અડધી રાત્રે અલગ અલગ રીતોથી સંબંધ બાંધવાનું પત્ની ના પાડી તો પતિ એ કર્યું એવું જાણીને ચોંકી જશો

0
419

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેની સાસુ સસરાએ અને નણંદ નાની નાની કામની વાતોમાં તેને ત્રાસ આપી બીભત્સ ગાળો બોલતા હતા. તેનો પતિ પણ તેના પરિવારના સભ્યોનો પક્ષ લઈને તેને માર મારતો હતો. અનેક વાર આ યુવતીનો પતિ અલગ અલગ રીતે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

અને જો યુવતી આ રીતે સબન્ધ બાધવાની ના પાડે તો ઝગડા કરતો હતો. આટલું જ નહીં લગ્નથી આજ દિન સુધી આ જ કારણોથી યુવતીને તેના પતિનું શારીરિક સુખ પણ મળ્યું નહોતું. રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ 181 હેલ્પલાઇન પર ફોન કરી આ બાબતે ફરિયાદ આપતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ન્યૂ મણિનગર ખાતે રહેતી ૨૮ વર્ષીય યુવતી ના લગ્ન વર્ષ 2019 માં થયા હતા. તેનો પતિ એક બેંકની મહેસાણા જિલ્લાની ખેરાલુ બ્રાંચમાં નોકરી કરતો હતો અને અગાઉ બાવળા ખાતે નોકરી કરતો હતો. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. લગ્ન સમયે આ યુવતીના પિતાએ દહેજમાં ડાઈનીંગ ટેબલ, એસી અને કાર તથા અન્ય વસ્તુઓ આપી હતી. સાથે સાથે રોકડા પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા.

જો કે લગ્નના પંદરેક દિવસ બાદ જ આ યુવતી ના પિતા ને સસરાએ બોલાવી ઠપકો આપ્યો હતો કે તેમની દીકરીને કોઈ કામ આવડતું નથી તેને ઘર કામ શીખવાડો. જેથી આ યુવતી પિયરમાં બે મહિના રહેતી અને સાસરીમાં પંદરેક દિવસ રહેતી હતી. જો કે લગ્નના ત્રણેક માસ બાદ જ તેની સાસુ સસરા નણંદ તમામ લોકો ભેગા મળી આ યુવતીને કામ બાબતે ભૂલો કાઢીને ત્રાસ આપતા હતા અને બિભત્સ ગાળો બોલતા હતા.

યુવતી એટલી હદે ત્રાસી ગઈ હતી કે તેનો પતિ પણ તેના પરિવારનો પક્ષ લઇને તેની પત્નીની ભૂલો કાઢી તેને માર મારતો હતો. થોડા સમય પહેલાં તેના પતિનું ક્લાર્ક માંથી ઑફિસરની પોસ્ટ પર પ્રમોશન થતાં આ યુવતીના સાસરી વાળાઓએ તેને કહ્યું હતું કે ‘મારો દીકરો તો ઓફિસર છે અને તું મારા ઘરે શોભતી પણ નથી તારો બાપ તો કંગાળ છે દહેજમાં કશું આપ્યું નથી’. આ વાત યુવતીએ તેના પિયર જનોને કહેતા આ બાબતને લઈને મીટીંગ થઇ હતી. પરંતુ બાદમાં છોકરો સુધરી જશે અને બધું ઠીક થઈ જશે તેમ કરી આ યુવતીના માતા-પિતાએ તેનું ઘર કર્યું હતું.

જોકે આ યુવતીએ દહેજ વધુ ન લાવતા તેનો પતિ સમાજમાં તથા આજુબાજુના માણસોને તેની પત્ની વિશે જણાવતો કે તેનું કેરેક્ટર ખરાબ છે અને તેને અન્ય પુરુષો સાથે અફેર છે. આ રીતે બદનામી કરી ખોટી વાતો તેનો પતિ કરતો હતો અને આ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદથી આજદિન સુધી તેને તેના પતિ વચ્ચે કોઇ શારીરિક સંબંધ બંધાયા નથી. યુવતીનો પતિ કોઈ દાગીના કે મંગળસૂત્ર પણ પહેરવા દેતો નહિ અને સતત શારીરિક-માનસિક ત્રાસ આપ્યા કરતો હતો. અને તેનો પતિ તેની સાથે અલગ-અલગ પ્રકારે શારીરિક સંબંધ બાંધવા માગણી કરતો હતો. યુવતી આ બાબતે ના પાડે તો તેની સાથે ઝઘડો કરતો હતો.

