આ ગ્રહ નબળો થવાથી ખરવા લાગે છે તમારા વાળ જાણો કયો ગ્રહ

0
45

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વાળ ખરવાની સમસ્યાથી તમામ લોકો પરેશાન હોય છે. ડૉક્ટર્સની પાસે તેની સારવાર માટે ઘણા પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો વાળ ખરવાની સમસ્યા કુંડળીમાં અમુક ખાસ ગ્રહોની દશા કમજોર હોવાથી થાય છે. એવામં આ ગ્રહોની દશાને મજબૂત કરીને ખરતા વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકે છે. કહેવાય છે કે જે વ્યક્તિના શરીરમાં પ્રોટીનની કમી હોય, તેના વાળ સૌથી વધુ ખરવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહની દશા કમજોર હોય, તે શારીરિક કમજોરીનો ભોગ બનવું પડે છે.

આવા વ્યક્તિના શરીરમાં પ્રોટીનની કમી ઉદ્દભવે છે અને તેના વાળ ખરવા લાગે છે.તેના સિવાય કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહની દશા કમજોર હોવાના કારણે વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. કહેવાય છે કે છોકરીઓની કુંડળીમાં આ સમસ્યા પેદા થાય છે અને મોસમ બદલાતા છોકરીઓના ઝડપથી વાળ ખરવા લાગે છે. તમને જણાવી દઈએ કે, કુંડળીમાં આ ગ્રહોને મજબૂત કરવાના ઉપાય બતાવવામાં આવ્યા છે. આ ઉપાયોનું પાલન કરતા તમારા ખરતા વાળને રોકી શકાય છે.

જો કે, ડૉક્ટર પાસે દવા લેવાની પણ વાત કહેવામાં આવી છે. કહેવાય છે કે, કુંડળીમાં રાહુની દિશા મજબૂત કરવા માટે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. તમે લોટની ગોળીઓ સિવાય દાણા પર ખવડાવી શકો છો. તેનાથી વાળની રૂસિયાં સમાપ્ત થઈ જાય છે. તેના સિવાય કિડીઓને લોટ ખવડાવવાથી પણ ગ્રહોની દશા મજબૂત થવાની સંભાવના છે. જે લોકોના વાળ જન્મથી ભૂરા હોય છે, તે લોકો ઘણા ભાગ્યશાળી હોય છે. આવા લોકોને પોતાના પ્રયાસોમાં ઘણી સફળતા મળે છે.

જ્યોતિષશાસ્ત્ર રોગો વિષે શું કહે છે? શું સ્વાસ્થ્ય પણ જન્મકુંડળીમાં લખાયેલું હોય છે? .મનુષ્ય એ સમય સાથે સુખસુવિધા વધાર્યા છે, વધુ સુખાકારીને કારણે જીવનશૈલી આરામપ્રિય બની જેના પરિણામ સ્વરૂપ રોગ પણ વધતા ચાલ્યાં છે. મનુષ્ય આર્થિક અને સામાજિક રીતે સદ્ધર હોય પરંતુ એક હઠીલો રોગ તેના ખરા દુશ્મનની જેમ તેના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા મનુષ્યના જીવન દરમિયાન ઉદભવતા રોગ અને મનુષ્યના આયુષ્ય પર અભ્યાસ થઇ શકે છે. ગ્રીક ફીઝિશિયન હિપોક્રેટ્સ તબીબી વિજ્ઞાન અને જ્યોતિષનો સાથે ઉપયોગ કરતા હતા, એક મત મુજબ તેઓ જ્યોતિષના અભ્યાસ વગર થતી મનુષ્યની ચિકિત્સાને અધૂરી માનતા હતાં.

જ્યોતિષ દ્વારા રોગોના અભ્યાસની પૂર્વભૂમિકા. જ્યોતિષશાસ્ત્રમાં રોગ અને શત્રુનું સ્થાન એક જ છે- છઠ્ઠું. રોગ પણ દુશ્મનથી કમ નથી હોતો. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ છઠ્ઠો ભાવ અને તેના સ્વામીગ્રહ જાતકના જીવનમાં થતાં રોગ પર પ્રકાશ પાડે છે. બીજા અર્થમાં આ સ્થાન જો પાપગ્રહોથી ગ્રસિત હોય તો આ ગ્રહોની દશા-અંતરદશામાં જાતકને બીમારીમાંથી પસાર થવું પડે છે.

