આ વ્યક્તિનાં કારણે દરેક સ્ત્રીઓ પતિનાં નામનું સિંદૂર ભરે છે જાણો તેની પાછળની સમગ્ર કહાની………..

0
580

આપણા ભારત દેશમાં પતિ પત્ની ના સબંધ ને એક પવિત્ર સબંધ તરીકે માનવામાં આવે છે.લગ્નના સાત ફેરામાં પતિ પત્ની એક બીજાને સાત વચનો આપે છે.પતિ પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.લગ્ન જીવન વિશે મિત્રો કોઇપણ છોકરી હોય તેના જીવન મા એક દ્વાર એવો તો આવે છે જે છોકરી ને જા જવું હોય તો પણ જવવુ જ પડે છે મિત્રો દરેક છોકરી ના જીવન મા આ દિવસ તો જરુર આવે જ છે.

જ્યારે તેને પોતાનુ ઘર છોડી ને બીજા ના ઘર મા જવવુ જ પડે છે મિત્રો પરંતુ આ એક સહેલુ નથી હોતુ કારણ કે પોતાના પિતા ના ઘર છોડી બીજા પારકા લોકો ને ત્યા જઈને પોતાના બનાવવા એ કઈ આસાન નથી મિત્રો કોઇપણ છોકરી તેના લગ્ન માટે ખુબજ ઉત્સુક હોય છે અને જ્યારે તે દિવસ આવે છે ત્યારે તે ખુબજ મૂઝવણ મા આવી જાય છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે મહિલાઓ પોતાના લગ્ન સમયે જે સિંદૂર માથામાં લગાવે છે તે ક્યાં સમય પછી માથામાં લગાવે છે તો ચાલો જાણીએ આ લેખના માધ્યમથી.

મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમા સિંદૂરને પરિણીત મહિલાઓ માટે લગ્નનુ પ્રતીક માનવામા આવે છે. પરંતુ સ્ત્રીઓને સિંદૂર લગાવવા પાછળનુ કારણ શું છે તે સમજવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માન્યતા મુજબ માંગમા સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીનુ ભાગ્ય વધે છે. તમારા મનમા ક્યારેય સવાલ ઉભો થયો છે કે સ્ત્રીઓ માંગમા સિંદૂર કેમ ભરે છે.આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશુ.એક દંતકથા અનુસાર એક ગામમા ધીરા અને વીરા નામની યુવતી અને યુવક રહેતા હતા. ધીરા એક યુવતી હતી જે ફૂલોની જેમ ખૂબ જ સુંદર અને નરમ હતી અને વીર ખૂબ જ બહાદુર પુરુષ હતો. આ બંનેની જોડી એકદમ મોહક હતી.

જો કોઈ તેમને એક સાથે જોઈ જાય તો તે તેમને પોતાના હૃદય અને દિમાગથી દૂર કરી શકતા નહી.જો બંને એકબીજાને અનુરૂપ હોવાને કરને બંનેએ લગ્ન કરી લીધા હતા. એક દિવસ બંને શિકાર પર ગયા જ્યા ધીરા ઉપર કાલિયા નામના લૂંટારૂની ખરાબ નજર પડી હતી. ધીરાની સુંદરતા જોઈ કાલિયાનો ઇરાદો બગડ્યો અને તેણે ધીરાને પોતાની બનાવવાનો નિર્ણય કર્યો. શિકાર કરતી વખતે રાત પડી ગઈ હતી.ધીરા અને વીરાએ જંગલમા જ રાત વિતાવવાનુ નક્કી કર્યું.

બંને એક ટેકરી પર જઈને બેઠા ત્યારે ધીરને તરસ લાગી. વીરા તેના માટે પાણી લેવા ડુંગરની નીચે જવા લાગ્યો. આ તક જોતા જ કાલિયાએ અચાનક વીરા ઉપર હુમલો કર્યો અને આ હુમલામા વીરા ઘાયલ થઈ ગયો. ઇજાગ્રસ્ત વીરાએ પીડા સાથે ચીસો પાડી ત્યારે ધીરા ત્યા આવીને કાલિયા પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી.ધીરાની આ હિંમત જોઈને વીરાના મગજમા શું આવ્યુ અને તેણે ધીરાની માંગને લોહીથી ભરી દીધી એમ કહેવામા આવે છે કે ત્યારથી જ સિંદૂર લાગવાની આ પ્રથા શરૂ થઈ. ભગવાન હનુમાનજી ની સિંદૂર વિશેની કથા હિન્દુ સંસ્કૃતિમા વધુ પ્રચલિત છે પરંતુ કેટલાક લોકો ધીરા અને વીરાની આ કથાને માને છે.

