આ વસ્તુ ખાસો તો થઈ જશો જાડા આજથીજ બંધ કરીલો તેનું સેવન.

0
162

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાલના સમયમાં માણસોની ખાવા પીવાની ખરાબ આદતોમાં ચેન્જ થયા છે. મોટાભાગના માણસો ભોજનના શોખીન હોવાને કારણે તેઓ બજારમાં મળી આવતા તળેલા, મસાલેદાર તથા જંક ફૂડ ને ખાવાનું વધારે પસંદ કરે છે. જેના લીધે શરીર વિવિધ તકલીફોનું ઘર બની જાય છે.

જે આ પૈકી એક છે સ્થૂળતા. જો કે ઘણા માણસોનું કહેવુ છે કે તેઓ ખૂબ ઓછું ભોજન કરે છે તેમ છતાં વજન રોજબરોજ વધતું જાય છે. આમ થવા પાછળ તમારી જ કેટલી ખરાબ આદતો જ જવાબદાર હોય છે.મોટાભાગના માણસો તેમના દિવસની શરૂઆત થતાની સાથે જે કામ કરે છે તેના લીધે સ્થૂળતાની તકલીફ દિવસ દરમિયાન વધતી જાય છે. જાણી લો તમે પણ કે કઈ કઈ છે આ ભુલ જે કરવાથી ભયંકર રીતે વધે છે વજન.

એક વાતનો વિચાર કરો. તમારી પાસે તમારા શરીરમાં ચરબી બાળનારા જનીન છે જ. તમારે માત્ર તેને ક્રિયાશીલ બનાવવાની જરૂર છે. તમે નવાઈ પામશો કે તમારું શરીર તેને જોઈતું પોષણ આપો તો શું કરવા સમર્થ છે અને તમે માત્ર પરિણામોને જોઈ જ નહીં, પણ અનુભવી પણ શકશો. ખરેખર તમારે અઘરા ડાયટની કે તનતોડ પરિશ્રમ કે થાક લાગે તેવી કસરતની પણ નહીં જરૂર પડે અને જરૂર માત્ર એટલી જ છે કે તમારે તમારા શરીરને સમજવાનું છે અને તેને સમજીને અમુક પ્રકારનો ખોરાક ખાવાની શરૂઆત કરવાની હોય છે.

એેક વખત તમે ચરબી બાળનાર ખોરાક.ખાવાની શરૂઆત કરશો તો એક કે બે જ દિવસમાં તમને પાતળા અને હળવા હોવાની અનુભૂતિ થવા લાગશે. આ સામાન્ય છે. તેનું કારણ એ હોઈ શકે કે તમારું જંક ફૂડ વિથડ્રોઅલના તબક્કામાંથી પસાર થતું હોય છે અને તમારા શરીરને તેનું વ્યસન પડી ગયું હોય, પરંતુ આ વિથડ્રોઅલની પ્રક્રિયા બે કે ત્રણ જ અઠવાડિયાં સુધી ચાલશે. થોડાં અઠવાડિયાં માટે વજનકાંટા પર ચઢશો નહીં.

અગત્યની બાબત એ છે કે તમે વિથડ્રોઅલના તબક્કામાં પણ ચરબી બાળનાર પદાર્થો લેવાનું ચાલુ રાખો. ત્યાર પછી બધું જ સરળ છે અને તમને તે ખરાબ ખોરાકની ક્યારેય પણ જરૂર જ નહીં પડે. તમારું આરોગ્ય સુધારવાના સૌથી મોટા હકારાત્મક ફેરફાર માટે, માત્ર થોડાં અઠવાડિયાં માટે વજનકાંટા પર ચઢશો નહીં. આમ એટલા માટે કરવાનું કે મોટાભાગના લોકો બીજા જ દિવસથી વજન ઊતરવાની આશા રાખતા હોય છે અને જ્યારે વજન ઊતરેલું નથી દેખાતું તો તે તેમના જુસ્સાને ઠંડો પાડી દે છે.

લગભગ બેથી ત્રણ અઠવાડિયાંના સમયમાં તમારું ચયાપચય સ્થિર બની જશે અને તમને પોતે એક નવી વ્યક્તિ છો તેવું તમને લાગશે. તમે નોંધી શકશો કે કપડાં ઢીલાં પડવા લાગ્યાં છે. હવે તમે વજનકાંટા પર ચઢી શકો છો. તમે તમારા ઊતરેલા વજનનાં પરિણામો માત્ર કપડાંના ફીટિંગથી નહીં પણ કાંટા પર તમારા ઊતરેલા વજનનાં પરિણામોમાં જોઈ શકશો અને તમે હવે ધીમા પણ મક્કમ પગલે સાચા માર્ગે આગળ ચાલવાનું શરૂ કરી દીધું છે.

