આ વારે ધારણ કરીલો ખાસ કાચબા વાળી વીંટી જીવનમાં થશે અનેક લાભ.

0
27

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યોતિષ શાસ્ત્રની સલાહથી કેટલાંય લોકો હાથમાં નંગવાળી વીંટી કે પછી બ્રેસલેટમાં કે ગળાની ચેઇનમાં નંગ મઢાવીને પહેરે છે. આ નંગ જુદા-જુદા રંગોના હોય છે. નંગ પહેરવા પાછળનું કારણ જાતકની કુંડલીનું હોય છે. પરંતુ આજે નંગ સિવાય પણ જુદી-જુદી કેટલાંય પ્રકારની વીંટીઓ લોકોના હાથમાં જોવા મળે છે તેમાંથી એક ‘કાચબાવાળી વીંટી’ છે.

‘કાચબાવાળી વીંટી’. છેલ્લાં કેટલાંક સમયથી કેટલાંયના હાથમાં તમે ‘કાચબાવાળી વીંટી’ જોઇ હશે અને તેને જોતા જ આપણા મનમાં ઉત્સુકતા જાગે કે આમને કેમ આવી વીંટી પહેરી હશે. ચોક્કસ આ વીંટીનો ફેશન સાથે કોઇ સંબંધ નથી. તમારી આ જિજ્ઞાસાને શાંત કરવા માટે અમે તમારી સાથે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ વાત શેર કરીશું.‘કાચબાવાળી વીંટી’ના ફાયદા.‘કાચબાવાળી વીંટી’ને વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ મનાય છે. આ વીંટી વ્યક્તિના જીવનના કેટલાંય દોષોને શાંત કરવાનું કામ કરે છે. પરંતુ જો સૌથી વધુ આ કોઇ વાતમાં સહાયક થતી હોય તો તેનું કારણ ‘આત્મવિશ્વાસમાં થઇ રહેલો વધારો’ છે.

મા લક્ષ્મી.શાસ્ત્રોમુજબ કાચબો પાણીમાં રહે છે. તે સકારાત્મકતા અને ઉન્નતિનું પ્રતિક મનાય છે. આ કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર પણ મનાય છે. સમુદ્ર મંથનની પૌરાણિક કથા પ્રમાણે કાચબો સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો અને સાથો સાથ દેવી લક્ષ્ણી પણ ત્યાંથી જ આવ્યા હતા.સમૃદ્ધિનું પ્રતિક.એટલે જ વાસ્તુશાસ્ત્રમાં કાચબાના આટલું મહત્વ મળ્યું છે. કાચબાને દેવી લક્ષ્મીની સાથે જોડીને ધન વધારનાર મનાય છે. આ સિવાય તે જીવ ધૈર્ય, શાંતિ, નિરંતરતા, અને સમૃદ્ધિનું પણ પ્રતિક છે.

લાભ.જો તમે આટલા બધા ફાયદા મેળવવા માટે તમે પણ કાચબાવાળી વીંટી પહેરવાનું વિચારી રહ્યાં છો તો પહેલાં તમે આની સાથે જોડાયેલ કેટલીય સાવધાનીઓથી આપને પરિચિત કરી દઇએ. જેથી કરીને આ વીંટી કોઇપણ પ્રકારનો નકારાત્મક પ્રભાવ આપે નહીં.ચાંદીની વીંટી.વાસ્તુ શાસ્ત્ર મુજબ કાચબાવાળી વીંટી સામાન્ય રીતે ચાંદીમાંથી જ બની હોય. જો તમે બીજી કોઇ ધાતુ જેમકે સોનું કે કોઇ બીજા નંગની તો કાચબાના આકારને ચાંદીમાં બનાવીને તેના ઉપર સોનાની ડિઝાઇન કે નંગ જડી શકો છો.

નિયમ.ધ્યાન રાખો કે આ વીંટીને એવી રીતે બનાવો કે કાચબાના માથાવાળો ભાગ પહેરનાર વ્યક્તિની તરફ હોવો જોઇએ. કાચબાનો મોં નો ભાગ બહારની તરફ હશે તો ધન આવવાની જગ્યાએ હાથમાંથી જતું રહેશે. સાવચેતીઓ.આ વીંટીને સીધી હાથમાં જ પહેરાય છે. સીધી હાથના મધ્યમાં કે તર્જની આંગળીમાં તેને પહેરો. કાચબાને માતા લક્ષ્મીની સાથે જોડાય છે. આથી આ વીંટી શુક્રવારના દિવસે જ પહેરવી જોઇએ, જે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ મનાય છે.

શુક્રવારે પહેરો.શુક્રવારના દિવસે જ આ વીંટીને ખરીદો અને ઘરે લાવીને લક્ષ્મીજીની તસવીર કે મૂર્તિ સામે થોડોક સમય રાખી મૂકો. પછી તેને દૂધ અને પાણીના મિશ્રણથી ધોવો અને અંતમાં અગરબત્તી કરીને પહેરી લો. જો તમે ઇચ્છો તો આ દરમ્યાન માતા લક્ષ્મીના બીજ મંત્રનો નિરંતર જાપ પણ કરી શકો છો. આવું ન કરો.વીંટી પહેર્યા બાદ તેને બહુ ઘુમાવી યોગ્ય નથી. જો તમે તેને ઘુમાવતા રહેશે તો તેની સાથે કાચબાનું માથું પણ પોતાની દિશા બદલશે જો આવનાર ધનમાં વિક્ષેપ લાવી શકે છે.

