આ ગુજરાતી એકટર છે શાહિદ કપૂરની માતા,વિશ્વાસ ન આવેતો જોઈલો તસવીરો.

0
162

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂરની મમ્મી વિષે થોડી જાણકારી લઈને આવ્યા છીએ.

આમ તો શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા લાઇમલાઇટમાં રહેતા જ હોય છે. તેમની મમ્મીએ ફિલ્મ અને ટીવી શો માં પોતાની કોમેડીથી આપણને બધાને ખુબ હસાવ્યા છે. જણાવી દઈએ કે અમે શાહિદ કપૂરની જે મમ્મી વિષે વાત કરી રહ્યા છીએ, તે તેમની સગી નહિ પણ સાવકી માં છે અને તે એક પ્રખ્યાત ગુજરાતી કલાકાર છે. તેમનું નામ છે સુપ્રિયા પાઠક.

શાહિદ કપૂરની સગી માં જેમણે શાહિદને જન્મ આપ્યો એમનું નામ નીલિમા અઝીમ છે. જાણકારી માટે જણાવી દઈએ કે નીલિમાએ ત્રણ લગ્ન કર્યા છે. એમના પહેલા પતિ પંકજ કપૂર છે જેનાથી શાહિદનો જન્મ થયો. ત્યારબાદ પંકજથી છુટા પડીને તેમણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા પછી ઈશાન ખટ્ટરનો જન્મ થયો. અને પછી એમણે ત્રીજી વખત રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા. જોકે થોડા વર્ષો પછી તેમણે રઝા અલી ખાનનો સાથ પણ છોડી દીધો.

નીલિમાથી છુટા પડ્યા પછી પંકજ કપૂરે બીજા લગ્ન સુપ્રિયા પાઠક સાથે કર્યા. અને આ રીતે સુપ્રિયા પાઠક શાહિદ કપૂરના મમ્મી બન્યા. પંકજ અને સુપ્રિયાના બે સંતાન છે, સનાહ કપૂર અને રુહાન કપૂર. આજે આપણે સુપ્રિયા પાઠક વિષે કેટલીક રસપ્રદ વાત જાણીશુંસુપ્રિયા પાઠક એ કાઠીયાવાડી ગુજરાતી નાટ્ય કલાકાર દીના પાઠક અને રાજેશ ખન્ના તથા દીલીપ કુમારના પંજાબી ડ્રેસ મેકર બલદેવ પાઠકના પુત્રી છે.

જાણીતા નાટય અને ટીવી અભિનેત્રી રત્ના પાઠક તેમની મોટી બહેન છે. તેમનું બાળપણ દાદર, મુંબઈની પારસી કૉલોનીમાં વીત્યું અને તેમનો શાલેય અભ્યાસ જે.બી. વાચ્છા હાઈસ્કુલમાં થયો.તેમણે મુંબઈ વિદ્યાપીઠના નાલંદા ડાન્સ રીસર્ચ સેન્ટરમાં, ભારતનાટ્યમાં ફાઈન આર્ટમાં સ્નાતકની પદવી મેળાવી છે.

હવે તમે બધા એ વાત તો જાણતા જ હશો કે, સુપ્રિયા પાઠક બોલીવુડમાં એક મોટું નામ છે. તેમનો જન્મ 7 જાન્યુઆરી 1961 ના રોજ થયો હતો. તેમની માતાનું નામ દિના પાઠક હતું. સુપ્રિયાએ ગુજરાતી નાટક અને ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલોમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.સુપ્રિયાના પિતાનું નામ બલદેવ પાઠક છે અને તે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને દિલીપ કુમારના ડ્રેસ મેકર હતા. કદાચ તમને ખબર નહિ હોય કે, સુપ્રિયા પાઠકની બહેન રત્ના પાઠક છે. અને તે પણ ફિલ્મોમાં કામ કરે છે. તમે તેમને ગોલમાલ 3 અને ખુબશુરત જેવી ફિલ્મોમાં જોયા છે.

મળતી જાણકારી અનુસાર, સુપ્રિયા પાઠકનો ઉછેર મુંબઈમાં દાદરમાં આવેલી પારસી કોલોનીમાં થયો હતો. તેમણે પોતાનું ભણતર જે.બી. વાછા હાઈ સ્કૂલમાંથી પૂરું કર્યું, અને પછી ફાઈન આર્ટ્સમાં ડિગ્રી મેળવી. એટલું જ નહિ સુપ્રિયાએ નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર (મુંબઈ) માંથી ભરતનાટ્યમ પણ શીખ્યું હતું. બાળપણથી જ એમની રુચિ થીએટર સાથે હતી. અને તે નાના હતા તે સમયે થિયેટરના મોટા મોટા કલાકારો એમના ઘરે આવતા જતા રહેતા હતા. પછી એમણે પણ થીએટર કરવાનું શરુ કર્યું.

એક દિવસ શશી કપૂરની પત્ની જેનિફર કેન્ડલે સુપ્રિયાનું પરફોર્મન્સ જોયું. અને તેનાથી પ્રભાવિત થઈને તેમણે કહ્યું કે, તું મારા પતિ શશી કપૂર સાથે મુલાકાત કર. શ્યામ બેનેગલ મારા પતિ માટે ફિલ્મ બનાવે છે, તો થઈ શકે કે કદાચ તને એમાં કોઈ પાત્ર મળી જાય. પછી ફિલ્મ કલિયુગમાં સુપ્રિયા પાઠકને અનંત નાગ વિરુદ્ધ કાસ્ટ કરવામાં આવ્યા.