શરૂઆતના વિથડ્રોઅલના સમયમાં.સૌથી મોટું વિઘ્ન લોકો અનુભવે છે. તમારામાં ઉદ્ભવતી લાગણીઓ અને ફેરફારો તરત ધ્યાનમાં આવે તેવા જ હશે અને તેને સહન કરવા અઘરા લાગશે, પરંતુ આ જ સમય છે કે જ્યારે તમારે તે માટે સહન કરવાનું રહેશે, તમે જાણતા જ હશો કે જ્યારે તમે આ કરો છો ત્યારે,તમારું શરીર નવો આકાર અને દેખાવ ધારણ કરી રહ્યું છે અને તમે થોડાં જ અઠવાડિયાંમાં ખૂબ સરસ દેખાશો. થોડાં અઠવાડિયાં માટે એટલો નાનો ફેરફાર એ પોતાની જાતને બાકીના જીવન માટે તંદુરસ્ત, પાતળી અને શક્તિથી ભરપૂર બનાવવા માટે ખુબ અસરકારક છે. આખા જીવનના આરોગ્ય માટે આ ખૂબ થોડી કિંમત ગણાય.

ઘણાં લોકોનું વજન ઘઉં ખાવાથી વધતું હોય છે. એમ કહો કે મોટાભાગના લોકોનું વજન તેનાથી જ વધી જતું હોય છે. એવું નથી કે ઘઉં ખાવાનું બંધ જ કરી દેવું જોઇએ, ઘઉં ખાવાથી વજન વધતું હોવાના પુરાવા પણ મળી ચૂક્યા છે. માટે આપણે ઘઉં ખાવાનું થોડું ઓછું કરી દેવું જોઇએ. દિવસમાં એક જ વાર ઘઉં ખાવાનું રાખવું જોઇએ. તેને બંધ ન કરવા, કેમ કે તે પ્રોટીનયુક્ત હોય છે તેથી શરીરને તેની જરૂર પડે છે. અલબત્ત, તેને ઓછા કરી દેવા અને બીજું આગળ જણાવ્યું તે પ્રમાણે જીવનશૈલીમાં ફેરફાર કરવા જરૂરી છે, તે જ રીતે બહારનું ભોજન પણ બને ત્યાં સુધી બંધ જ કરવું ખુબજ હિતાવહ રહેશે.

આજના સમયમાં મોટાભાગના લોકો મેદસ્વીતાની સમસ્યાથી ચિંતિત છે. ખાસ કરીને મહિલાઓ માટે આ સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. ઝડપથી વજન ઘટાડવા માટે કેટલાક તેમના ભોજપ પર વિશેષ ધ્યાન આપતા હોય છે. પણ તેમાં પ્રશ્ન એ ઉદભવે છે કે, શું ડાઈટિંગ કરતા લોકોએ ફળ ન ખાવા જોઈએ? ફળોમાં રહેલું સુગર શું વજન વધારે છે? વજન ઘટાડવા માટે અનેક સલાહ પછી પણ લોકો એ વાતને લઈને કન્ફ્યુઝ હોય છે કે ડાયેટ પ્લાનમાં કઈ વસ્તુને સામેલ કરવી અને કઈ નહીં.

મેદસ્વીતા ઘટાડવા માટે શું ખાવુ કે શું ન ખાવુ, આ વાતને લઈને દરેકના મનમાં પ્રશ્ન હોય છે. કેટલાક લોકો એવુ માનતા હોય છે કે, ડાઈટિંગ દરમ્યાન ફળ ખાવાથી વજન ઘટવાની બદલે વધે છે. પણ શું આ વાત સાચી છે? કારણ કે એ વાત પણ સાચી છે કે, ફળમાં સુગરનું પ્રમાણ વધુ હોય જે તમારું વજન વધારી શકે છે. આજે આપણે જાણીશું કે, વજન ઘટાડા માટેના ડાઈટિંગ દરમ્યાન ફળો ખાવા જોઈએ કે નહીં.

