નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ આ નવરાત્રીમા કરવામા આવતા અમુક એવા ઉપાયો વિશે જેનાથી તમારા જીવનની દરેક સમસ્યા દુર થઈ જાય છે 17 ઓક્ટોબરથી નવરાત્રિના પવિત્ર પર્વની શરૂઆત થશે. નવ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં માતા દુર્ગાને શક્તિની દેવી તરીકે વર્ણવવામાં આવી છે. તેથી, તેને શક્તિની ઉપાસનાનો તહેવાર કહેવામાં આવે છે. નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરવામાં આવે છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે જે લોકો નવરાત્રિના વ્રત રાખે છે તેમને દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે અને તેમની બધી તકલીફ દૂર થાય છે. માતા રાણી તેની તમામ ઇચ્છા પૂરી કરે છે. માતા રાણી પ્રસન્ન થાય છે અને નવરાત્રિ દરમિયાન અમુક કાર્યો કરીને સુખ અને સમૃદ્ધિનું વરદાન આપે છે તમારા બધા કાર્યમાં સફળતા મેળવવા અને સંપત્તિ મેળવવા માટે, નવરાત્રિની અષ્ટમીના દિવસે માતા મહાગૌરીને નિશ્ચિતરૂપે કમળનું ફૂલ અર્પણ કરો. લાલ ફૂલ ચડાવવાથી જે માતા પ્રસન્ન થાય છે.
મિત્રો નવરાત્રિમાં દરરોજ, દેવીને તાજા ફૂલો ચડાવવા જોઈએ અને પૂજાગૃહની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જૂના ફૂલોનો કચરો ક્યારેય કચરામાં ન ફેંકવો જોઈએ. નદીમાં અને કૂવામાં આ ફૂલોને વિસર્જીત કરો તેમજ અષ્ટમી અને શુક્રવારે સાવરણી ખરીદવી અને ઘરે લાવવી જ જોઇએ. આ કરવાથી, દેવી લક્ષ્મી તમારા અને પરિવારના બાકીના સભ્યો પર પ્રસન્ન રહેશે.
મિત્રો આ નવરાત્રિમાં દરરોજ દુર્ગા સપ્તશીનો પાઠ કરવો જોઈએ. દુર્ગા સપ્તશીનો પાઠ કરવાથી તમારી બધા બગડેલા કામ સફળ થશે. દરેક પ્રકારની ઇચ્છા પૂરી કરવા માટે ગાયને નવરાત્રિમાં રોટલી ખવડાવો. નવરાત્રિના નવ દિવસ સુધી આ કરવાથી નસીબ બદલાય છે નવરાત્રિના દિવસે ઘરના ઉત્તર પૂર્વમાં ચોક્કસપણે તુલસીનો છોડ લગાવો. આ ઉપાય કરવાથી માતા રાનીની કૃપા ઘરે રહે છે અને ધનની આવક રહે છે.
તેમજ આ નવરાત્રીમા પર પૂજા પાઠ કરવાથી મનોવાંચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. જરૂર હોય છે માત્ર શુદ્ધ આચરણ, યોગ્ય પદ્ધતિ અને ઉપાસના માટે યોગ્ય સ્થાનની પસંદગીની નવરાત્રીમાં કરવામાં આવેલા દરેક કાર્ય પણ શુભ ફળદાયી નીવડે છે અને એક કહેવત મુજબ દેવી દેવતા ભક્ત ભાવના ના ભૂખ્યા હોઈ છે. માટે પુરી શ્રધ્ધા થી તેમની પૂજા કરવી. તેના માટે યોગ્ય જગ્યાએ બનાવવામાં આવેલું પૂજા સ્થાન મનની એકાગ્રતા પ્રદાન કરે છે. આ સ્થાન જ પૂજાને ફળદાયી બનાવે છે.
આ ઉપરાંત જે સ્થાનમાં પૂજા ઘર બનેલું હોય ત્યાં સૂર્ય પ્રકાશ આવતો હોય તે જરૂરી છે. પૂજારૂમમાં મૃતક પરીજનોના ફોટો ન રાખવા જોઇએ દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કોઈ પૂજા સ્થળ અથવા વેદી સ્થાપિત કરવી નહીં. આ સ્થાન પૂજા માટે સાર્થક નથી. આ જ રીતે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં કરવામાં આવતી પૂજા પણ બિનજરૂરી ખર્ચને આમંત્રણ આપે છે તેમજ કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે અથવા તો રોકાણ માટે પણ નવરાત્રી શુભ માનવામાં આવે છે.
લોકો ઘણીવાર નવરાત્રીમાં ઘર ખરીદવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું મહત્વપૂર્ણ માને છે. જો તમે પણ આ નવરાત્રી ઘર ખરીદવા અથવા બાંધકામ શરૂ કરવા જઈ રહ્યા હોય તો નીચે દર્શાવેલી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું તેમજ બિલ્ડિંગના નિર્માણ માટે ખોદકામ યોગ્ય દિશાથી શરૂ કરવું જરૂરી છે. જો ખોદકામ અથવા ફાઉન્ડેશનનું કામ ખોટી દિશાથી શરૂ કરવામાં આવશે તો બાંધકામમાં અવરોધોનો સામનો કરવો પડે છે.
મિત્રો આ નવરાત્રીમાં માતાજીનો આર્શિવાદ પ્રાપ્ત કરવા માટે નવ દિવસમાં કોઈ પણ દિવસે ઘરે કમળનું ફૂલ જરૂરથી લાવવું જોઈએ તમને જણાવી દઇએ કે કમળનું ફૂલ દેવી લક્ષ્મીને પ્રિય છે અને તે સિવાય પણ ઘરમાં નવરાત્રીના દિવસોમાં સોના કે ચાંદીના સિક્કા જરૂરથી લાવવા અને તે સિક્કા પર માતા લક્ષ્મી અથવા ગણેશજીનું ચિત્ર જરૂર હોવું જોઈએ.
મિત્રો ધન સંબંધિ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઘરની તિજોરીમાં આ નવરાત્રીના દિવસોમાં લાલ કપડાની સાથે કોડી રાખવી, તેનાથી ક્યારે પણ ઘરમાં પૈસાની ખોટ નહીં આવે તેમજ આ નવરાત્રીમાં કમળના ફૂલ પર બેઠા હોય તેવી લક્ષ્મીની તસવીરની પૂજા કરવી શુભ માનવામાં આવે છે કારણ કે માં દુર્ગાને લાલ જાસૂદનું ફૂલ પ્રિય છે એટલા માટે આ નવરાત્રીમા 9 દિવસ સુધી જાસૂદનું ફૂલ જરૂરથી ચઢાવવું જોઈએ.