આ મંદિરમાં દાઢી અને મુંછ સાથે બિરાજે છે બાલાજી ભગવાન

0
113

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.

બાલાજી ભગવાન હનુમાનજીનું જ એક રૂપ છે. હનુમાનજી અને બાલાજીના અનેક મંદિર દેશ અને દુનિયામાં છે. આમછતાં જે મંદિરોમાં બાલાજીના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે તેમાં સાલાસરના બાલાજીનું નામ મુખ્ય છે. સાલાસર બાલાજી રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં આવેલું છે. સાલાસર જગ્યાનું નામ છે. બાલાજીનું મંદિર સાલાસર વિસ્તારમાં મધ્યમાં આવેલું છે. આમછતાં અહિં દર્શન કરવા આવનારા ભક્તો માટે ઉચિત વ્યવસ્થા છે.

જાણો કેવી રીતે પ્રગટ થયાં બાલાજી ભગવાન બાલાજીની મૂર્તિ પ્રગ્ટ થવા વિશે એક કથા છે. સાલાસરમાં રહેનારા મોહન દાસજી મહારાજ ભગવાન બાલાજીના ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને એક વાર બાલાજીએ તેમને સપનામાં આવીને દર્શન આપ્યા અને અસોટાં ગાવમાં મૂર્તિ રૂપમાં પ્રકટ થવાની વાત જણાવી. બીજી બાજ અસોટા ગામમાં રહેનારા જાટ ગિન્થાલા જ્યારે પોતાના ખેતરમાં હળથી ખેડ કરતાં હતા. ત્યારે તેની સાથે કશુંક ટકરાવાનો અવાજ આવ્યો. તેમણે એક ગુંજતો અવાજ સાંભળ્યો.

તેમણે ખેડ થંભાવી દીધી અને હળને ત્યાંજ રોકીને જમીન ખોદવી શરૂ કરી. તો એ જગ્યાએ બે મૂર્તિઓ નિકળી. જાટ એ મૂર્તિઓને જોઈ રહ્યાં હતા. તે પોતાની પત્ની જમવાનું લઈને ખેતરમાં પહોંચી. તેમણે પોતાની સાડીનું પલ્લુથી તે મૂર્તિઓની માટી હટાવી તો સમજાયું કે આ મૂર્તિઓ બાલાજી ભગવાનની છે. એ સમયે તે પોતાના પતિને જમવા માટે ચૂરમું અનને બાટી લઈને આવી હતી. બાલાજીની પ્રગટ થયેલી મૂર્તિઓને બંને પતિ-પત્નીએ પ્રણામ કર્યા અને બાટી – ચૂરમાનો ભોગ લગાવ્યો. ત્યારથી બાલાજીને બાટી- ચૂરમાનો ભોગ લગાવવામાં આવે છે. આ દિવસે સંવત 1811ના શ્રાવણ માસની શુક્લ પક્ષની નોમ હતી.

ખેતરમાં મૂર્તિઓ નિકળવાથી વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. આ ખબર અસોટા ગામના ઠાકુરને પણ મળી. એજ રાતે ભગવાન બાલાજીએ મહારાજ ઠાકુરને સપનામાં દર્શન દઈને કહ્યું કે મારી મૂર્તિને બળદગાડામાં રાખી સાલાસર મોકલી દો અને સાલાસર પહોંચ્યા પછી ગાડી કોઈ ન ચલાવે. જ્યાં ગાડી રોકાઈ જાય ત્યાં એક પ્રતિમા સ્થાપિત કરી દેવી. બીજી તરફ સાલાસરના મોહનદાસજીએ પણ ઠાકુરને સંદેશ મોકલીને મૂર્તિ વિશે પૂછયું. ઠાકુરે આ વાતનું આશ્રર્ય વ્યક્ત કરતાં કહ્યું કે આખરે સાલાસરમાં રહેનારા મોહનદાસજીને બાલાજીની મૂર્તિઓ વિશે તરત જ કેવી રીતે જાણ થઈ.

