આ મંત્રો નો જાપ કરવાથી બની શકો છો તમે કરોડપતિ,કિસ્મત એવી ચમકશે કે ભરાઈ જશે ઘર ના ભંડાર….

0
193

જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે અને એના માટે ખુબ જ મહેનત કરે છે પરંતુ જરૂરી નથી જે મહેનત કરે તેણે સફળતા મળી જ જાય. ઘણા લોકો તનતોડ મહેનત કરે છે છતાં પણ તે એ મુકામ પર નથી પહોચી શકતા, જ્યાં તેને પહોચવું હોઈ છે. પરંતુ અમુક લોકોને તો વગર માંગે જ બધું મળી જતું હોઈ છે. વગર કોઈ મહેનતે સફળતાની ઉંચાઈ સુધી પહોચી જાય છે. એવા લોકો ઓછા હોઈ છે પરંતુ તેની કિસ્મત ઘણી જ સારી હોઈ છે.શાસ્ત્રોના મંત્રોમાં ખૂબ જ શક્તિ રહેલી છે. મંત્ર શક્તિના આધારે જ આજનું આધુનિક વિજ્ઞાન પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગની વાતો કરે છે. મંત્ર તમારું ધારેલું કાર્ય પૂર્ણ કરવામાં અને મનમગતું પરિણામ મેળવવામાં મદદ કરે છે.

 

આ માટે જરુરી છે તમે એકધ્યાન સાથે મંત્રનો જાપ કરો.મંત્રો સ્વયં સિદ્ધ અને શક્તિશાળી હોય છે. તેમનો ફાયદો લેવા માટે તમારે બસ એકધ્યાનથી પવિત્ર થઈને તેનો જાપ માત્ર કરવાનો હોય છે. ભારતીય પુરાણોમાં એવા ઘણા ઉદાહરણ છે જેમાં આ મંત્રોના જાપથી ઋષિમુનીથી લઈને રાક્ષસો અને સામાન્ય માનવીઓએ અનેક સિદ્ધિ મેળવી છે. આ મંત્રોની શક્તિના ઉદાહરણ પૌરાણિક કાળથી લઈને તાજેતરના ઇતિહાસમાં પણ જોવા મળે છે. જેમાં સિદ્ધ પુરુષો વિજ્ઞાનની સમજથી પરે એવા ચમત્કાર કરીને દેખાડે છે.

આવો જાણીએ રાવણ સંહિતાના એ અચૂક મંત્રો, મંત્રોની શક્તિ એટલી હોય છે કે રાવણે ભગવાન શિવને તેના દ્વારા પ્રસન્ન કરીને લંકાની અખૂટ સંપત્તિ અને અતુલિત બળ પ્રાપ્ત કર્યું હતું. કહેવાય છે કે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત ઉપરાંત એક મહાન તાંત્રિક અને જ્યોતિષી પણ હતો. રાવણની તંત્ર વિદ્યા અને જ્યોતિષનો સાર રાવણ સંહિતામાં મળે છે. આ ગ્રંથમાં રાવણે જ્યોતિષના રહસ્યો ખોલ્યા છે તો એવા ઉપાય પણ બતાવ્યા છે જેનાથી તમારી કિસ્મતનું તાળું ખુલી શકે છે.

આ મંત્રનો જાપ ધન પ્રાપ્તિનો રસ્તો ખોલશે, આ ગ્રંથ મુજબ પ્રાતઃ સમયમાં સ્નાનાદી ક્રિયાથી પવિત્ર થઈને વડના ઝાડ નીચે ધ્યાન ધરીને બેસો. પછી ‘ॐ ह्रीं श्रीं क्लीं नम: ध्व: ध्व: स्वाहा’ આ મંત્રનો 1100 વાર જાપ કરો. આ જાપ કરવા માટે રુદ્રાક્ષની માળા લેવી જોઈએ. કહેવાય છે કે આ મંત્રનો આ રીતે 21 દિવસ સુધી જપ કરવાથી ધન પ્રાપ્તિ માટેના રસ્તા ખુલે છે.

કાર્યમાં આવતા સંકટને દુર કરશે, તમારા કામ, ધંધા-રોજગારમાં થોડા થોડા સમયે સમસ્યા આવતી રહેતી હોય અને તમારી આવકના સ્ત્રોત અસંતુલિત થઈ જયા હોય તો આ સમસ્યાના ઉપાય માટે સંધ્યા સમયે નિયમિત રીતે 40 દિવસ સુધી ‘ॐ सरस्वती ईश्वरी भगवती माता क्रां क्लीं, श्रीं श्रीं मम धनं देहि फट् स्वाहा।’ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કરવાથી તમારા કાર્યોમાં આવતા સંકટો તરત દૂર થશે.

