આ મંદિરમાં ચિઠ્ઠીઓ દ્વારા ગણેશજી કરે છે દરેક મનોકામના પૂર્ણ, એક વાર મુલાકાત જરૂર લેજો…

0
318

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તમે જાણો છો કે પૃથ્વી પર અનેક દેવી દેવતાઓના હજારો મંદિરો છે પણ ભગવાન ગણેશના મંદિર આંગળીના ટેરવે ગણી શકો છો આજના સમયમાં એવા અનેક મંદિરો છે જેના અનેક રાજ છુપાયેલા છે અથવા તો તેના ચમત્કાર પ્રખ્યાત છે એવું જ એક ગણેશનું મંદિર છે જે રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલ છે એવું કહેવામાં આવે છે કે અહીંયા મંદિરમાં ભક્તો દરેક શુભ કાર્યો માટે ભગવાન ગણેશને પત્ર લખે છે તો ચાલો જાણીએ આ મંદિર વિશે વધુ માહિતી.

પત્ર લખવાનું સરનામું.અહીંયા હમેશાથી ભગવાનના ચરણોમાં ઢગલાબંધ નિમંત્રણ પત્રો આવે છે અહીંયા પત્ર લખવા માટે પહેલા શ્રી ગણેશજી રણથંભોરનો કિલ્લો, જિલ્લા- સવાઈ માધોપુર રાજસ્થાન આ સરનામે મોકલેલ પત્રને ટપાલી શ્રદ્ધા અને સન્માન સાથે મંદિરમાં પહોંચાડે છે.પૂજારી કરે છે આ કામ.જયારે મંદિરમાં કોઈપણ ભક્તનો પત્ર આવે છે ત્યારે મંદિરના પૂજારી ગણેશજીની સામે પત્રને વાંચી સંભળાવીને તેના ચરણોએ પત્ર મૂકી દે છે એવું માનવામાં આવે છે આંનદીમાં ભગવાન ગણેશ જીને નિમંત્રણ પાઠવવાથી તમામ સારા કામ સારી રીતે પૂર્ણ થાય છે અને સાથે ભક્તોની મનોકામનાઓ પણ પુરી થાય છે.

મંદિરની સ્થાપના.એવું કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના 10મી સદીમાં રણથંભોરના રાજા હમીરાએ બનાવ્યું હતું. તે સમયે યુદ્ધ દરમિયાન રાજાને સ્વપ્નમાં ગણેશજીના દર્શન થયા અને તેમને આશીર્વાદ આપ્યા રાજા હમીર આ યુદ્ધમાં વિજય થય ત્યારે તેમને આ કિલ્લામાં મંદિરની સ્થાપના કરી હતી.ગણેશ મૂર્તિની ખાસિયત.આ મંદિરની એક ખાસ વાત છે કે ગણેશજીની જે મૂર્તિ સ્થાપિત છે તેની ત્રણ આંખો છે તેમજ તેમની પત્ની રિદ્ધિ-સિદ્ધિ અને પુત્ર શુભ-લાભ પણ વિરાજમાન છે.

મિત્રો ગણેશજી નું બીજું એક આવું જ મંદિર છે જેના વિશે આપણે જાણીશું.આપત્તિઓ નિવારવા ભાવિકો હવે ભગવાનને શરણે ગયા છે ઢાંકમાં આવેલું ગણેશજીનું પૌરાણિક મંદિર કે જ્યાં લોકો દ્વારા ટપાલ લખી મનોકામના મોકલે છ મંદિરના પૂજારી પત્ર વાંચી અને ગણેશજીને પ્રાર્થના કરે છે અને શ્રીજી દરેકની મનોકામના પૂર્ણ કરતા હોવાનું માનવામાં આવે છે કોઈને નોકરી જોઈએ છે તો કોઈને ધંધો સેટ કરવો છે કોઈને પ્લોટ-મકાન વેચવાના છે તો કોઈને પરીક્ષામાં પાસ થવું છે કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિ નિવારવા ભાવિકો ગણેશજીને પત્ર લખી પોતાની મનોકામના પૂર્ણ કરવા કહી રહ્યા છે.

સિદ્ધિ વિનાયક દાદા અને લખાયેલા પત્રો.સારી નોકરી મળે એવી પ્રાર્થના.હે ગણપતિ બાપા અમને આશા છે કે તમે અમારી બધી મનોકામના પૂરી કરશો. અમારી મનોકામના સારી એવી નોકરી અને ધંધો કરવામાં સફળ રહીએ એવી છે અમારી મનોકામના પૂર્ણ થયા બાદ અમે દિવ્યાંગ બાળકોને ખુશીથી ભોજન કરાવીશું.

પ્લોટ સારી કિંમતે વેચાય એવી કૃપા કરશો.સિદ્ધિ વિનાયક ગણેશજીને અરજ કરવાની કે મારો ખાલી પ્લોટ સારી કિંમતે વેચાય જાય એવી અમારી ઉપર કૃપા કરશો તેવી આપને અમારા તરફથી પ્રાર્થના કરીએ છીએ. ગણપતિ દાદાની કૃપાથી અત્યાર સુધી અમારા તમામ ધાર્યા કામો અને મનોકામના પૂરી થઈ છે.

સુખી રાખજો અમારા પર મીઠી નજર રાખજો.સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની જય હો અમારી ઘણી જ ઈચ્છાઓ પૂરી કરનારા ગણપતિ દાદાની જય હો આ પત્ર એટલા માટે લખ્યો છે કે અમારા માટે આવનારા બધા જ સુખમાં તમારા આશીર્વાદ હોય તથા કાયમ તમારી મીઠી નજર અમારા ઉપર રહે તેવી ઈચ્છા છે.