બાલાજીની બે મૂર્તિઓ નિકળી હતી તેમાંથી એકને સાલાસરમાં જ સ્થાપિત કરી દેવામાં આવી. તો બીજી તરફ મૂર્તિઓને ભરતગઢના પાબેલામમાં સ્થાપિત કરવામાં આવી. આ સ્થાન સાલાસરથી આશરે 25 કિમી દૂર છે. બાલાજીના સાલાસર પહોંચ્યા પછી તેની સ્થાપના અને પૂજા માટે મોહનદાસજીએ પવિત્ર અગ્નિ પ્રગટાવ્યો. એને ધૂણી કહેવામાં આવે છે. આ ધૂણી 300 વર્ષથી આજે પણ ધખે છે.

બાલાજીના પરચા આજે પણ મળતાં રહે છે. અને અનેક લોકોના દુઃખ ભગવાન બાલાજી દૂર કરે છે. તેમમના દર્શન માત્રથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે સાલાસરથી 2 કિમીની દૂર પર લક્ષ્મણગઢમાં અંજની મંદિર આવેલું છે. આ મંદિર અને મૂર્તિ વિશે સ્થાનિકો કહે છે કે માતા અંજની અને ભગવાન બજરંગબલીના બુલાવા પર સાલાસર આવ્યા છે. માતા ભક્તોના ગૃહસ્થજીવનની સમસ્યાઓને દૂર કરે છે.

આવુજ એક બીજું મંદિર તિરુપતિ બાલાજીના જાણ્યા-અજાણ્યા 10 રહસ્ય, ગુરુવારે દેખાડે છે અનોખો ચમત્કાર ભારતના સૌથી ચમત્કારિક અને રહસ્યમય મંદિરોમાંનું એક ભગવાન તિરુપતિ બાલાજી પણ છે. ભગવાન તિરુપતિના દરબારમાં મોટાભાગે લોકો શ્રદ્ધાભાવથી આવતા રહે છે. દરેક વર્ષે લાખો લોકો તિરુમલાની પહાડીઓ પર સ્થિત આ મંદિરમાં વેંકટેશ્વર ના આશીર્વાદ લેવા માટે આવે છે.

માન્યતા છે કે ભગવાન બાલાજી પોતાની પત્ની પદ્માવતીની સાથે તિરુમલામાં નિવાસ કરે છે. એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી ભગવાનની સામે પ્રાર્થના કરે છે, બાલાજી તેની દરેક માનતા પુરી કરે છે. મનોકામના પુરી થયા પછી ભક્તો પોતાની શ્રદ્ધાના અનુસાર અહીં આવીને તિરુપતિ મંદિરમાં પોતાના વાળ દાન કરે છે. આ ચમત્કારિક અને અલૌકિક મંદિરમાં એવા ઘણા રહસ્યો જોડાયેલા છે.જેને જાણીને તમે પણ હેરાન રહી જાશો.પૌરાણિક માન્યતા અનુસાર, વેંકટેશ્વર અથવા બાલાજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. માન્યતા છે કે, વૈકુંઠ એકદશીના દિવસે તિરુપર્ટના દર્શન કરવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે.તેના જન્મ-મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે.

મૂર્તિને પરસેવો પણ આવે છે.જો કે એક રીતે બાલાજીની મૂર્તિ એક ખાસ પ્રકારના ચીકણા પથ્થરથી બનેલી છે. પણ તે એકદમ જીવંત જ લાગે છે. અહીં મંદિરના વાતાવરણને ખુબ જ ઠંડુ રાખવામાં આવે છે. તેના છતાં પણ માન્યતા છે કે બાલાજીને ગરમી લાગતા જ તેના શરીર પરથી પરસેવો દેખાવા લાગે છે અને તેની પીઠ પણ ભેજ વાળી થઇ જાય છે.

અદ્દભુત લાકડી.મંદિરમાં મુખ્યદ્વાર પર દરવાજાની ડાબી બાજુએ એક લાકડી છે. આ લાકડી વિશે કહેવામાં આવે છે કે બાલ્યાવસ્થામાં આ લાકડીથી જ ભગવાનની ધોલાઈ કરવામાં આવતી હતી. તેને લીધે જ ભગવનના હોંઠના નીચેના ભાગ(દાઢી,જડબું) પર ઇજા થઇ હતી.તે જ કારણને લીધે ત્યારથી લઈને આજ સુધી ભગવાનને આ સ્થાન પર દરેક શુક્રવારે ચંદનનો લેપ લગાડવામાં આવે છે. જેથી ઇજા રૂજાઈ જાય.

