આબુ નજીકજ આવેલું છે એક પ્રાચીન માતાનું મંદિર જ્યાં માથું ટેકવાથી દરેક દુઃખ થઈ જાય છે દૂર.

0
338

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સુંધા માતાનું મંદિર લગભગ ૯૦૦ વર્ષ જેટલું જૂનું છે, જે ઊંચી ટેકરી પર આવેલ છે, જેમાં સુંધા માતાની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના સુંધામાં સ્થિત થયેલ છે.રાજસ્થાન રાજ્યમાં સૌ પ્રથમ રોપ વે અહીં બનાવવામાં આવેલ છે. સુંધા માતા મંદિર દરિયાઈ સપાટીથી લગભગ ૮૫૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે.

રાજસ્થાનના વૈષ્ણોદેવી ગણાતા સુંધા માતાનું સ્થાનક રાજસ્થાનના જાલોર જીલ્લાના ભીનમાલ તાલુકામાં આવેલું છે. સુંધા પર્વતના કુદરતી સૌંદર્ય વહેતા ઝરણાં અને પક્ષીઓના મધુરવ કલવર વચ્ચે આવેલા આ સ્થળે માતા ચામુંડા, સુંધા માતાના નામથી બિરાજમાન છે. આ મંદિર ઘણું પ્રાચીન માનવામાં આવે છે. તેનું નિર્માણ જાલોર નરેશ ચાચિગદેવ ચૌહાણે કરાવ્યું હતું.ચોમાસામાં તો સૌગન્ધિક પર્વતમાળાનું સૌંદર્યમાં ખીલી ઉઠે છે. અહીં અલગ અલગ પ્રકારની જડીબુટીઓ મળી રહે છે અહીં ફરવા જવા માટે વાતાવરણ યોગ્ય સમય ઓકટોમ્બરથી જાન્યુઆરી સુધીનો વધુ યોગ્ય રહેશે, કારણ કે અહીં ઉનાળામાં ગરમી વધુ હોય છે.

અહીં પહોચવા માટે રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે.આ ભૂમિમાં કેટલાય સાધુ-સંતોએ ધ્યાન, તપ અને દેવીની આરાધના કરી દૈવી શકિતઓ કેળવી હતી. સુંધા પર્વત પર આવેલા આ સ્થાનકને રાજસ્થાનના લોકો સુંધારો ભાખરથી ઓળખે છે. ધાર્મિક ગ્રંથોમાં આ સ્થળનો ઉલ્લેખ સુગન્ધગિરિ પહાડી ઓના નામથી કરવામાં આવેલો છે. એવું માનવામાં આવે સ્વયં ભગવાન ભોળાનાથે અહીં ત્રિપુર રાક્ષસ વધ કરવા તપસ્યા કરી હતી,

મંદિર સુધી પહોચવા પગથીયા બનાવામાં આવેલા છે. અહીં બાળકો તથા સ્ત્રીઓ તેમજ વૃધ્ધ, અશકત લોકો માટે રોપવેની વ્યવસ્થા છે.અહીં પ્રાચીન સમયમાં દેવી ચામુંડાને દારૂ (શરાબ)અને બલિ અર્પણ કરાતા જે છેલ્લા ૩પ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. હવે અહીં માતાજીની ધાર્મિક રીતે પૂજાઅર્ચના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન તેરસના દર્શનનું મહત્વ છે. તે દિવસે અહીં શ્રધ્ધાળુ ભકતો અલગઅલગ દેવી દેવતાઓના વેશમાં ગરબે ધૂમે છે. માતાજી ધડરહિત દેવી હોવાથી અધટેશ્વરીના નામે પણ ઓળખાય છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે.

પ્રવેશદ્વાર પર શિલ્પકળાના નમૂના સમા સિંહ કંડારવામાં આવેલા છે. અહીંથી આગળ ગુફા મંદિરમાં ચામુંડાદેવી-સુંધા માતા, બ્રહમાણી, વારાહી વગરે છ જેટલી દેવીઓ સ્થાપિત કરવામાં આવેલી છે. માતાજીના સન્મુખ ચાંદીથી મઢેલો સિંહ, પાસે ચમકતી તલવાર તથા વર્ષોથી અખંડ દીવો પ્રજવલે છે. સામેના ભાગમાં ભૂરેશ્વર મહાદેવનું શિવલિંગ છે. અને તેની બાજુમાં ભોયરૂ આવેલું છે.જીવજંતુઓના ભયને કારણે વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યું છે અહીંથી આબુનો રાજ પરિવાર માતાના દર્શને આવતો હતો.

