આજે પણ સાક્ષાત છે હનુમાનજી જાણો કઈ જગ્યાએ હાલમાં બિરાજે છે, વાંચો એકજ ક્લિકમાં…..

0
717

હનુમાન ભગવાન શ્રી રામના ભક્ત હતા. ભગવાન શ્રીરામ પછી કોઈનું નામ લેવાતું હોય તો તે હનુમાનજીનું છે. એમ તો બહાદુરી અને શોર્ય ની વાર્તાઓ તો બધાએ સાંભળી હશે. એમના કીસ્સા આપણે રામાયણ-મહાભારતમાં પણ સાંભળ્યા છે. જેમના વગર રામાયણ ક્યારે પૂરી ના થાઈ હોત.સેંકડો વર્ષ પછી પણ હનુમાનજી મહાભારત કાળમાં પણ જીવતા હતા. અને એમના અસ્તિત્વ ને આપણે ત્રેતા યુગથી જોવાય છે. કહેવાય છે કે હનુમાનજી મહાભારત પાંડવો ને મળવા આવ્યા હતા. પૌરાણિક કથા અનુસાર હનુમાનજીને અમરતાનું વરદાન પ્રાપ્ત હતું.

આપણે જો આપણા ગ્રન્થ ની થોડી વાત કરીએ તો એમાં હિન્દુ ભગવાન ના સ્વર્ગમાં પાછા જવાના પણ કિસ્સા છે. પણ એક જ ભગવાન છે જેમ ના સર્વગમાં જવાના કે મરવાના કોઈ સંકેત કોઈપણ ગ્રંથ મળતા નથી. તો પછી હનુમાનજી વર્ષોથી આ પૃથ્વી પર ફરી રહ્યા છે અને તેઓ જીવતા છે. આવો જાણીએ શું કરી રહ્યા છે અને કેવા હાલમાં છે માનવ જીવન સાથે, આ વાતને કેહવા ની જરૂર નથી કેમ કે હનુમાનજી અમર છે. કેટલાક મહાન લોકો એ વાત પણ કહે છે કે જેમના દર્શન કર્યા છે જેમાં ઋષિ માધવ આચાર્ય તુલસી દાસ, સ્વામી રામદાસ, રાઘવેન્દ્ર દાશ જેવા ઘણા લોકો સામીલ છે.

સુ એ સાચું છે કે હનુમાનજી કોઈ ગુપ્ત સ્થળે આજે પણ વસે છે. સુ એ આજે પણ જીવતા છે અને કોઈ સ્થળે રહે છે. સુ આ સંભવ છે. તો અમારા આ લેખમાં આ બાબતો અને આ તથયો ની જાણકારી આપશે. અમારો અનુરોધ છે કે દરેક બાળક સુધી આ હનુમાનજીની મહિમા પહોંચી જાય. કંઈક લોકોનું માનવું છે કે હનુમાનજી એમના ભક્તોને કંઈપણ જગાએ આવીને દર્શન આપી શકે છે. ત્યાંજ દુનિયામાં કેટલીક એવા જગ્યા છે જ્યા હનુમાનજીના પગના નિશાન દેખાયા છે. આની સામે જોઇને એવું લાગે છે કે કોઈ એવો જીવાત્મા આ દુનિયામાં હાજર છે કે વિશાળકાય હોય.

દુનિયાભરમાં આવા નિશાન જોવા મળ્યા છે જે આટલા મોટા હોય,વૈજ્ઞાનિકો નો દાવો છે કે આ નિશાન કોઈ મોટા વિશાળકાય જીવનો છે,અને માણસ જેવા પગના નિશાન હોય.તો તમારું સુ માનવું છે કે આ હનુમાનજીના પગના નિશાન છે.અમેરિકામાં પણ એક વિશાળકાય જીવ ને ફરતા લોકોએ જોયો છે.એવું કહેવાય છે કે અમેરિકાની માયા સભ્યતા પણ એક મંકી નામના ભગવાનની પૂજા કરતા હતા.જેમનો ચેહરો એકદમ હનુમાનજી જેવો જ હતો.તો સુ પ્રાચીન માયા સભ્યતા ના લોકો હનુમાનજીને જાણતા હતા.તેઓ તેમને મનકી ગોડ નામથી જાણતા હતા.વાત ખાલી અમેરિકાના માયા સભ્યતાની હોય તો જુદું છે પણ.આવી કઈક વાતો અને કથાઓ ચીનમાં પણ સાંભળવા મળી હતી.

