આ એક છોડ પૂરા કરી દેશે તમારા બધા અટકેલા કામ બનાવી દેશે ધનવાન આ રીતે કરી ઉપયોગ

0
76

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ એક પરજીવી છોડ છે જે આસોપાલવ, પીપળા, વડ, દાડમ, આંબા જેવા ઝાડ પર થાય છે. ધ્યાનથી જોવામાં આવે તો તે કદથી મોટા થયેલા ઝાડ પરથી સરળતાથી મેળવી શકાય છે. ભારતીય તંત્ર શાસ્ત્રમાં અનેક એવી વસ્તુઓ વિશે લખવામાં આવ્યું છે જે સરળતાથી મળી તો જાય છે પરંતુ મોટા ભાગના લોકો તેની શક્તિથી અજાણ હોય છે. આવી જ એક વસ્તુ છે વાંદાનો છોડ.

આ પરજીવી છોડનો પ્રભાવ એટલો હોય છે કે તેના ઉપાયથી જીવનની દરેક પ્રકારની સમસ્યા દૂર કરી શકાય છે. તો જાણી લો આ છોડના ચમત્કારી ઉપાયો વિશે. શુભ ચોઘડિયામાં અથવા તો ગુરુ પુષ્ય નક્ષત્રમાં આ છોડને તોડી અને ઘરે લાવવો અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવો. તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.

જો લીમડાના ઝાડ પરથી આ છોડ મળે તો તેનાથી શત્રુઓનો નાશ સરળતાથી કરી શકાય છે. આ છોડને માત્ર તમારા શત્રુનો સ્પર્શ કરાવી દેવો. માત્ર આટલું કર્યા પછી તે ક્યારેય તમને નહીં સતાવે. વડના ઝાડ પરથી મળેલો આ છોડ તમને દરેક કામમાં સફળતા અપાવી શકે છે. બસ તેને શુભ મુહૂર્તમાં ઘરે લાવી પોતાની સાથે રાખવો. કોઈપણ કામમાં તમારી પીછેહટ નહીં થાય.

આ ઉપરાંત જો તમને ઘરમાં છોડ લગાવવાનું પસંદ કરો છો, તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાણો તેના નિયમ, ભૂલથી પણ ન કરતા આવું કામ.વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું ઘણું મહત્વ છે. ઘરના નિર્માણથી લઈને ઘરની સજાવટ સુધી દરેક માટે યોગ્ય દિશાની પસંદગી કરવી જોઈએ. ઘરમાં છોડ રાખવા સારી વાત છે, પણ અમુક છોડ એવા છે જે ઘરના આંગણામાં ક્યારેય પણ રાખવા જોઈએ નહિ.બામ્બુ પ્લાન્ટ એટલે કે વાંસના છોડ તમે અનેક ઘર અને ઓફિસમાં જોયા હશે. આ છોડ ઘરમાં રાખવાથી સકારાત્મકતા વધે છે અને નકારાત્મક ઊર્જા ઘટે છે. આ છોડ જે ઘરમાં હોય છે ત્યાં શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે છે. આ છોડ જો તમને ઉપહારમાં મળે તો તે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ છોડ જે ઘરમાં હોય ત્યાં સકારાત્મકતા સરળતાથી આકર્ષિત થઈ જાય છે.

ઘરમાં છોડ રાખવાનો શોખ તો ઘણા બધા લોકોને હોય છે. ઘણા લોકો ઘરમાં એક નાનકડો બગીચો પણ બનાવે છે, પણ એવું કરતા સમયે ઘણીવાર લોકો વાસ્તુ શાસ્ત્રના નિયમો ભૂલી જાય છે. લોકો ખાસ કરીને દિશા સંબંધી ભૂલ કરી દે છે.વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું ઘણું મહત્વ છે. ઘર બનાવવાથી લઈને ઘરની સજાવટ સુધી દરેક વસ્તુમાં યોગ્ય દિશાની પસંદગી કરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ વિષે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે રસોડું કઈ દિશામાં બનાવવું જોઈએ, બાથરૂમ કઈ દિશામાં હોવું જોઈએ. તેમજ છોડ કઈ દિશામાં રાખવા જોઈએ. આજે અમે તમને ઉપયોગી વાસ્તુ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને જણાવીશું કે ઘરમાં છોડ લગાવવા માટે કઈ દિશા સૌથી અનુકૂળ છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં છોડ નહિ રાખવા જોઈએ. તેનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશાને ખાલી નહિ રાખવી જોઈએ. તે દિશામાં તમે ઘરનો ભારે સામાન રાખી શકો છો, અથવા ત્યાં સ્ટોર બનાવી શકો છો. તેનાથી રાહુ ગ્રહ સારો રહે છે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં આ છોડ લગાવવા જોઈએ નહિ.ઘરમાં ક્યારેય પણ ખજૂરનો છોડ લગાવવો જોઈએ નહિ. જે ઘરમાં ખજૂરના ઝાડ હોય છે, તે ઘરમાં ગરીબીનું આગમન થાય છે. અને ત્યાં આર્થિક મુશ્કેલીઓ બની રહી છે.

