આ જગ્યાએ શિવલિંગના રૂપમાં માતા પાર્વતીની થાય છે પૂજા જાણો તે મંદિરની વિશે

0
62

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિમાચલ પ્રદેશને દેવભૂમિ કહેવામાં આવે છે. ત્યાં અત્યંત પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. કાંગડા જિલ્લામાં એક ખુબ જ અનોખી શિવલિંગ છે, અહીના કાઠમઢ મહાદેવ મંદિરમાં શિવલિંગ અર્ધનારીશ્વર સ્વરૂપમાં બિરાજમાન છે. સાથે જ શિવ-પાર્વતીના રૂપમાં વહેચાયેલ અહીંના શિવલિંગ વચ્ચે આપોઆપ જ જગ્યા વધતી-ઘટતી રહે છે.

ગ્રહો અને નક્ષત્રોના પ્રમાણે અંતર વધે-ઘટે છે.તેને વિશ્વનું એક માત્ર એવું મંદિર માનવામાં આવે છે, જ્યાં શિવલિંગ બંને ભાગમાં વહેચાયેલી છે. મા પાર્વતી અને ભગવાન શિવના અલગ સ્વપરૂમાં વહેચાયેલી શિવલિંગમાં ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનના પ્રમાણે તેના બંને ભાગોના વચ્ચેનું અંતર વધતું ઘટતું રહે છે. ઉનાળામાં આ સ્વરૂપ બે ભાગોમાં વહેચાય જાય છે અને શિયાળીની ઋતુમાં ફરીથી એક સ્વરૂપમાં ધારણ કરી લે છે.

સિકંદરે કરાવ્યું હતુ મંદિરનું નિર્માણ.ઐતિહાસિક માન્યતાઓ પ્રમાણે, કાઠગઢ મહાદેવ મંદિરનું નિમાર્ણ સૌ પ્રથમ સિકંદરે કરાવ્યું હતું. આ શિવલિંગથી પ્રભાવિત થઇને સિકંદરે ટીલા પર મંદિર બનાવવા માટે અહીંની જમીનને સમથળ કરી આ મંદિર બનાવ્યું હતું. અર્ધનારીશ્વર શિવલિંગનું સ્વરૂપ.બે ભાગમાં વિભાજિત શિવલિંગનું અંતર ગ્રહો તેમજ નક્ષત્રો પ્રમાણે વધતું-ઘટતું રહે છે અને શિવરાત્રિ પર શિવલિંગના બે ભાગ જોવા મળે છે. આ શિવલિંગ કાળા ભૂરા રંગનું છે.

શિવ સ્વરૂપમમાં પૂજવામાં આવતા શિવલિંગની ઉચાંઇ લગભગ 7-8 ફુટ છે જ્યારે પાર્વતીના સ્વરૂપમાં પૂજવામાં આવતા શિવલિંગની ઉચાંઇ લગભગ 5-6 ફુટ છે. શિવરાત્રિ પર ખાસ મેળાનું થાય છે આયોજન.શિવરાત્રિના તહેવાર પર દર વર્ષે અહીં ત્રણ દિવસ મેળો ભરાય છે. શિવ અને શક્તિના અર્ધનારીશ્વર સ્વરૂપ સંગમના દર્શન કરવા માટે અહી મોટા પ્રમાણમાં ભક્તો આવે છે. શ્રાવણ મહિનામાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે.

આ ઉપરાંત અદભૂત ચમત્કારીક મહાદેવ મંદિરના દર્શન થઈ જાય તો જરુર તમે પોતાને અહોભાગી માનસો. વિશ્વપ્રસિદ્ધ પાણીમાં ડુબેલા મંદિરો જવો માટે તમારે બાલી સુધી પણ જવાની જરુર નથી. અહીં ભારતમાં જ તમારી નજીક તમને એવા ચમત્કારીક મંદિર મળી જશે જે આશરે 5500 વર્ષ જૂના છે અને વર્ષના 8 મહિના પાણીમાં ડૂબી રહે છે.

