આ પાણી છે ખુબજ કામનું,કપડાં પરનાં જિદ્દી ડાઘને તરતજ કરી દે છે સાફ,જાણીલો આ પાણી વિશે.

0
67

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજકાલની બીઝી લાઇફસ્ટાઇલમાં દરરોજના દિવસના કપડા ધોવામાં બહુ મુશ્કેલીઓ આવે છે અને કેટલીક વાર માત્ર કપડાં ધોવા એ અનેક પરેસાનીઓનું કારણ બની જતું હોય છે. જ્યારે કપડાંઓ ઉપર કોઈ વધારે ઘાટો ડાઘો પડી જતો હોય છે ત્યારે આપણો સામાન્ય સમય લાગતો હોય એના કરતાં પણ વધારે સમય કપડાં ધોવામાં લાગે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આપણા ઘરમાં એવી અનેક વસ્તુઓ આપણે ફેંકી દેતા હોઈએ છીએ જેને તમે અન્ય કામોમાં પણ લઈ શકો છો. આવી નાની નાની વાતો જો આપણને ખબર હોય તો ઘણાં કામમાં મદદ મળી શકે છે તો ચાલો જોઈએ આવી કેટલીક ટિપ્સ.બાફેલા બટાકાના બચેલા પાણીથી કપડાં ધોવાથી ચમકદાર થઈ જાય છે.નવા ખરીદેલાં બૂટ-ચંપલ પહેરતા પહેલાં તેમાં થોડું શંખજીરું અને તેલ લગાવવું, જેથી તે નહીં ડંખે.

ચોપડી કે કાગળ ઉપર તેલનો ડાઘ પડયો હોય તો તેની ઉપર તથા નીચે ચોકની ભૂકી ભભરાવી, તેના ઉપર એક કાગળ મૂકી, તેના પર ગરમ ઇસ્ત્રી ફેરવવી.એનાથી ડાઘ ચુસાઈ જાય છે.સુતરાઉ કે ઊનનાં કપડાં પર પડેલા લિપસ્ટિકના ડાઘ દૂર કરવા માટે પહેલાં ગ્લિસરીન કે વેસેલિન લગાવીને એ ડાઘ ઝાંખો પાડો ત્યારબાદ તેને ધોઈ નાખો.પ્લાસ્ટિકનું કાપડ અક્કડ રહેતું હોય તો પાણીમાં ગ્લિસરીન નાખી બોળી રાખો.ગોળને જૂના માટલામાં ભરીને, ઉપર કપડું બાંધી રાખવાથી આખું વર્ષ એવો ને એવો રહે છે.કાપેલું લીંબુ બીજા દિવસે સુકાઈ ન જાય એ માટે તેને સહેજ મીઠાવાળા પાણીમાં બોળી રાખવું અને ઉપર સહેજ ખાંડભભરાવવી.ઘઉંમાં મેથીની ભાજીનાં સૂકાં પાંદડાં નાખી દેવાથી ઘઉં બગડતા નથી.

શેમ્પૂ ધૂળ, મેકઅપ, કોલર રિંગ્સ વગેરેના ડાઘ દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તે જરૂરી નથી કે તમે ફક્ત મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરો, કોઈપણ શેમ્પૂ તમને મદદ કરશે. હા, એ વાતનું ધ્યાન જરૂર રાખવું કે શેમ્પૂ વધારે કેમિકલ યુક્ત ન હોય. માઈલ્ડ કેમિકલવાળો અને હર્બલ શેમ્પૂ હશે તો તે ડાઘ સાફ કરવામાં વધારે સરળતા રહેશે. જે જગ્યાએ ડાઘ લાગેલો હોય તો એ જગ્યાએ તમે થોડું વધુ શેમ્પૂ લઈને એ જગ્યાએ ઘસવું જોઈએ.

જૂનો સાબુ ડાઘ દૂર કરવા માટે વાપરી શકાય છે,એવા સાબુ, જેને આપણે જૂના જમાનાના સાબુ કહીએ છીએ, કે પછી ટૂકડા સાબુ, દેશી સાબુ અથવા તો ઘોડા છાપ સાબુ જેવા નામો આપવામાં આવ્યા છે, અલબત્ત આપણે તેને ઘણા સમયથી જૂના – આઉટ ડૅટૅડ સાબુ તરીકે માનીને વાપરવાનું છોડી દીધું છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે તે ખૂબ ઉપયોગી વસ્તુ છે. આના વડે તમે, તમારા સફેદ કપડાં ફક્ત ચમકદાર નથી બનતા પરંતુ તે ગ્રીસ, ગંદકી અને કપડાંની ચિકાસ વગેરે ડાઘ નીકાળવા માટૅ પણ ખૂબ અસરકારક સાબિત થાય છે.