સુંધા મંદિરની કોતરણી આકર્ષક અને મનમોહક છે. તેની કોતરણી દેખાવમાં દેલવાડાના જૈન દેરાસર જેવી છે.મંદિરનાં પરિસરમાં મોટું ત્રિશૂળ છે. જેના ઉપર શિવ, જગદંબા, ગણેશ અને સૂર્યની મૂર્તિઓ ઉપસાવેલી છે. મંદિરનું નિર્માણ ૧ર સ્તંભો ઉપર કરવામાં આવેલું છે.મંદિરના મુખ્યદવારથી અંદર જતા ડાબી તથા જમણી બાજુએ અનુક્રમે ગોરા તથા કાળા ભૈરવજી બિરાજમાન છે. અહીંની વ્યવસ્થા અને દેખરેખ માટે ચામુંડા માતાજી ટ્રસ્ટ કાર્યરત છે.મંદિરથી નીચેની તરફ મહાકાલી માતાજીનું મંદિર આવેલું છે. તથા આજુબાજુ નાની મોટી દુકાનો રેસ્ટોરન્ટ વગરે આવેલા છે.

અહીં ગોગાજીનું મંદિર, વિષ્ણુ-ગણેશ, હનુમાનજીનાં મંદિરો છે.સુન્ધામાતાનું પ્રાચીન મંદિર જાલોર જિલ્લાની સરહદથી જસવંતપુરાથી 12 કિ.મી.ના દૂર દંતાલાવાસ ગામ નજીક લગભગ 1220 મીટરની ઊંચાઇ પર આવેલો એક વિશાળ પર્વત શિખર જેને સુન્ધા પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આ સુન્ધા પર્વતની નીચેની તરફ એક પ્રાચીન ગુફા આવેલી છે. પુરાણોમાં તથા આ પર્વત પર વિદ્યમાન ચૌહાણ રાજા ચાચિગદેવ ઇ.સ. 1262ના શીલા લેખમાં આ પર્વતને સુન્ઘગિરી કહેવામાં આવ્યું છે. આ પર્વત પર સ્થિત ચામુંડા માતાને લોકો સુન્ધામાતા તરીકે ઓળખે છે.

જાલોરના પ્રતાપી ચૌહાણ રાજા ચાચિગદેવે સુન્ધા પહાડ પર સુન્ધા માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જેની પર પહાડ કાપીને મંદિર બનાવવામાં આવ્યું છે. નૈણસીને મંદિર નિર્માણનો સમય વિક્રમ સંવત 1312 લખ્યો છે, સાથે એવું પણ માનવામાં આવે છે કે ચાચિગદેવ આ સમયગાળા દરમિયાન કુંવર અવસ્થામાં હશે એટલે કે તે યુવરાજ હતા ત્યારે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અહીંથી પ્રાપ્ત થયેલ ચાચિગદેવના શાસનકાળમાં સુન્ધા પર્વત પર શિલાલેખ વૈશાખ માસ વિક્રમ સંવત 1319નું હોવાનું પ્રમાણિક જાણકારી પ્રાપ્ત થઇ છે. શિલાલેખમાં ચાચિગદેવને અતુલ પરાક્રમી, દધીચિના સમાનદાયી, સુંદર વ્યક્તિત્વના સ્વામી કહેવામાં આવે છે.

તેઓએ પ્રાકૃતિક વન વૈભવ સંપન્ન સુગંધાદ્રિ પર્વત પર અઘટેશ્વરીના મંદિર અથવા સભામંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં કિન્નર મિથુન વિચરણ કરે છે, અને મંદિરના સભામંડપમાં હંમેશાં મોર તથા અન્ય પક્ષીઓનો કલરવ ગુંજ્યા કરે છે.સુન્ધામાતાને અધટેશ્વરી માતા પણ કહેવામાં આવે છે. અધટેશ્વરી એટલે કે માનવામાં આવે છે કે તે ધડરહિત દેવી છે. જેમનું ફક્ત મસ્તક જ પૂજવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ, સતી માતાના પિતા દક્ષ પ્રજાપતિ પોતાને ત્યાં યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યજ્ઞામાં બધા દેવી-દેવતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પોતાના જમાઇ એટલે કે દેવોના દેવ મહાદેવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત આ હવનના સ્થળે સ્વાગત તથા પહેરેદારી તરીકે પોતાના જમાઇ મહાદેવની પ્રતિમા રાખી હતી. ત્યાં હાજર સતી પોતાના પતિને આમંત્રિત ન કર્યાં, પરંતુ તેની સાથે આ રીતે પતિનું અપમાન કર્યું તેનાથી ક્રોધી થઇ અને તે હવનકુંડમાં પોતે બેસી ગયા. આ સમાચારની જાણ જ્યારે શિવજીને થઇ ત્યારે શિવજી ત્યાં પહોંચ્યા, અને ખૂબ જ ક્રોધી થયા. ક્રોધે ભરાયેલા શિવજીએ સતીના શરીરને લઇને તાંડવ કર્યું.

