આ મંદિરમાં સાક્ષાત જોવા મળે છે હનુમાનજી, એક વખત તો રૂપ પણ બદલી ચૂક્યાં છે,જુઓ તસવીરો…..

0
405

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના આ લેખમાં આપણે જાણીશું હનુમાનજી ના એક ચમતકારિક મંદિર વિશે, ભારત દેશમાં હનુમાનજીના અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે પરંતુ લખનૌ શહેરના અલીગંજમાં એક પ્રાચીન હનુમાન મંદિર આવેલું છે જ્યાં હનુમાનજી હાજરાહાજૂર હોવાનું મનાય છે. અહીં હનુમાનજીની પ્રતિમાને મૂછો છે અને તેમના પગ નીચે અહિરાવણ છે.

રૌદ્ર સ્વરૂપમાં બિરાજમાન હનુમાનજીની પ્રતિમા ઉત્તર મુખી છે. અહીં વિશેષ મંગળવારના રોજ સવારની આરતી 9 વાગે અને રાતની આરતી 11 વાગે થાય છે. આ મંદિરના મહંત ગોપાલદાસના જણાવ્યા મુજબ સીતા માતાને વનવાસ થયો ત્યારે બિઠૂર જવાના રસ્તે સીતાજી અહીં આવ્યા હતા ત્યારે હનુમાનજીએ તેમની પહેરેદારી કરી હતી.

જૂના હનુમાન મંદિરનો સંબંધ નવાબ સઆદતઅલી ખાં સાથે છે. ઈતિહાસકાર યોગેશ પ્રવીણના જણાવ્યા અનુસાર સઆદતઅલી મંગળવારે જન્મ્યા હતા અને તેમને બાળપણમાં બધા મંગલૂ કહેતા હતા. તેની માતા છતર કુંવર હિન્દુ હતા. આથી સઆદતઅલીએ ગાદી સંભાળ્યા બાદ તે બીમાર પડ્યા તો તેમની માતાએ હનુમાનજીની બાધા રાખી. બાધા પૂરી થતા તેમણે 1798માં અલીગંજમાં હનુમાન મંદિર બનાવ્યું હતું. આજે પણ મંદિર પર ઈસ્લામના પ્રતીક સમાન ચંદ્ર જોઈ શકાય છે.

મહંત ગોપાલ દાસે જણાવ્યું કે 2014માં રાત્રે એકાએક હનુમાનજીની પ્રતિમાએ પોતાની જાત જ રૂપ બદલી લીધું હતું. નવા સ્વરૂપમાં તેમની મૂછો સ્પષ્ટ દેખાય છે, પહેલા આવું નહતું. સંશોધન કરતા માલૂમ પડ્યું કે પ્રતિમા પર માન્યતા અનુસાર માટી વગેરે ચીજોનો લેપ કરાયો હતો અને વર્ષો પછી તે જાતે જ ખંડિત થઈને પ્રતિમાથી અલગ થઈ ગઈ હતી.

ભાવનગરથી ૭૬ કિલોમીટર દૂર આવેલા સાળંગપુર ગામ માટે હનુમાન જયંતી એ દિવાળી જેવો તહેવાર છે. માત્ર હનુમાનજીને કારણે ગામને ઓળખ મળી હોવાથી ગામવાસીઓ માટે આ તહેવાર મોટો બની ગયો હોય એ સમજી શકાય, પણ સાવ એવુંય નથી. હાજરાહજૂર ગણાતા સાળંગપુર હનુમાનજીના ભક્તો પણ તેમની જન્મજયંતીના દિવસે સાળંગપુરમાં રહેવાનું પસંદ કરતા હોય છે સાળંગપુરમાં ઉજવાનારી હનુમાન જયંતીના અવસરે એક લાખથી વધુ ભક્તો અહીં હાજર રહે છે અને સવારે સાડાછ વાગ્યે હષોર્લ્લાસ સાથે હનુમાન ચાલીસાનું ગાન કરે છે. આ ગાન દર એક કલાકે થાય છે અને સાંજે સાત વાગ્યે આરતી થાય છે. ત્યાં સુધી ચાલુ રહેશે.

સાળંગપુર હનુમાન મંદિરના કોઠારી સ્વામી સૂર્યપ્રકાશદાસજી કહે છે, ‘અહીં હનુમાન ચાલીસામાં બહુ માનવામાં આવે છે. હનુમાન ચાલીસામાં કહેવાયેલી તમામ વાતોના પુરાવા પણ સાળંગપુરના મંદિરમાંથી મળી જાય છે. અત્યારે દેશમાં ભૂત-પ્રેતને ભગાડવાનું કામ જો કોઈ હનુમાન મંદિરમાં થતું હોય તો આ એક જ મંદિર છે. ’

જો તમે હનુમાનજીને ખુશ કરવા માગો છો તો આ ઉપાય કરો

હનુમાનજી ના પૂજન નું અત્યંત વિશેષ મહત્વ રહેલું છે. એવી માન્યતાઓ છે કે જો પ્રભુ શ્રી બજરંગબલી કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય તો તેમના જીવન ની તમામ સમસ્યાઓ ને દૂર કરી દે છે તથા તે વ્યક્તિ ના ધાર્યા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આ કળિયુગ માં જો કોઈ દેવગણ હજુ પણ પૃથ્વી પર હાજરાહજૂર હોય તો તે છે પ્રભુ શ્રી બજરંગબલી.