ચીનમાં પણ એક મન્કી કિંગ નામ જાણવા મળ્યું છે.જે આપણા હનુમાનજી જોડે મળતા આવતા હતા.આ બધા સાક્ષીઓ અને કથાઓ એ સાબિત કરે છે કે આપણા હનુમાનજી હજી પણ જીવિત છે.આ વાતનું પ્રમાણ શ્રી લંકાના એક કબીલ પણ જોવા મળ્યું છે.જ્યારે રામ ભગવાને પોતાનું શરીર છોડ્યું હતું તારે હનુમાનજી રામની યાદમાં લંકાના જંગલમાં એક પર્વત પર જતા રહ્યા હતા.આ મેદુર પર્વત પર હનુમાનજી આદિવાસી લોકોએ ખૂબ સેવા કરી હતી.ત્યાંથી પાછા ફરતા હનુમાનજીએ આ લોકોને બ્રહ્મજ્ઞાન નો પરિચય કરાવ્યો હતો.અને તેમબે વચન આપ્યું હતી કે તેઓ દર 41 વર્ષે તેમના કબીલામાં આવશે અને તેમની પેઢીને જ્ઞાન આપશે.

ત્યારે તેમને એક મંત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે પણ આ મંત્ર તમે બોલશો ત્યારે હું પ્રગટ થઈ જઈશ.તો તે લોકોએ કહ્યું કે જો આ મંત્ર બીજા કોઇના હાથમાં આવી જાય તો સુ થશે.તો હનુમાનજીએ કહ્યું કે આ મંત્ર એ લોકો માટે જ કામ કરશે જે લોકો મારી આત્મા સાથે જોડાયેલ છે.અને જ્યાંથી આ મંત્ર બોલવામાં આવે ત્યાંથી 980 કિલોમીટર સુધી કોઇ એવો માણસ ના હોવો જોઈએ જે મારામાં વિશ્વાસ ન કરતો હોય.આ આદિવાસી સમાજ આજે પણ લંકાના જંગલમાં હયાત છે જેમની રેહણી કરણી એકદમ વિચિત્ર છે.આ કબીલાના લોકોને માતંગ સમાજ કહેવામાં આવે છે.

ભગવાન શ્રીરામ ભગવાન શ્રીહરિના અવતાર હતા અને પૃથ્વી ઉપર તેમનો અવતાર દુષ્ટ લોકોને સજા આપવા અને તેમના ભક્તોનું રક્ષણ કરવા માટે થયો હતો. ભગવાન શ્રીરામ સાથે વનવાસથી લઈને અને તે પછી ઘણા પાત્ર તેમની સાથે જોડાતા રહ્યા, અને તેમના જીવનનો મહત્વનો ભાગ બની ગયા.રામાયણમાં એક એવું જ મુખ્ય પાત્ર હનુમાનનું હતું, જે શ્રીરામના અનન્ય ભક્ત અને તેમના પડછાયા સમાન હતા. શ્રીરામ સાથે જોડાયા પછી હનુમાનજીએ દરેક સમયે તેમનો સાથ આપ્યો અને તેમની સાથે પડછાયાની જેમ રહ્યા હતા.