આ શિવજીના ક્રોધને રોકવા માટે વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્ર દ્વારા સતીના શરીરનાં અંગોને છુટા પાડયાં. સતીના અંગો સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ પડયાં હતાં, ત્યાં ત્યાં શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં આજે પણ ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે. સુન્ધાપર્વત પર સતી માતાનું મસ્તક પડયું હતું. તેથી તેમને અધટેશ્વરી તરીકે પણ ઓળખવામાં આવે છે.દેવીના મંદિરના પરિસરમાં એક પ્રાચીન શિવલિંગ પણ છે. જે ભૂગર્ભમાંથી આવ્યું તેમ માનવામાં આવે છે, સવેશ્વર મહાદેવ વિખ્યાત છે.

સુન્ધામાતા વિશે એક લોકવાયકા પ્રચલિત છે, જ્યારે બકાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે ચામુંડા માતાની પ્રતિમા પાર્શ્વમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવી છે.સુન્ધામાતાનું પાવન તીર્થસ્થળ રસ્તાથી જોડાયેલ છે. જેની સીમા પર વિશાળ પ્રવેશ દ્વાર છે. જ્યાંથી દેવી મંદિર જવા વાળા પર્વતીય માર્ગને પાક્કી સીડીઓની સુવિધા આપવામાં આવી છે. મંદિર નજીકના પહાડ પરથી પડતું ઝરણું અનોખું પ્રાકૃતિક દ્રષ્યનું સર્જન કરે છે.

મંદિરનું બે ખંડોમાં વિભાજન, સુન્ધામાતા મંદિરના પરિસરને બે ખંડમાં વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં એક અગ્રીમ ખંડના ભૂગર્ભંવેશ્વર મહાદેવનું મંદિર છે. જ્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ બીજા ખંડમાં સુન્ધામાતાનું મંદિર છે, જેમાં પ્રવેશ કરવા માટે વિશાળ કલાત્મક તોરણદ્વાર બનાવવામાં આવ્યું છે. સીડીઓ ચડવાથી આગળની તરફ ભવ્ય સભામંડપ છે. જે વિશાળકાય સ્તંભો પર ટેકાયેલો છે.

મંદિરના પ્રથમ અને મુખ્ય ગુફા કક્ષમાં સુન્ધામાતાની મૂર્તિ છે. હાથમાં ઊભું ત્રિશૂળ લઇને મહિષાસુર ર્મિદની સ્વરૃપની આ પ્રતિમા ખૂબ સુંદર દેખાય છે. તેના પાર્શ્વમાં એન્દ્રી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નરસિંહી, બ્રહ્માણી, શામ્ભવી વગેરે માતૃ શક્તિઓ પ્રતિષ્ઠિત છે. તે ઉપરાંત ત્યાં દેવ પ્રતિમાઓમાં બ્રહ્મ, શિવ-પાર્વતી સ્થાનક વિષ્ણુ, શેષશાયી વગેરે મુખ્ય દેવ છે.આ મંદિરમાં વીણાધારી શિવની એક દુર્લભ પ્રતિમા છે. જેમાં શિવ મહિષ પર બિરાજમાન છે. જેનું મુખ મનુષ્ય આકારનું અને શિંગડા મહિષ(પાડા) જેવાં છે. તેમના હાથોમાં ત્રિશૂળ, સાપ અને નીચેના બે હાથોમાં વીણા ધારણ કરેલી છે.

જટાધરીના મસ્તકની ચારે બાજુ મુખમુદ્રા અત્યંત સૌમ્ય અને ગળામાં મણીમાળા ધારણ કરેલી શિવની દુર્લભ અને ઉત્કૃષ્ટ કલાકૃતિના દર્શન થાય છે. તથા મંદિરના પરિસરમાં ગંગા-યમુનાની પ્રતિમાના દર્શન થાય છે.સુન્ધામાતા મંદિરનો સમય સુચિ, દર્શનનો સમય, સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી, આરતી સમય, સવારે 6 વાગે અને સાંજે 7 વાગે.કેવી રીતે જવું, સુન્ધામાતાના દર્શન કરવા તમે બસ, ટ્રેનમાં જઇ શકો છો. આબુ જતી બસમાં બેસો. આબુથી 64 કિ.મી. અને ભીનામલ નગરથી 20 કિ.મી. દૂર છે. ત્યાંથી રિક્ષા, ટેક્સી માતાના દર્શને લઇ જશે.