આજે મંગળવારે પીપળાનાં ઝાડ નીચે જઈને બોલો આ એકજ મંત્ર, હનુમાનજી ચમકાવી દેશે તમારી કિસ્મત

0
157

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું.મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં હનુમાનજીના મંત્ર વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.મિત્રો મંગળવારે પીપળાના ઝાડ નીચે હનુમાનજીના આ મંત્રો નો જાપ કરવાથી ધનની સમસ્યાઓ દૂર થઈ જશે.હનુમાનજી માત્ર એવા ભગવાન છે કે કોઈ ભક્ત તેમની સાચી શ્રધ્ધાથી થોડા સમય માટે તેમને યાદ કરી લે તો હનુમાનજી તેમના દુઃખો દૂર કરી જીવનમાં ખુશીઓ લાવી દે છે. હનુમાનજીને અંજની પુત્ર, બજરંગ બાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કલયુગમાં પણ હનુમાનજી પૃથ્વી પર વસે છે. ભગવાન હનુમાન ભગવાન રામના મહાન ભક્ત માનવામાં આવે છે. જે લોકો હનુમાનજીની પૂજા સાચા દિલ થી કરે છે તેમનામાં આ ટેવો હોવી ખૂબ જ જરૂરી છે.

હનુમાનજીની પૂજા એ મનોકામના પૂરી કરતી પૂજામાંની એક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જે કોઈ પણ હનુમાનજીને યોગ્ય પદ્ધતિથી મનાવવાનો પ્રયત્ન કરે છે.તે જલ્દીથી હનુમાનજીની કૃપાથી ધન્ય થઈ જાય છે. હવે જો તમે પણ હનુમાનજીના ભક્ત છો અને પૈસાની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માંગો છો, તો આ એક વિશેષ ઉપાય છે. નોંધપાત્ર વાત એ છે કે આ ઉપાય મુજબ ભગવાન હનુમાનનો મંત્ર પીપળાનાં ઝાડ નીચે બોલવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.મંગળવારે પીપળના ઝાડ નીચે બોલો આ હનુમાન મંત્ર , સૌથી મોટો સંકટ પણ દૂર થશે, આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની જીંદગીમાં કોઈ સંકટ ન હોય. દરેકના જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે. ફરક એટલો જ છે કે તેઓ સમય-સમય પર આવે છે અને જાય છે.

કેટલીક સમસ્યાઓ નાની હોય છે અને કેટલીક સમસ્યાઓ ખૂબ મોટી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ વિશેષ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યાં છો અને તેનો કોઈ સમાધાન શોધી શક્યા નથી તો આજે તમારા માટે આજે અમે યોગ્ય ઉપાય લઈને જ આવ્યા છીએ. જેને અજમાવવાવથી તમે તમારા જીવનને સંકટ મુક્ત બનાવી શકો છો.આજે અમે તમને એવા 8 હનુમાન મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ જેમને વિશેષ પદ્ધતિથી જાપ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે.

જો હનુમાનજીને સંપૂર્ણ રીતે ખુશ કરવા માંગો છો તો તમારી ઊંચાઈ મુજબ નાળને ગાંઠ બાંધીને નારિયળ પર લપેટીને ત્ના પર કેસર કે સિંદૂરથી સ્વસ્તિક બનાવીને બજરંગબલીના ચરણોમાં અર્પિત કરો. તમારા મોઢાને દક્ષિણની તરફ કરી સાત દિવસ સુધી રોજ પીપળના ઝાડ નીચે બેસીને 180 વાર હનુમાન ચાલીસા વાંચો. જેનાથી તમને ધનની કમી ક્યારેય નહી થાય. ગ્રહોની સમસ્યા સતાવી રહી છે તો કાળ ચણા અને ગોળ લઈને દરેક મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં પ્રસાદ વહેંચો અને હનુમાન ચાલીસાનો જપ કરો. એવુ કહેવાય છે કે જો પૂરા ધ્યાનથી 21 દિવસ સુધી વિધિ-વિધાનપૂર્વક બજરંગ બાણનો પાઠ કરવામાં આવે તો બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.મંગળવારે હનુમાન મંદિરમાં નારિયળ મુકવુ સારુ માનવામાં આવે છે.

