આબુ-ઉદેપુર શિવાય એકવાર રાજસ્થાનની આ જગ્યાઓની મુલાકાત જરૂર લેજો, મનમોહક દ્રશ્ય દિલ જીતી લેશે………

0
161

નમસ્તે મિત્રો આજના અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક રાજસ્થાન માં આવેલા ફરવા લાયક સ્થળો વિશે વાત કરીશું. આજે આપણે ત્યાં આવેલા મુખ્યત્વે સ્થળો વિશે વાત કરીશું. આજકાલ લોકોને રાજસ્થાન જવું પસંદ કરીએ છીએ પરંતુ આપણે આબુ અથવા ઉદેપુર એમ બે જ સ્થળોએ વારંવાર જતા હોઈએ છીએ.આજે અમે તમારી માટે લાવ્યા છીએ રાજસ્થાનના 6 એવા ફરવાલાયક સ્થળો જે ગુજરાતથી નજીક છે અને ત્યાં ફરીને તમે કોઈ નવા સ્થળે ગયા હોવાનો આનંદ પણ મેળવી શકો છો. તો આ દિવાળીની રજાઓમાં આ સ્થળોને માણવાનું ચુકતા નહીં.

જવાઈ અભ્યારણ્યમાં પર્યટકો ખુલ્લા મેદાનમાં અને પથ્થરોની કોતરમાં ખૂંખાર દીપડાને આઝાદીથી વિહરતા તમે જોઈ શકો છો. અહીં જવાઈ લેપર્ડ સફારી પણ કરાવવામાં આવે છે જ્યાં જીપમાં બેસીને જાનવરોને સુરક્ષિત રીતે જોઈ શકાતા હોય છે. અહીં યાયાવર પક્ષીઓને પણ જોઈ શકાય છે અને ઐતિહાસિક મંદિરોના દર્શન કરી શકાય છે. અને અહીં આવેલા બેરા નામના નાનકડા નગરમાં હોટલ રાખીને રહી શકાય છે. અહીં ટ્રેકિંગને લગતી એક્ટિવિટી પણ કરાવવામાં આવતી હોય છે. દીપડા, ઝરખ, રીંછ, શિયાળ, પક્ષીઓ, જવાઈ ડેમ એક ફેમિલીનો ખર્ચ – 12,000 રૂપિયા (એક ફેમિલીમાં એક દંપતી અને 2 બાળકો) અમદાવાદથી અંતર – 283 કિમી

પ્રતાપગઢ શહેરની જ નજીક આવેલ આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં વાલ્મિકી આશ્રમ પણ આવેલો છે. અને એવું માનવામાં આવે છે કે સીતા માતા અને ભગવાન શ્રી રામના પુત્રો લવ અને કુશનો જન્મ અહીં જ થયો હતો. અહીં હનુમાન અને સીતા માતાના પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરો આવેલા છે. આ ઉપરાંત અહીં સુંદર પક્ષીઓ અને ઊડતી ખિસકોલી જેવા પ્રાણીઓ પણ જોવા મળી જાય છે. અહીંથી નજીક લાખિયાભાટા પાસે પથ્થરો ઉપર હજારો વર્ષો જુના માનવોએ દોરેલા ચિત્રો પણ મળી આવે છે જેથી તે ઐતિહાસિક રીતે મહત્વનું સ્થળ પુરવાર થઈ જાય છે. અહીં દર જુલાઈએ એક મેળો પણ ભરાતો હોય છે. એક ફેમિલી માટેનો ખર્ચ – 6000-8000 રૂપિયા, અમદાવાદથી અંતર – 288 કિમી

