આ સુંદર ગુજરાતી છોકરી બની શકે છે અંબાણી પરિવારની નાની વહુ, છે સુંદરતાની મુરત…..

0
646

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરિઍ છે આજે આપણે આ લેખમા વાત કરીશુ અંબાણી પરિવારનિજ એકમાત્ર વહુ શ્લોકા અંબાણી વિશે મિત્રો જો જોવા જઈએ તો અંબાણી પરિવાર તેમની વૈભવી જીવનશૈલી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે તેમજ અંબાણીને નામના મળે તે માટે ધીરુભાઇ અંબાણીએ ખૂબ જ મહેનત કરી હતી જેમ કે તમે સૌ જાણો છો કે અંબાણી પરિવાર ભારતમા સૌથી અમીર પરિવારોમાથી એક છે અને લગભગ બધાજ લોકો અંબાણી પરિવારની સંપતિ વિશે જાણે છે અંબાણી પરિવારને ભારતના સૌથી અમીર પરિવારોમાથી એક માનવામાં આવે છે.

મિત્રો મુકેશ ધીરૂભાઇ અંબાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આરઆઈએલ ના અધ્યક્ષ, મેનેજિંગ ડિરેક્ટર અને સૌથી મોટા શેરહોલ્ડર છે જે ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની છે અને બજાર મૂલ્ય દ્વારા ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે તેમની કંપનીમાં 44.7% હિસ્સો છે તેમજ રિલાયન્સ મુખ્યત્વે રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને તેલ અને ગેસ ક્ષેત્ર સાથે સંબંધિત છે તેમજ મિત્રો રિલાયન્સ રિટેલ લિમિટેડ એ ભારતનો સૌથી મોટા રિટેલર છે.

મિત્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ફેમિલી વિશે સૌ કોઈ જાણવા માંગે છે. અંબાણી ફેમિલીનો દરેક સભ્ય સેલિબ્રિટી જેવો જ છે. આ ફેમિલીના દરેક ફંક્શન પર લોકોની નજર હોય છે. ખાસ કરીને મુકેશ અંબાણીના જોડિયાં દીકરા આકાશ અને દીકરી ઈશા અંબાણીના લગ્ન બાદ હવે લોકો એ જાણવા ઈચ્છે છે કે તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ક્યારે થશે તો અંબાણી ફેમિલીના નાના દિકરા અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ વિશે આજે આપણે વાત કરીશુ મિત્રો અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ નુ નામ રાધિકા મર્ચન્ટ છે.

હવે એ વાત કોઈનાથી છૂપાયેલી નથી કે અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ કોણ છે કારણ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈની પાર્ટીમાં જ તેનો ખુલાસો થઈ ગયો હતો કે રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ છે અને રાધિકા અનંતના કહેવા પર તે પાર્ટીમાં સામેલ થવા આવી હતી અને આ પાર્ટીમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન હોસ્ટ બન્યા હતા. પાર્ટી દરમિયાન જ તેણે મજાક મજાકમાં અનંત અંબાણીને કહ્યું કે પોતાની ગર્લફ્રેન્ડ વિશે જણાવો. જે બાદ સૌને ખબર પડી કે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહૂ બનશે.

મિત્રો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને અનેક પ્રસંગે સાથે જોવા મળ્યા હતા અને અનેક ઈવેન્ટમાં પણ તેમને સાથે જોવામાં આવ્યા હતા અને આ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની એન્ટીલિયામાં થયેલી સગાઈની પાર્ટીમાં રાધિકા મર્ચન્ટે ડાન્સમાં ભાગ લીધો હતો ઈશા અંબાણી અને શ્લોકા મહેતાએ જે ઘૂમર ડાન્સ કર્યો હતો, તેમાં રાધિકા મર્ચન્ટ પણ સામેલ થઈ હતી અને આ ફિલ્મ પદ્માવતી ના ઘૂમર ગીત પર આ ડાન્સ પર્ફોર્મન્સ થયું હતું.

મિત્રો નીતા અંબાણી રાધિકા મર્ચન્ટને ખૂબ જ પસંદ કરે છે અને પોતાને ત્યાં થતાં કોઈ પણ પ્રોગ્રામમાં તે રાધિકા મર્ચન્ટને બોલાવવાનું ભૂલતા નથી અને આ બંનેમાં અત્યારથી જ સારી કેમિસ્ટ્રી જોવા મળે છે રાધિકા મર્ચન્ટના પિતા વીરેન મર્ચન્ટ ADSના નૉન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર છે અને આ સિવાય તે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સીઈઓ અને વાઈસ ચેરમેન પણ છે અને તેઓ મૂળ રૂપથી ગુજરાતના કચ્છના છે.

મિત્રો વીરેન મર્ચન્ટ અંબાણી પરિવાર સાથે પહેલાથી જ જોડાયેલા છે અને મુકેશ અંબાણી અને વીરેન મર્ચન્ટમાં સારી મિત્રતા છે અને આમ તો તેઓ અંબાણી ફેમિલીમાં થનારા ફંક્શન્સમાં ઘણાં જ ઓછા જોવા મળે છે રાધિકા મર્ચન્ટ પોતાના ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલી છે. તેમના પિતા વીરેન મર્ચન્ટની 8 કંપનીઓ છે. રાધિકાના દાદાજી ગોવર્ધનદાસ મર્ચન્ટ ધીરૂભાઈ અંબાણીની જેમ સંઘર્ષ કરીને એક સફળ બિઝનેસમેન બન્યા હતા. રાધિકા પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટરની જવાબદારી સંભાળે છે.

રાધિકાની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે અને તેમના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ તે મુંબઈની પેજ 3 પાર્ટીઓની જાણીતી હસ્તી છે. તે પણ એન્કોર હેલ્થકેરમાં ડાયરેક્ટર છે અને આ સાથે જ પતિની અનેક કંપનીઓમાં તે મહત્વની જવાબદારી સંભાળે છે અને રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટ તેનાથી મોટી છે અને તેમણે વિદેશમાંથી ઉચ્ચ શિક્ષા મેળવી છે અને તે પણ એન્કોર હેલ્થકેરમાં ઊંચા પદ પર છે અને તે પોતાના કામમાં બિઝી છે. મીડિયા અને લાઈમલાઈટમાં આવવું પસંદ નથી એટલે તેના વિશે લોકોને વધુ જાણકારી નથી.

મિત્રો જ્યારે આકાશ અંબાણીની સગાઈ થઈ રહી હતી એ સમય દરમિયાન જ આ અફવા ઉડી હતી કે અનંત અંબાણી અને રાધિકા અંબાણીની પણ સગાઈ થઈ ચુકી છે પરંતુ એ સમયે રિલાયન્સ જિયોના સ્પોક્સપર્સને તેને અફવા ગણાવ્યું હતું આ વાતમાં કોઈ બેમત નથી કે અંબાણી પરિવારે રાધિકાને પોતાના પરિવારની નાની વહુના રૂપમાં સ્વીકારી લીધી છે અનંત અંબાણીના જ્યારે પણ લગ્ન થશે તો રાધિકા સાથે જ થશે અને નીતા અંબાણી તો તેમને અત્યારથી જ પોતાની નાની વહુની જેમ માને છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા લાંબા સમયના મિત્ર છે અને રાધિકા અંબાણી પરિવાર સાથે અનેક પ્રસંગોમાં જોવા મળે છે અને જ્યારે પણ રાધિકા અંબાણી પરિવાર સાથે જોવા મળે છે ત્યારે તેઓ અનુમાન લગાવવા લાગે છે કે તે આ પરિવારની નાની વહુ બની શકે છે જો કે અંબાણી પરિવારે રાધિકા અને અનંત વિશેની અટકળોનો હંમેશાં ઇનકાર કર્યો હતો.