સદીઓથી લગ્ન કરેલી હિન્દુ મહિલાઓ માંગમાં સિંદૂર લગાવી રહી છે. કહેવાય છે કે માથામાં સિંદૂર સુહાગન સ્ત્રીના સૌભાગ્યને હંમેશા ટકાવી રાખે છે. એક પ્રચલિત માન્યતા પ્રમાણે, દેવી પાર્વતીએ પોતાના પતિના સન્માન માટે પોતાના જીવનની આહુતિ આપી દીધી હતી. જેને કારણે સિંદૂર દેવી પાર્વતીનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ પોતાના માથા ઉપર સિંદૂર લગાવે છે, દેવી પાર્વતીના હાથ તેમના માથા ઉપર હંમેશા રહે છે. તેઓ દર સમયે તેમના પતિનું રક્ષણ કરે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે,મેષ રાશિનું સ્થાન માથા ઉપર હોય છે, મંગળ, મેષ રાશિનો સ્વામી ગ્રહ છે, કારણ કે મંગળ ગ્રહનો રંગ લાલ હોય છે. તેને શુભ માનવામાં આવે છે. તેને સૌભાગ્યનો સંકેત પણ માનવામાં આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ અને સંક્રાંતિ જેવા તહેવારો ઉપર લગ્ન કરેલી મહિલાઓ માટે સિંદૂર લગાવવું ફરજિયાત છે. તેનાથી જાણી શકાય છે કે સિંદૂર ધાર્મિક કારણોસર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ,દુર્ભાગ્યાશાળી સ્ત્રીના દોષ નિવારણ માટે સિંદૂર ભરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થાય છે.પુરાણોની કથા મુજબ,સિંદૂરના લાલ રંગથી માતા સતી અને પાર્વતી માતાની ઉર્જા વ્યક્ત કરવામાં આવી છે. તથા એમ પણ કહેવાય છે કે સિંદૂર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સુખ-શાંતિ માટે,સિંદૂરને માતા લક્ષ્મીના સન્માનનું પ્રતિક પણ માનવામાં આવે છે. લક્ષ્મી માતાની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પુરાણો મુજબ, લક્ષ્મી માતા પૃથ્વી પર પાંચ સ્થાનોએ રહે છે. જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે, જ્યાં તે સિંદૂર લગાવે છે. તેનાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ જળવાઇ રહે છે. માટે જ મહિલાઓને દેવી માનવામાં આવે છે.સિંદૂર લગાવવાનું વૈજ્ઞાનિક કારણ,માથાના મધ્ય ભાગમાં સિંદૂર લગાવવામાં આવે છે. આ બિંદુને મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માનવામાં આવે છે. તે જગ્યાએ સિંદૂર લગાવવાથી મગજ સતર્ક અને સક્રિય રહે છે.

વાસ્તવમાં, સિંદૂરમાં મરક્યુરી(પારો) હોય છે. તે એકલી એવી ધાતુ છે જે લિક્વિડ રૂપમાં પ્રાપ્ત થઈ હતી. તેને કારણે સિંદૂર લગાવવાથી શીતળતા મળે છે અને મગજ તણાવમુક્ત રહે છે. સિંદૂર લગ્ન પછી લગાવવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે લગ્ન પછી જ મહિલાઓની જવાબદારીઓ વધી જાય છે અને મગજને શાંત અને વ્યવસ્થિત રાખવું જરૂરી બને છે. સિંદૂર લગાવાથી માથામાં દુખાવો, અનિદ્રા અને મગજને લગતા રોગ પણ દૂર થાય છે. એટલા માટે સિંદૂર લગાવવાની પ્રથા બનાવવામાં આવી છે.