મૂર્તિ વચ્ચે છે કે જમણી બાજુએ?.જ્યારે તમે ભગવાન બાલાજીના ગર્ભ ગ્રુહમાં જઈને જોશો તો લાગશે કે મૂર્તિ ગર્ભગૃહના વચ્ચેના ભાગમાં સ્થિત છે, પણ જ્યારે ગર્ભગૃહથી બહાર આવીને જોશો તો લાગશે કે મૂર્તિ જમણી બાજુએ સ્થિત છે. મૂર્તિ પર લાગેલા વાળ.કહેવામાં આવે છે કે મંદિર ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર લાગેલા વાળ એકદમ અસલી છે. તે હંમેશા મુલાયમ જ રહે છે. માન્યતા છે કે આવું એટલા માટે કેમ કે ભગવાન ખુદ અહીં બિરાજમાન છે.

નીચે ધોતી અને ઉપર સાડી.ભગવાનની પ્રતિમાને રોજ નીચેના ભાગમાં ધોતી અને ઉપરના ભાગમાં સાડીથી શણગારવામાં આવે છે.માન્યતા છે કે બાલાજીમાં જ માતા લક્ષ્મીનું રૂપ સમાયેલું છે.જેને લીધે આવું કરવામાં આવે છે.સમુદ્રના મોજાના અવાજો.અહીં આવનારા લોકો કહે છે કે ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ પર કાન લગાવીને સાંભળવાથી સમુદ્રના મોજાના અવાજો સંભળાય છે. આજ કારણ છે કે મંદિરમાં મૂર્તિ હંમેશા ભેજવાળી રહે છે.

હંમેશા પ્રગટે છે આ દીવો.ભગવાન બાલાજીના મંદિરમાં એક દીવો હંમેશા પ્રગટે છે. આ મંદિરમાં ન તો ક્યારેય તેલ નાખવામાં આવે છે અને ન તો ઘી. કોઈ નથી જાણતું કે વર્ષોથી પ્રગટી રહેલા આ દીવાને ક્યારે અને કોણે પ્રગટાવ્યો હતો. પચાઇ કપૂર.ભગવાન બાલાજીની પ્રતિમા પર ખાસ પ્રકારનું પચાઇ કપૂર લગાડવામાં આવે છે. વૈજ્ઞાનિકોના અનુસાર તેને કોઈપણ પથ્થર પર લગાડવાથી તે અમુક જ સમયમાં ચોંટી જાય છે પણ ભગવાનની મૂર્તિ પર તેની કોઈ જ અસર નથી થાતી.

ગુરુવારે લગાડવામાં આવે છે ચંદન લેપ.ભગવાન બાલાજીના હૃદય પર માં લક્ષ્મી બિરાજમાન રહે છે. માતાની ઉપસ્થિતિની જાણ ત્યારે થાય છે જ્યારે દરેક ગુરુવારે બાલાજીનો પૂરો શૃંગાર ઉતારીને તેને સ્નાન કરાવીને ચંદનનો લેપ લગાડવામા આવે છે. જ્યારે ચંદન લેપ હટાવામાં આવે છે તો હૃદય પર લાગેલા ચંદનમાં દેવી લક્ષ્મીની છબી ઉભરાઈ આવે છે. આ છે અનોખું ગામ.ભગવાન બાલાજીના મંદિરથી 23 કિલોમીટર દૂર એક ગામ છે. અને અહીં બહારના વ્યક્તિઓને પ્રવેશ અમાન્ય છે.અહીં લોકો ખુબ જ નિયમ અને સંયમની સાથે રહે છે. માન્યતા છે કે બાલાજીને અર્પણ કરવા માટે ફળ, ફૂલ,દૂધ,દહીં અને ઘી બધું અહીંથી જ આવે છે. આ ગામમાં મહિલાઓ ગૂંથેલા કપડા પહેરતી નથી.