આ પાનના ચમત્કારી ટોટકા થી દુશ્મન અને આર્થિક તંગી થશે દૂર આ રીતે કરો ઉપયોગ

0
40

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતીય પરંપરામાં દેવી દેવતાઓની પૂજામાં તેમજ સાધના- આરાધનામાં પાન, ફળ, ફૂલનું વિશેષ મહત્વ છે. તેનો પ્રયોગ તમારી જિંદગીમાં સુખ સમૃદ્ધિ અને સન્માન વધારનારો નિવડી શકે છે. આવો જાણીએ પૂજાની થાળીમાં શુભ માનવામાં આવતા આ પાનના આ ટૂચકાઓ તમારા માટે નિવડશે અચૂક ઉપાય.

ભારતમાં ધાર્મિક વિધિઓ જેમ શ્રીફળને શુભ માનવામાં આવે છે તેમ પાનને પણ શુભ માનવામાં આવે છે. અનેક પ્રકારના પાન પૂજા વિધિમાં વપરાય છે. જો તમારા જીવનમાં અનેક મુશ્કેલીઓ હોય અને તેમાંથી થાકી ચૂક્યા હોય તો તમારી પૂજામાં આ પાનના ટૂચકાઓ કરો, તે તમને મુશ્કેલીઓમાંથી ઉબારશે. જો અતિ મુશ્કેલ સમયનો સામનો કરતાં હોય તો ભગવાનને પાન(મીઠું પાન) ચઢાવો. તેનાથી જીવનની તમામ વિટંબણાઓ ચાલી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.

જો વેપારમાં સફળતા ઈચ્છતા હોય તો અને ભારે મહેનત છતાં ફળ ન મળતું હોય તો શનિવારના દિવસે પાંચ પિપળના પાનના તાજા લીલાછમ પાન ડાંડલી વાળા પાન એક દોરામાં પરોવીને તેનો હાર જેવું બનાવી દુકાનમાં કે ઓફિસ સ્થળે પૂર્વ દિશામાં કોઈ પવિત્ર સ્થાનમાં ટાંગી દો. પછી તેને જે શનિવાર આવે ત્યારે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. એ ધ્યાન રાખવાનું કે આ પાન ફાટેલાં ન હોવા જોઈએ. અખંડ હોવા જોઈએ. આ ઉપાય સાત શનિવાર સુધી કરવાથી મુશ્કેલીઓનો અંત આવી જશે.

મનોકામનાની પૂર્તિ માટે.જો તમે ભગવતીના ઉપાસક હોય અને તમે શુક્રવારના દિવસે માતા જગદંબાના કોઈ પણ સ્વરૂપની સાધના અને આરાધનામાં પાનનો પ્રયોગ અવશ્ય કરો. સાધન પોતાની મનોકામના સાથે શુક્રવારે માતા જગદંબાને મીઠું પાન અર્પિત કરે. સતત સાત શુક્રવાર સુધી આમ કરવાથી માતા આદ્યશક્તિ તેમના પર અવશ્ય પ્રસન્ન થાય છે. તેના જીવનમાં મીઠાંસ ભરી દે છે.

સંકટહર્તા ગણેશની પૂજા પણ પાન દ્વારા કરવામાં આવે તો તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે. ગણપતિને નાગરવેલના પાન બહુંજ વહાલા છે. નાગરવેલના પાન તમામ પૂજામાં વાપરી શકાય છે. તેમાં કોઈ પણ ભગવાન માટે બાધ્ય નથી. જો તમામ કોશિશો છતાં સફળતા ન મળતી હોય તો બુધવારે ગણેશને પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરીને તેમને પાનમાં સોપારી અને ઈલાયચી નાંખીને પાનનું બીડું નાંખીને ચઢાવો. આમ કરવાથી નિશ્રિત રૂપે તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવી જશે.

અનેકવાર સુખ અને સમૃદ્ધિને નજર લાગી જાય છે. જો ઈચ્છા અનિચ્છાએ પણ ઘરમાં નકારાત્મક શક્તિઓ હાવી થવા લાગે તો પાનનો આ પ્રયોગ તેને દૂર કરી દેશે. ઘરના મુખ્યદ્વાર પર આસોપાલવ, કે નાગરવેલના પાનનું તોરણ બાંધો. કે પછી પાનમાં ગુલાબની સાત પાંખડીઓને રાખીને વ્યક્તિને ખવડાવવાથી નજરદોશ દૂર થઈ જાય છે.જો ઘરમાં તણાવ હોય તો પછી કોઈ કામમાં મન નથી લાગતું અને ઘરના સભ્ય અવારનવાર બીમાર રહે છે આ પાનનો પ્રયોગ તરતજ અસર કરે છે. ઘરમાં સાફ સફાઈની સાથે પ્રવેશદ્વારને શુદ્ધ પાણીથી પવિત્ર કરીને તેની પાસે લીલા પાન અને કંકુંથી પૂજિત કરીને ટાંગી દો. નિશ્રિત રૂપે ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે.