જો તમે પણ તમારા ઘર માં સુખ-સમૃદ્ધિ આવે તેવું ઈચ્છતા હોવ તો હનુમાનજી ના આ ઉપાય અવશ્ય અજમાવો. નિયમિત રાત્રે સૂતા પૂર્વે ઘર ના પૂજા સ્થળ પાસે એક માટી નો દિવડો પ્રજવલિત કરવો અને હનુમાન ચાલીસા નું પઠન કરવું ત્યાર બાદ સૂવા જવું. આવું નિયમિત કરવા થી તમારા ઘર માં કયારેય પણ ધન ની ઉણપ નહી સર્જાય.

જો તમે એવી ઈચ્છા ધરાવતા હોવ કે તમારા જીવનમાં આવતી તમામ બાધાઓ તથા સમસ્યાઓ માંથી તમને મુક્તિ મળે તો તમે હનુમાનજી નો આ અસરકારક ઉપચાર અજમાવો. સૌપ્રથમ એક છાલવાળું શ્રીફળ લ્યો. ત્યાર બાદ તેના પર સીંદુર લગાવો. ત્યાર બાદ તેને કાચા દોરા વડે બાંધી , ચોખા અર્પણ કરીને તેને પ્રભુ શ્રી હનુમાનજી ની પ્રતિમા અથવા છબ્બી પાસે મૂકીને નિયમિત તેનું પૂજન કરવું જેથી તમારા જીવન ની તમામ સમસ્યાઓ દૂર થાય.

જો તમે તમારા મન માં રહેલી કોઈ મહત્વકાંક્ષા પૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો પીપળા ના વૃક્ષ નીચે સરસવ ના તેલ નો દીવડો પ્રજવલિત કરવો અને “ઓમ રામદુતાય નમ:” મંત્ર નો ૧૦૮ વાર મંત્રોચ્ચારણ કરવું. જેથી તમારા મન ની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ જશે. જો કોઈ વિદ્ધાર્થી અભ્યાસ માં સારા ગુણે પાસ થવા ઈચ્છતો હોય અથવા તો કોઈ સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યો હોય તો તેમણે આ ઉપાય કરવો.

હનુમાનજી ના મંદિરે જઈને ચમેલી ના તેલ નો દિવડો પ્રજવલિત કરવો તથા હનુમાનજીને સિંદુર અર્પણ કરવું. નિયમિત આ ક્રિયા કરવાથી તમે તમારા અભ્યાસ માં સારા ગુણે પાસ થશો. જો તમે તમારું કોઈ અગત્ય નું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરીવવા ઈચ્છતા હોવ તો પ્રભુ શ્રી હનુમાનજી ના મંદિર પર જઈ ને ધજા ચડાવો તથા મંગળવાર ના દિવસે વાનરો ને ચણા નું સેવન કરાવો. આ ઉપાય થી તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.

તમે મંગળવાર ના શુભ દિવસે પીપળા ના ૧૧ પર્ણો લઈ તેમને સ્વચ્છ પાણીએ સાફ કરીને તેના પર ચંદન અથવા તો કંકુ થી શ્રી રામ લખી તેને પ્રભુ શ્રી હનુમાનજી ને અર્પિત કરવા. જેથી તમારા દરેક ધાર્યા કાર્યો પૂર્ણ થઈ જશે. જો તમે તમારા શત્રુઓ સામે વિજયી થવા ઈચ્છતા હોવ તો છાલવાળા શ્રીફળ પર સિંદુર લગાવી તેના પર કાચો દોરો બાંધીને હનુમાનજી ને અર્પણ કરો. આમ કરવાથી તમારા પર હનુમાનજી ની વિશેષ કૃપા બની રહેશે અને તમારા જીવનમાં પ્રવર્તતી તમામ સમસ્યાઓ નો અંત થશે.

આ ઉપાય કરતી વખતે સંપર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહેશે, સાથે જ ક્ષૌર કર્મ જેમ કે – નખ કાપવા, વાળ કે દાઢી કાપવાની મનાઈ છે. દારૂ અને માંસનું સેવન પણ આ ઉપાય કરતી વખતે કરી શકાતાં નથી.

હનુમાનજયંતીના દિવસે કે મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી એક લોટો જળ લઈને હનુમાનજીના મંદિરમાં જઈને જળથી હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. પછી પહેલા દિવસે એક આખો અડદનો દાણો હનુમાનજીના માથા પર મૂકીને 11 પરિક્રમા કરો. પરિક્રમા કર્યા પછી તમારી ઈચ્છા હનુમાનજીની સામે કહો અને એ અડદનો દાણો લઈને પરત આવો અને એને એક જુદા ડબ્બામાં મૂકી દો.

બીજા દિવસે બે અડદના દાણા. આમ રોજ એક-એક અડદનો દાણો વધારતા જાવો અને આ જ રીતે હનુમાનજીની પરિક્રમા કરતા રહો. આવું 41 દિવસ સુધી કરો. 42મા દિવસથી એક-એક દાણો ઓછો કરતા રહો, જેમ કે 42 દિવસે 40 , 43મા દિવસે 39 અને 81મા દિવસે 1 દાણો.

81 દિવસનો આ ઉપાય પૂરો થતાં હનુમાનજી સપનાંમાં દર્શન આપે છે અને સાધકની મનોકામના પૂરી થવાના આશીર્વાદ પણ આપે છે. આ અનુષ્ઠાનના સમયે જેટલા પણ અડદના દાણા તમને હનુમાનજી પર ચઢાવ્યા હોય એને નદીમાં પ્રવાહિત કરી દો.