ફળોમાં સુગર હોવાની વાત સાચી?.ફળોમાં ઘણા બધા વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે, જે શરીર માટે ફાયદાકારક છે. ફળ ખાવાનું સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. મોટાભાગના ફળોનો સ્વાદ મીઠો હોય છે. ફળોની આ મીઠાશ ગ્લુકોઝનો એક પ્રકાર, ફ્ર્યુક્ટોઝને કારણે હોય છે. ‘સુગર’ એટલે કે કૃત્રિમ ખાંડમાં પણ ગ્લુકોઝ જોવા મળે છે, અને આ જ વજન વધારવા માટે જાણીતું છે.

શું ફળોમાં રહેલું સુગર વજન વધારે છે?.આપણે જ્યારે ફળો આરોગીએ છીએ ત્યારે એ વાતનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે કે, ફળોમાં રહેલું સુગર તમારા માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. આ અંગે થયેલા સંશોધન પણ એ બતાવે છે કે ફળોમાં હાજર સુગર તમારા શરીર અને વજન પર કોઈ ખાસ અસર કરી શકતી નથી, કારણ કે ફળોમાં હાજર સુગર કૃત્રિમ સુગર કરતા અનેક રીતે અલગ હોય છે.

ફળોમાં રહેલા સુગરથી વજન ન વધવાનું કારણ.ફ્રક્ટોઝનું વધુ પડતું સેવન તમારું વજન વધારી શકે છે. ફળોમાં પણ ફ્રક્ટોઝની હાજરી હોય છે. પરંતુ, ફળોમાં ફ્રક્ટોઝ ઉપરાંત પણ એવા અનેક તત્વો હોય છે જે તેમને સ્વસ્થ બનાવે છે. આ તત્વો વજન નથી વધવા દેતા જેમકે ફાઈબર અને મેગ્નેશિયમ. ફાઈબરને કારણે ફળનું ધીમે ધીમે પાચન થાય છે અને શરીર તેને પચાવવા માટે મોટા પ્રમાણમાં ઊર્જાનો ખર્ચ કરવો પડે છે. આ સ્થિતિમાં, ફળો ખાધા પછી તમારા શરીરને જેટલી કેલરી મળે છે, તેટલી જ કેલરી તેને પચાવવામાં ખર્ચ કરવામાં આવે છે, તેથી તે તમારું વજન વધવા નથી દેતુ. આ સિવાય ફાઈબરને લીધે સુગર તમારા લોહીમાં ધીરે ધીરે ઓગળી જાય છે, એટલે ન તો ફળો અચાનક તમારા બ્લડ સુગરમાં વધારો કરે છે અને ન મેદસ્વીપણાનું કારણ બને છે.

નાસ્તો ઓછો કરવો કે મોડો કરવો.સવારે ઉઠતાની થોડા સમય પછી નાસ્તો કરવો જોઈએ. જો નાસ્તો કલાકો સુધી ન કરવામાં આવે તો તો શરીરનું મેટાબોલિઝમનું પ્રમાણ ઓછું થઈ જાય છે. જેના કારણે ચરબી ઓછી થવાને બદલે વધવા લાગે છે. પ્રોટીન ડાયટની અછત.સવારના વહેલા નાસ્તામાં પ્રોટીન ધરાવતા ખાદ્યસામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. જો સવારે દૂધ, દહીં, ઈંડા, ડ્રાય ફ્રુટ જેવી અનેક વસ્તુઓનું સેવન ન કરવામાં આવે તો મેટાબોલિઝમ શાંત પડી જાય છે અને વજનમાં વધારો થવા લાગે છે.

કસરતની અછત.દરરોજ હળવી કસરત કરવી તંદુરસ્તી માટે ઉપયોગી માનવામાં આવે છે. વજન ઓછું થવાની તકલીફથી પિડાતા માણસોએ સવારે થોડી કસરત કરવી જ જોઈએ.અપૂરતી ઊંઘ.જેની ઊંઘ ઓછી હોય તેનું વજન પણ ફટાફટ વધે છે. સ્વાસ્થ્ય માટે દરરોજ 8 કલાકની ઊંઘ લેવી આવશ્યક માનવામાં આવે છે.ઓછું પાણી.તંદુરસ્ત માણસને દિવસમાં વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. પરંતુ ખાલી પેટે વધુ પાણી પીવામાં આવે તો મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને વજન ઝડપથી વધવા લાગે છે.