આ એક વસ્તુ તમને બચાવી શકે છે કેન્સર જેવી મોટી બીમારી થી,જાણો કેવી રીતે…

0
219

બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે.
સ્કર્વી અને કેન્સરથી કરે છે બચાવ.
બટાકા નાના-મોટા સૌને પસંદ હોય છે. ભાગ્યે જ એવું કોઈક હશે જેને બટાકા પસંદ ન હોય. ઘરમાં કોઈપણ શાક બન્યું હોય તેની સાથે બટાકા સ્વાદિષ્ટ જ લાગે છે. બટાકા પોષક તત્વથી ભરપૂર હોય છે. આ ઉપરાંત કોલસ્ટ્રોલ લેવલ ઓછું કરવા, કેન્સર અને સ્કર્વી જેવા રોગ સામે પણ રક્ષણ આપે છે.

પુષ્કળ પ્રમાણમાં હોય છે કાર્બોહાઈડ્રેટ

બટાકામાં પ્રોટીન, વિટામિન સી, વિટામિન બી, ખનિજ તત્વ અને કાર્બોહાઈડ્રેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેનું પ્રોટીન અન્ય અનાજમાં મળતા પ્રોટીન કરતાં સારી ગુણવત્તા અને સરળતાથી પચવા માટે સક્ષમ હોય છે.

ભરપૂર પ્રમાણમાં હોય છે વિટામિન બી.

સેન્ટ્રલ પોટેટો રિસર્ચ સેન્ટર શિમલાના જણાવ્યાનુસાર વિટામિન બી સમૂહનું વિટામિન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તાજા બટાકામાં વધારે વિટામીન સી

જૂના બટાકાની તુલનામાં તાજા બટાકામાં વધારે માત્રામાં વિટામીન સી હોય છે. જે સ્કર્વી રોગનો બચાવ કરે છે. સો ગ્રામ બટાકામાં 20 મિલીગ્રામ વિટામીન સી મળી આવે છે. જે મકાઈ, ઘઉં અને ચોખા કરતા વધારે હોય છે. છાલ સહિતનું ઉકાળેલા સો ગ્રામ બટાકા વિટામીન બી કોમ્પલેક્સની દૈનિક આવશ્યકતાને પૂરી કરે છે.

પૂરું કરે છે એમિનો એસિડ

પ્રોટીનમાંથી એમિનો એસિડ બને છે અને માનવ શરીર માટે 21 એમિનો એસિડની જરૂર હોય છે. અનાજમાં લાઇસિન તથા મિથિયોનિન જેવા એમિનો એસિડની માત્રા ઓછી હોય છે. જ્યારે બટાકામાં આ બન્ને ભરપૂર માત્રામાં મળી આવે છે.

કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. જે તમારી રોજની જરૂરિયાત કરતાં 20 % વધારે પૂરી પાડે છે. પોટેશીયમ શરીરના વિકાસ માટે તેમજ સેલ્સના મેન્ટેનન્સ માટે ખૂબ જરૂરી છે. આ નરવસ સીસ્ટમને પણ મદદ કરે છે. તેમજ શરીરના મસલ્સને મદદરૂપ થાય છે. શરીરના બ્લડ પ્રેશરને મેન્ટેઇન કરવા માટે પણ બટાકામાંનું પોટેશિયમ કામમાં લાગે છે. અમુક પ્રમાણમાં વિટામીન ‘સી’ અને વિટામીન બી6 પણ ધરાવતા બટાકા બ્લડને ક્લોટીંગમાં મદદરૂપ છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે.

બટાકા  આપણા વાળની અનેક સમસ્યાઓને દૂર કરી તેમને મજબૂત બનાવે છે. બટાકાને ઉકાળ્યા પછી બચેલા પાણીને ફેંકશો નહી આ પાણીમાં થોડો બટાકો મૈશ કરીને તેનાથી તમારા વાળ ધૂઓ. આ તમારા વાળને મુલાયમ અને જડોને મજબૂત બનાવે છે. આ ઉપરાંત ખોડો અને ખરતા વાળથી પણ મુક્તિ અપાવશે. જો તમે કબજિયાથી  પરેશાન છો તો સેકેલા બટાકા કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવશે. બટાકામાં રહેલા પોટેશિયમ સોલ્ટ, અમ્લતાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

ચેહરા પર ગ્લો લાવો –  બટાકાને છીણીને 10થી 15 મિનિટ માટે તમારા ચેહરાની માલિશ કરો. થોડા દિવસ સુધી આવુ કરવાથી તમારા ચેહરા પર ગ્લો આવી જશે.

ખીલથી છુટકારો – બટાકાના રસમાં થોડા ટીપા લીંબૂના રસના મિક્સ કરો. ખીલથી છુટકારો મેળવવા માટે આ મિશ્ર્ણને તમારા ચહેરા પર લગાવો. સોજો – જો તમે શરીરના કોઈપણ ભાગ પર સોજાથી પરેશાન છો તો તમે 3 થી 4 બટાકાને શેકીની છોલી લો.  હવે આ સેકેલા બટાકા પર મીઠુ અને મરીનો પાવડર નાખીને ખાવ. કરચલીઓ અને સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો – મુલ્તાની માટીમાં થોડો બટાકાનો રસ નાખીને મિક્સ કરો. પછી આ મિશ્રણને કરચલીઓ ને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. આ ઉપાય તમારી વધતી વયની અસર ગાયબ કરી દેશે.  ટૈનિગથી છુટકારો – ટૈનિગથી છુટકારો મેળવવા માટે તમારી કોણી, ગરદન અને માથા પર કાચા બટાકાને રગડો. પાઈલ્સ – પાઈલ્સથી રાહત મેળવવા માટે બટાકા અને તેના પાનનો રસ પીવો.

એનીમિયા થવાનું જોખમ થાય ઓછુ.

શરીર માં લોહી ની કમી થવાથી એનીમિયા ની સમસ્યા થઇ જાય છે. એનીમિયા થવા પર નબળાઈ અને ચક્કર જેવી સમસ્યા નો પણ સામનો કરવો પડે છે. એનીમિયા ની કમી વધારે કરીને મહિલાઓ માં મળે છે. લોહી ની કમી થવા પર આયર્ન યુક્ત વસ્તુઓ ખાવાથી લાભ મળે છે અને બટાકા ની છાલ માં આયર્ન સારી માત્રા માં મળે છે. તેથી એનીમિયા થવા પર તમે બટાકા નું સેવન તેની છાલ ની સાથે કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here