આ પાઠ કરવાથી ગમે એવી મોટી મુસીબત હોય,ચપટી વગાડતા માં આવી જાય છે અંત,હંમેશા બની રહેશે હનુમાનજી ક્રુપા….

0
3837

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજાને વિશેષ મહત્વ માનવામાં આવે છે, ખાસ કરીને આ વિશ્વમાં મહાબાલી હનુમાનજીના ભક્તોનો અભાવ નથી, ભગવાન શિવનો અગિયારમો અવતાર હનુમાન માનવામાં આવે છે, હનુમાનજીના ભક્તો ખૂબ જ છે વિશ્વમાં હનુમાનજીના ભક્તોના નામની ગણતરી કરવી એકદમ મુશ્કેલ છે, દરેક જગ્યાએ ભગવાન હનુમાનજીની ચાલીસા, સુંદરકાંડ, રામાયણ, રામચરિતમાનનો પાઠ કરવામાં આવે છે, જ્યાં આ બધા પાઠ કરવામાં આવે છે ત્યાં કહેવામાં આવે છે કે મહાબાલી હનુમાન જી પોતે હાજર છે અને ભક્તોના તમામ વેદનાઓને દૂર કરે છે.

હનુમાન ચાલીસાના પાઠ તો દરેક લોકો કરતાં જ હશે! પણ શું તમે તેની શક્તિ વિશે જાણો છો? આ પાઠમાં અપાર શક્તિ રહેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજીને સંકટમોચનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે ભગવાન રામ જ્યારે જ્યારે સંકટમાં આવ્યા ત્યારે ત્યારે હનુમાનજી તેનું સંકટ દૂર કર્યું છે. તેથી જ હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાનું ખૂબજ મહત્વ છે. જ્યાં વ્યક્તિ એકલો અને અંધારામાં ડરતો હોય છે ત્યારે તેના મુખમાં એકજ નામ હોય છે અને તે છે હનુમાન ચાલીસા, કારણ કે તેમાથી નવી ઊર્જા મળે છે.

સંકટ મોચન એટલે જે મુશ્કેલી દૂર કરે તે. હનુમાનજીની પ્રાર્થના કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. તે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને તેમને નવ ગ્રહોની ખરાબ અસરમાંથી પણ બચાવે છે. હનુમાનજી આગળ નવે નવ ગ્રહ પાણી ભરે છે. સંકટ મોચન હનુમાન અષ્ટક સંત તુલસીદાસે લખેલી એવી પ્રાર્થના છે જેનાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમાં આઠ શ્લોક આવેલા છે જેમાં હનુમાનજી દુઃખ દૂર કરવા પોતાની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું અદભૂત વર્ણન છે.

શ્લોક 1.

बाल समय रवि भक्षि लियो तब,तीनहुं लोक भयो अंधियारोंताहि सो त्रास भयो जग को,यह संकट काहु सों जात न टारोदेवन आनि करी विनती तब,छाड़ि दियो रवि कष्ट निवारोको नहीं जानत है जग में कपि,संकटमोचन नाम तिहारो, को – १તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને ગળી ગયા હતા અને ત્રણેય લોકમાં અંધારુ છવાઈ ગયું હતું. આ બ્રહ્માંડ કટોકટીમાં હતું. આ સંકટ કોઈ ટાળી શકે તેમ નહતું. જ્યારે બધા જ દેવતાઓએ તમને સૂર્યને છોડી દેવા પ્રાર્થના કરી ત્યારે તમે તેમની વિનંતી માન્ય રાખી. તમારા સંકટ મોચન એટલે કે કષ્ટ દૂર કરનાર નામને આ દુનિયામાં કોણ નથી ઓળખતું? જ્યારે હનુમાનજીએ ઉગતા સૂર્યને જોયો અને તેને પકડવા છલાંગ મારી ત્યારે તે પોતાની જિજ્ઞાસાને પૂરી કરતા હતા. સત્ય અને ડહાપણની શોધ માટેની ભૂખે જ હનુમાનજીને આકાશમાં ઊંચે પહોંચાડી દીધા હતા.

શ્લોક 2.

बालि की त्रास कपीस बसै गिरि,जात महाप्रभु पंथ निहारोचौंकि महामुनि शाप दियो तब ,चाहिए कौन बिचार बिचारोकैद्विज रूप लिवाय महाप्रभु,सो तुम दास के शोक निवारो, – को – २વાનરોના રાજા બાલિના ડરથી સુગ્રીવ પહાડ પર રહેતો હતો. સુગ્રીવને ખબર હતી કે સંતના શ્રાપના કારણે બાલિ પહાડ પર નહિ આવી શકે. આમ છતાંય તે ડરમાં જીવતો હતો. તમારા સિવાય બીજું કોણ આ સમસ્યાનું સમાધાન કરી શકત? ભગવાન શ્રી રામને તેમના રસ્તે જોઈને તમે બ્રાહ્મણનો અવતાર લીધો અને તેમને સુગ્રીવ પાસે લઈ આવ્યા અને તેને દુઃખમાંથી મુક્ત કર્યો. આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે?

શ્લોક 3.

