાઝા પ્રતિકારની અપેક્ષા નથી હોતી અને આ મોટી નેશનલ ઈન્ટરનેશનલ કંપની છે. એમાં બતાવવામાં આવતાં કન્ટેન્ટ વિશે જો તમને વાંધો હોય તો તેમ કંપનીને ફરિયાદ કરી શકો છો એવા પ્રકારનું ડિસક્લેઈમર મૂકવામાં આવે છે. કંપનીને ફરિયાદ થઈ શકે છે પરંતુ ત્યાં કોણ સાંભળશે અને કેટલું સાંભળશે, એ વિશે કોઈ વચનો આપવામાં આવતાં નથી.

મિત્રો આ વેબ સિરીઝમાં હજી સુધી સેન્સર નથી એટલૅ જેને જે દેખાડવું હોય તે દેખાડવાની છૂટ છે તેમજ સેન્સરની માંગ કરવામાં આવી છે પણ હજી સુધી એ વિશે સરકારે કોઈ નિર્ણય લીધો નથી કારણ કે ભારતીય ટેલિવિઝનના નિયમો આંતરરાષ્ટ્રીય ટેલિવિઝનના નિયમોને લાગુ પાડી શકાય નહી અને મોટા ભાગની વેબ સિરીઝ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપરથી મૂકાય છે અને અહીં આવા લોકલ ટ્રોલર્સનું કંઈ ચાલતું નથી.

મિત્રો આવી સ્ત્રીનાં મન અને શરીરની સ્વતંત્રતા વિશેની કથાઓ હોય છે અને છેલ્લાં થોડા સમયથી વધુ પોપ્યુલર થઈ રહી છે અને એનાં કારણમાં સ્ત્રીનાં મનમાં રહેલી કોઈ દબાયેલી છુપાયેલી, અભિવ્યક્ત નહીં કરાયેલી ઈચ્છા જવાબદાર હશે ખરી સ્ત્રીને અત્યાર સુધી દેવી કે દાસીના સ્વરૂપે રજૂ કરાતી રહી છે પરંતુ 1903માં ટાગોરે ચોખેરબાલી લખી કે ચતુરંગ 1916 માં લખી ત્યારે વિવેચકોએ એમના પર એ સમયનું ટ્રોલિંગ કર્યું હતું.

મિત્રો 1942 મા ઈસ્મત ચુગતાઈએ લિહાફ લખી, કે મન્ટોએ બૂ અથવા કાલી સલવાર લખી ત્યારે પણ એમના ઉપર અશ્લીલતાનો કેસ કરાયો હતો અને ચંદ્રકાંત બક્ષી ઉપર કુત્તી વાર્તા માટે કેસ કરાયો હતો અને ટૂંકમાં સ્ત્રીનાં ચરિત્રમાં કોઈ ખોટ હોઈ શકે નહી અને એવું પુરવાર કરાવતા રહ્યા છીએ અને હવે આ ખોટ,ડાઘ નબળાઇ જરૂરિયાત’ની વ્યાખ્યા કોણ અને કઈ રીતે કરે છે સ્ત્રીના ચરિત્ર નિર્માણ માટે ઘણી વ્યક્તિ જેમાં સ્ત્રી પણ છે સ્ટ્રોંગ અભિપ્રાયો ધરાવે છે.

મિત્રો આવી પરિસ્થિતિમા સ્ત્રીએ શું કરવું જોઇએ અને શું ન કરવું જોઈએ એવી એક આખી નિયમાવલી સમાજના ઠેકેદારો પાસે તૈયાર છે પરંતુ આપણને જાણીને આશ્ચર્ય થાય કે એ જ ઠેકેદારો તક મળે ત્યારે સ્ત્રીને એક્સપ્લોઈટ કરતાં કે એનું શોષણ કરતાં અચકાતા નથી અને આ માત્ર પુરુષ જ કરે છે એવું પણ નથી કોણ જાણે કેમ આપણે બધા ખાળે ડૂચા ને દરવાજા મોકળાની મનઃસ્થિતિમાં જીવી રહ્યા છીએ. ડોમેસ્ટિક વાયોલન્સથી સોશિયલ મિડિયા સુધી સ્ત્રી સાથેનો વ્યવહાર એક રંગનો છે.

મિત્રો જ્યારે આવા નેશનલ અને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર જ્યાં કોઈ ગાંઠતું નથી ત્યાં વ્યવહારનો રંગ બીજો છે અને આવી વેબ સિરીઝમાં અભિનય કરતી સ્ત્રીઓ વિશે પણ કોઈ કઇ કરતું નથી કારણ કે એ સ્ટાર છે, એમને આવા ગુજરાતી સોશિયલ મિડિયાના ટ્રોલિંગની કઇપણ જાતની પડી પણ હોતી નથી અને જેમના પોતાના લાખો ફોલોઅર્સ છે એવી અભિનેત્રીઓ પાંચ-સાત હજારના ફોલોઅર્સ સાથે ટ્રોલિંગ કરનારાની નોંધ પણ શું કામ લે તે પણ વિચારવુ પડે.

મિત્રો જો ચારિત્ર્ય વિશે વાત થવાની હોય તો સ્ત્રી પુરુષ બંને વિશે થવી જોઈએ મોરલ વ્યક્તિનું હોવું જોઈએ, એને જેન્ડર સાથે કોઈ નિસ્બત હોવી ન જોઈએ અને સ્ત્રી વિશે આપણી પાસે ચરિત્ર અને ચારિત્ર્યના બે જુદાં ત્રાજવાં છે અને આપણે સ્ત્રી ચરિત્ર શબ્દ વાપરતી વખતે ભૂલી જઈએ છીએ કે એ જ મહિલા ને આપણે એના ચારિત્ર્ય વિશે કઈ અને કેવી બાબતોમાં અપમાનિત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here