સુપ્રિયા પાઠકનો અવાજ શરુઆતથી જ ઘણો દમદાર છે. પોતાના અવાજને લીધે સુપ્રિયા પાઠકે શરૂઆતના સમયમાં ઓલ ઇન્ડિયા રેડિયો પર પોતાનો અવાજ આપીને રેડિયો આર્ટિસ્ટ બનવા માટે પ્રયત્ન કર્યા હતા. પણ ઓલ ઇન્ડિયા રેડીઓને એમનો અવાજ એટલો વધારે પસંદ ન આવ્યો, અને એમને રિજેક્ટ કરી દીધા. ત્યારબાદ કલિયુગ ફિલ્મ સફળ થયા પછી એમને એપ્રોચ કરવામાં આવ્યા અને કહ્યું કે, તમે રેડિયો પર તમારો કાર્યક્રમ રજુ કરો. પણ ત્યારે ફિલ્મોએ એમને કેદ કરી લીધા હતા અને એમની પાસે રેડિયો માટે પૂરતો સમય ન હતો.

સુપ્રિયા ફક્ત એક્ટિંગ જ નહિ પણ નાટકોમાં ડાયરેક્શનનું કામ પણ કરતા હતા. કળિયુગ ફિલ્મમાં એમણે શુભદ્રાનું પાત્ર એટલું સારું નિભાવ્યું હતું કે, એમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યો હતો. એ પછી તેમને વિજેતા, બાઝાર અને માસુમ જેવી ફિલ્મો મળી અને તેમાં તેમણે કમાલની એક્ટિંગ કરી. ટીવી પર તેમણે ઈધર ઉધર, એક મેહલ હો સપનો કા અને ખીચડી જેવી હિટ સિરિયલોમાં કામ કર્યું.

સુપ્રિયા પાઠકના અંગત જીવનની વાત કરીએ તો, એમના પહેલા લગ્ન એમની માતાના એક મિત્રના દીકરા સાથે થયા હતા. પણ તે વધારે સમય સુધી ટક્યા નહીં. પછી એમની મુલાકાત થઈ અભિનેતા પંકજ કપૂર સાથે. ફિલ્મ મેકર સાગર સરહદી એક ફિલ્મ બનાવી રહ્યા હતા, જેનું નામ હતું અગલા મોસમ.

આમ તો ફિલ્મ રિલીઝ થઈ શકી નહિ, પણ પંકજ કપૂર અને સુપ્રિયા એકબીજાની નજીક આવી ગયા. અને પછી એમણે લગ્ન કરી લીધા.૧૯૯૪માં તેમણે તેમના પતિ પંકજ કપૂર સાથે મળે એક ટીવી નિર્માતા કંપની સ્થાપી. તે કંપનીની મોહનદાસ બી.એ. એલ.એલ.બી. નામની ધારાવાહીકમાં કાર્ય કર્યું.

ત્યાર બાદ, ૧૧ વર્ષનો અવકાશ લઈ તેમણે ૨૦૦૫માં ફરી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું. તેમણે ૨૦૦૫માં સરકાર, ૨૦૦૮ માં સરકાર રાજમાં અભિનય કર્યો. ૨૦૦૯ની ફીલ્મ વેક અપ સીડ નામની ફીલ્મમાં પેઢીઓની વિચારધારાના તફાવતને ભરવા પ્રયત્નશીલ માતાના તેમના અભિનય વખણાયો હતો. ૨૦૧૩ની ફીલ્મ ગોલીયોં કી રાસ લીલા રામ-લીલામાં તેમના પાત્ર ધનકોર બા ને ફીલ્મ ફેર મેગેઝીને તેમની કારકીર્દીનો ચિન્હ કહ્યો છે.

જણાવી દઈએ કે, સુપ્રિયાની બહેને શાહ સાથે લગ્ન કર્યા. અને આ રીતે નસરુદ્દીન અને પંકજ સાઢુ બની ગયા. સુપ્રિયા પાઠકની ફિલ્મો અને ટીવી સિરિયલ જોયા પછી દરેક વ્યક્તિ માની ગયા કે, તે દરેક પ્રકારના પાત્ર ભજવી શકે છે. તેમનું ટેલેન્ટ જોરદાર છે, અને તેમના માટે કોઈ પણ અઘરું પાત્ર ભજવવું એકદમ સરળ બની જાય છે. સાવકી માં હોવા છતાં પણ તે શાહિદ કપૂરને પોતાના સગા સંતાન જેટલો જ પ્રેમ કરે છે. તો આ હતી સુપ્રિયા પાઠકના જીવનની સફર.

૨૨ વર્ષની ઉંમરે તેઓ તેમની માતાના મિત્રના પુત્ર સાથે પરણ્યા હતા, પણ એક વર્ષમાં તે લગ્નનો અંત આવ્યો. ૧૯૮૬માં સાગર સરહદીની પ્રદર્શિત ન થયેલી ફીલ્મ અગલા મૌસમ તેમણે હાલના પતિ પંકજ કપૂર સાથે કામ કર્યું. બે વર્ષની ઓળખ બાદ પંકજ કપૂર અને સુપ્રિયાએ લગ્ન કર્યા. હાલમાં તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની પુત્રી સાનાહ એ ૨૦૧૫ની શાનદાર ફીલ્મથી અભિનય આપવો શરૂ કર્યો છે.અભિનેતા ઈમાદ શાહ અને વિવાન શાહ તેમના ભાણેજ છે.