ટૂથ પેસ્ટ પણ ડાઘ સાફ કરવા વાપરી શકો છો,દાંતની સફાઇની અને તેને ચમકદાર બનાવવા સાથે કપડાં ઉપર લાગેલા ડાઘ દૂર કરવા માટેનો વધુ એક શ્રેષ્ઠ અને સરળ ઉપાય આ નોન-જેલ ટૂથપેસ્ટ પણ છે. તમારા દાંતને તેજસ્વી બનાવવાની સાથે, તમારા નવ જેલ્સ કપડાં પર ટૂથપેસ્ટથી શાહીના ડાઘને ખૂબ સરળતાથી સાફ કરીને ડાઘ દૂર કરે છે અને તેમને ચળકદાર પણ બનાવે છે. સૌ પ્રથમ ડાઘ ઉપર ટૂથ પેસ્ટ લગાવીને થોડીવાર સુધી તેને સુકાવવા રાખી દેવું જોઈએ. ત્યાર બાદ ડાઘને ઘસીને તેને સાદા પાણીથી ધોવું જોઈએ.

લીંબુનો રસ અને મીઠાનો ઉપયોગ કેટલાક ડાઘ દૂર કરવા માટે,લીંબુનો રસ કપડા પર કેટલાક ડાઘને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તમે શાહી, હળદર, તેલ વગેરેના ડાઘ ઉપર પણ લીંબુનો રસ નાખી શકો છો. લીંબુના રસને આ આછા ડાઘ ઉપર લગાવો અને પછી તેને તડકામાં સુકાવવા માટે થોડા સમય મારે રાખી મૂકો. એ જ રીતે, કપડા પર લોહીના ડાઘ પડ્યા હોય તો તેને સાફ કરવા માટે, તેને મીઠાના પાણીમાં પલાળવા જોઈએ.

દરેક પ્રકારના ડાઘ માટે ઉત્તમ છે સરકો…આપને જાણીને નવાઈ લાગશે કે સરકો દરેક ડાઘ કાઢવા માટે યોગ્ય છે. એક અકસીર નુસ્ખા મુજબ કપડા ધોતી વખતે સફેદ સરકો થોડાં ટીપાં પણ નાખશો તો તે તમારા કપડાના ડાઘને દૂર કરવા અને તેને ચમકદાર બનાવવા તમારા મદદગાર સાથી સાબિત થશે. વધુ એક ટીપ એવી પણ છે કે તમે કપડાંને સરકોવાળા પાણીમાં ડૂબાડી રાખશો તો તમારા કાપડનો રંગ પાકો કરી શકશો.

બજારમાં મળે છે સારા ડિટર્જન્ટ, આ ઘરેલુ વસ્તુઓ દ્વારા કરાતા ઉપાયો ઉપરાંત, બજારમાં ઘણા પ્રકારના ડાઘ દૂર કરનારા ડિટર્જન્ટ અને સ્ટૅઈન રિમવલ લિક્વિડ ઉપલબ્ધ હોય છે, જેની મદદથી તમે બધા પ્રકારના ડાઘ દૂર કરી શકો છો. આ કેમિકલ યુક્ત લિક્વિડથી તમે કપડાંને બ્લિચ કરી શકો છો તેમજ કેટલાક એવા પણ ઉત્પાદન મળે છે કે જેનાથી ઊનના કે રેશ્મના કપડાંને સાફ કરવા માટે ઉપયોગી બની શકે છે.

શેવિંગ ક્રીમના છે ઘણા ફાયદા,આ વાત જાણીને માનવાનું મન નહીં થાય, એના માટે આ રીતને આજમાવવી પડશે તો જ વિશ્વાસ બેસે તેવું છે. શેવિંગ ક્રીમ બધા પ્રકારના ડાઘ દૂર કરવામાં પણ મદદરૂપ છે. જ્યારે તમે બહાર ફરવા જાઓ છો અને તમારા પાસે કપડાં ધોવાનો સાબુ ન હોય પરંતુ સાથે શેવિંગ કિટમાં શેવિંગ ક્રિમ લીધી હોય ત્યારે આ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. શેવિંગ ક્રીમએ બીજું કંઈ નહીં માત્ર એક પ્રકારનો ફ્લશ સાબુ છે, જે ડાઘોને દૂર કરવા માટે સૌથી સસ્તો અને હાથવગો ઉપાય બની શકે છે.