મંગળવારના દિવસે કોઈ હનુમાન મંદિરમાં ધ્વજા ચઢાવીને આર્થિક સમૃદ્ધિની પાર્થના કરવી જોઈએ. પાંચ મંગળવાર સુધી આવુ કરવાથી ધનના માર્ગના બધા અવરોધ દૂર થઈ જશે. હનુમાનજી સંકટમોચન તરીકે પણ ઓળખાય છે. જે તમારી મુશ્કેલીઓનો અંત લાવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમની પૂજા કરે છે.આ ઉપાય અંતર્ગત, તમારે પધ્ધતિ અનુસાર મંગળવારે પીપળના ઝાડ નીચે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો પડશે. આ માટે, તમે મંગળવારે વહેલી સવારે સ્નાન કરીને લાલ, પીળા કે નારંગી રંગના કપડાં પહેરો.

આ પછી, પીપળના ઝાડ પાસે તમારી સાથે હનુમાનની નાની મૂર્તિ અથવા ફોટો લઈ જાવ, પછી પીપડાના ઝાડ નીચે લાલ કપડું પાથરી એના ઉપર હનુમાનજીનું સ્થાપન કરો.હવે તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને 4 અગરબતી સળગાવો. હવે એક પીપલનું પાન લો અને તેના પર તમારી સમસ્યાઓ કેસરી રંગના સિંદૂરથી લખો. આ પછી આ પાન હનુમાનના ચરણોમાં રાખો. હવે નીચે આપેલા બધા મંત્રોનો 3 વાર જાપ કરો. આ કુલ આઠ મંત્રો છે, એટલે કે તમે એક સાથે 24 વાર જાપ કરવા જઇ રહ્યા છો.

આ મંત્રો છે જેના જાપ તમારે પીપળાના ઝાડ નીચે બેસીને કરવા જોઈએ.પ્રથમ મંત્ર- ઓમ તેજસે નમ:, બીજો મંત્ર- ॐ પ્રસન્નાત્મનાય નમ:ત્રીજો મંત્ર – ઓમ શુરાય નમ:ચોથો મંત્ર- ઓમ શાન્તાય નમ:પાંચમો મંત્ર – ॐ મારુત્તમજયાય નમ.છઠ્ઠો મંત્ર – હૂં હનુમાતે નમ:.સાતમો મંત્ર – ઓમ મારકાય નમ.આઠવો મંત્ર – ઓમ પિંગક્ષાય નમ.

આ મંત્રોચ્ચાર કર્યા પછી હનુમાન જીની આરતી કરો. પછી કપાળે ચાંદલો કરો અને પછી હનુમાન જી સામે પાર્થના કરો અને ભૂલની ક્ષમા માંગોત્યારબાદ એ પીપળાના પાનને જમીનમાં દાટી દો જેના પર તમે તમારી સમસ્યાને ઝાડની નીચે જમીનમાં દફનાવી દીધી. હવે હનુમાનજી અને અન્ય પૂજા સામગ્રી તમારી સાથે લઈ ઘરે જાવ. ઘરે પહોંચ્યા પછી સાંજે હનુમાનજીની સામાન્ય પૂજા કરો. આ દિવસે હનુમાન ચાલીસા વાંચવાનું ભૂલશો નહીં. તમે તેન મંત્રો પ પીપળના ઝાડની નીચે સવારે વાંચી શકો છો. અથવા તે સાંજે ઘરે આવ્યા પછી વાંચી શકાય છે.

હનુમાનજીના નામ પર વ્રત પણ રાખો. બીજી બાબત ધ્યાનમાં લેવી એ છે કે તમારે આ દિવસે કોઈપણ પ્રકારની નોન-વેજ વસ્તુ લેવાની જરૂર નથી. ઉપરાંત, વ્યક્તિએ નશો કરવાનું ટાળવું જોઈએ. જો તમે તેનું સેવન કરો છો, આ ઉપાય દ્વારા તમે તમારા જીવનની દરેક સમસ્યામાંથી મુક્ત થઈને આરામથી તમારું જીવન જીવી શકો છો.

મંગળવારના દિવસે રામ મંદિરમાં જાવ અને જમણા હાથના અંગુઠાથી હનુમાનજીના માથા પર સિંદુર લઈને સીતા માતાના શ્રી ચરણોમાં લગાવી દો. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે. જો ડર તમારો પીછો નથી છોડી રહી તો તમે તમારા તણાવમાં રહો છો તો આવામાં 7 દિવસ હનુમાનજીની વિશેષ પૂજા કરો કે પછી હનુમાન અષ્ટક અને હનુમાન ચાલીસા રોજ 100 વાર વાંચો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here