આવો તમને કાચબા વાળી વીંટી સાથે જોડાયેલી વિશેષ વાતો જણાવીએ.મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચબા વાળી વીંટી જમણા હાથની વચલી કે તર્જની આંગળીમાં પહેરવી જોઈએ. અને કાચબાને માં લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે, એટલે તેને લક્ષ્મી માતાના દિવસ એટલે કે શુક્રવારે પહેરો.

કાચબા વાળી વીંટીને બનાવતા સમયે ધ્યાન રાખવું કે કાચબાનો માથા વાળો ભાગ પહેરવા વાળા વ્યક્તિની તરફ હોય. કાચબાનું મોઢું બહારની તરફ હશે તો નકારાત્મક અસર થઈ શકે છે.વીંટીના ઉપાય માટે શુક્રવારના દિવસે જ વીંટી ખરીદો અને ઘરે લાવીને લક્ષ્મીજીની મૂર્તિ સામે થીડી વાર રાખી દો. એને દૂધ અને પાણીથી ધોઈને એની પૂજા કરો, અને ત્યાર પછી જ તે પહેરો.

પ્રાચીન કથાઓ માંથી એક સમુદ્ર મંથનની કથા મુજબ ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન માટે કાચબાનો અવતાર લીધો હતો. અને દેવી લક્ષ્મી એ જ સમુદ્ર મંથન માંથી પ્રગટ થયા હતા જે વિષ્ણુજીના પત્ની બન્યા. એટલા માટે લક્ષ્મીજીની સાથે જ કાચબાને પણ ધન વધારવા વાળો માનવામાં આવે છે.તેમજ કાચબાને ધીરજ, શાંતિ, નિરંતરતા અને સુખ સમૃદ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. કાચબા વાળી વીંટી ચાંદીની હશે તો વધુ શુભ રહેશે. આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર કાચબાને સકારાત્મકતા અને પ્રગતીનું પ્રતિક માનવામાં આવે છે.

આવો હવે હીરા માણેક જેવા રત્ન આપણા જીવનમાં શું ભૂમિકા ભજવે છે એ જાણીએ. મિત્રો હીરાનો વ્યક્તિના જીવન સાથે હજારો વર્ષ જુનો સંબંધ છે. એક તરફ હીરા જમીનથી હજારો ફૂટ નીચે અને પહાડો અને ગુફાઓ માંથી નીકળે છે, તો બીજી તરફ સમુદ્રમાં અને પહાડો ઉપર ઝુંડની જેમ ચમકતા છોડની ડાળીઓ, મૂળ અને ફળની ડાળીઓમાં મળી આવે છે. હીરા અને મૂંગા સંજીવની બુટી જે પહાડો ઉપર હતી ત્યાં જોવા મળે છે.

‘રામાયણ’ કાળની વાત કરીએ તો જયારે રાવણના પુત્ર મેઘનાથ સાથે યુદ્ધ દરમિયાન લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા, ત્યારે હનુમાનજી એમના ઈલાજ માટે આખો ડુંગર જ ઉપાડી લાવ્યા હતા, જેની ઉપર ચમકતી કુદરતી ઉર્જાથી ભરેલા અને ઝુંડની જેમ ચમકતા છોડ જોવા મળતા હતા. લક્ષ્મણજીનો ઉપચાર કરી રહેલા વૈદે જયારે ડુંગર માંથી સંજીવની બુટી કાઢીને લક્ષ્મણજીને સુંઘાડી તો તે તરત મૂર્છા માંથી મુક્ત થઈ ગયા.

આજે પણ આપણા દેશમાં આયુર્વેદમાં રોગોના ઈલાજ જડીબુટ્ટીથી કરવામાં આવે છે. આજે પણ ડુંગર ઉપર અને સમુદ્રમાં અમુક એવા છોડ, જડીબુટ્ટીઓ જોવા મળે છે જેનો આકાર માણસના શરીરના અંગો સાથે હળતા મળતા છે. અને કદાચ તે તરફ ઈશારો કરે છે કે તેનો સંબંધ માણસના શરીર સાથે ઘણો ગાઢ છે.આ વાત કદાચ તમે નહિ જાણતા હોવ પણ હીરા આપણા આરોગ્ય માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. દવાની સાથે સાથે હીરાનો પણ ઉપયોગ રોગથી બચાવ માટે કરવામાં આવે છે. આ બધા હીરા આરોગ્ય ઉપરાંત પણ આપણા જીવનની ઘણી સમસ્યાઓ દુર કરે છે.

ઉદાહરણ તરીકે સૂર્ય રત્નથી આપણને યશ પ્રાપ્તિ થાય છે. ચન્દ્ર આપણા મનને શક્તિ આપે છે. મંગલ આપણને શારીરિક શક્તિ પૂરી પાડે છે. બુધ આપણને વાણી અને બુદ્ધી પરી પાડે છે. ગુરુ આપણને જ્ઞાન પૂરું પાડે છે. શુક્ર આપણને સોંદર્ય પૂરું પાડે છે. શની આપણને સેવા ભાવ જેવા કાર્યો કરવાનું શીખવે છે. આ રીતે તમામ રત્ન આપણા જીવનમાં ખુશીઓ ભરી દે છે.