જન્મકુંડળીનો પ્રથમ ભાવ જાતકના દેહ અને આયુષ્ય સાથે સીધો સંકળાયેલ છે, પ્રથમ ભાવ જો અશુભ બન્યો હોય, લગ્નેશ અશુભ ગ્રહો સાથે બેસી નિર્બળ બન્યો હોય તો જાતકની તબિયત અવારનવાર નબળી બનતી હોય છે. દેહસુખ અલ્પ હોય છે, શરીરનું પોષણ અને બાંધો પણ નબળાં હોય છે. પ્રથમ ભાવ, અષ્ટમ ભાવ અને છઠો ભાવ સાથે અશુભ બન્યા હોય તો જાતકના આયુષ્ય પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

અષ્ટમ ભાવ આયુષ્યનો નિર્દેશ કરે છે, અષ્ટમ ભાવનો સ્વામી જાતકના આયુષ્યનું માપ અને મૃત્યુનું કારણ દર્શાવે છે. વાચકોને જાણવું રસપ્રદ થઇ જશે કે, છઠા ભાવના સ્વામી સાથે અષ્ટમભાવનો સ્વામી ગ્રહ અશુભ બન્યો હોય કે નિર્બળ હોય તો તેવા સંજોગોમાં રોગ જ મૃત્યુનું કારણ બને છે.

બાધક ગ્રહો અને મારક ગ્રહો.ચર લગ્નમાં અગિયારમો ભાવ બાધક, સ્થિર લગ્નમાં નવમો ભાવ બાધક અને દ્વિસ્વભાવ લગ્નમાં સપ્તમ ભાવ બાધક બને છે. બાધક સ્થાનમાં રહેલ રાશિના સ્વામીગ્રહને બાધકેશ કહે છે. દ્વિતીય અને સપ્તમ ભાવના સ્વામીઓ મારક ગ્રહો છે. મારક અને બાધક ગ્રહોમાં જે વધુ નિર્બળ અને દૂષિત હોય તે ગ્રહ મૃત્યુના કારણનો નિર્દેશ કરે છે. બાધક અને મારક ગ્રહોની છઠ્ઠે કે આઠમે ઉપસ્થિતિ જીવનમાં રોગ દ્વારા મૃત્યુતુલ્ય કષ્ટ આપી શકે છે.

છઠા ભાવનો સ્વામી, અષ્ટમ ભાવનો સ્વામી, મારકેશ અને બાધાકેશ ગ્રહોમાંથી જે નિર્બળ હોય અને છઠા સ્થાન સાથે સંબંધ કરતા હોય તે ગ્રહો જાતકને રોગથી કષ્ટનો નિર્દેશ કરે છે. અગાઉ જણાવ્યું તેમ જો લગ્નેશ પણ નિર્બળ હોય તો રોગ દ્વારા મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. નબળો લગ્નેશ જાતકના નબળા શરીર બંધારણનો નિર્દેશ કરે છે.

રોગનું સ્થાન.જન્મકુંડળી જોતાં સમયે જો કોઈ એક સ્થાનને ઉપર જણાવેલ રોગ અને મૃત્યુ નિર્દેશક ગ્રહો વધુ દૂષિત કરતા હોય તો તે રાશિ અને ભાવ નિર્દેશક અંગમાં ગ્રહની પ્રકૃતિ પ્રમાણેનો રોગ થઇ શકે. રાશિ દૂષિત હોતાં રોગ શરીરમાં ઊંડે હોઈ શકે, જયારે સ્થાન દૂષિત હોતાં સ્થાન નિર્દેશિત અંગના બહારના ભાગમાં બાહ્યસપાટી પર રોગના ચિહ્નો જોવા મળી શકે. આયુર્વેદ મુજબ વાત, પિત્ત અને કફનું સંતુલન બગડે તો તે રોગ સ્વરૂપે શરીરમાં અનુભવાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિને જ્યોતિષના તજજ્ઞોએ નીચે મુજબ ગ્રહનું આધિપત્ય આપ્યું છે.કફ પ્રકૃતિ: શુક્ર, ગુરુ, ચંદ્ર, પિત્ત પ્રકૃતિ: મંગળ, કેતુ, સૂર્ય, વાત પ્રકૃતિ: બુધ, શનિ અને રાહુ

ઉપર જણાવેલ એકસમાન પ્રકૃતિ ધરાવતા ગ્રહો જો એક જ સ્થાનમાં હોય અથવા એકબીજા સાથે સંબંધ કરતા હોય તો તે ગ્રહો નિર્દેશિત પ્રકૃતિમાં વધારો થાય છે. જેમ કે, મંગળની કેતુ કે સૂર્ય સાથે યુતિ રચવાથી પિત્ત પ્રકૃતિનો નિર્દેશ થાય છે, જો આ ગ્રહો દૂષિત કે અશુભ થયાં હોય, છઠા સ્થાન સાથે સંબંધિત હોય તો પિત્તદોષને લીધે રોગ થઇ શકે.

