આ દિવસે સૂર્યાસ્ત પછી કરો આ ઉપાય થશે દરેક મનોકામના પુરી

0
22

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જન્મ કુંડળીમાં શુક્રની સ્થિતી સારી હોય તેવા જાતકને જીવનના તમામ પ્રકારના ભૌતિક સુખ સરળતાથી પ્રાપ્ત થાય છે. પરંતુ જો શુક્ર નિર્બળ અથવા દુષ્પ્રભાવિ હોય તો જીવનમાં સુખ તેમજ શાંતિનો સતત અભાવ રહે છે. કારણ કે જીવનમાં જે સુખ, સુવિધા, સંપત્તિ, સ્ત્રી સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે તમામનો સીધો સંબંધ શુક્ર સાથે હોય છે. એટલે કે જો કુંડળીમાં શુક્રનું સ્થાન દોષયુક્ત હશે તો સમજી લેજો કે તમારી આર્થિક સ્થિતી અને અંગત જીવન ડામાડોળ રહેશે.

જીવનમાં ભૌતિક સુખનો અભાવ હોય તો સમજી લેવું કે કુંડળીનો શુક્ર અશુભ પ્રભાવ આપી રહ્યો હશે. આ સમય કપરો તો હોય છે પરંતુ તેમાં સુધારો પણ થઈ શકે છે. આ સ્થિતી શુક્રવારે એક ચમત્કારી ઉપાય કરીને સુધારી શકાય છે. તંત્રશાસ્ત્રનો આ ઉપાય કરવાથી શુક્ર મજબૂત થશે અને ધનની દેવી લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા પર સદા રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ અને શુક્રની શુભ દ્રષ્ટિના કારણે ખાલી તિજોરી પણ ઝડપથી ભરાઈ જાય છે. તો વાંચી લો શુક્રવારે કરવાના ચમત્કારી ઉપાયની વિગત અને યાદ રાખી લો તેની વિધિ.

શુક્રવારે કરો આ ઉપાય.આ ઉપાય શુક્રવારે સૂર્યાસ્ત પછી કરવાનો હોય છે. શુક્રવારે સાંજે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી ઘરના મંદિરમાં બેસી માતા લક્ષ્મીની પૂજા કરવી. આ પૂજાની સામગ્રીમાં સાત કોડી અચૂક રાખવી. લક્ષ્મીજીની પૂજા કંકુ, ચોખા, ધૂપ-દીપથી કરવી. પૂજામાં કરી લક્ષ્મીજી સમક્ષ સાત કોડી રાખી દેવી. પૂજા પછી માતાની આરતી કરવી. પૂજા વિધિ પછી પણ કોડીને રાત્રે 12 વાગ્યા સુધી મંદિરમાં જ રાખી મુકવી. રાત્રે 12 વાગ્યે પૂજામાં રાખેલી કોડી લઈ ઘરના ઈશાન ખૂણામાં જમીનમાં દબાવી દેવી. આ તંત્રશાસ્ત્રનો એવો ચમત્કારી ઉપાય છે જે તુરંત અસર કરે છે.

દેવી લક્ષ્મીની ખીરમાં કેસર નાખી તેનો ભોગ ધરાવવો અને વિધિ પૂર્વક તેમની પૂજા કરવી. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને તમારી મનોકામના પુરી કરે છે.શુક્રવાર નો દિવસ હિંદુ ધર્મ માં માતારાની ને સમર્પિત માનવામાં આવે છે અને આ દિવસે બધા માતારાની ની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે.

આજ ના દિવસે કરેલ ઉપાય તમારી કિસ્મત ને ચમકાવવાનું કામ કરે છે અને ધન-દોલત ની પ્રાપ્તિ કરાવે છે. આજ ના દિવસે કરેલ લક્ષ્મી ઉપાસના તમારા જીવન માં સકારાત્મકતા લાવતા કિસ્મત ખોલી શકે છે. તેથી આજે અમે તમારા માટે શુક્રવાર ના દિવસે કરવા વાળા ઉપાય લઈને આવ્યા છીએ જે માં લક્ષ્મી ને પ્રસન્ન કરશે. તો આવો જાણીએ તેમના વિષે.શુક્રવાર ના દિવસે સંધ્યા કાળ એ કાળી હલ્દી ની ગાંઠ નું સિંદુર અને ધૂપ થી પૂજન કરીને ચાંદી ના બે સિક્કા ના સાથે લાલ કપડા માં લપેટીને તિજોરી માં રાખવા પર આર્થીક સમસ્યાઓ હલ થાય છે.