આવા કારણે જ ભારતને ચમત્કારોનો દેશ માનવામાં આવે છે. અહીં અનેક એવી જગ્યાઓ છે જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઈતિહાસ જાણવા આવતા હોય છે. મહાભારત અને રામાયણ કાળની એવી અનેક જગ્યાઓ છે જેની સાથે જોડાયેલી અનેક કહાણીઓ છે. આવું જ એક મંદિર એટલે પંજાબ અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર આવેલ કાંગડા જિલ્લાનું મંદિર છે. અહીં વ્યાસ નદી પર આવેલ પોંગ ડેમની વચ્ચે આવે આ મંદિરો રેતી અને પથ્થરના બનેલા છે તેમ છતા આટલા હજારો વર્ષો પછી પણ પાણીમાં ડૂબી રહેવા છતા તેમના પર કોઈ અસર નથી થઈ રહી. આજે પણ તે એટલા જ ચમકદાર છે. જોકે માંદિર આસપાસ કેટલાક ભાગને નુકસાન થયું છે.

પોંગ ડેમના મહારાણા પ્રતાપ સાગર તળાવમાં ડૂબેલા આ મંદિરોને બાથૂ મંદિરના નામથી ઓખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને ‘બાથૂ કી લડી’ કહે છે. આ મંદિર સુધી ઉનાળામાં માત્ર ચાર મહિના ડેમના પાણીનું લેવલ ઓછું હોય એ દરમિયાન જ પહોંચી શકાય છે. વર્ષના બાકી આઠ મહિના પાણીમાં ડૂબેલું રહે છે. આ મંદિર સુધી માત્ર બોટ થકી જ પહોંચી શકાય છે. આજથી 43 વર્ષ પહેલા ડેમ બન્યા બાદ આ મંદિર 8 મહિના માટે હંમેશા ડૂબેલું રહે છે.

આ મંદિરના નિર્માણ વિશે એવું કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો દ્વારા અહીં સ્વર્ગ જવાની સીડી બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અધુરો રહી ગયો હતો. કથા મુજબ આ મંદિર પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન માત્ર એક રાતમાં બનાવી નાખ્યું હતું. આ મંદિરમાં આજે પણ મહાભારતકાળની અનેક વસ્તુ આવેલી છે. જોકે સરકાર અને પુરાતત્વ વિભાગની ઉદાસીનતાના કારણે આજે ઐતિહાસિક ધરોહર પોતાનું અસ્તિત્વ ખોઈ રહ્યું છે.

આ મંદિર પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ગગ્ગલ એરપોર્ટ છે. ગગ્ગલ એરપોર્ટથી આ મંદિરનું અંતર માત્ર દોઢ કલાકનું જ છે. પ્રવાસીઓ રેલવે સ્ટેશન અને એરપોર્ટથી જ્વાલી પહોંચી શકે છે, જ્યાંથી આ મંદિરનું અંતર માત્ર 37 કિમી. છે. જ્વાલીથી બાથૂ કી લડી પહોંચવાના 2 માર્ગ છે. એક જેમાં બાથૂ સુધી અડધી કલાકમાં પહોંચી શકાય છે અને બીજો માર્ગ જ્યાંથી તમને આ મંદિર પહોંચવામાં આશરે 40 મિનિટનો સમય લાગે છે. જો તમે ટ્રેનથી જવા ઈચ્છો છો તો કાંગડા રેલવે સ્ટેશન ઉતરીને કોઈ ટેક્સીની મદદથી અહીં પહોંચી શકાય છે.

આ મંદિરના દર્શન કરવા માટે માત્ર મે-જૂન મહિનામાં જ જઈ શકાય છે. બાકીનો સમય આ મંદિર જલમગ્ન હોય છે. ઉનાળામાં દરમિયાન જ મંદિર સંપૂર્ણ બહાર આવે છે. ત્યારે મંદિરની ચારે તરફ પાણી અને વચ્ચે મંદિર એક અદભૂત મનમોહક દ્રશ્ય ઉભું કરે છે. આ જગ્યાએ અનેક ફિલ્મનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. જોકે અહીંના પ્રવાસન પર ધ્યાન દેવામાં ન આવતું હોવાના કારણે અહીં પહોંચવાના રસ્તાઓની હાલત બિસ્માર છે તેમ છતા અનેક વિદેશી પ્રવાસીઓ પણ આ મંદિરોને જોવા અહીં આવે છે.

ભારત ધાર્મિક આસ્થામાં વિશ્વાસ કરનારો દેશ છે. જ્યાં મંદિરોમાં સવાર પડતા જ ભજન વાગવા લાગે છે. કોઇ વિશેષ પર્વ પર મંદિરોને ભવ્યતાથી સજાવાય છે. તો આ મંદિરોને લઇને અનેક પ્રાચીન કથાઓ પણ છે. આવા જ પાંચ મંદિર જે અંગે જાણીને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો. આ મંદિરોને લઇને અનેક રહસ્યો છે. આ રહસ્યોને આજસુધી કોઇ પણ ઉકેલી શક્યું નથી.

