આ તળાવમાં દેખાય છે ભગવાન વિષ્ણુજી,દર્શન કરવા માટે લાગે છે ભક્તોની લાંબી ભીડ…..

0
63

મિત્રો, પ્રભુ વિષ્ણુને સમગ્ર વિશ્વના પાલનહાર તરીકે ઓળખવામા આવે છે. તેમણે પોતાના શ્રદ્ધાળુઓને અનિષ્ટ લોકોથી બચાવવા માટે અનેક અવતારો ધારણ કર્યા છે. જ્યારે પણ પૃથ્વી પર પાપ નુ સ્તર વધી જાય છે ત્યારે તેમનુ કોઈ ને કોઈ સ્વરૂપે ધરતી પર આગમન થાય છે. પ્રભુ વિષ્ણુને “વેંકટેશ્વર” પણ કહેવામા આવે છે.ભગવાન વિષ્ણુનું સ્વરૂપ અનન્ય છે. આપણે જ્યારે પણ ભગવાન વિષ્ણુને યાદ કરીએ છીએ ત્યારે તેમની મનોરમ્ય છબિ આપણી સામે તરવરે છે. તેમના જે દર્શન કરીએ છીએ તેમાં તેમણે ચોક્કસ પ્રકારની સાજસજ્જા કરેલી દેખાય છે. આજે આપણે જાણીશું શું છે આ સ્વરૂપનો અર્થ.ભગવાન વિષ્ણુ જે આભૂષણો ધારણ કરે છે કે જે હથિયારો ધરાવે છે તેનું ચોક્કસ મહત્વ છે.ભગવાન વિષ્ણુ પોતાના નીચેના ડાબા હાથમાં પદ્મ એટલે કે કમળ ધારણ કરેલું હોય છે. તે પોતાના જમણા હાથમાં કૌમોદકી નામની ગદા ધારણ કરેલી હોય છે. તેમના ઉપરના ડાબા હાથમાં પાંચજન્ય શંખ ધારણ કરેલો હોય છે અને તેમના જમણાં ઉપરના હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલું હોય છે. તેમનું સંપૂર્ણ સ્વરૂપ જ્ઞાનાત્મક છે. પુરાણોમાં તેમના આ સ્વરૂપને ધારણ પાછળ કરવા અંગે ખાસ અર્થ દર્શાવવામાં આવ્યો છે. તેને પ્રતિકાત્મક ગણવામાં આવે છે. તે શેના છે પ્રતીક… જાણો છો…

દેશભરમાં ઘણા બધા અદભુત અને આકર્ષક મંદિરો આવેલા છે જેની સુંદરતા કોઈપણ વ્યક્તિને પોતાની તરફ ખેંચી લાવે છે. આજ મંદિરોમાંથી એક મંદિર નેપાળના કાઠમાંડુ થી લગભગ ૧૦ કિલોમીટર દૂર છે. નેપાળના શિવપુરીમાં ભગવાન શ્રી વિષ્ણુ મંદિર ખુબ જ સુંદર અને સૌથી મોટું મંદિર છે.મંદિર પોતાની કોતરણીથી ખૂબ જ પ્રસિદ્ધ છે, અહીં સ્થાપિત આ મંદિર બુઢાનિલકંઠ મંદિરના નામ થી ઓળખવામાં આવે છે. અહીં મંદિરમાં ભગવાન વિષ્ણુની સૂતી પ્રતિમા બિરાજમાન છે જે લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. મંદિરમાં બિરાજમાન આ મૂર્તિની લંબાઈ પાંચ મીટર અને તળાવ ની લંબાઈ 13 મીટર છે. જે બ્રહ્માડિય સમુદ્ર નું પ્રતિનિધિત્વ કરે છે.ભગવાન વિષ્ણુની આ પ્રતિમાને ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે અને દર્શાવવામાં આવી છે કે તળાવમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ શેષનાગની કુંડળીમાં બિરાજિત છે. તેમના 11 માથા એકબીજાને ટકરાતા જોવા મળે છે. વિષ્ણુજીની આ પ્રતિમામાં વિષ્ણુજીના ચાર હાથ તેમના દિવ્ય ગુણોને બતાવી રહ્યા છે. પહેલુ ચક્ર મન નું પ્રતિનિધિત્વ કરે છે. એક શંખ ચાર તત્વ, એક કમળનું ફૂલ ચાલતુ બ્રહ્માંડ અનેક ગદા પ્રધાન જ્ઞાનને દર્શાવે છે.

મંદિરમાં અપ્રત્યક્ષ રુપમાં બિરાજમાન છે શિવ ભગવાન. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ પ્રત્યક્ષ રૂપમાં બિરાજમાન છે અને ભગવાન શિવ પાણીમાં અપ્રત્યક્ષ રૂપમાં બિરાજમાન છે. બુદ્ધ નીલકંઠ ના પાણી ને ગોસાઈ કુંડમાં ઉત્પન્ન માનવામાં આવે છે અને અહી લોકોનું માનવું છે કે ઓગસ્ટ થતા વાર્ષિક શિવ ઉત્સવ દરમિયાન પાણીમાં નીચે ભગવાન શિવની દેખાય છે.પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સમુદ્રમાંથી વિષ નિકળ્યું હતું. સૃષ્ટિને બચાવવા માટે શિવજીએ તે વિષ ને પોતાના ગળામાં સમાવી લીધું હતું અને ત્યારથી શિવજી નું નામ નીલકંઠ પડ્યું છે. જ્યારે વિષ થી તેમનું ગળું બળવા લાગ્યું ત્યારે તે કાઠમાંડુથી ઉત્તરની સીમા તરફ ગયા અને એક તળાવ બનાવવા માટે પોતાના ત્રિશુળથી પર્વતની ઉપર એક તળાવ બનાવ્યું અને તે તળાવથી પોતાની તરસ છુપાવી આ તળાવને ગોસાઈ કુંડના નામથી જાણવામાં આવે છે.