જો તમારી આવકમાં વધારો ન થતો હોય તો.જો તમારી આવકમાં વધારો ન થતો હોય અને તમને એવું લાગતું હોય કે તમારી આવક એક જ જગ્યએ સ્થિર થઈ ગઈ છે. તમે આગળ નથી વધી શકતા તો કુબેર મંત્રનો જાપ કરો. ‘ॐ यक्षाय कुबेराय वैश्रवाणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा।’ આ કુબેર મંત્રનો જાપ ત્રણ મહિના સુધી એકધ્યાન સાથે કરતા રહો. આ મંત્રજાપ સમયે પહેલા પોતાને સ્નાનાદીથી પવિત્ર કરો. આ મંત્ર જાપ કરતી વખતે તમારી પાસે કોડી રાખો આ કોડીને મંત્ર જાપ પૂર્ણ થયા બાદ તમારી તિજોરી અથવા તમે જે જગ્યાએ રુપિયા રાખતા હોવ ત્યાં રાખી દો. ક્યારેય તમારી આવક ઘટશે નહીં.

મંત્રમાં હોય છે અસીમ શક્તિ.ધન વૈભવની પ્રાપ્તિ માટે તમે રાવણે આપેલા અન્ય મંત્રોનો પણ જાપ કરી શકો છો. જેમ કે ‘ॐ नमो विघ्नविनाशाय निधि दर्शन कुरु कुरु स्वाहा।’ આ મંત્ર વિશે એવું કહેવામાં આવે છે કે જો તમારું ધન ખોવાઈ ગયું હોય કે પછી તમારું સંગ્રહ કરેલું ધન સતત ખર્ચ થઈ જતું હોય તો આ મંત્ર તમને મદદગાર સાબિત થઈ શકે છે. આ મંત્રના જપથી ધન વૈભવ તમારી પાસે વધે છે અને વધુ ધન આવવાના સંયોગ ઉભા થાય છે. આ મંત્રનો ફાયદો મેળવવા માટે તેના 10000 જપ કરવા પડે છે.

દીવાળી અથવા અક્ષય તૃતિયાના દિવસે આ જાપ કરો. વર્ષમાં કેટલાક એવા દિવસો આવે છે જ્યારે મંત્રની શક્તિઓ વધી જાય છે. આ દિવસોએ કરેલા જાપ તમને અનેકગણું ફળ આપે છે અને મંત્ર જલ્દીથી જાગૃત થઈ જાય છે. ધન પ્રાપ્તિ માટે દીવાળી અને અક્ષય તૃતીયાના દિવસે ‘ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी, महासरस्वती ममगृहे आगच्छ-आगच्छ ह्रीं नम:।’ મંત્રનો જાપ કરવો જોઈએ.જો તમને એવુ લાગે છે કે કોઈ સ્થાન પર ધન દટાયેલુ છે અને તમે તે ધન પ્રાપ્ત કરવા માંગો છો તો આ ઉપાય કરો દટાયેલુ ધન પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ દસ હજારવાર કરવો પડશે.

મંત્ર – ૐ નમો વિધ્નવિનાશાય નિધિ દર્શન કુરુ કુરુ સ્વાહા. દાટેલા ધનના દર્શન કરવા માટેની વિધિ આ પ્રકારની છે. કોઈ શુભ દિવસે અહી આપેલ મંત્રનો જપ હજારોની સંખ્યામાં કરો. મંત્ર સિદ્ધિ થઈ ગયા પછી જે સ્થાન પર ધન દટાયેલુ છે ત્યા ઘતુરાના બીજ, ભાંગ, સફેદ ઘુઘુંચી ગંધક, મૈનસિલ, ઉલ્લુની વિષ્ઠા(ચરક) શિરીષ વૃક્ષનુ પંચાગ બરાબર પ્રમાણમાં લો અને સરસિયાના તેલમાં પકવી લો.

ત્યારબાદ આ સામગ્રી દ્વારા દટાયેલા ધનની શંકાવાળા સ્થાન પર ધૂપ-દીપ ધ્યાન કરો. અહી આપેલ મંત્રનો જાપ હજારોની સંખ્યામાં કરો, આવુ કરવાથી એ સ્થાન પરથી બધી નકારાત્મક શક્તિઓ હટી જશે. ભૂત-પ્રેતનો ભય સમાપ્ત થઈ જશે. સાધકને ભૂમિમાં દટાયેલુ ધન દેખાવવા માંડશે. દિવાળીની રાત્રે વિધિપૂર્વક મહાલક્ષ્મીનુ પૂજન કરો. પૂજન પછી રાત્રે જલ્દી સૂઈ જાવ અને સવારે જલ્દી ઉઠો. ઉંઘમાંથી જાગ્યા પછી પલંગ પરથી ઉતરો નહી પણ અહી આપેલ મંત્રનો જાપ 108 વાર કરો. મંત્ર ૐ નમો ભગવતી પદ્મ પદમાવી ૐ હીં ૐ ૐ પૂર્વાય દક્ષિણાય ઉત્તરાય આષ પૂરય સર્વજન વશ્ય કુરુ કુરુ સ્વાહા. પથારીમાં જ આ  મંત્રનો જાપ  કર્યા પછી દસેય  દિશાઓમાં દસ-દ્સ વાર ફૂંક મારો. આ ઉપાયથી સાઘકને ચારેબાજુથી પૈસા પ્રાપ્ત થાય છે. સફેદ આંકડાને છાયડામાં સુકવી લો. ત્યારબાદ કપિલા ગાય મતલબ સફેદ ગાયના દૂધમાં મિક્સ કરીને તેને વાટી લો અને તેનુ તિલક લગાવો. આવુ કરતા વ્યક્તિનુ સમાજમાં વર્ચસ્વ વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here