આ તારીખે ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાશું, જાણો વિગતે..

0
131

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે. જોકે, વરસાદે અનેક જગ્યાએ તબાહી પણ મચાવી છે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પણ થયું છે. ત્યારે હવે ચોમાસાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે મંગળવાર સુધી અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવના છે જોકે આ ચોમાસાની વર્તમાન સિઝનમાં વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે.ખાનગી સંસ્થાના મતે ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી ચોમાસાની તબક્કાવાર વિદાયનો પ્રારંભ થઈ શકે છે. તેમજ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 10 થી 14 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં અત્યારે પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દમણ-દાદરા-નગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે. ખેડા, દદાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, હબોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે.

જ્યારે આવનાર બે થી ત્રણ દિવસમાં ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં 40 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.હાલમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કુલ 15 દિવસથી અતિભારે વરસાદ આવી રહ્યો હતો.જો, કે છેલ્લા કુલ 5 દિવસથી રાજ્યમાં વરસાદ નહીવત પડી રહ્યો છે.ત્યારે ફરી એક વાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ  હવામાનને લઈને ઘણીવાર આગાહી કરતા રહે છે. જો, કે તેમની આગાહીમોટા ભાગે સાચી સાબિત થાય છે. આ વખતે પણ અંબાલાલ પટેલે રાજ્યમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.રાજ્યમાં હજુ આગામી દિવસોમાં આવનાર વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ વરસાદી સીસ્ટમ પૂર્ણ નથી થઈ આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે.

આગામી દિવસોમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવનાર ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ આવશે. તેમને વધુમાં જણાવતા કહ્યું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી10 દિવસ સુધી વરસાદ આવી શકે છે.હવામાનને ધ્યાનમાં રાખીને અંબાલાલે વધુમાં જણાવ્યું હતુ કે, ઓક્ટોબરમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે અને નવેમ્બરમાં પણ પવનની સાથે અતિભારે વરસાદ પડી શકે છે.

જ્યારે 22 ઓક્ટોબર બાદ વાવાઝોડું ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભારે પવન ફૂંકાઇ શકે છે અને દક્ષિણ ભારતમાં પણ વાવાઝોડું આવી શકે છે.અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માથે ભારે છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા થવાની સંભાવનાઓ છે.10 થી 11 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. જેમાં દ.ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહીતના વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદ થવાની વકી છે. લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે.લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here