अंगद के संग लेन गए सिय,खोज कपीश यह बैन उचारोजीवत ना बचिहौ हम सो जु ,बिना सुधि लाये इहाँ पगु धारोहेरी थके तट सिन्धु सबै तब ,लाए सिया-सुधि प्राण उबारो,- को – ३તમે અંગદ સાથે સીતાજીને શોધવા ગયા અને અંગદે કહ્યું, “અહીંથી સીતાજીના સમાચાર લીધા વિના આવીશું તો પોતાના પ્રાણ ત્યાગી દઈશું.” દરિયા કિનારે થાકેલી વાનર સેનાને જોઈને તમે સીતાજીના ખબર-અંતર લઈ આવ્યા અને તેમના જીવ બચાવ્યા. આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે?ઉલ્લેખનીય છે કે હનુમાનજીએ સમુદ્ર પર ભૂસકો માર્યો હતો અને એકલા હાથે સોનાની લંકા પર આગ ચાંપી હતી. તેમણે સીતાજીના સમાચાર લાવીને વાનરસેનાનો જીવ બચાવ્યો હતો.

શ્લોક 4.

रावण त्रास दई सिय को तब ,राक्षसि सो कही सोक निवारोताहि समय हनुमान महाप्रभु ,जाए महा रजनीचर मारोचाहत सीय असोक सों आगिसु ,दै प्रभु मुद्रिका सोक निवारो, -को – ४રાવણે તેની રાક્ષસીઓને સીતાને ડરાવવા કહ્યું. સીતાએ કહ્યું, “મારુ દુઃખ દૂર કરો.” ત્યારે ફક્ત તમે જ આ રાક્ષસીઓને પાઠ ભણાવ્યો હતો. જ્યારે સીતાએ તેની પીડા ઓછી કરવા માટે અશોકવનના ઝાડને આગ ચાંપી દેવાની વાત કરી ત્યારે તમે જ તેમને ભગવાન શ્રીરામની વીંટી આપી તેમનું દુઃખ ઓછું કર્યું હતું. આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારુ નામ સંકટ મોચન છે?ઉલ્લેખનીય છે કે અશોકવનમાં સીતાજી વૃક્ષને પ્રાર્થના કરા હોય છે ત્યારે હનુમાનજી ભગવાન શ્રી રામની નિશાની સ્વરૂપ વીંટી નીચે ફેંકે છે જે જોઈને સીતાજી હર્ષિત થઈ જાય છે.

શ્લોક 5.

बान लग्यो उर लछिमन के तब ,प्राण तजे सुत रावन मारोलै गृह बैद्य सुषेन समेत ,तबै गिरि द्रोण सुबीर उपारोआनि संजीवन हाथ दई तब ,लछिमन के तुम प्रान उबारो, – को – ५જ્યારે રાવણના પુત્રનું એક બાણ લક્ષ્મણના હૃદયમાં વાગ્યું અને તે મૂર્છિત થઈ ગયા ત્યારે તમે જ વૈદ્ય સુશેનને તેમના આખા ઘર સાથે લઈ આવ્યા હતા. ત્યાર પછી તમે દ્રોણની ટોચ ઉખાડી સંજીવની લાવી લક્ષ્મણને બચાવી લીધા. આ દુનિયામાં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?

શ્લોક 6.

रावन युद्ध अजान कियो तब ,नाग कि फांस सबै सिर डारोश्री रघुनाथ समेत सबै दल ,मोह भयो यह संकट भारोआनि खगेस तबै हनुमान जु ,बंधन काटि सुत्रास निवारो,- को – ६જ્યારે રાવણે યુદ્ધમાં શ્રી રામ અને તેમની સેનાને સાપના ગાળિયામાં બાંધી લીધી અને બધા આ ભ્રમમાં ઘેરાઈને પોતાની જાતને મુક્ત નહતા કરી શકતા ત્યારે હનુમાનજી દૈવી પક્ષી ગરૂડને લઈ આવ્યા હતા. ગરૂડે બધા જ સાપનું ભક્ષણ કરીને વાનરસેનાને મુક્ત કરી હતી. કોણ નથી જાણતું, તમારુ નામ સંકટ મોચન છે??

શ્લોક 7.

बंधु समेत जबै अहिरावन,लै रघुनाथ पताल सिधारोदेवहिं पूजि भली विधि सों बलि ,देउ सबै मिलि मन्त्र विचारोजाये सहाए भयो तब ही ,अहिरावन सैन्य समेत संहारो,- को – ७અહિરાવન પૂજામાં કાળી માતાને બલિ ચડાવવા માટે ભગવાન રામ અને લક્ષ્મણને બીજા લોકમાં લઈ ગયો ત્યારે તમે ત્યાં રક્ષક તરીકે ગયા, અહિરાવન અને તેની આખી સેનાનો વધ કર્યો. આ દુનિયામાં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?

શ્લોક 8.

काज किये बड़ देवन के तुम ,बीर महाप्रभु देखि बिचारोकौन सो संकट मोर गरीब को ,जो तुमसो नहिं जात है टारोबेगि हरो हनुमान महाप्रभु ,जो कछु संकट होए हमारो,- को – ८તમે તો બહાદુરી દર્શાવી ભગવાનના દુઃખ દૂર કર્યા છે. તો વિચારો, મારા જેવા સાધારણ ભક્તની એવી કઈ મુશ્કેલી હોય જે તમે દૂર ન કરી શકો? ઓ મહાવીર, મારા દુઃખ જલ્દી વિખેરી નાંખો. આ દુનિયામાં કોણ નથી જાણતું તમારુ નામ સંકટ મોચન છે?દુહો, लाल देह लाली लसे, अरु धरि लाल लंगूरवज्र देह दानव दलन, जय जय जय कपि सूरજેમનું શરીર લાલ સિંદૂરથી લીંપાયેલું છે, જે દાનવોનો નાશ કરે છે, એવા લાંબી પૂંછડીવાળા ભગવાન હનુમાનજીને હું સાચા હૃદયથી પ્રાર્થના કરુ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here