જો જોવા જઈએ તો પ્રભુ વિષ્ણુ સાથે સંકળાયેલા અનેક મંદિરો છે જેની પોતાની એક આગવી વિશેષતા છે. શ્રદ્ધાળુઓ અહી દૂર-દૂરથી આ મંદિરે દર્શન કરવા માટે પધારે છે. પ્રભુ વિષ્ણુની કૃપા મેળવવા માટે તેમના દેવાલયમા શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી હોય છે. હાલ, અમે તમને પ્રભુ વિષ્ણુના આવા જ એક મંદિર વિશે જણાવીશુ જેને આપણા દેશના પ્રખ્યાત તીર્થ સ્થળોમાંથી એક માનવામા આવે છે. એવી લોકવાયકાઓ છે કે, પ્રભુ વિષ્ણુ આ સ્થળે આરામ કરવા માટે પધારતા હતા.આજે, અમે તમને પ્રભુ વિષ્ણુના એક પ્રખ્યાત દેવાલય વિશે માહિતી આપી રહ્યા છીએ. આ દેવાલય છે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના તિરૂપતિમા આવેલ છે. આ મંદિર ને “તિરુપતિ બાલાજી મંદિર” તરીકે ઓળખવામા આવે છે. એવી લોકવાયકાઓ છે કે, પ્રભુ વિષ્ણુ અહી થોડા સમય માટે આરામ કરવા પધાર્યા હતા. અહી પુષ્કર્ણી નામનુ એક તળાવ છે. જેના તટ પર પ્રભુ વિષ્ણુ વાસ કરતા હતા.

આ તળાવનુ પાણી સંપૂર્ણપણે જંતુમુક્ત અને શુદ્ધ છે. જે પણ શ્રદ્ધાળુ આ તળાવમા ડૂબકી મારે છે તેના બધા જ પાપ દૂર થઈ જાય છે. અમુક પૌરાણિક માન્યતા મુજબ આ પવિત્ર જળાશયમા પ્રભુ વિષ્ણુ એ સ્નાન કર્યુ હતુ. તિરૂપતિ બાલાજી મંદિર પ્રખ્યાત હિન્દુ તીર્થસ્થળોમાનુ એક તીર્થસ્થળ છે. અહી દર વર્ષે લાખો ભક્તો ની ભીડ ઉમટી પડે છે. સમુદ્ર સપાટીથી અંદાજે ૩૨૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત તિરુમાલાની ટેકરીઓ પર આ મંદિર સ્થિત છે. આ મંદિર હાલ ભક્તોના આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે.એવુ કહેવામા આવી રહ્યુ છે કે, જે કોઈપણ શ્રદ્ધાળુ આ મંદિરના દર્શન હેતુસર આવે છે તે પહેલા આ તળાવના પાણીમા સ્નાન કરે ત્યારબાદ જ તેને મંદિરમા પ્રવેશવાની છૂટ મળે છે.કોઈપણ શ્રદ્ધાળુ સ્નાન કર્યા વગર આ મંદિરમા પ્રવેશ મેળવી શકતો નથી. તિરૂપતિ બાલાજી મંદિરની આસપાસની ટેકરીઓ શેષનાગની સાથે ફનલના પાયા પર છે, જેના કારણે તેને “સપ્તગિરિ” પણ કહેવામા આવે છે. પ્રભુ વિષ્ણુનુ આ મંદિર સપ્તગિરીની સાતમી ટેકરી પર આવેલુ છે.

જો આપણે પૌરાણિક માન્યતાઓ ને માનીએ તો આ મંદિર સાથે અનેક ગાથાઓ જોડાયેલી છે. એવુ કહેવામા આવે છે કે, સાક્ષાત પ્રભુ વિષ્ણુ આ મંદિરમા હાજરાહજૂર છે. આ મંદિર સર્વ ધર્મો ના લોકો માટે ખુલ્લુ છે. સર્વ ધર્મના લોકો અહી કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રભુના દર્શન કરવા માટે પહોંચી જાય છે.જો તમારે પણ આ તિરૂપતિ બાલાજી મંદિરે જવુ હોય તો તમે આ મંદિર સુધી રેલવે, હવા અને રસ્તાના માધ્યમ દ્વારા પહોંચી શકો છો. તિરૂપતિ ખાતે એક નાનુ એવુ હવાઇમથક પણ છે. જો તમે રેલવેમા જઇ રહ્યા છો તો ચેન્નઈથી અંદાજે ૧૩૦ કિ.મી.ના અંતરે મુખ્ય રેલ્વે સ્ટેશન છે અને આ મંદિર સુધી પહોંચવા માટે બસની સેવા પણ ઉપલબ્ધ છે.