આ યુવતી જ્યારે સામેથી તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા જાય ત્યારે તેનો પતિ ના પાડતો હતો અને તે બાબતે પણ તેને ઝઘડા થતા હતા. ગત 28 ડિસેમ્બરના રોજ તેના પતિએ તેની સાથે ઝઘડો કરી અલગ અલગ પ્રકારની શારીરિક સંબંધ બાંધવાની માગણી કરતા તે બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં સાસરિયાઓ સાથે બોલાચાલી પણ થઈ હતી. જેથી તેના પતિએ વાળ પકડીને રાત્રે એક વાગ્યે ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી આ યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કર્યા બાદ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સિલરોએ કાઉન્સિલિંગ કર્યું હતું અને બાદમાં કંટાળીને આ યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આવોજ એક બીજો કિસ્સો રાજકોટના નહેરુનગરમાં રહેતી મુસ્લિમ પરિણીતાને ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં કલોલના છત્રાલ અને કડી રહેતા પતિ, જેઠ, જેઠાણી, ફઇજી સાસુ, ફૂવાજી સસરા અને નણદોયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે શહેરના નહેરુનગરમાં માવતરે રહેતી અપસાબેન નૈમભાઇ સૈયદ નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ ગામે રહેતા પતિ નઇમ જહાંગીરહુસેન સૈયદ, જેઠ જાવેદ જહાંગીરભાઈ સૈયદ, જેઠાણી રેશ્માબેન, મહેસાણાના કડી ગામે રહેતા નણદોયા આસિફ સાકીર સૈયદ, ફૂવાજી સાકીર અનવરભાઈ સૈયદ અને ફઇજી આબેદાબેન સામે ત્રાસ આપવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 27 ડિસેમ્બર 2014ના રોજ થયા હતા.

લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી હતી થોડા દિવસ સારી રીતે રાખ્યા બાદ ઘરકામ જેવી નજીવી બાબતે ત્રાસ આપવાનું શરુ કર્યું હતું કામવાળીને કાઢી મૂકી ઘરનું બધું કામ મારી પાસે જ કરાવતા હતા મારો પતિ મારા રૂમમાં સુવા આવવાને બદલે જેઠાણીના રૂમમાં સૂતો હતો આ બાબતે પૂછતાં તારા બાપના ઘરેથી એસી લઇ આવ, મને એસી વિના ફાવતું નથી, એસી લાવીશ પછી જ તારા રૂમમાં સુવા આવીશ તેમ કહેતા એસી લઇ આવતા તે એસી મારા સાસુ સસરાના રૂમમાં ફિટ કરાવી દીધું હતું.

મારો પતિ અવારનવાર મુંબઈ રહેતા જેઠાણીના માં-બાપના ઘરે રોકાવા જતો રહેતો મારા જેઠાણી પૂરતું જમવાનું પણ ન આપતા અને જમવા બેસું તો કેટલું જમવું છે ભૂખની બારસ છો તેવા મેણાંટોણાં મારતા હતા ફઇજી, ફૂવાજી અને નણદોયા અવારનવાર આવીને પતિને ચડામણી કરતા અને અને કાઢી મુકો અને મારી દીકરી સાયમાં સાથે લગ્ન કરાવી દો તેવી ચડામણી કરતા હતા મારા પતિ સાયમાં સાથે જ વાતો કરતા રહેતા સાસુ સસરાને ફરિયાદ કરતા મારા જેઠે ગાળો ભાંડી, બાવડું પકડી મારવા દોડ્યા હતા.

અને જેઠાણીએ તને અગાસી ઉપરથી ફેંકી દઈશું અને ક્યાંક દફનાવી દેશું કોઈને ખબર નહિ પડે તેવી ધમકી આપી હતી મારા નણંદ ઝેબાબેનના લગ્ન થયા ત્યારે મારો સોનાનો ચેઇન બળજબરીથી કઢાવી લઇ તેને આપી દીધો હતો હું માવતરે આટો મારીને મારા પિતા મને મુકવા આવ્યા ત્યારે મારા પિતાને ઘરમાં અંદર પણ આવવા દીધા ન હતા અને ઘરમાં 3 દિવસ સુધી બંધ કરી દીધી હતી આ અંગે મારા પિતાને ફોન કરતા તેઓ તેડવા આવતા મને ચપ્પલ પણ પહેરવા દીધા ન હતા અને ઘરમાંથી કાઢી મૂકી હતી અંતે આ અંગે ફરિયાદ નોંધાવી હતી