જ્વાળાજી મંદિર- હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત માં દુર્ગાનું જ્વાળા દેવીનું મંદિર ઘણું જ પ્રસિદ્ધ છે. આ મંદિરને લઇને એવું કહેવામાં આવે છે કે મંદિરમાં એક જ્વાળા દરેક સમયે સળગતી રહે છે. જેના કારણે આને જ્વાળાજીનું મંદિર કહેવામાં આવે છે. આ જ્વાળાને લઇને કહેવાય છે કે તે અનાદી કાળથી સળગતી રહી છે અને હંમેશા સળગતી રહે છે. તેના દિવામાંથી વાદળી રંગની જ્યોત પ્રગટે છે જે એક રહસ્ય છે.

લેપાક્ષી મંદિર – આંધ્ર પ્રદેશમાં આવેલું લેપાક્ષી મંદિર વાસ્તુશિલ્પનો એક ચમત્કાર છે. આ મંદિરના પરિસરમાં એક લટકતો સ્તંભ છે જે જમીન પર ટકેલો નથી. આ સાથે જ અહીં એક એવો પથ્થર પણ છે જેની પર એક પદચિહ્ન છે. આ પદચિહ્ન અંગે એવું કહેવાય છે કે તે માતા સીતાનું પદચિહ્ન છે. સૌથી આશ્ચર્ય કરનારી વાત એ છે કે આ પદચિહ્ન હંમેશા ભીનું રહે છે. આને કેટલું પણ સૂકવવામાં આવે, પરંતુ તેમાં પોતાની રીતે પાણી ભરાઇ જાય છે. અત્યાર સુધી તે એક રહસ્ય જ બન્યુ હતું કે છેવટે આમાં પાણી આવે છે કેવી રીતે.

અચલેશ્વર મહાદેવ મંદિર – રાજસ્થાનના ધોલપુરમાં સ્થિત અચલેશ્વર મહાદેવની અલગ જ કૃપા છે. અચલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ દિવસમાં 3 વાર પોતાનો રંગ બદલે છે. પ્રાતઃસવારના સમયે શિવલિંગનો સમય લાલ, તો બપોરના સમયે શિવલિંગનો રંગ કેસરિયો અને દિવસ ઢળ્યા પછી તેનો રંગ કાળો પડી જાય છે. આ મંદિરને લઇને અનોખી વાત એ છે કે અહીં રહેલા શિવલિંગના અંતિમ છેડા સુધી કોઇ પહોંચી શક્યુ નથી.

શિવગંગે મંદિર- કર્ણાટકથી અંદાજે 55 કિલોમીટર દૂર સ્થિત શિવનું મંદિર શિવગંગે મંદિર એક નાનકડા પર્વત પર બનેલું છે. આ મંદિરને લઇને કહેવાય છે કે અહીંના આખા પર્વતો શિવલિંગ જેવા દેખાય છે. આ મંદિર અંગે એવુ પણ કહેવાય છે કે આ શિવલિંગ પર ઘી ચઢાવ્યા પછી તે રહસ્યમય રીતે માખણમાં ફેરવાઇ જાય છે. આ આજે પણ એક રહસ્ય જ રહ્યું છે.

વિરુપાક્ષ મંદિર- કર્ણાટકના હમ્પીમાં સ્થિત વિરૂપાક્ષ મંદિર પોતાનામાં જ એક રહસ્ય છે. કહેવાય છે કે આ મંદિરમાં કેટલાક એવા સ્તંભ છે, જેમાંથી સંગીત નીકળે છે. આને મ્યૂઝિકલ પિલર્સ નામે પણ ઓળખવામાં આવે છે. આ સ્તંભો વિશે એવું કહેવાય છે કે એકવાર અંગ્રેજોએ એ જાણવા માટે કે સ્તંભોમાંથી કેવી રીતે સંગીત સંભળાય છે, તેને કાપીને જોયા પરંતુ અંદરનું દ્શ્ય આશ્ચર્ય પમાડનારુ હતું કારણ કે થાંભલો અંદરથી ખાલી હતો તેમાં કંઇ હતુ નહીં.