અહીં મહાદેવ પીવે છે સિગરેટ,જાણો ક્યાં આવેલું છે આ ખાસ મંદિર.

0
84

આમ તો સમગ્ર દેશ મા ભગવાન શંકર ના ઘણા ભક્તો જોવા મળે છે. તેમજ આ ભક્તજનો દિવસ રાત તેમની સેવા મા પણ વ્યસ્ત રહે છે અને તેમના આર્શીવચન પામે છે. આમ જોવા જઈએ તો આખા ભારત મા ઘણા શિવાલયો છે અને તે તમામ શિવાલયો પોતાના ચમત્કારો માટે પણ જગવિખ્યાત છે.ભગવાન શંકરને મહાદેવ કહેવામાં આવે છે, અને તે દરેક દેવો કરતાં વિશેષ મહત્વ ધરાવે છે. જો કોઈ પણ સાચા દિલથી ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે તો ભગવાન શંકર તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન શંકર સામાન્ય રીતે ભાંગ અને ધતૂરો ખાવાના શોખીન છે. આ વાત દરેક લોકો જાણે છે પરંતુ આજે અમે ભગવાન શંકરના એક મંદિરની એવી વિશિષ્ટ વાત બતાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને તમે પણ રહી જશો દંગ.

ભારત ભર ની અંદર ભગવાન શંકરના હજારો મંદિરો આવેલા છે, અને આમાંના ઘણાખરા મંદિરો પોતાના અમુક પ્રકારના ચમત્કારો માટે ઓળખીતા છે. પરંતુ શું તમે વિચારી શકો કે ભગવાન શંકર સિગરેટ પણ પી શકે છે. જી હા મિત્રો છે ને હેરાન કરી દેનારી વાત આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભગવાન શંકરના એક એવા અનોખા મંદિર વિશે કે જ્યાં ભગવાન શંકર પોતે પીવે છે સીગરેટ.

વર્ષ 1621 ની અંદર બાઘલ પ્રદેશના રાજાએ ભગવાન શંકરનું આ મંદિર બનાવ્યું હતું. જ્યારે આ મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં ભગવાન શંકરની લિંગ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ સમય જતાં જતાં તેની અંદર નાના-નાના હોલ થતા ગયા.આજે જ્યારે લોકો ભગવાન શંકરના આ લિંગના દર્શન કરવા આવે છે. ત્યારે તેની અંદર રહેલા હોલમાં સિગારેટ મૂકી દે છે. હેરાન કરી વાત એ છે કે લોકો અહીંયા આ સિગરેટ ને સળગાવતા નથી. આમ છતાં જ સિગરેટ ભગવાન શંકર ની લિંગ અડે છે કે તરત જ તે સિગરેટ સળગવા લાગે છે અને તેમાંથી ધૂવાળા નીકળવા લાગે છે.

અહિયાં લોકોની એવી માન્યતા છે કે, ભગવાન શંકર એ આ ગુફાની અંદર ઘણો લાંબો સમય વ્યતીત કર્યો હતો અને આ ગુફા ભગવાન શંકર માટે ઘર સમાન છે. અને આથી જ જે લોકો પૂરી શ્રદ્ધાથી ભગવાન શંકરની લિંગ ઉપર આવે છે. ત્યારે તે સિગરેટ આપમેળે સળગવા લાગે છે અને તેમાંથી દ્વારા નીકળવા લાગે છે.આજે હજારો શિવ ભક્તો ભગવાન શંકરના આ ચમત્કારી મંદિર અને અને આ ચમત્કારને જોવા માટે દૂર દૂરથી આ મંદિરમાં પધારે છે, અને લોકો પૂરી શ્રદ્ધાથી ભગવાન શંકરની લિંગ ઉપર સિગરેટ ચડાવે છે. દરેક શિવ ભક્તો ભગવાન શંકરને સિગરેટ ની સટ લગાવતા જોઈ શકે છે.

બીજા ચમત્કારિક મંદિર વિશે વાત કરીએ તો બનારસના કાશી મંદિરમાં ભગવાન શંકર ખીચડી જમવા આવે છે.આમ જોવા જઈએ તો કાશી પ્રાચીન સમય થી જ શિવ-ભક્તિ માટે જાણીતી છે અને અહિયાં અત્યારે પણ ભગવાન ના દર્શનાર્થે હજારો ભાવિકો આવે છે. તો આજ ના આ આર્ટીકલ મા પણ કાશી ના એવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિર ની ખાસિયત એ છે કે અહિયાં નુ શિવલિંગ બે ભાગ મા વિભાજીત થયેલ છે તેમજ ભગવાન શંકર જાતે ખિચડી જમવા માટે પણ આવે છે.