સનાતન ધર્મમાં મહિલાઓને માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા માનવામાં આવે છે. તેથી, જે ઘરમાં સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે, તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે. પરંતુ જે ઘરોમાં મહિલાઓનું અપમાન કરવામાં આવે છે. ત્યાંથી માતા લક્ષ્મી ગુસ્સે થને જતા રહે છે. તેથી મહિલાઓનું સન્માન કરવું જોઈએ.જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહ ભૌતિક સુખ સુવિધાનું એક પરિબળ છે. તેથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોવું જરૂરી છે. શુક્રની નબળી સ્થિતિને કારણે તમને ધન સંબંધિત સમસ્યાઓ થાય છે. શુક્ર ગ્રહને મજબુત બનાવવા માટે ઘરમાં મોરના પીંછા રાખવા જોઈએ.

શુક્રવાર ના દિવસે સફેદ રંગ ની વસ્તુઓ અને સફેદ રંગ ના ખાદ્ય પદાર્થ નું દાન કરવાનું શુભ માનવામાં આવે છે અને જેટલું થઇ શકે તે દિવસે ગરીબો ને દાન આપો.શુક્રવાર ના દિવસે એક મુઠ્ઠી અખંડિત બાસમતી ચોખા ને વહેતા જળ માં મહાલક્ષ્મી નું સ્મરણ કરતા છોડી દેવાથી ધન ની વૃદ્ધિ બની રહે છે.શુક્રવાર ના દિવસે કાર્યસ્થળ જવાથી પહેલા આ મંત્ર ની એક માળા જપ કરો ‘ॐ ह्रीं श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृह धनं पूरय पूरय चिन्तायै दूरय दूरय स्वाहा’’। તેનાથી વ્યવસાય માં અદ્ભુત લાભ થશે.

ધન ની વૃદ્ધિ માટે શુક્રવાર ના દિવસે પીળા કપડા માં પાંચ પીળી કૌડી અને થોડીક કેસર ચાંદી ના સિક્કા ના સાથે બાંધીને જ્યાં તમારા પૈસા પડેલ હોય છે ત્યાં રાખવાથી તેનો સારો પ્રભાવ સામે આવવા લાગે છે.શુક્રવાર ના દિવસે ભગવાન વિષ્ણુ નો અભિષેક દક્ષિણાવર્તી શંખ માં જળ ભરીને કરવાથી માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઇ જાય છે.શુક્રવાર એ લક્ષ્મી ના મંદિર જઈને શંખ, કૌડી, કમળ, મખાના, બતાશા અર્પિત કરો. તેનાથી અલક્ષ્મી દુર થાય છે.

જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો પણ ઘરમાં ધનનો સંચય થતો નથી અથવા ધન સંબધિત સમસ્યાઓ થાય છે. તેથી વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે કોઈપણ વાસ્તુ શાસ્ત્રી પાસેથી સલાહ લેવી જોઈએ. ઘરની છત પર કચરો રાખવો ન જોઈએ.9. જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે.

શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે.ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે. શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ઓમ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે. શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.

જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.જો તમે પણ આર્થિક સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો શુક્રવાર ના દિવસે ઘર ના પૂજાસ્થળ માં લક્ષ્મી માતા ની સ્થાપના કરો અને તેમની પ્રતિમા સામે ગાય ના ઘી નો દીપક પ્રજ્વલિત કરવો જેથી , તમારી આવક માં વૃધ્ધિ થશે.

લક્ષ્મી માતા ને મોગરો અતિપ્રિય હોય છે જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ને મોગરા નું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મી ની કૃપા તમને ફળશે. આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડા નું અતર માતા લક્ષ્મી ને અર્પિત કરો તો ઘર માં સુખ-શાંતિભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે.

જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ની પ્રતિમા ને ચંદન લગાવી તથા તેમને સોળે શણગાર થી સજાવીને ત્યાર બાદ તેમનું પૂજન-અર્ચન કરો તો તમારું વૈવાહિક જીવન સુખમયી બની રહે છે તથા જિવનસાથી સાથે ના સંબંધો ગાઢ અને મધુર બને છે.જો તમે શુક્રવાર ના શુભ દિવસે ગરમ રોટલી અને ગોળ નું ગાય ને સેવન કરાવડાવવો તો લક્ષ્મી માતા ની કૃપા થી તમારું અને તમારા પરિવાર નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

આ સિવાય જો તમે શુક્રવાર ના દિવસે ૧૧ આખા લવિંગ ને પીળા કપડાં માં બાંધીને રસોઈઘર ના પૂર્વ દિશા માં એક ખૂણા માં બાંધી દયો તો તમારા ઘર માં ક્યારેય પણ ધાન ની ઉણપ સર્જાતી નથી. તેમના અન્ન ના ભંડાર ક્યારેય પણ ખૂટતા નથી.આ ઉપરાંત ઉપરોક્ત ઉપાય અજમાવતા સમયે લક્ષ્મી માતા ના આ દિવ્ય મંત્ર નું મંત્રોચારણ કરવું જેથી લક્ષ્મી માતા ની કૃપા સદાય તમારા પર બની રહે. આ દિવ્ય મંત્ર આ મુજબ છે.ૐ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમઃ..