આ રાજાએ રોલ્સ રૉયસથી કચરો ઉઠાવવાનું કામ કરતો હતો જાણો ક્યાં રાજા છે

0
157

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અલવરના મહારાજા જય સિંહ લંડન પ્રવાસ દરમિયાન રોલ્સ રૉયસમા શૉરૂમમાં ગયા વર્ષ ૧૯૨૦ના સમયગાળામાં અને દુનિયાની સૌથી મોંઘી ગાડીની ટેસ્ટ ડ્રાઇવ કરવાની ઇચ્છા વ્યકત કરી પરંતુ ત્યાં હાજર રહેલા સેલ્સમેને તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ કેમકે જ્યારે જય સિંહ શૉરૂમમાં પહોંચ્યા, ત્યારે તેમનો એસ્કૉર્ટ તેમની સાથે ન હતો. તેમણે કપડાં પણ રાજશાહી નહી પરતું સાદા પહેર્યા હતા, તેથી સેલ્સમેન તેમને સામાન્ય ભારતીય સમજવાની ભૂલ કરી બેઠો તેમના પર ધ્યાન ન આપ્યુ.

પોતે તે વસ્તુની ગભિરતા સમજીને પોતાની સાથે થયેલા આ ગેરવર્તન બાદ જય સિંહ એટલા ગુસ્સે થયા કે તેમણે કંપનીને પાઠ ભણવવાનું નક્કી કરી દીધુ અને તે ફરી એકદમ શાનથી તે જ શૉરૂમમાં ગયા અને 7 રોલ્સ રૉયસ કાર ખરીદી હતી. સાથે જ શરત મૂકી કે ગાડીની સાથે સાથે તે સેલ્સમેનને પણ ભારતમાં તેમના મહેલ સુધી પહોંચાડવામાં આવે.

મહેલ પહોંચતાની સાથે જ મહારાજાએ તે સેલ્મસેનની સામે પોતાના સેવકોને આદેશ આપ્યો કે, આ 7 ગાડીથી એક મહિના સુધી અલગર કચરો ઉઠાવવામાં કરવામાં આવે. આ સમાચાર પ્રસરી ગયા અને કંપનીની એટલી ટીકા કરવામાં આવી કે કર્મચારીઓએ મહારાજાને લેખિત પત્ર લખીને માફી માંગવી પડી હતી અને આજનાં લોકોને આ ઘટનાની બહુજ ઓછી જાણ છે માટે દેશના રાજા અને રજવાડાઓ ધણા જ સ્વમાની અને હાજર બુદ્ધિના હતા.

રોલ્સ રોયસ ગાડી જોઇને મહારાજાએ કાર ખરીદવાનું નક્કી કરી લીધું. પછી શો રૂમ તરફ આગળ વધ્યા તે કારને ખરીદવા માટે ખુબ જ જલ્દી શો રૂમમાં ગયા. શો રૂમમાં જતા જ મહારાજા જયસિંહની નજર ગાડી પર પડી જેને જોઇને મહારાજા ખુબ આકર્ષિત થયા હતા. તે ગાડીને મહારાજ જયસિંહ જોવા લાગ્યા. મહારાજાએ ગાડીના પાર્ટ્સ અને ફીચર જોવા માટે બાજુમાં ઉભા એક અંગ્રેજને પૂછ્યું.

એ કર્મચારીએ મહારાજા જયસિંહની સામું જોયું અને ગુસ્સે થઇ ગયો. કારણ કે મહારાજા જયસિંહ ત્યાં સાધારણ વેશમાં ગયા હતા. સેલ્સમેનને લાગ્યું કે આ કોઈ ગરીબ ભારતીય છે.એ સેલ્સમેને તરત જ ગાડી વિશે જાણકારી આપવાની ના પાડી દીધી અને મહારાજા જયસિંહને બહારનો રસ્તો દેખાડવા લાગ્યો. માનવામાં આવે છે કે આ રીતે તેનું આપમાન થવાથી પણ જયસિંહ ગુસ્સે ન થયા અને ચુપચાપ ઉભા રહી ગયા.

થોડા સમય સુધી એ સેલ્સમેને મહારાજાનું અપમાન કર્યું પછી મહારાજા જયસિંહને શો રૂમની બહાર કાઢી મુક્યા. મહારાજા જયસિંહ પોતાના ગુસ્સાને કાબુમાં રાખ્યો. કારણ કે મહારાજા જયસિંહ અપમાનના બદલામાં અપમાન કરવા માંગતા હતા. મહારાજા જયસિંહ શો રૂમથી બહાર આવીને સીધા પોતાની હોટેલ તરફ ચાલવા માંડ્યા. મહારાજા જેવા હોટેલ પહોંચ્યા અને તે ખુબ જ ગુસ્સામાં હતા.

બસ એમના મગજમાં એક જ વાત ચાલતી હતી કે તેમણે રોલ્સ રોયસને પોતાનો રૂઆબ શું છે તે બતાવવો હતો. મહારાજા જયસિંહ ફરીવાર રાજાના રૂપમાં હોટેલની બહાર નીકળ્યા અને રોલ્સ રોયસના શો રૂમમાં જાણ કરવામાં આવી કે અલવરના મહારાજા ગાડી ખરીદવા માટે આવી રહ્યા છે. અને આવી ખબર શો રૂમમાં પહોંચતાની સાથે જ શો રૂમની બહાર રેડ કાર્પેટ પથારી દેવામાં આવી. મહારાજા જયસિંહ આવ્યા એટલે બધા જ વ્યક્તિએ મહારાજાની આગળ માથું જુકાવ્યુ.

પછી મહારાજા શો રૂમની અંદર જતા જ સીધો 7 રોલ્સ રોયસ કારનો ઓર્ડર આપી દીધો અને તે સમયે જ ગાડીઓના પૈસા ચૂકવ્યા આવડો મોટો ઓર્ડર સાંભળી શો રૂમમાં મોજુદ બધા જ લોકો દંગ રહી ગયા. અને તે બધી જ ગાડીઓને સીધી ભારત પહોંચાડવાનું પણ કહ્યું. સાથમાં પેલા સેલ્સમેનને પણ ભારત જવાનું કહ્યું. શો રૂમના બધા જ કર્મચારી ખુબ જ ખુશ હતા એ ખુશી માનવતા હતા. પરંતુ મહારાજા જયસિંહનો અસલી ખેલ તો હજુ બાકી હતો.

પછી તે બધી જ ગાડીઓ ભારત પહોંચી અને મહારાજા જયસિંહે પોતાનો ખેલ ચાલુ કરી દીધો. પછી બધી જ ગાડીઓને નગરપાલિકાને આપી દીધી અને કહ્યું કે આજથી શહેરનો બધો જ કચરો આ ગાડીઓથી ઉઠાવવામાં આવશે. આ વાત સાંભળતા જ સેલ્સમેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. જેવું આ કામ ચાલ થયું અને જંગલની આગ જેમ વાત બધી તરફ ફેલાઈ ગઈ. દરેક લોકો આ સાંભળી હેરાન રહી ગયા કે આટલી મોંઘી મોંઘી કાર કચરો ઉઠાવવા માટે રોજ સવારે નગરપાલિકા આ ગાડીઓમાં કચરો ભરીને લઇ જવામાં આવતી હતી.

આ જોઇને અંગ્રેજોના ચહેરાનો રંગ ઉડી જતો હતો. મહારાજા જયસિંહનો આ દાવ જોઇને એ સેલ્સમેન પણ સમજી ગયો કે મેં ખોટી જગ્યાએ પગલું ભરી લીધું. જ્યારે આ ખબર યુરોપ અને અમેરિકા પહોંચી ત્યારે રોલ્સ રોયસના ગ્રાહકો ખુબ જ દુઃખી થયા. દરેક વ્યક્તિ આ ગાડીઓ પર ખુબ જ મજાક ઉડાવતા હતા. કે ભારતમાં જે ગાડીમાં પોતાનો કચરો રાખે છે એ ગાડીઓને કેમ વાપરી શકાય ?

જોત જોતામાં રોલ્સ રોયસનું માર્કેટ નીચે પાડવા લાગ્યું ગ્રાહક હવે તેની ગાડીઓમાં રસ ન દાખવતા. આ બધુ જ નજરે જોઈને મહારાજા જયસિંહ મજાક ઉડાવતા અને તેમનો આખો પ્લાન સફળ થયો. ત્યાર પછી મહારાજા પાસે કંપનીએ જુકવું પડ્યું અને એક પત્ર મોકલ્યો. તેમાં રાજાની માફી માંગી હતી અને કહ્યું હતું કે “તમે અમારી ગાડીમાં શહેરનો કચરો ન ઉઠાવો અમે તમને 6 નવી રોલ્સ રોયસ ગાડી ભેટમાં આપીશું.” હવે મહારાજનું કામ તો થઇ ગયું હતું. એટલે મહારાજાએ કંપનીને માફી આપી દીધી હતી. અને કચરો તે ગાડીઓમાં ઉઠાવાવનું બંધ કરી દીધું હતું.

બ્રિટિશ કાળ માં ભારતીય રાજાઓ નો શાહી ઠાઠ-બાઠ સાથે વટ પડતો હતો. તેમના શોખો નિરાળા હતા. આજના યુગમાં ‘રોલ્સ રોયલ’ કાર ખરીદવી અને તેણે ચલાવવી એ લગભગ દરેક નું જ સપનું હોય છેરોલ્સ રોયલ કાર ને દુનિયાની સૌથી મોંધી કાર્સ માંથી એક માનવામાં આવે છે. શાનદાર લૂક, દમદાર એન્જીન અને લક્ઝરી ફીચર્સથી ભરપુર આ કારના દિવાનાઓ દુનિયામાં લગભગ બધા જ છે. આ અમીર લોકો માટેની હાઈ ક્લાસ કાર છે.

દુનિયાની મોટી-મોટી હસ્તીઓ પણ આમાં સફર કરવાનું પસંદ કરે છે. આપણા ભારતના અભિનેતાઓ પણ આને ખરીદવાની ચાહત ઘરાવે છે. ભારતીય સેલિબ્રીટીઓ પાસે પણ આ કાર છે જેમકે અમિતાભ બચ્ચન, આમીર ખાન, દક્ષીણ ના મશહુર અભિનેતા ચિરંજીવી, તમિલ ના અભિનેતા વિજય અને વિજય માલ્યા ઉપરાંત ભારત ની બીજી ઘણી બધી મોટી મોટી હસ્તીઓ આની શાહી સવારી કરે છે. રોલ્સ રોયલ કાર ને લક્ઝરી અને સ્ટેટસ સિમ્બોલ નો બાદશાહ માનવામાં આવે છે. રોલ્સ રોયલ ની પહેલી કાર ૧૯૦૪માં દુનિયા સામે આવી.

‘રોલ્સ રોયલ એન્ડ ધ ઇન્ડિયન પ્રિન્સેસ’ નામની એક બુકમાં એક સૌથી રોચક કહાની છે. એક દિવસ ભારતમાં આવેલ ‘અલવર’ ના રાજા ‘જયસિંહ’ લંડન ની યાત્રા કરવા ગયા. યાત્રા દરમિયાન તેઓ સિમ્પલ કપડા પહેરીને લંડનની ‘બોન્ડ સ્ટ્રીટ’ માં ગયા. અહી તેમને ‘રોલ્સ રોયલ’ નો શો રૂમ જોયો અને અંદર પ્રવેશ્યા તો શોરૂમ ના મેનેજરે તેમને ‘કંગાળ ભારતીય’ કહીને ‘ગેટ આઉટ’ નો રસ્તો બતાવ્યો અને મહારાજા જયસિંહ ને અપમાનિત કર્યા. બાદમાં રાજા પોતાની હોટેલમાં ગયા અને શોરૂમ માં ફોન કરીને કહ્યું કે અલવર ના મહારાજા રોલ્સ રોયલ કાર ખરીદવા માંગે છે.બાદમાં રાજા રાજવી પોશાક અને શાહી વટથી શોરૂમ માં ગયા તો તેમને અપમાનિત કરનાર મેનેજર નતમસ્તકે ઉભા રહી ગયા. પછી રાજાએ શોરૂમ માં રહેલ છ કાર નું કલેક્શન ખરીદ્યું અને તેણે ભારત લઈને આવ્યા.

ભારત આવ્યા બાદ રાજા એ મોંધી એવી લક્ઝરી કાર ‘અલવર નગરપાલિકા’ ને આપી અને જણાવ્યું કે આ ગાડીની આગળ ઝાડું લગાવીને આનાથી અલવર ને સાફ રાખજો. બાદમાં આ ઘટના આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને રોલ્સ રોયલ ની ખુબ જ બેઇજત્તિ થઇ. બાદમાં આનું વેચાવ ઓછુ થવા લાગ્યું હતું. અંતમાં કંપનીના માલિકે માફી પત્ર રાજા પાસે મોકલીને કહ્યું કે, ‘તેઓ ગાડી થી કચરો સાફ કરાવવાનું બંધ કરે’. કંપનીને પોતાની ભૂલ નો અહેસાસ થયો હોવાથી બાદમાં રાજા એ બંધ કરાવ્યું. છે ને મજેદાર કિસ્સો!

એક રોલ્સ રોયલ કારને પેંટ (કલર) કરવા માટે ઓછામાં ઓછો ૧૦૦ પાઉન્ડનો કલર જોઈએ. આને ૫ લેયર (પડ) માં રંગવામાં આવે છે. બાદમાં કલરથી સારો લુક આપવામાં 7 દિવસનો સમય લાગે છે. રોલ્સ રોયલ કંપની સૌથી નાની કાર એટલે કે બાળકો માટે પણ ગાડી બનાવી ચુક્યું છે. દિગ્ગજ બ્રિટીશ બ્રાંડે એક વાર ‘રિચર્ડ હોસ્પિટલ’ ના સર્જરી યુનિટ માટે એક ખાસ કાર તૈયાર કરી છે. આ કાર મારફતે હોસ્પિટલ ના બાળકો રોલ્સ રોયલ કારને ડ્રાઈવ કરીને ઓપરેશન થીયેટર માં પ્રવેશ છે.

બાળકો માટે ની આ કારનું નામ ‘રોયલ એસઆરએચ’ આપવામાં આવ્યું છે. આ કાર અંગે રોલ્સ રોયસ ના CEO નું જણાવવું છે કે, “અમને આશા છે કે રોલ્સ ‘રોયલ એસઆરએચ’ બાળકોની ટ્રીટમેન્ટ દરમિયાન તનાવ (સ્ટ્રેસ) ઘટાડવામાં સહાયક થશે”. આ નાની કારનો ઉપયોગ ફક્ત હોસ્પિટલ માટે જ કરવામાં આવે છે.