જાલોર શહેરના મુખ્ય કિલ્લા જાલોર ફોર્ટને 8મીથી 10મી સદીની વચ્ચે જ બનાવવામાં આવ્યો છે. અહીંથી ઊંચાઈ ઉપરથી આખા શહેરને જોઈ શકાય છે. અને આ ઉપરાંત શહેરમાં 7મી સદીમાં રાજા ભોજે એક સંસ્કૃત શાળા પણ બનાવી હતી. આ શાળાને અંગ્રેજોના સમયમાં શસ્ત્ર ભંડાર તરીકે ઉપયોગ કરવામાં આવતી હોવાથી તેનું નામ ટોપખાના પાડવામાં આવ્યું છે જે આજે પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. અને આ ઉપરાંત અહીં સિરેય મંદિર આવેલું છે જે રાવલ રતન સિંઘે બંધાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ સ્થળે પૌરાણિક સમયમાં પાંડવો પણ રોકાયા હતા. જાલોર ફોર્ટ, તોપખાના, સિરેય મંદિર, એક ફેમિલી માટેનો ખર્ચ – 12000-16000 રૂપિયા, અમદાવાદથી અંતર – 303 કિમી

અહીં ભીલવાડા શહેરથી 70 કિમી દૂર એક ટેકરી ઉપર 7 માળનો બાડનોર ફોર્ટ આવેલો છે. અને આ ઉપરાંત અહીં આવેલી પૂર ઉડાન છત્રી પણ ટુરિસ્ટમાં ફેમસ ડેસ્ટિનેશન બનેલ છે. ભીલવાડાથી નજીક આવેલા બિજોલિયા નગરમાં શ્રી દિગંબર જૈન પાર્શ્વનાથ તીર્થક્ષેત્ર, બિજોલિયા ફોર્ટ અને મંદાકિની મંદિર પણ આવેલું છે. આ કિલ્લામાં એક શિવજીનું મંદિર આવેલું છે. અને આ નગર તેની સ્થાપત્યકલા માટે ખુબજ જાણીતું છે. આ ઉપરાંત અહીં 11મી સદીમાં આવેલા ભીલો દ્વારા સૌપ્રથમ બનાવવામાં આવેલું ‘જટાઓ કે મંદિર’ પણ ખૂબ જાણીતું છે. બાડનોર ફોર્ટ, બિજોલિયા, જટાઓ કા મંદિર, એક ફેમિલી માટેનો ખર્ચ – 16000 થી 18000 રૂપિયા, અમદાવાદથી અંતર – 411 કિમી

રાજપૂતોના માન સન્માન અને મોભાના પ્રતીક સમું ચિત્તોડગઢ ચિત્તોડગઢનો કિલ્લો ધરાવે છે. અને એવું માનવામાં આવે છે કે ચિત્તોડગઢના કિલ્લાનું નિર્માણ ભીમે જ શરુ કરાવ્યું હતું. અહીં રાણી પદ્મિનીનો મહેલ પણ આવેલો છે. એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખીલજી રાણી પદ્મિનીનો ચહેરો એક પ્રતિબિંબમાં જોઈને એટલો બધો મોહિત થઇ ગયો હતો કે તેણે ચિત્તોડગઢ ઉપર ચડાઇ કરી દીધી હતી. અને આ ઉપરાંત અહીં રાણા કુંભાનો મહેલ પણ આવેલો છે.

આ મહેલની નીચે ભોંયરું આવેલું છે તેવું કહેવામાં આવે છે જ્યાં મહારાણી પદ્મિનીએ અન્ય સ્ત્રીઓ સાથે જૌહર કર્યું હતું. આ ઉપરાંત અહીં જૈનોના પહેલા તીર્થંકર આદિનાથ માટે 12મી સદીમાં એક સ્થાપત્ય બનાવવામાં આવ્યું હતું જેને કીર્તિ સ્તંભ કહેવાય છે. રાણી પદ્મિની મહેલ, કીર્તિ સ્તંભ, રતન સિંહ મહેલ, રાણા કુંભા મહેલ, ભેંસરોડગઢ કિલ્લો, એક ફેમિલી માટેનો ખર્ચ – 20000 થી 22000 રૂપિયા, અમદાવાદથી અંતર – 368 કિમી