અને શ્રીની વૃદ્ધિ થાય છે. પણ આ પાન પ્રતિદિન બદલવા જરૂરી છે. કોઈ પણ પાન સૂકાયેલું ન ટાંગેલું રાખો.જો તમામ કોશિશો પછી પણ રોજગારી કે પછી કોઈ કાર્ય વિશેષમાં સફળતા ન મળતી હોય તો તમે એક પાનના પત્તાને તમારા ખિસ્સામાં નાંખીને નિકળો. આમ કરવાથી નિશ્રિત પણે કાર્ય સફળતા પ્રાપ્ત થશે. તેની શરૂઆત બુધવારથી કરો. બુધવારના દિવસે પાનું સેવન કરવાથી આત્મવિશ્વાસ વધે છે.

આ ઉપરાંત ઘરમાં બીલીનું વૃક્ષ લગાવવાના ફાયદાનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જે મુજબ ઘરમાં જે સ્થાને આ છોડ કે વૃક્ષ લગાવેલો હોય છે તે સ્થળ કાશી તીર્થની જેમ પવિત્ર અને પૂજનીય સ્થળ હોય છે.આવી જગ્યા કે ઘર તમામ પ્રકારના તંત્ર બાધાઓથી મુક્ત થાય છે.ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં બીલીનો છોડ રોપેલો હશે તો તેવા ઘરના સભ્યોના યશસ્વી વધુ તેજવાન બને છે. આના માટે સમ્માન અને પ્રસિદ્ધિ મેળવવા માટે છોડવાને ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવો.એવું કહેવાય છે કે બીલી વૃક્ષની આજુબાજુ સાંપ નથી આવતા.જો કોઈની શબ યાત્રા બીલી વૃક્ષના છાયામાંથી પસાર થાય છે તો તેનો મોક્ષ થઈ જાય છે.

વાયુ મંડળમાં રહેલી અશુદ્ધિઓને શોષવાની ક્ષમતા સૌથી વધુ બીલી વૃક્ષમાં હોય છે.અહીં રહેવાવાળા લોકો પર ક્યારેય ચંદ્રમાની ખરાબ દશા નહીં આવે, દરેક સભ્ય યશસ્વી બને છે અને આખો પરિવાર સમાજમાં ઉચ્ચ સમ્માન મેળવે છે. ઘરની વિવિધ દિશાઓમાં બીલીનો છોડવો હોવાથી અનેક ફાયદા થતા હોય છે.ચાર, પાંચ, છ કે સાત પાંદડા વાળા બીલીપત્ર મેળવવા ઘણું ભાગ્યશાળી ગણાય છે, અને તેને શિવને અર્પણ કરવાથી અનેક ગણુ ફળ મળે છે.કહેવાય છે કે બીલી વૃક્ષ કાપવાથી વંશનો નાશ થાય છે, અને બીલી વૃક્ષ ઉગાડવાથી વંશની વૃદ્ધી થાય છે.એવું માનવામાં આવે છે કે, સવાર સાંજ બીલી વૃક્ષના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે.કહેવાય છે કે બીલી વૃક્ષને પાણી પીવરાવવામાં આવે છે તો પિતૃ તૃપ્તિ થાય છે.

બીલી વૃક્ષ અને સફેદ આંકડાને જોડીમાં ઉગાડવાથી અતૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.એવું પણ કહેવાય છે કે બીલીપત્ર અને તાંબાનો એક વિશેષ પ્રયોગ કરીને ઋષિમુનિ સોનાની ધાતુનું ઉત્પાદન કરતા હતા.જીવનમાં માત્ર એક વખત અને તે પણ જો ભૂલથી પણ શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવી દીધું હોય તો પણ તેને તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.માન્યતાઓ અનુસાર બીલી વૃક્ષને વાવવા, પોષણ અને સંવર્ધન કરવાથી મહાદેવને સાક્ષાત્કાર કરવાનો લાભ મળે છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર આંગણે બીલીનો છોડવો હોવાથી તમે બધી પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી શકશો. રોપાને નિયમિત રૂપે પાણી આપવું અને તેની સેવા કરવી. પણ જે રીતે ઘરમાં તુલસીનો છોડવો રાખવાનો નિયમ છે, એવી જ રીતે બીલીના છોડવા માટે પણ કેટલાક નિયમો પાળવા પડે છે.