શની ગ્રહને તમામ ગ્રહો માંથી સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શની ગ્રહની ખરાબ અસરમાં રહે છે, તો તેને કારણે તેમના જીવનમાં ઘણી બધી તકલીફો ઉભી થવા લાગે છે, વ્યક્તિ દર વખતે કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાયેલા રહે છે.

પૃથ્વી ઉપર અલગ અલગ સ્થાનો ઉપર ગ્રહ નક્ષત્ર પોત પોતાની અસર નાખે છે, જેના કારણે જ અલગ અલગ પ્રકારની જાતિઓ, ઝાડ, છોડ અને ખનીજોનો જન્મ થાય છે, માણસના શરીર ઉપર પણ આ ગ્રહની ખરાબ અસર અને સારી અસર પડે છે. પરંતુ જાણકારીના અભાવે વ્યક્તિ હંમેશા આ તમામ વસ્તુ ધ્યાન બહાર કરી દે છે.

જો ગ્રહોની માણસ ઉપર ખરાબ અસર રહે છે, તો આપણા શરીરના અંગ ખરાબ થવા લાગે છે, જો તમે સમયસર તેને જાણી લેશો, તો તમે ખરાબ અસરથી બચી શકો છો, તમે સમયસર તેની જાણ લગાવીને ગ્રહોના ઉપાય કરી શકો છો, આજે અમે તમને શનીની ખરાબ અસર થવાથી વ્યક્તિના શરીરના ક્યા અંગ ઉપર અસર પડે છે? તેના વિષે જાણકારી આપવાના છીએ, તેની સાથે જ જો શનીની ખરાબ અસર છે, તો તે સ્થિતિમાં તમે ક્યા ઉપાય કરો, તેની પણ જાણકારી તમે મેળવો.

આવો જાણીએ શનીની ખરાબ અસર થવાથી શરીરના ક્યા અંગો થાય છે પ્રભાવિત.નાભી સાથે જોડાયેલી તકલીફો.જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે આપણા શરીરમાં નાભી જીવનનું કેન્દ્ર હોય છે, જો શની દ્વારા તમને ખરાબ અસર થાય છે, તો તે સ્થિતિમાં નાભી સાથે જોડાયેલા રોગ ઉત્પન્ન થવા લાગે છે, જો તમારી નાભીમાં કોઈ પ્રકારની તકલીફ ઉભી થઇ રહી છે, તો કે તમને કોઈ બીમારીનો અણસાર આવવા લાગે છે, તો તમે તેનું તરત સમાધાન કરો.

સામુદ્રીક શાસ્ત્ર મુજબ નાભીનો આકાર જોઇને ઘણું બધું જાણી શકાય છે, જો તમે તમારી નાભીને સારી રાખવા માગો છો, તો તેના માટે તમે રોજ સૂર્ય નમસ્કાર કરો, તે ઉપરાંત જો તમે નાભી ઉપર સરસીયાનું તેલ લગાવો છો, તો તેનાથી તે મુલાયમ રહે છે, જો તમે ઘી લગાવો છો, તો તેનાથી પેટની અગ્નિ શાંત થાય છે અને તે ઘણા રોગોમાં ઘણી લાભદાયક માનવામાં આવે છે.

હાડકાઓ સાથે જોડાયેલી તકલીફો.આપણા આખા શરીરની સંરચના હાડકાઓના માળખા માંથી બનેલું છે, જો આપણા હાડકા મજબુત નથી, તો કાંઈ પણ સારું નહિ હોય, જો તમારા શરીરના હાડકા નબળા છે, તો તમે કોઈ પણ કામ કરવામાં સક્ષમ નહિ હો, તે ઉપરાંત શારીરિક તકલીફો ઉભી થતી રહેશે. જો તમારા હાડકા મજબુત છે, તો તમારું બધું જ મજબુત રહેશે, કેલ્શિયમ અને આયરનની ખામીને કારણે જ હાડકા નબળા થવા લાગે છે, જો તમે તમારા હાડકા મજબુત કરવા માગો છો? તો રોજ નિયમિત રીતે કસરત કરો, તેની સાથે જ તમે રોજ તડકામાં તાપી શકો છો અને અને કેલ્શિયમ-આયરન યુક્ત વસ્તુનું સેવન કરી શકો છો.