કોટા શહેર આમ તો વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે ખુબજ જાણીતું છે પરંતુ અહીં દર્શનીય સ્થળો આવેલા છે. અહીં આવેલા અભેદ મહેલને રાજપુત શાસકોએ તેમના નવરાશની પળોને માણવા માટે જ બનાવ્યો હતો. અહીં નજીકમાં કરણીમાંનું મંદિર પણ આવેલું છે. અને અહીં આવેલા અલનિયા ડેમમાં યાયાવર પક્ષીઓ જોવા મળી જાય છે. અહીં હજારો વર્ષો પહેલા આવેલા માનવોએ દોરેલા ચિત્રો પણ મળી આવ્યા આવ્યા છે. અને આ ઉપરાંત અહીં જગમંદિર પેલેસ આવેલો છે જે 18મી સદીમાં કોટાના મહારાણીએ બનાવ્યો હતો. આ મહેલ કિશોર સાગર સરોવરની મધ્યમાં જ આવેલો છે. અહીં બોટ રાઇડિંગની મજા પણ માણી શકાય છે. અભેદ મહેલ, જગમંદિર પેલેસ, દાદ દેવી મંદિર, કનસુઆ મંદિર, એક ફેમિલી માટેનો ખર્ચ – 16000 થી 18000 રૂપિયા, અમદાવાદથી અંતર – 582 કિમી

આ ઉપરાંત રાજસ્થાન માં અન્ય જોવાલાયક સ્થળોથર રણના હૃદયમાં, જૈસલમેરને રતિના સુંદર અગ્ગલા, કવિઓ, ભક્તિ મહેલો, મંદિરો અને સમૃદ્ધ સંસ્કૃતિ અને પરિવર્તનો માટે સુવૈતિક શહેર તરીકે ઓળખાયેલ છે. ‘પિંક સિટી’ જયપુર ભારતનો સૌથી અદ્યતન અને રંગબેરંગી શહેરોમાંનો એક અનુભવ જેનો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ગૌરવપૂર્ણ સંસ્કૃતિ માટેનો સંપર્ક છે.

આ શાહી શહેર એકવાર મેવાડની શક્તિ કેન્દ્ર છે, અને અહીં સુંદર સુંદરતાઓ, મહેલો અને મંદિરો સંગ્રહ છે. તે રાજસ્થાનના સૌથી પ્રસિદ્ધ શહેરોમાં એક શહેર છે, આ શહેરની સૌથી સુંદર શક્તિશાળી મહેરાંગી કિલ્લો છે. ભારતના વિશ્વના શહેરોમાંથી એક, પુષ્કર આશ્ચર્યજનક રીતે ભક્તિ થાય છે કારણ કે તે શહેરની અસ્થિભંગ અને અસ્થિર સ્થળો છે.

સૂફી મેનુસુદિઅન ચિસ્તિનો દરગાહ છાત્રાલય, અજમેરના પ્રખ્યાત છે, જ્યાં તમે તમારી આત્મવિદ્યાકીય શોધખોળ કરો છો. રાજસ્થાનના ત્રિમાસિક સ્થળોએ તે સૌથી લોકપ્રિય છે. ઉદેપુર, વેનિસ નામ પ્રસિધ્ધ, રાજસ્થાન તેના સમૃદ્ધ અને રંગબેરંગી ઇતિહાસ, માર્ગદર્શક દેવી દ્રશ્ય અને અજ્ખીાત પરિવર્તન માટે ખૂબ જ લોકપ્રિય છે.

ભારતીય સમાંતિહાસિક વિશ્વના જુના શહેરોની પકીકીનું એક, ચિત્તોડગ ઘણામાં ઘણા જુના કિલ્લાટિંગ્સ, મહેલો અને સ્મરકો છે, જે કથાનો સાથે જોડાયેલા છે અને બહાદૂરી અને ભક્તિની કથા કહે છે. જો તમે સંકુચિત ભાગનો અનુભવ કરો, તો ચિત્તોડગઢ એ રાજસ્થાન શ્રેષ્ઠ સ્થાન છે. રાજસ્થાનની મુલાકાત લેવાનું શ્રેષ્ઠ સ્થળ મરાન આબુ રાજસ્થાનના કૃષ્ણ રાજ્યનું એક એક હિલ્ટ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન પ્રાચીન સ્થિતિઓ અને મંદિરોથી ભરાવણ અને અવરલી પર્વતની ગિરિમાળાના અદ્યતન વિષ્ટો છે.