બીલીપત્રના ઝાડ જરૂર ઉગાડો. અને બીલીપત્ર માટે ઝાડને નુકશાન ન પહોંચાડો. હવે જણાવીએ શિવજીની પૂજામાં ધ્યાન રાખવા યોગ્ય વાતો.શિવ પુરાણ મુજબ ભગવાન શિવને કઈ કઈ વસ્તુ ચડાવવાથી મળે છે કયું ફળ?ભગવાન શિવજીની પૂજા શિવલિંગ તરીકે કરવામાં આવે છે.શિવલિંગ સાથે જોડાયેલી ઘણી એવી વાતો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે, જેને જો ધ્યાન બહાર કરવામાં આવે તો તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો છો તો તેને સ્થાપિત કરતા પહેલા ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો તમને નુકશાન થઇ શકે છે. આજે અમે તમને શિવલિંગ સાથે જોડાયેલી એવી જ થોડી વાતો વિષે જાણકારી આપીશું.

કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતી વખતે તેમને અનેક વસ્તુ અર્પણ કરવામાં આવે છે. સવારે ભગવાનને અર્પણ કરવામાં આવતી દરેક વસ્તુનું ફળ અલગ અલગ હોય છે. શિવ પુરાણમાં તે વાતનું વર્ણન જોવા મળે છે કે, ભગવાન શિવને અર્પણ કરવામાં આવતી અલગ અલગ વસ્તુના ક્યા ક્યા ફળ મળે છે. શિવપુરાણ મુજબ જાણો કયું અનાજ ભગવાન શિવને ચડાવવાથી કયું ફળ મળે છે.

ભગવાન શિવને ચોખા ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.બધા પ્રકારની પૂજામાં ચોખા ખાસ રૂપથી ચઢાવાય છે. પૂજન માટે એવા ચોખાના ઉપયોગ કરવો જોઈએ. જે અખંડિત હોય એટલે તૂટેલા ના હોય્ ચોખા ચઢાવતા પહેલા એને હળદરથી પીળા કરવા ખૂબ શુભ ગણાય છે. એ માટે થોડા પાણીમાં હળદર ભેળવી લો અને આ મિશ્રણમાં ચોખાને મિક્સ કરી પીળા કરાય છે. પૂજનમાં પાન પણ રાખવા જોઈએ. ધ્યાન રાખો પાન સાથે ઈલાયચી , લવિંગ , ગુલકંદ વગેરે પણ ચઢાવવું જોઈએ. આખા બનેલા પાન ચઢાવશો તો શ્રેષ્ઠ રહેશે આ સાથે તલ ચડાવવાથી પાપોનો નાશ થઈ જાય છે.

જવ અર્પણ કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.ઘઉં ચડાવવાથી સંતાન વૃદ્ધિ થાય છે. આ બધા અન્ન ભગવાનને અર્પણ કર્યા પછી તેને ગરીબોમાં વહેંચી દેવું જોઈએ.શિવ પુરાણ મુજબ જાણો ભગવાન શિવને કયો રસ (દ્રવ્ય) ચડાવવાથી તેનું શું ફળ મળે છે?તાવ આવે ત્યારે ભગવાન શિવને જલધારા ચડાવવાથી તરત લાભ મળે છે. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જલધારા દ્વારા શિવની પૂજા ઉત્તમ ગણવામાં આવી છે.નપુંશક વ્યક્તિ જો શુદ્ધ ઘી થી ભગવાન શિવનો અભિષેક કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે તથા સોમવારનું વ્રત કરે તો તેની સમસ્યાનો ઉકેલ શકય છે.તેજ મગજ માટે સાકર ભેળવેલું દૂધ ભગવાન શિવને ચડાવો.સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

શિવલિંગ ઉપર શેરડીનો રસ ચડાવવામાં આવે તો તમામ આનંદોની પ્રાપ્તિ થાય છે.શિવને ગંગાજળ ચડાવવાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે.મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબી રોગમાં આરામ મળે છે.શિવ પુરાણ મુજબ જાણો ભગવાન શિવને ક્યા ક્યા ફૂલ ચડાવવામાં આવે તો તેનું શું ફળ મળે છે?લાલ અને સફેદ આંકડાના ફૂલથી ભગવાન શિવની પૂજા કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.ચમેલીના ફુલોથી પૂજા કરવાથી વાહન સુખ મળે છે.અળસીના ફૂલોથી શિવની પૂજા કરવા વાળા માણસ ભગવાન વિષ્ણુના પ્રિય હોય છે.