કાશી કે કેદારખંડ નુ પ્રખ્યાત ગૌરી કેદારશ્વર મંદિર. તમામ માણસોએ આખા જગત મા ઘણા શિવલીંગો જોયા જ હશે તેમજ તેના વિશે સાંભળ્યું પણ હશે. કાશી નુ આ શિવલિંગ ને ઘણું ચમત્કારિક માનવામા આવે છે તેમજ તેની મહિમા પણ અપરંપાર છે. અહિયાં ના શિવલિંગ ની ખાસ વાત એ છે કે અહિયાં નુ શિવલિંગ બે ભાગો મા વિભાજીત છે.અહિયાં એક ભાગ મા શંકર-પાર્વતી છે તો બીજા ભાગ મા ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે બિરાજમાન છે. અહિયા ભગવાન શંકર નુ પણ જુદી જ રીતે પૂજન કરવામા આવે છે. અહિયા ના પૂજન દરમિયાન ગર્ભગ્રહ મા માત્ર સીવ્યા વગર ના કપડા એટલે કે માત્ર ધોતી જેવું પેહરીને બ્રાહ્મણ ચાર પ્રહર ની આરતી કરે છે તેમજ શિવલિંગ ઉપર બીલપત્ર, દૂધ, ગંગાજલ ની સાથોસાથ ખીચડી નો ભોગ પણ ધરવામા આવે છે અને જેણે આરોગવા સ્વયં ભગવાન ભોલાનાથ પોતે આવે છે.

આ શિવાલય વિશે ની એવી માન્યતા છે કે જે સ્થાને ગૌરી કેદારશ્વર નુ મંદિર છે ત્યાં નુ કાશી ભગવાન વિષ્ણુ નુ હતું તેમજ અહિયાં ઋષિ માંધાતા પોતાની ઝુપડી બનાવી ને નિવાસ કરતા હતા. એવું માનવામા આવે છે કે તે બંગાળી હોવાથી માત્ર ચોખા થી નિર્મિત વસ્તુ જ બનાવતા હતા અને તે ભગવાન શંકર ના પરમભક્ત હતા. તેમના નિત્યકર્મ મા ભગવાન ના ભજન બાદ આ જ જગ્યાએ તેઓ નિયમિત ખીચડી બનાવતા તેમજ તેના બે ભાગ કરતા હતા.આ વાત નો ઉલ્લેખ ભારત ના મહાન ગ્રંથ શિવપુરાણ મા પણ જોવા મળે છે કે આ ઋષિ પોતે ખિચડી બનાવી ને નિયમિત આ ખીચડી ના એક ભાગ ને લઈને પહેલા ગૌરી કેદારશ્ર્વર ને જમાડતા અને ત્યારબાદ ત્યાં થી પરત આવી પોતે જમતાં તેમજ આવેલા અતિથી ને પણ આ ખીચડી જમાડતા. આ તેમનો નિત્યકર્મ બની ગયો હતો. તેમની આ રીતે સેવા ભક્તિ ચાલતી હતી પરંતુ એક વાર તે અચાનક બીમાર પડી ગયા.

તેમણે ઘણા પ્રયત્નો કર્યા કે તે પોતે ઉભા થઇ ખીચડી બનાવી હિમાલય લઈ જાય પણ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા. આ જોતા તેમનુ હ્રદય દુઃખ થી વ્યથિત થઇ ગયુ કેમકે તેઓ આજે માતા પાર્વતી તેમજ ભગવાન ભોલાનાથ ખિચડી નોહતા ખવડાવી શક્યા. આ દુઃખ ને લીધે તે વધુ બીમાર થયા અને મૂર્છિત થઇ ગયા ત્યારે ભગવાન ભોલાનાથ હિમાલય થી માતા ગૌરી સાથે સ્વયં ત્યાં પ્રકટ થયા અને ખીચડી આરોગી હતી અને તેના ફળ સ્વરૂપ ઋષિ ને વરદાન આપ્યું કે આજ થી મારું એક સ્વરૂપ અહિયાં કાશી મા બિરાજશે.