બોરનું ઝાડ પણ ઘરમાં નહિ હોવું જોઈએ. તે ઘરમાં નકારાત્મકતા લાવે છે અને મુશ્કેલીઓને જન્મ આપે છે. જે ઘરમાં બોરનું ઝાડ હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો.વાંસના ઝાડને ક્યારેય ઘરમાં રાખવું જોઈએ નહિ. હિંદુ ધર્મમાં વાંસના ઝાડનો મૃત્યુના સમયે ઉપયોગ કરવામાં આવે છે, જે અશુભતાના સંકેત છે. વાંસના છોડને ઘરે લગાવવાથી મુશ્કેલીઓનું આગમન થાય છે.ઘરમાં લગાવેલું આમલીનું ઝાડ ઘરની પ્રગતિને અટકાવે છે. અને તે પરિવારજનોના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.

વૃહતસંહિતામાં કહેવાયુ છે કે એવા ઝાડ જેમના પાન અને ડાળીને તોડતા દૂધ નીકળતુ હોય તેને ઘરની પાસે ન લગાવવા જોઈએ તેનાથી ધનની હાનિ થાય છે. આ જ રીતે કાંટાવાળા ઝાડ પણ ઘરના મુખ્ય દ્વાર અને ઘરની પાસે હોવા શુભ નથી હોતા. તેનાથી શત્રુનો ભય વધે છે.ફેંગશુઈ મુજબ વાંસનો છોડ સમૃદ્ધિ અને વિકાસનુ પ્રતિક છે. તેને ઘરમાં ક્યાય પણ મુકી શકો છો. તેનાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કેળુ, તુલસી, કેતકી, ચમેલી, ચંપા આ શુભ વૃક્ષ છે તેને ઘરની આજુબાજુ લગાવવાથી ધન અને સુખમાં વધારો થાય છે. નારિયળ અને અશોકનુ ઝાડ પણ શુભ હોય છે.

વાંસના છોડની પરંપરા આમ તો ફેંગસૂઈ પરથી શરૂ થઈ છે. ફેંગસૂઈમાં તો તેને અત્યંત અસરકારક ઓજાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જે સ્થળે વધુ પડતી નકારાત્મક ઊર્જા છવાયેલી હોય, લોકોના મનમાં નિરાશાનો ભાવ હોય ત્યાં આ છોડ રાખવાથી તુરંત ફાયદો થાય છે.આ છોડ કોઈપણ ફ્લોરિસ્ટને ત્યાં સરળતાથી મળી જાય છે. ઘરમાં રાખવાનો હોય તો તેને હંમેશા કાચના વાસણમાં જ રાખવો જોઈએ. સમયાંતરે તેના વધારા અને સુકાયેલા પાન કાપતાં રહેવું જરૂરી છે.આ છોડને ઘરમાં વાવી પણ શકાય છે.જો કાર્ય સ્થળે આ છોડ રાખવાનો હોય તો તેને મુખ્ય ટેબલ પર રાખવો જોઈએ. આ છોડને લાલ દોરા વડે બાંધીને રાખવો જોઈએ. આમ કરવાથી પરિવારમાં એકતા જળવાઈ રહે છે.જો આ છોડ સુકાઈ જાય તો તેને બદલી અને નવો છોડ રાખવો જોઈએ.

અશોક પોતાના નામ મુજબ જ શોકને દૂર કરનારો અને પ્રસન્નતા આપનારુ વૃક્ષ છે. તેનાથી ઘરમાં રહેનારા વચ્ચે પરસ્પર પ્રેમ અને સૌહાર્દ વધે છે. કેળાનુ ઝાડ ભગવાન વિષ્ણુને પ્રિય હોય છે. ધનનો કારક ગ્રહ ગુરૂનો તેના પર પ્રભાવ હોય છે. તેને ઈશાન કોણ લગાડવાથી ઘરમાં ધન વધે છે. કેળાને વૃક્ષની નિકટ જ તુલસીનુ ઝાડ લગાવે તો આ અતિ શુભ ફળદાયક હોય છે. તેનાથી વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા એક સાથે રહે છે. ઘરની બહાર ફૂલ છોડ લગાવવાનુ સ્થાન ન હોય તો ઘરની અંદર મની પ્લાંટ લગાવી શકો છો. ચાઈનીઝ વાંસની જેમ આ પણ સમુદ્ધિદાયક પ્લાંટ માનવામાં આવે છે પણ એક વાતનું ધ્યાન રકહો કે મની પ્લાંટના ખરાબ પાંદડાને હંમેશા દૂર કરતા રહો.