શ્રીરામે વીંટીના બહાને હનુમાનને કર્યા દુર શ્રીરામ અને હનુમાન સાથે જોડાયેલી એક વાર્તા ભગવાન શ્રીરામના સ્વર્ગારોહણની છે. એવું માનવામાં આવે છે કે, જો હનુમાનને તે વાતનો થોડો પણ અહેસાસ થઇ જાત કે, કાલદેવ વિષ્ણુ લોકથી શ્રીરામને લેવા માટે અયોધ્યા આવવાના છે, તો તેઓ તેમને અયોધ્યાની હદમાં આવવા પણ નહિ દેત. કારણ કે શ્રી રામ અને દેવી સીતાનું રક્ષણ કરવાની જવાબદારી તેમણે સંભાળી હતી. શ્રી રામને કાલદેવના અયોધ્યા આવવાની જાણકારી હતી.તેથી તેમણે હનુમાનજીને મુખ્ય દરવાજાથી દૂર રાખવાનો માર્ગ શોધી કાઢ્યો. પ્રભુ શ્રીરામે પોતાની એક વીંટી મહેલમાં ભોંયતળિયામાં આવેલી એક તિરાડમાં નાખી દીધી અને હનુમાનને તેને બહાર કાઢવાનો આદેશ આપ્યો. હનુમાનજીએ શ્રીરામના આદેશને અનુસરીને તુરંત વામન રૂપ ધારણ કરી લીધું, અને વીંટી શોધવા માટે તિરાડમાં પ્રવેશ કરી ગયા.

હનુમાનજી પહોંચ્યા નાગલોક જેવા જ હનુમાનજીએ તે તિરાડની અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને જાણ થઈ કે તે કોઈ સામાન્ય તિરાડ નથી પરંતુ એક વિશાળ ભોંયરું છે. તે એ ભોંયરામાં જઈને નાગોના રાજા વાસુકીને મળ્યા. રાજા વાસુકી હનુમાનજીને નાગ-લોકના મધ્ય ક્ષેત્રમાં લઈ ગયા અને ત્યાં રહેલો વીંટીઓથી ભરેલો વિશાળ પર્વત બતાવતાં કહ્યું કે, અહીંયા તમને તમારી વીંટી મળી જશે.આ વીંટીઓના પર્વતને જોઈને હનુમાનજી ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા કે, આ વિશાળ પર્વતમાંથી શ્રી રામની વીંટી શોધવી એ તો કચરાનાં ઢગલામાંથી સોય શોધવા જેવું છે.પરંતુ જેવી જ બજરંગબલીએ પહેલી વીંટી ઉપાડી તો તે શ્રી રામની જ હતી. પરંતુ તેમને આશ્ચર્ય ત્યારે થયું જયારે તેમણે બીજી વીંટી ઉપાડી, તો તે પણ ભગવાન શ્રી રામની જ હતી. આ જોઈને હનુમાનજી સમજી શક્યા નહીં કે, તેમની સાથે આ શું થઈ રહ્યું છે. હનુમાનજીની દ્વિધા જોઈને વાસુકી હસી પડ્યાં અને તેમને સમજાવવા લાગ્યા.

રાજા વાસુકીએ આપ્યું હનુમાનને જ્ઞાન વાસુકીએ કહ્યું કે, પૃથ્વી લોક એક એવો લોક છે જ્યાં જે પણ આવે છે, તેને એક દિવસ પાછું ફરવું જ પડે છે. તેના માટે આ દુનિયામાંથી પાછા ફરવાનું સાધન કાંઈ પણ હોઈ શકે. બસ એજ રીતે, ભગવાન શ્રીરામ પણ પૃથ્વી લોક છોડીને એક દિવસ વિષ્ણુ લોકમાં જરૂર પાછા ફરશે. વાસુકીની એ વાત સાંભળ્યા પછી ભગવાન હનુમાનને તે સમજવામાં વધુ સમય ન લાગ્યો કે, તેમનું વીંટી શોધવા માટે આવવું અને ત્યાર પછી નાગ-લોકમાં પહોચવું, તે બધું શ્રીરામ દ્વારા સમજી વિચારીને લેવામાં આવેલો નિર્ણય હતો.બજરંગબલીને એ વાત સમજાઈ ગઈ કે, વીંટીના બહાને તેમને નાગલોક મોકલવા માટેનું કાર્ય તેને કર્તવ્યથી ભટકાવવાનું હતું, જેથી કાલદેવ અયોધ્યામાં પ્રવેશ કરી શકે અને શ્રીરામને પૃથ્વી ઉપરના તેમના જીવનના અંત વિશે જણાવી શકે. હનુમાનને એ પણ સમજાઈ ગયું કે જ્યારે તે અયોધ્યા પાછા ફરશે, ત્યારે શ્રી રામ નહિ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here